Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -15 | ટેસ્ટ - 37 | ધોરણ -11

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 35 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -140 3) ટેસ્ટ સમય - 35 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે


Biology Test Series For NEET | પ્રકરણ -15  | ટેસ્ટ - 37 | ધોરણ -11

1. વનસ્પતિ પર નીચેના પૈકી જીબરેલિનની અસર કઈ ?
A. લાંબો છોડ ટૂંકો બને .
B. વામન છોડ વિસ્તરણ પામે .
C. મૂળતંત્રનો વિકાસ ઉત્તેજાય .
D. તરુણ પર્ણ પીળાં પડે .

2. નીચેના પૈકી કયો અંતઃસ્ત્રાવ વાસંતીકરણની ક્રિયાને પ્રેરે છે ?
A. ઇથિલીન
B. જીબરેલિન
C. સાયટોકાઇનિન
D. ઑક્ઝિન

3. કાપેલા લીલા પર્ણને............માં ડુબાડી રાખવાથી લીલાં રહે છે .
A. સાયટોકાઇનિન B. ઑક્ઝિન  C. ઇથિલીન  D. જીબરેલિન

4. પ્રતિકૂળ પર્યાવરણીય પરિસ્થિતિ પર વનસ્પતિ વિકાસને અસર કરતો અંતઃસ્ત્રાવ ક્યો છે ?
A. એબિસિસિક  ઍસિડ
B. ઇથિલીન
C. NAA
D. 2-4 - D

5. પર્ણરંદ્ર ખુલ્લુ - બંધની ક્રિયા ક્યો વૃદ્ધિ નિયામક દર્શાવે છે ?
A. ઍબ્લિસિક ઍસિડ
B. કાઇનેટિન
C. જીબરેલિક ઍસિડ
D. ઇન્ડોલ બ્યુટિરિક ઍસિડ

6. નીચેના પૈકી કોની હાજરીને કારણે બીજસુષુપ્તતા ભોગવે છે ?
A. ઍબ્લિસિસીન
B. ઇથિલીન
C. જીબરેલિન ઍસિડ
D. ઑક્ઝિન

7. પર્ણમાં ક્લોરોફિલની સક્રિયતા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ જણાવો
A. સાયટોકાઇનિન
B. ઇથિલીન
C. જીબરેલિન
D. ABA

8. સરળ બાષ્પશીલ અંતઃસ્ત્રાવ ક્યો છે ?
A. ઇથિલીન
B. ABA
C. IAA
D. સાયટોકાઇનિન

9. સુષુપ્ત બીજમાં કયો અંતઃસ્ત્રાવ ગેરહાજર હોય છે ?
A. ABA
B. ઑક્ઝિન
C. GA
D. ઇથિલીન

10. ઇથિલીનની વધુ માત્રા ક્યાં જોવા મળે છે ?
A. પરિપક્વ કેળામાં
B. તાજા બટાટામાં
C. લીલાં કેળાંમાં
D. આપેલ તમામ

11. ફણગો ફૂટવો એટલે શું ?
A. પ્રાથમિક મૂળમાંથી આદિમૂળ બહાર આવવું .
B. આદિમૂળમાંથી પ્રાથમિક મૂળ બહાર આવવું .
C. પ્રાથમિક મૂળનું વિકાસ પામવું .
D. આપેલ તમામ

12. બીજાંકુરણ દરમિયાન શ્વસન દર...........હોય છે
A. ધીમો
B. સ્થિર
C. ઝડપી
D. શૂન્ય

13. તંદુરસ્ત પર્ણમાં............' નું સંકેન્દ્રણ ઊંચું હોય છે .
A. સાયટોકાઇનિન
B. જીબરેલિન
C. ઓકઝીન
D. ઇથિલીન

14. દીર્વદિવસી વનસ્પતિ તરીકે વર્તે છે .
A. જવ
B. સોયાબીન
C. બારમાસી
D. ડાંગર

15. કાઇનેટિન તરીકે શોધાયેલો વનસ્પતિ અંતઃસ્ત્રાવ કયો ?
A. ABA
B. ઑક્ઝિન
C. સાઇટોકાઇનિન
D. ઇથિલીન 

16. ફૂગ અને માછલીમાંથી મેળવેલ વનસ્પતિ અંતઃસ્ત્રાવો ક્યા ?
A. જીબરેલિન અને નીએસીન
B. IAA અને IBA
C. જીબરેલિન અને 2-4 - D
D. જીબરેલિન અને સાયટોકાઇનિન

17. વાસંતીકરણ એટલે ....
A. વૃદ્ધિ આલેખ
B. ઊંચા તાપમાને પુષ્પસર્જન
C. પ્રકાશની વૃદ્ધિ પર અસર
D. નીચા તાપમાને ઝડપી પુષ્પસર્જન

18. દીર્વદિવસી વનસ્પતિના અંધકાર સમયગાળામાં ક્ષણિક પ્રકાશ પ્રાપ્ત કરાવાય તો શું થાય ?
A. પુષ્પસર્જન ન થાય .
B. પુષ્પસર્જન વધશે
C. પુષ્પસર્જન ઘટશે
D. કંઈ ફેર ન પડે .

19. વાસંતીકરણ માટે યોગ્ય તાપમાન કેટલું હોય છે ?
A. 1 થી 20 ° C
B. 28 થી 30 ° C
C. 1 થી 10 ° C
D. 25 થી 30 ° C

20. લઘુદિવસી વનસ્પતિમાં પુષ્પસર્જન શેના દ્વારા થાય છે ?
A. ટૂંકા દિવસ અને લાંબી રાત્રિ
B. ટૂંકા દિવસ અને ટૂંકી રાત્રિ
C. રાત ટૂંકી
D. લાંબો દિવસ અને ટૂંકી રાત્રિ

21. દીર્ઘદિવસી વનસ્પતિમાં કેવા પ્રકાશમાં પુષ્પસર્જન થાય છે ?
A. ફક્ત લાલ પ્રકાશમાં
B. સીમાંત સમયગાળા કરતાં વધુ પ્રકાશમાં
C. સીમાંત સમયગાળા કરતાં ઓછા પ્રકાશમાં
D. આપેલ તમામ

22. પ્રકાશ - અવધિ એટલે ...

A. પ્રકાશ આધારિત દિવસ - રાત્રિનું સમયપત્રક
B. પુષ્પસર્જન કરતો છોડ
C. દિવસની લંબાઈની પુષ્પસર્જન પર થતી અસર
D. પ્રકાશ આધારિત અસમ વૃદ્ધિ

23. અનનાસમાં ઋતુ વગર પુષ્પસર્જન પ્રેરવું હોય તો કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે ?
A. ઇથિલીન
B. ઝીએટિન
C. એબિસિસિક ઍસિડ
D. ના

24. શિયાળામાં સખત ઠંડી પડે ત્યારે આંબે મહોર વધુ આવે છે અને ઉનાળામાં કેરીનો પાક સારો મળે છે . આ ઘટનાને પ્રકાશ અવધિને અનુલક્ષીને આંબાને કેવી વનસ્પતિ ગણાય ?
A. દીર્ઘદિવસી
B. લઘુદિવસી
C. તટસ્થદિવસી
D. રસસભર

25. આ પદાર્થની સૌથી મહત્ત્વની અસર પતનની ક્રિયા ઉત્તેજવાની અને કલિકામાં સુષુપ્તાવસ્થા પ્રેરવાની છે .
A. ઇથિલીન
B. જીબરેલિન
C. ઝીએટિન
D. આપેલ પૈકી એક પણ નહીં

26. કયો અંતઃસ્ત્રાવ કલિકાઓ અને બીજની સુષુપ્તાવસ્થા તોડે છે ?
A. સાયટોકાઇનિન
B. ઑક્ઝિન
C. જીબરેલિન
D. ઍબ્લિસિસીન

27. વનસ્પતિના ક્યા અંગના આયામ છેદમાં નિર્માણ પ્રદેશ , વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ જોવા મળી શકે ?
A. પ્રરોહાગ્ર
B. મૂળ
C. બીજાશય
D. પર્ણાગ્ર

28. જુદું પડતું હોય તેને દૂર કરો
A. જીબરેલિન
B. NAA
C. ઇથિલીન
D. ઝીએટિન

29. 02 યુક્ત પર્યાવરણમાં ભીના બીજને નિશ્ચિત સમય માટે ઊંચું કે નીચું તાપમાન પૂરું પાડવાથી ...
A. બીજ - અંકુરણ પામતું અટકે છે .
B. બીજની સુષુપ્તતા દૂર થાય છે .
C. બીજની સુષુપ્તાવસ્થા લંબાવી શકાય છે .
D. બીજના અંકુરણનો વેગ ઘણો વધી જાય છે.

30. વૃદ્ધિ થતાં , ચાપ વૃદ્ધિદર્શક  નો નિર્દેશક ચાપ પર .......
A. કેન્દ્ર તરફ ખસે છે .
B. ઉપર તરફ ખસે છે
C. નીચે તરફ ખસે છે .
D. પરિઘ તરફ ખસે છે .

31. દ્વિદળી વનસ્પતિમાં દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર પેશી કઈ ?
A. અગ્રસ્થ વર્ધમાન પેશી
B. આંતર્વિષ્ટ વર્ધમાન પેશી
C. પાશ્વસ્થ વર્ધમાન પેશી
D. આપેલ તમામ

32. કયો અંતઃસ્ત્રાવ વનસ્પતિમાં અસ્થાનિક મૂળના વિકાસને પ્રેરે છે ?
A. ઑક્ઝિન
B. જીબરેલિન
C. ઇથિલીન
D. ઍબ્લિસીન

33. પેશીસંવર્ધનમાં કોષવિભાજન ઉત્તેજવા માટે ક્યો અંતઃસ્ત્રાવ વપરાય છે ?
A. જીબરેલિન
B. ઍબ્લિસિન
C. ઇથિલીન
D. ઑક્ઝિન

34. વૃદ્ધિમાં સંકળાયેલ પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે ?
A. કોષવિસ્તરણ – કોષવિભાજન - કોષવિભેદન
B. કોષવિભેદન - કોષવિભાજન - કોષવિસ્તરણ
C. કોષવિભાજન - કોષવિસ્તરણ કોષવિભેદન
D. કોષવિભાજન - કોષવિભેદન - કોષવિસ્તરણ

35. પર્ણોમાં ક્લોરોફિલની જાળવણી અને પર્ણરંદ્ર બંધ થવાની ક્રિયા સાથે સંકળાયેલા વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અનુક્રમે ક્યા છે ?
A. જીબરેલિન , ABA
B. ABA , સાઇટોકાઇનિન
C. ઑક્ઝિન , ઇથિલીન
D. સાઇટોકાઇનિન , ABA



જવાબો

1. B 2. B 3. A 4. A 5. A 6. A 7. A 8. A 9. C 10.A 11. B 12. C 13. C 14. A 15. C 16.D 17. D 18. A 19. C 20. A 21. B 22. C 23. D 24. B 25. D 26. C 27. A 28. C 29. B 30.C 31. C 32. A 33. D 34. C 35. D




======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad