Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -3 | ટેસ્ટ - 32 | ધોરણ -12

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -3  | ટેસ્ટ - 32 | ધોરણ -12

1. કઈ ક્રિયા દ્વારા પેઢીનું સાતત્ય જળવાય છે ?
( a ) પાચનક્રિયા ( b ) પ્રજનન ક્રિયા ( c ) ઉત્સર્જન ક્રિયા ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય2.

2. નીચે પૈકી કયું લક્ષણ સ્ત્રીમાં જોવા મળતું નથી ?
( a ) દાઢી , મૂછ જોવા મળતા નથી . ( b ) સ્નાયુઓ પ્રમાણમાં નબળા
( c ) અવાજ તીણો                         ( d ) સ્તનગ્રંથિ નામ પૂરતી

3. નીચે પૈકી અસંગત જણાવો .
( a ) અંડપિંડો ઉદરગુહામાં આવેલા છે .
( b ) સ્ત્રીઓ અંડપિંડમાંથી ઇસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે .
( c ) માદા પ્રજનનતંત્રમાં શિશુના વિકાસના સમયને ગર્ભધારણ કહેવાય .
( d ) શુક્રકોષનો પ્રવેશ પૂર્વઅંડકોષમાં તાત્કાલિક ફેરફારો પ્રેરે છે .

4. નર પ્રજનનીય રચનામાં કઈ રચના અયુગ્મિત છે ?
( a ) શુક્રાશય ( b ) પ્રોસ્ટેટ ( c ) બલ્બોયુરેથ્રલ ગ્રંથિ ( d ) શુક્રપિંડ

5. કાઉપર ગ્રંથિ શેમાં જોવા મળે છે ?
( a ) માદા સસ્તન ( b ) નર સસ્તન ( c ) ( a ) અને ( b ) બંને ( d ) આમાંથી એક પણ નહિ .

6. શુક્રોત્પાદક નલિકાઓ કોના પછી અવકાશના મધ્યમાં વિકસે છે ?
( a ) જન્મ ( b ) જાતીય આવેગ સમયે ( c ) તરુણાવસ્થાએ ( d ) ઉમર વધતા

7. શુક્રપિંડ અને ઉદરીય દીવાલ વચ્ચે સંયોજક પેશીનો રજ્જુ લંબાયેલો હોય છે , તેને શું કહે છે ?
( a ) શુક્રપિંડ રજ્જુ . ( b ) ગુબેરમેક્યુલમ ( c ) વર્ધમાન રજ્જુ ( d ) શુક્રકોષ રજ્જુ

8. જો નરની શુક્રવાહિની શસ્ત્રક્રિયા કરી દૂર કરવામાં આવે / તેનું જોડાણ દૂર કરાય , તો ...
( a ) વીર્યમાંના શુક્રકોષો કોષકેન્દ્ર વગરના હોય . ( b ) શુક્રકોષ જનીનની ક્રિયા ન થાય .
( C ) વીર્ય શુક્રકોષો વગરનું હોય .                    ( d ) વીર્યમાંના શુક્રકોષો અચલિત રૂપે જોવા મળે .

9. માનવ / સસ્તનના શુક્રપિંડો કવચ જેવી રચના દ્વારા આવરિત હોય છે તે રચનાને શું કહેવાય ?
( a ) ટ્યુનિકા આલ્બ્યુજીનીયા ( d ) ટ્યુનિકા વેક્યુલોસા હોય છે ,
( b ) ટ્યુનિકા મેમ્બ્રના             ( c ) ટ્યુનિકા વેજીનાલિસ

10. સસ્તનમાં ઉદરીય ગુહામાં ઉદરીય પ્રદેશની ગુહા કે જે વૃષણ કોથળી સાથે જોડાયેલ હોય તે માર્ગને શું કહે છે ?
( a ) શુક્રકોષીય નલિકા ( b ) ન્યુરન્ટેરિક માર્ગ ( c ) ઇંગ્લીનલ કેનાલ ( d ) હાવરસીયન નલિકા

11. શુક્રકોષો શેમાં ઉદ્ભવે છે ?
( a ) શુકોત્પાદક નલિકાઓ ( b ) આંતરાલીય કોષો ( C ) અધિવૃષણ નલિકા ( d ) પ્રોસ્ટેટ ગ્રંથિ

12. નર પ્રજનનતંત્રમાં શુક્રકોષો ક્યાં સંકેન્દ્રણ પામે છે ?
( a ) રેટ ટેસ્ટીસ ( શુક્રપિંડ ) ( b ) અધિવૃષણનલિકા ( c ) શુક્રવાહિની ( d ) શુક્રાશય

13. શુક્રકોષના એક્રોઝોમ શું ધરાવે છે ?

( a ) હાઇડ્રોલાઇટિક ઉન્સેચકો ( b ) DNA ( c ) કણાભસૂત્રો ( d ) ક્રુક્ટોઝ

14. માનવના શુક્રકોષો કોના દ્વારા ગતિ કરે છે ?
( a ) પક્ષ્મો  ( b ) કશાઓ ( c ) તલકાય ( d ) ન્યુક્લિઓઝોમ

15. જો શુક્રકોષોમાં એક્રોઝોમ ન હોય , તો ...
( a ) તે અંડકોષ તરફ ન જાય . ( b ) તે ઊર્જા પ્રાપ્ત ન કરી શકે .
( c ) તેને પોષણ પ્રાપ્ત ન થાય . ( d ) તેઓ તરી ન શકે .

16.શુક્રપિંડના જનનઅધિચ્છદ વચ્ચે આવેલા આધારકોષો જોવા મળે છે , તેને શું કહેવાય ?
( a ) લેડિંગના આંતરાલીય કોષો ( b ) સરટોલી કોષો ( c ) ગ્રંથીય કોષો ( d ) ભક્ષક કોષો

17. મુક્ત થતા શુક્રકોષોનું પોષક માધ્યમ કોના દ્વારા અપાય છે ?

( a ) શુક્રાશય પ્રવાહી ( b ) યોનિ પ્રવાહી ( c ) ગર્ભાશયનું અસ્તર ( a ) ફેલોપિયન નલિકા

18. મોટા ભાગના સસ્તનોમાં , શુક્રપિંડો શેના માટે વૃષણકોથળીમાં હોય છે ?
( a ) શુક્રકોષજનન ( b ) જાતીય વિભેદન
( c ) સ્રવિત  અંશો માટે વધુ અવકાશ ( d ) મૂત્રપિંડની સ્વતંત્ર કાર્યશીલતા

19. શુક્રકોષોને પોષણ પૂરું પાડતા કોષો જણાવો .
( a ) જનનકોષો ( b ) લેડિંગના કોષો  ( c ) સરટોલી કોષો ( d ) આંતરાલીય કોષો

20. અધિવૃષણ નલિકાનાં કાર્યો સંદર્ભે અસંગત વિધાન જણાવો .
( a ) અપરિપક્વ શુક્રકોષોને હંગામી સંગ્રહસ્થાન પૂરું પાડે છે .
( b ) શુક્રકોષો પરિપક્વન પ્રક્રિયા પૂર્ણ કરે છે .
( c ) શુક્રકોષો તરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે .
( d ) ફલન માત્ર અહીં જ થાય છે .

21. શુક્રવાહિનીના ફૂલેલા દૂરસ્થ છેડામાં કયું અંગ ખૂલે છે ?

( a ) શુક્રપિંડ ( b ) શુક્રવાહિકા ( c ) શુક્રાશય ( d ) મૂત્રમાર્ગ

22. બલ્બોયુરેથ્રલ ગ્રંથિમાંથી સ્રાવ પામતા પ્રવાહીનું  કાર્ય ...
( a ) સમાગમ દરમિયાન ઘર્ષણ - નિરોધક તરીકે વર્તે છે . ( b ) શુક્રકોષોને સક્રિય કરે છે .
( C ) શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે . ( d ) ફલન માધ્યમ તરીકે વર્તે છે .


23. પુરુષના જનનપિંડમાં ..
( 1 ) દરેક શુક્રપિંડને તંતુમય સંયોજક પેશી ટ્યુનિકા આલ્બ્યુંજેનિયા ઘેરે છે .
( 2 ) જનનકોષો અનેક વખત વિભાજન પામી શુક્રકોષોમાં વિભેદન પામે છે .
( 3 ) સરટોલી કોષો શુક્રકોષોને પોષણ પૂરું પાડે છે .
( 4 ) લેડિંગના કોષો નરજાતીય અંતઃસ્રાવ ટેસ્ટેસ્ટોરોનનો સ્ત્રાવ કરે છે .
( a ) TFTT ( b ) TTFT ( c ) TTTT ( d ) તફફ્ત

24. અંડપિંડનું છિદ્ર ચેતાઓ , રુધિરવાહિનીઓ , સ્નાયુતંતુઓ અને એક ચોક્કસ પ્રોટીન ધરાવે છે , તેને શું કહેવાય ?
( a ) કોલેજન ( b ) આલબ્યુમિન ( c ) ગ્લોબ્યુલિન ( d ) ફાઇબ્રીન

25. માદા સસ્તનમાં બર્થોલીનની ગ્રંથિઓ શેમાં ખૂલે છે ?
( a ) વેસ્ટીબુલ અને પ્રવાહી યોનિમાં મુક્ત કરે છે .
( b ) ગર્ભાશયમાં આપેલા પ્રવાહીને બાળકના જન્મ દરમિયાન મુક્ત
( c ) મૂત્રાશયમાં અને મૂત્રના સહાયક તરીકે મુક્ત થાય છે .
( d ) અંડવાહિનીમાં અને મુક્ત થઈ કે જે શુક્રકોષોને ચલિત રાખે છે .



જવાબો 

1.B2.D 3.A4.B5.B6.C7.D8.C9.A10.C11.A12.B13.A14.B,
15.A16. B17. A18. A19. C20.D21.C22. A23. C24. A25.A

======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad