Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -3 | ટેસ્ટ - 43 | ધોરણ -11

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 30 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -120 3) ટેસ્ટ સમય - 30 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -3 | ટેસ્ટ - 43| ધોરણ -11


1. ફ્યુક્સ લીલનું એકાંતરજનન કયા નમૂનામાં દર્શાવાય છે ?
A. એકવિધ જીવનચક્ર
B. દ્વિવિધ જીવનચક્ર
C. એક - દ્વિવિધ જીવનચક્ર
D. ત્રિવિધ જીવનચક્ર

2. ક્યું જીવનચક્ર ધરાવતી વનસ્પતિમાં દ્વિતીય ( 2n ) અવસ્થા માત્ર યુગ્મનજ પૂરતી જ મર્યાદિત હોય છે ?
A. એકવિધ
B. દ્વિવિધ
C. ત્રિવિધ
D. અનેકવિધ

3. બધી જ બીજધારી વનસ્પતિઓમાં એકાંતરજનન આ પ્રકારનું હોય છે :
A. એકવિધ જીવનચક્ર
B. દ્વિવિધ જીવનચક્ર
C. એક - દ્વિવિધ જીવનચક્ર
D. અનેકવિધ જીવનચક્ર

4. દ્ધિઅંગી વનસ્પતિઓમાં ...
A. જન્યુજનક મુખ્ય , એકકીય અને પરપોષી છે .
B. બીજાણુજનક ગૌણ , એકકીય અને પરપોષી છે .
C. મુખ્ય વનસ્પતિદેહ એકકીય અને સ્વયંપોષી છે .
D. મુખ્ય વનસ્પતિદેહ દ્વિકીય અને સ્વયંપોષી છે .

5. સૌપ્રથમ ભૂમિનિવાસી ભૃણધારી વનસ્પતિસમૂહ ક્યો છે .
A. દ્ધિઅંગી છે
B. ત્રિઅંગી
C. અનાવૃત બીજધારી
D. એકાંગી છે

6. ત્રિઅંગી વનસ્પતિઓ ઇક્વિસેટમ અને સેલાજીનેલા કઈ બાબતે જુદી પડે છે ?
A. ઇક્વિસેટમ અપુષ્પી અને સેલાજીનેલા સપુષ્પી વનસ્પતિ છે .
B. ઇક્વિસેટમ સપુષ્પી અને સેલાજીનેલા અપુષ્પી વનસ્પતિ છે .
C. ઇક્વિસેટમ વિષમબીજાણુક અને સેલાજીનેલા સમબીજાણુક વનસ્પતિ છે .
D. ઇક્વિસેટમ સમબીજાણુક અને સેલાજીનેલા વિષમબીજાણુક વનસ્પતિ છે .

7. અનાવૃત બીજધારીના લઘુબીજાણુપર્ણ અને લઘુબીજાણુધાનીને આવૃત બીજધારીના કયા ભાગો સાથે સરખાવી શકાય ?
A. પુંકેસર , પરાગાશય
B. પરાગાસન , પરાગધાની
C. પરાગાસન , અંડક .
D. પરાગાશય , અંડક

8. પૂર્વફલિત ભ્રુણપોષ કયા વનસ્પતિસમૂહની લાક્ષણિકતા છે ?
A. ત્રિઅંગી
B. અનાવૃત બીજધારી
C. એકદળી
D. દ્વિદળી

9. આ જીવનચક્રમાં બીજાણુજનક તબક્કો યુગ્મનજ પૂરતો મર્યાદિત હોય છે .
A. એકવિધ જીવનચક્ર
B. દ્વિવિધ જીવનચક્ર
C. A અને B બંને
D. આપેલ પૈકી એક પણ નહિ

10.એકવિધ જીવનચક્રમાં યુગ્મનજ કેવા પ્રકારનું વિભાજન પામે છે ?
A. સમવિભાજન
B. અર્ધીકરણ
C. અસમભાજન
D. સમસૂત્રણ

11. સોટીમૂળ સામાન્ય રીતે શેમાં જોવા મળે છે ?
A.અનાવૃત્ત બીજધારી
B. આવૃત્તબીજધારી
C. એકદળી
D. દ્વિદળી

12. બીજ શેમાં જોવા મળે છે ?
A. આવૃત્તબીજ ધારી
B.દ્ધિઅંગી
C. ત્રિઅંગી
D. લીલ

13. પાયનસનાં બીજ કયા / શેમાં ઉદ્દભવે છે
A. કેપ્સ્યૂલ 
B. લઘુબીજાણુ પર્ણ
C. લઘુબીજાણુધાની
D. મહાબીજાણુ પર્ણ

14. પાયનસમાં નર અને માદા પ્રજનનીય રચનાઓ ક્યાં જોવા મળે છે ?
A. સમાન છોડની અલગ અલગ શાખાઓ પર
D. ભિન્ન છોડ પર
C. સમાન શાખા પર
D. આમાંથી એક પણ નહિ .

15. પાયનસ શેનું નિર્માણ કરે છે ?
A. બીજનું નિર્માણ ન કરે .
B. પુષ્પોનું નિર્માણ કરે છે .
C. વાહકપેશીઓનું નિર્માણ ન કરે .
D. ખુલ્લાં બીજ શંકુમાં નિર્માણ પામે છે

16. સાયકસને અનાવૃત્ત બીજધારીમાં સમાવાય છે . કોને લીધે
A. ફળ વગરના ખુલ્લાં બીજ
B. જીવંત અશ્મિઓ
C. જલવાહકમાં જલવાહિનીની હાજરી
D. વસવાટને લીધે

17. મહાબીજાણુપર્ણો ક્યાં / શેમાં જોવા મળે છે ?
A. નર સાયકસ
B. માદા સાયકસ
C. નર પાયનસ
D. ( a ) અને ( c ) બંને

18. સાયકસ લિંગની દૃષ્ટિએ કેવી વનસ્પતિ છે ?
A. એકલિંગી
B. દ્વિલિંગી
C. હરમેફોડાઇટ ( સંપૂર્ણ ભિન્ન નર અને માદા લક્ષણો ધરાવે )
D. ગાયનેડોસ ( અર્ધનર અને અર્ધમાદાનાં બાહ્યલક્ષણો ધરાવે )

19. અનાવૃત્ત બીજધારી માટે શું યોગ્ય છે ?
( A ) વિષમ બીજાણુક ( B ) બીજનિર્માણ ( C ) ફલનની ક્રિયા
A. ( A ) , ( B ) સાચાં છે ; ( C ) ખોટું છે .
B. ( B ) , ( C ) સાચાં છે ; ( A ) ખોટું છે .
C. ( A ) , ( B ) અને ( C ) ત્રણેય સાચાં છે .
D. ( A ) , ( B ) અને ( C ) ત્રણેય ખોટાં છે .

20. એક લાક્ષણિક અનાવૃત્ત બીજધારીના છોડના પર્ણકોષોમાં 8 રંગસૂત્રો આવેલા છે , તો તેની જન્યુજનક અવસ્થામાં આવેલા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય ?
A. 16
B. 8
C. 4
D. 24

21. નીચે આપેલ પૈકી કયું એક લક્ષણ અનાવૃત્ત બીજધારીનું છે ?
A. સમાંતર શિરાવિન્યાસ
B. પેરેનિયલ વનસ્પતિઓ
C. લાંબી ટૂંકી શાખાઓ
D. જલવાહિનીયુક્ત જલવાહક

22. અનાવૃત્ત બીજધારી અને આવૃત્તબીજધારી વચ્ચે સમાનતા શું છે ?
A. બંને અન્નવાહક પેશીમાં સહાયક કોષો હોય છે .
B. બંનેમાં ફલન પહેલાં ભૃણપોષનો વિકાસ થાય છે .
C. બંનેમાં અંડકનો ઉદ્ભવ અને બીજનો ઉદ્ભવ સમાન હોય છે .
D. બંને મૂળ , પ્રકાંડ અને પર્ણો ધરાવે છે .

23. અનાવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં ખુલ્લા બીજ કોની ગેરહાજરીનું સૂચન નીચે આપેલ પૈકીમાંથી ધરાવે છે ?
A. બીજાવરણ
B. અંડકાવરણ
C. ભ્રુણ ( ગર્ભ )
D. A અને B

24. સેલાજિનેલામાં રિડક્શન વિભાજન ( અર્ધીકરણ ) કોના નિર્માણ દરમિયાન જોવા મળે છે ?
A. નરજન્યુઓ
B. માત્ર લઘુબીજાણુઓ
C. માત્ર મહાબીજાણુઓ
D. ( b ) અને ( c ) બંને

25. જો ફર્નના ગર્ભના પાદમાં રંગસૂત્રોની સંખ્યા 8 હોય, તો તેના બીજાણુમાં સંખ્યા કેટલી હશે ?
A. 4
B. 8
C. 16
D. 23

26. દ્ધિઅંગી અને ત્રિઅંગી વચ્ચે કઈ સામાન્ય લાક્ષણિકતા રહેલી છે ?
A. વાસ્ક્યુલારીયજેશન ( વાહકપેશીધારી )
B. જલીય વસવાટ
C. ફલન માટે પાણીની હાજરી
D. સ્વતંત્ર બીજાણુજનક અવસ્થા

27. આપેલ જૂથોમાંથી કયા જૂથને તમે પસંદ કરશો કે જેમાં વાહક પેશીઓ વહન માટે હોય , અંડકોનો અભાવ હોય અને પ્રજનન બીજાણુઓ દ્વારા દર્શાવે છે ?
A. અનાવૃત્ત બીજધારી
B. એકાંગી
C. દ્ધિઅંગીઓ
D. ત્રિઅંગીઓ

28. કયું વિધાન સાચું છે ?
A. બીજાણુઓ અને જન્યુઓ અનિયમિત રીતે દ્વિકીય હોય છે .
B. બીજાણુઓ અને જન્યુઓ અનિયમિત રીતે એકકીય હોય છે .
C. માત્ર જન્યુઓ અનિયમિત એકકીય હોય છે .
D. માત્ર બીજાણુઓ અનિયમિત દ્વિકીય હોય છે .

29. નીચે આપેલ પૈકી કયું એક વાહક અપુષ્પી ( ક્રિપ્ટોગેમ્સ ) સાથે સંકલિત છે ?
A. દ્ધિઅંગી
B. ત્રિઅંગી
C. અનાવૃત્ત બીજધારી
D. આવૃત્તબીજધારી

30. ફ્યુનારિયામાં કયો તબક્કો એકકીય છે ?
A. જન્યુજનક
B. બીજાણુજનક
C. ( a ) અને ( b ) બંને
D. આમાંથી એક પણ નહિ .


જવાબો

1.B  2.A  3.B  4.C 5.B   6.D  7.A  8.B  9.A  10.B  11.C  12.A  13.D 14.A  15.D  16.A  17.B  18.A  19.C  20.C  21.D  22.D  23.D  24.D  25.A  26.C  27.D  28.B  29.B  30.A

======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad