Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -1 | ટેસ્ટ - 28 | ધોરણ -12

4


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -1  | ટેસ્ટ - 28 | ધોરણ -12

1. બે વિરુદ્ધ જાતિના પિતૃ પ્રજનનની પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેને શું કહે છે ?
( a ) અલિંગી પ્રજનન ( b ) લિંગી પ્રજનન ( c ) વાનસ્પતિક પ્રજનન ( d ) પુન : સર્જન

2. કોનાથી સર્જાતી સંતતિઓ પિતૃઓની આબેહુબ પ્રતિકૃતિ ધરાવે છે ?
( a ) લિંગી પ્રજનન ( b ) અલિંગી પ્રજનન ( c ) ફલિતાંડ ( d ) યુગ્મનજ

3. બાહ્ય દેખાવ સ્વરૂપમાં અને જનીનિક રીતે સમાન સંતતિ શેનાં તરીકે ઓળખવામાં આવે છે ?
( a ) ક્લોન ( b ) કોષ્ઠન  ( c ) જેમ્યુલ્સ ( d ) વોર્ટિસેલા

4. અમીબામાં નીચે પૈકી કઈ પદ્ધતિથી અલિંગી પ્રજનન થાય છે ?
( a ) દ્વિભાજન ( b ) બહુભાજન ( c ) બીજાણુનિર્માણ ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય

5. કોષરસનું વિભાજન કોઈ પણ દિશામાં થાય તો તેનું કયું દ્વિભાજન કહે છે ?
( a ) સરળ ( b ) જટિલ ( C ) અનુપ્રસ્થ ( d ) આયામ

6. પ્લાઝમોડિયમમાં કોષકેન્દ્ર કઈ ક્રિયાથી વારંવાર વિભાજન પામે છે ?
( a ) સમભાજન ( b ) ભાજન ( c ) અસમભાજન ( d ) અર્ધીકરણ

7. બહુભાજન પદ્ધતિ કયા સજીવમાં જોવા મળે છે ?
( a ) યુગ્લીના ( b ) વોર્ટિસેલો ( c ) પ્લાઝમોડિયમ ( d ) પ્લેનેરિયા

8. આ પ્રાણી પ્રતિકૂળ સંજોગોમાંથી અનુકૂળ સ્થિતિ સર્જાતાં કૂટપાદીય બીજાણુઓ સર્જે છે .
( a ) પેરામિશિયમ ( b ) પ્લેનેરિયા ( c ) અમીબા ( d ) હાઇડ્રા

9. કશાવિહીન જન્યુઓ સાથે સમજન્યુક પરિસ્થિતિઓમાં જોવા મળે
( a ) ક્લેમિડોમોનાસ  ( b ) સ્પાયરોગાયરા ( c ) વોલ્વોકસ  ( d ) ફ્યુકસ

10. ત્રિઅંગી અને અનાવૃતબીજધારી વનસ્પતિઓમાં કયા પ્રકારના બીજાણુઓ નિર્માણ પામે છે ?
( a ) બીજાણુઓ ( b ) દૈહિકબીજાણુઓ ( c ) વિષમબીજાણુઓ ( d ) સમબીજાણુઓ

11.નીચે આપેલ પૈકી કઈ વનસ્પતિમાં અચલ પક્ષ્મવિહીન બીજાણુ સામાન્ય રીતે ઉદ્ભવે છે ?
( a ) પેનિસિલિયમ ( b ) એસ્પરજિલસ ( c ) મ્યુકર ( d ) ( a ) અને ( b ) બંને

12. અવખંડનની અલિંગી પ્રજનન કરતી એક લીલ અને ફૂગના નામ આપો .
( a ) સ્પાયરોગાયરા અને જિગ્નીમા ( b ) યુલોથિક્સ અને સાયકોન
( c ) જિગ્નીમા અને સેપ્રોલેગ્નીઆ ( 1 ) એસ્પરજિલસ અને રાઇઝોપસ

13. નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય નથી ?
( a ) સૂક્ષ્મદર્શી , ચલિત અલિંગી પ્રજનનીય રચનાઓ ચલ બીજાણુઓ કહેવાય છે .
( b ) બટાટા , કેળા અને આદુમાં રોપાનું નિર્માણ અનુકૂલિત પ્રકાંડની આંતરગાંઠોમાંથી થાય છે .
( c ) સ્થગિત પાણીમાં ઊગતી વનસ્પતિ જળકુંભી પાણીમાંથી ઑક્સિજન મેળવે છે . જેથી માછલીઓ મૃત્યુ પામે છે .
( d ) અલિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિને ક્લોન કહેવાય છે .

14. મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન કઈ વનસ્પતિમાં થાય છે ?
( a ) ડહાલિયા ( b ) જાસુદ ( c ) હંસરાજ ( d ) રામબાણ

15. કઈ વનસ્પતિના મૂળના ટુકડાને ભેજવાળી જમીનમાં વાવવાથી અસ્થાનિક મૂળનું સર્જન કરી શકાય છે ?
( a ) આંબો ( b ) લીંબુ ( c ) હંસરાજ ( d ) પાનફૂટી 

16. બાહ્મીમાં જોવા મળતી વાનસ્પતિક પ્રજનન પદ્ધતિ કઈ છે ?
( a ) ભૂસ્તારી ( b ) ભૂસ્તારિકા ( c ) અધોભૂસ્તારી ( d ) વિરોહ

17. વનસ્પતિમાં ફલન થયા વગર નવી વનસ્પતિનું નિર્માણ થાય , તેને શું કહે છે ?
( a ) અસંયોગીજનન ( b ) પ્રત્યારોપણ ( c ) આરોપણ ( d ) દાબ કલમ

18. એક પિતૃમાંથી જનીનિક પ્રતિકૃતિ કઈ ક્રિયા દ્વારા મેળવાય છે ?
( a ) સ્વપરાગનયન ( b ) પરપરાગનયન ( c ) વાનસ્પતિક પ્રજનન ( d ) સંકરણ

19. વનસ્પતિકોષ પુન : સર્જન દ્વારા નવા છોડનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે , તે કયા નામે ઓળખાય છે ?
( a ) પ્રજનન ( b ) કલિકા ( c ) સંપૂર્ણ ક્ષમતા ( d ) અપૂર્ણ ક્ષમતા

20. અંકુરણથી વૃદ્ધિ દ્વારા પુખ્તતા પ્રાપ્ત થતાં વનસ્પતિનાં તબક્કાને શું કહે છે ?
( a ) સતત વૃદ્ધિ તબક્કો ( b ) અંકુરણ તબક્કો ( c ) પુષ્પસર્જન તબક્કો ( d ) વૃદ્ધત્વનો તબક્કો

21. સજીવોમાં લિંગી પ્રજનન પહેલા જીવનમાં વૃદ્ધિ અને પરિપક્વતા નિશ્ચિત તબક્કે પહોંચે છે , આ સમયગાળાને શું કહે છે ?
( a ) જુવેનાઇલ તબક્કો ( b ) જન્યુજનક ( c ) બીજાણુજનક ( d ) પ્રારંભિક

22. પરાગરજ કોના ઉપર અંકુરિત થાય છે ?

( a ) પુષ્પો ( b ) પરાગાસન ( c ) પરાગવાહિની ( d ) અંડાશય

23. યુગ્મનજનું નિર્માણ અને ભૂણવિકાસની ક્રિયાને શું કહે છે ?
( a ) પૂર્વફલન ( b ) પશ્ચફલન ( c ) ફલન ( d ) બાહ્યફલન

24. ક્યા સજીવમાં નર અને માદા જન્યુ કોષકેન્દ્રના નિર્માણ દ્વારા અલિંગી પ્રજનન કરે છે ?
( a ) પેરામિશિયમ ( b ) મયુંકર ( c ) સ્પાયરોગાયરા ( d ) ઉડોગોનિયમ

25. પ્રાણીઓમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થતો હોય તેને શું કહે છે ?
( a ) અંડપ્રસવી ( b ) અપત્યપ્રસરી ( c ) અપત્યઅંડપ્રસવી ( d ) આમાંથી એક પણ નહિ .




જવાબો 

1.B2.B 3.A4.D5.A6.C7.C8.C9.B10.C11.D12.C13.B14.A,
15.B16. A17. A18. C19. C20.A21.A22. B23. B24. A25.A

======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

4 Comments
  1. So nice sir bahuj mast mcqs 6e

    ReplyDelete
  2. SIR WHATSAPP YA TELEGRAM MA KOI GROUP CHE ??
    JO HOY TO LINK MUKO SIR PLEASE

    ReplyDelete
    Replies
    1. Mail me on my id your full name school name city name std watsappp

      Delete
  3. Sir,Amoeba ma bijanusarjan tay ?

    ReplyDelete
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad