Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -3 | ટેસ્ટ - 42| ધોરણ -11

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 30 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -120 3) ટેસ્ટ સમય - 30 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -3 | ટેસ્ટ - 42| ધોરણ -11


1. અત્યારે કયો વનસ્પતિસમૂહ મોટામાં મોટો અને પ્રભાવી વનસ્પતિસમૂહ તરીકે જાણીતો છે ?
A. દ્ધિઅંગી
B. ત્રિઅંગી
C. અનાવૃત બીજધારી
D. આવૃત બીજધારી

2. જ્યારે બીજ મહાબીજાણુપર્ણ પર ઉદ્ભવે છે અને ફળથી આવરિત નથી તેવી વનસ્પતિઓનો સમાવેશ શામાં કરાય છે
A. આવૃત બીજધારી
B. દ્ધિઅંગી
C. ત્રિઅંગી
D. અનાવૃત બીજધારી

3. તેમાં ભૂણ ગેરહાજર હોય છે .
A. લીલ
B. દ્ધિઅંગી
C. ત્રિઅંગી
D. અનાવૃત બીજધારી

4. નીચેનામાંથી એક વનસ્પતિજૂથ કે જે બીજાણુ અને ભૂણ ધરાવે છે , પરંતુ બીજવિહીન અને અવાહક પેશીધારી છે .
A. અનાવૃત બીજધારી
B. ફૂગ
C. દ્ધિઅંગી
D. ત્રિઅંગી

5. નીચેનામાંથી એક વનસ્પતિજૂથ કે જે બીજાણુ અને વાહકપેશી ધરાવે છે , પરંતુ બીજવિહીન છે .
A. ત્રિઅંગી
B. દ્ધિઅંગી
C. અનાવૃત બીજધારી
D. લીલ

6. ત્રિઅંગીના બીજાણુપર્ણ કયા પ્રકારના છે ?
A. વિષમપર્ણી
B. સમપર્ણા
C. A અને B બંને
D. A અથવા B

7. સીકોઇયા
A. ઊંચામાં ઊંચી અનાવૃત બીજધારી
B. નાનામાં નાની અનાવૃત બીજધારી
C. નાનામાં નાની આવૃત બીજધારી
D. ઊંચામાં ઊંચી આવૃત બીજધારી

8. સંતતિનું એકાંતરજનન કોણ દર્શાવે છે ?
A. અનાવૃત બીજધારી
B. ત્રિઅંગી
C. દ્ધિઅંગી
D. આપેલ તમામ

9. અનાવૃત બીજધારીમાં પરાગનયન કોના દ્વારા થાય છે ?
A. પાણી
B. પ્રાણી
C. પવન
D. કીટકો

10. મહાબીજાણુધાની કયા નામે ઓળખાય છે ?
A. અંડક
B. ભૃણપુટ
C. ફળ
D. પુંકેસર

11. નાનામાં નાની આવૃત બીજધારી વનસ્પતિ કઈ ?
A. ઝામિયા પીગ્મીયા
B. એલિયમ સેવા
C. વુંલ્ફિયા ગ્લોબોઝા
D. રેફલેશિયા આર્નોલ્ડી

12. પુંકેસરોનો સમૂહ એટલે .
A. પુંકેસરચક્ર
B. યોજી
C. પરાગનયન
D. ૫રાગાસન

13. ફલન પછી બીજ અને ફળમાં કોણ પરિણમે છે ?
A. પરાગાસન અને પરાગાશય
B. અંડક અને બીજાશય
C. પુંકેસર અને પરાગવાહિની
D. પરાગરજ અને અંડક

14.જન્યુજનક અવસ્થાની શરૂઆત ક્યારે થાય
A. એકકીય કોષ સમભાજન પામે .
B. દ્વિકીય કોષ અર્ધીકરણ પામે
C. A અને B બંને છે
D. ત્રિકીય કોષ અર્ધીકરણ પામે

15. બેવડા ફલનની લાક્ષણિક્તા કોણ ધરાવે છે ?
A. આવૃત બીજધારી
B. લીલ
C. અનાવૃત બીજધારી
D. દ્ધિઅંગી

16. એક લક્ષણ સિવાય દ્ધિઅંગી અને ત્રિઅંગી એકબીજા સાથે સમાનતા ધરાવે છે .
A. બંને લગ્ન પછી ભ્રુણનિર્માણ કરે છે .
B. બંને જીવનચક્રના બે તબક્કા ધરાવે છે .
C. બંને સંતતિનું એકાંતરણ ધરાવે છે .
D. બંને સુવિકસિત વાહકપેશી ધરાવે છે .

17. વનસ્પતિ અનાવૃત બીજધારી તરીકે ઓળખાય છે , કારણ કે ..
A. તે વાહકપેશી ધરાવે છે .
B. તે ખુલ્લા અંડક ધરાવે છે .
C. તે શુષ્કોદભિ લક્ષણો ધરાવે છે
D. તેમાં ભૂમિગત ગાંઠામૂળી પ્રકાંડ હોય છે .

18. વનસ્પતિ આવૃત બીજધારી તરીકે ઓળખાય છે , કારણ કે ...
A. તે સુવિકસિત વાહકપેશી ધરાવે છે .
B. તે પુષ્પ સર્જે છે .
C. બીજાંડ બીજાશય વડે ઢંકાયેલાં હોય છે .
D. તે મહત્તમ જાતિઓ ધરાવે છે .

19.દ્વિદળી અને એકદળી વચ્ચે સામ્યતા ધરાવતું લક્ષણ
A. બંને એક બીજપત્ર ધરાવે .
B. બંને જાલાકાર શિરાવિન્યાસ ધરાવે .
C. બંને પંચાવયવી પુષ્પ ધરાવે .
D. બંનેનો સમાવેશ આવૃત બીજધારીમાં છે

20. એકવિધ જીવનચક્રમાં કયું લક્ષણ અસંગત છે ?
A. જન્યુજનક તબક્કો મુખ્ય અને સક્રિય છે
B. યુગ્મનજ વિભાજિત થઈ એકકીય કોષકેન્દ્ર બનાવે છે .
C. અનાવૃત અને આવૃત બીજધારીમાં જોવા મળે છે .
D. એકકીય અને દ્વિકીય અવસ્થા એકબીજાને એકાંતરે આવે છે .

21. નીચેનામાંથી એક લક્ષણ દ્વિવિધ જીવનચક્ર માટે અસત્ય છે :
A. જન્યુજનક તબક્કો ટૂંકો અને ગૌણ
B. બીજાણુજનક તબક્કો પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર
C. ફ્યુક્સ લીલ દ્વિવિધ જીવનચક્ર ધરાવે છે .
D. દ્ધિઅંગી અને ત્રિઅંગી તેને અનુસરે છે .

22. નીચેનામાંથી એક લાક્ષણિકતા એક - દ્વિવિધ જીવનચક્ર માટે અસત્ય છે :
A. મુખ્ય વનસ્પતિ દેહ જન્યુજનક છે
B. જન્યુના સંયોગથી દ્વિકીય યુગ્મનજ બને છે .
C. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી તેને અનુસરે છે .
D. જન્યુજનક એ બીજાણુજનક સાથે એકાંતરે છે .

23.નીચેનામાંથી એક લક્ષણ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં સમાનતા ધરાવે છે . A. બંને બીજાણુજનક દેહ ધરાવે છે .
B. બંને પવન દ્વારા પરાગનયન કરે છે .
C. બંને બેવડું ફ્લન દર્શાવે છે .
D. બંને આવરિત અંડકો ધરાવે છે .

24. ભ્રુણધારી વનસ્પતિનું એક સાચું જૂથ દર્શાવે છે .
A. એકાંગી – દ્ધિઅંગી
B. એકાંગી – ત્રિઅંગી
D. દ્ધિઅંગી – ત્રિઅંગી
C. એકાંગી – ફૂગ

25. નીચેનામાંથી કયું જોડકું અસત્ય છે ?
A. સ્પાયરોગાયરા – તંતુમય
B. ફ્લેમિડોમોનાસ – એકકોષી .
C. નોસ્ટૉક – રાતી લીલ
D. વૉલ્વોક્સ – વસાહતી

26. નીચેનામાંથી કયું જોડકું અયોગ્ય છે ?
A. સેલાજીનેલા – વિષમબીજાણુ
B. ત્રિઅંગીઓ - બિજપ્રકૃતિનું સૂચન
C. સાલ્વિયા - સમબીજાણુ
D. ફ્યુનારિયા – મૉસ

27. ત્રિઅંગી અને દ્ધિઅંગીમાં નીચેનામાંથી કયું સામાન્ય છે ?
A. જન્યુજનક એ બીજાણુજનક પર પરોપજીવી છે .
B. બીજાણુજનક એ બીજાણુજનક પર પરોપજીવી છે .
C. વંધ્ય આવરણયુક્ત બહુકોષી પ્રજનનઅંગો
D. બીજાણુજનકનો અભાવ છે

28. ત્રિઅંગીમાં નીચેની પ્રક્રિયા દરમિયાન અર્ધીકરણ જોવા મળે છે .
A. જન્યુનિર્માણ
B. બીજાણુનિર્માણ
C. પશ્ચ જન્યુનિમણ
D. પક્ષ બીજાણુનિર્માણ

29. દ્ધિઅંગીમાં ...
A. આર્કેગોનીઆ
B. જન્યુજનક અવસ્થા મુખ્ય અને બીજાણુજનક અવસ્થા પરોપજીવી છે
C. સુકાયધારી વનસ્પતિદેહ
D. આપેલ તમામ

30. લીલમાં એકવિધ જીવનચક્ર દરમિયાન નીચેની કઈ પ્રક્રિયા દરમિયાન સમવિભાજન થાય છે ?
A. જન્યુનિર્માણ
B. બીજાણુનિર્માણ
C. ફલિતાંડનિર્માણ
D. એકપણ નહિ 



જવાબો

1.D  2.D 3.A  4.C  5.A  6.C  7.A  8.D  9.C  10.A  11.C  12.A  13.B
14.C  15.A  16.D  17.B  18.C  19.D  20.C  21.D  22.C  23.A  24.D  25.C  26.C  27.C  28.B  29.D  30.A 

======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad