Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 30 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -120 3) ટેસ્ટ સમય - 30 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -13 | ટેસ્ટ - 21 | ધોરણ -11
( 1 )પ્રકાશ - ક્રિયામાં નીચેની કઈ ક્રિયા થતી નથી ?
( a ) ઓકિસડેશન ( b ) રિડક્શન ( c ) ફોસ્ફોરીકરણ ( d ) ડિકાર્બોકિસલેશન
( a ) ઓકિસડેશન ( b ) રિડક્શન ( c ) ફોસ્ફોરીકરણ ( d ) ડિકાર્બોકિસલેશન
( 2 ) અચક્રીય ફોટોફોસ્ફોરીકરણમાં નીચેની ક્રિયા થતી નથી .
( a ) ઈલેકટ્રોનનું ચક્રીય વહન ( b ) 02 ઉદભવ ( c ) NADP નું રિડકશન ( d ) H 2 0 નું વિઘટન
( 3 ) ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં PS - માંથી મુકત થયેલા 4e .........
( a ) PS - II માં આવે છે . ( b ) PS -1 માં પાછા ફરે છે
( c ) 2NADP - 2H દ્વારા સ્વીકારાય છે . ( d ) NADP નું રિડક્શન કરે છે .
( 4 ) અચકીય ફોટોફોસ્ફોરાયલેશનમાં ........
( a ) માત્ર PS - I માં ભાગ લે . ( b ) માત્ર PS - II માં ભાગ લે
( c ) ( a ) & ( b ) બંને ભાગ લે ( d ) સ્ટ્રોમાં ભાગ લે .
( 5 ) કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે વનસ્પતિના હરિતદ્રવ્યયુકત અંગો જ ફકત પ્રકાશની હાજરીમાં છે , મુકત કરે છે ?
( a ) પ્રિસ્ટલી ( b ) ઈન્જનહાઉસ ( c ) નિલ ( d ) હિલ
( 6 ) પ્રકાશની ઊંચી તીવ્રતાએ હરિતદ્રવ્યનું ઓકિસડેશન થઈ વિઘટન થાય તે ક્રિયા .........
( a ) ફોટોઓકિસજનેશન ( b ) ફોટોરેસ્પિરેશન ( c ) ફોટોઓકિસડેશન ( d ) ફોટોલિસ
( 7 ) કોષમાં હરિતકણો કયાં ગોઠવાય છે ?
( a ) મધ્ય તરફ ( b ) કોષકેન્દ્ર પાસે ( c ) પરિઘ તરફ ( d ) છુટાછવાયાં ગમે ત્યાં
( 8 ) કલોરોફિલના પ્રકાશના વિશિષ્ટ તરંગલંબાઈનાં કિરણોનું .........
( a ) વહન કરે છે . ( b ) શોષણ કરી તે શકિતને પ્રથમ વીજાણુશકિતમાં રૂપાંતર કરે છે
( c ) ઉષ્માશકિતમાં રૂપાંતર કરે છે . ( d ) વિભાજન કરે છે .
( 9 ) પ્રકાશ – પ્રક્રિયામાં ' પ્રક્રિયા - કેન્દ્ર તરીકે કાર્ય કરે ..
( a ) કલોરોફિલ – a ( b ) કલોરોફિલ –b ( c ) ઝેન્થોફિલ ( d ) કેરોટીન
( 10 ) પ્રકાશસંશ્લેષણનો પ્રથમ તબકકો .....
( a ) પ્રકાશશ્વશન ( b ) પ્રકાશ - રાસાયણિક પ્રક્રિયા ( c ) જૈવસંશ્લેષણ ( d ) પ્રોટીનસંશ્લેષણ
( 11 ) પ્રકાશ રાસાયણિક તબકકો ક્યાં થાય છે ?
( a ) કોષરસમાં ( b ) સ્ટ્રોમામાં ( c ) ગ્રાનામાં ( d ) નીલકણની સપાટી
( 12 ) પ્રકાશ - પ્રક્રિયા દરમિયાન મુકત થતો O2........
( a ) CO2, માંથી મુકત થાય ( b ) પાણીમાંથી મુકત થાય
( c ) ગ્લૂકોઝમાંથી મુકત થાય ( d ) કલોરોફિલમાંથી મુકત થાય
( 13 ) પાણીમાંથી મુકત થયેલાં 4H+ .......
( a ) 4 NADP દ્વારા સ્વીકારાય . ( b ) 2 Fd દ્વારા સ્વીકારાય
( c ) FAD દ્વારા સ્વીકારાય . ( d ) 2 NADP દ્વારા સ્વીકારાય
( 14 ) 2NADP 2H+ ને 4e- કયાંથી મળે છે ?
( a ) PC માંથી ( b ) PS-II માંથી ( c ) 4 OH - માંથી પર ( d ) PS - I માંથી
( 15 ) જૈવસંશ્લેષણ તબકકો કયાં થાય ?
( a ) સ્ટ્રોમામાં ( b ) ગ્રાનામાં ( c ) થાયલેકૉઈડમાં ( d ) કોષરસમાં
( 16 ) સ્ટ્રોમામાં CO2 , કોની સાથે સંયોજાય ?
( a ) PGA ( b ) RuBP ( c ) PGAL ( d ) NADP
( 17 ) સ્ટ્રોમામાં કાર્બોકિસલેશનથી બનતી નીપજ .........
( a ) PGAL ( b ) DHAP ( c ) PGA ( d ) ATP
( 18 ) PGA ના રિડક્શન માટે કોનો ઉપયોગ થાય ?
( a ) NADP અને ADP ( b ) ADP અને DHAP
( c ) DHAP અને NADPH2 ( d ) NADPH2 અને ATP
( 19 ) કેલ્વિનચક્રનું બીજું નામ કર્યું ?
( a ) રિબ્યુલોઝ ચક્ર ( b ) C4 ચક્ર ( c ) C3 ચક્ર ( d ) હેચ - સ્લેક પથ
( 20 ) પ્રકાશશ્વસન વનસ્પતિને કોની સામે રક્ષણ પૂરું પાડે છે ?
( a ) ફોટોલિસિસ ( b ) ઓકિસડેશન ( c ) ઓકિસજિનેશન ( D ) ફોટોઓકિસડેશન
( 21 ) આ પૈકી કઈ ક્રિયા સૌપ્રથમ થાય ?
( a ) O2, નો ઉદ્દભવ ( b ) પાણીનું પ્રકાશવિઘટન
( c ) અચકીય ફોટોફોસ્ફોરાયલેશન ( d ) NADP નું રિડકશન
( 22 ) ફોટોફોસ્ફોરાયલેશન કયાં થાય ?
( a ) PS - 1 મા ( b ) PS - II માં ( c ) ( a ) & ( b ) મા ( d ) થાઈલેકૉઈડમાં
( 23 ) PGA માંથી ' O ' દૂર થતાં શું બને ?
( a ) DHAP ( b ) PGAP ( c ) PGAL ( d ) RuBP
( 24 ) C 4 પથ માટે કયું વિધાન સાચું બને ?
( a ) મધ્યપર્ણના કોષોમાં કાર્બન - સ્થાપન થાય ( b ) મધ્યપર્ણના કોષોમાં પ્રકાશથ્વસન થાય
( c ) મધ્યપર્ણના કોષોમાં પ્રકાશ - પ્રક્રિયા થાય ( d ) મધ્યપર્ણના કોષોમાં શ્વસન થાય
( 25 ) કેન્ઝ પેશીરચનામાં ગ્રેના ના ધરાવતા હરિતકણયુકત કોષો કયા ?
( a ) વાહિપુલના કોષો ( b ) પર્ણના કોષો ( c ) મધ્યપર્ણના કોષો ( d ) પુલકંચકના કોષો
( 26 ) C4 પથમાં સૌપ્રથમ બનતો 4 - C યુકત પદાર્થ ..
( a ) એસ્પારટિક એસિડ ( b ) ઓકઝેલો એસિટિક એસિડ ( c ) મેલિક એસિડ ( d ) ફયુમેરિક એસિડ
( 27 ) કલોરોફિલ – a સિવાયનાં રંજકદ્રવ્યો ........
( a ) પ્રકાશશકિતનું પરાવર્તન કરે ( b ) પ્રકાશશકિતનું રૂપાંતર ઉષ્માશકિતમાં કરે
( c ) પ્રકાશશકિતને કલોરોફિલ – a તરફ સંકેન્દ્રિત કરે . ( d ) પ્રકાશશકિતનો સંગ્રહ કરે
( 28 ) પ્રકાશસંશ્લેષણ દરમિયાન .......
( a ) પ્રકાશશકિતનું રાસાયણિક શકિતમાં રૂપાંતર થાય છે
( b ) રાસાયણિક શકિતનું મુકતશકિતમાં રૂપાંતર થાય છે
( c ) પ્રકાશશકિતનું કાર્યશકિતમાં રૂપાંતર થાય છે
( d ) કાર્યશકિતનું ગતિશકિતમાં રૂપાંતર થાય છે
( 29 ) સમગ્ર જીવસૃષ્ટિની શકિતની જરૂરિયાત કઈ ક્રિયા દ્વારા પૂરી થાય છે ?
( a ) શ્વસન ( b ) ફોટોઓકિસડેશન ( c ) ફોટોરેસ્પિરેશન ( d ) પ્રકશસંશ્લેષણ
( 30 ) હરિતકણ કોષના પરિઘ વિસ્તારમાં ગોઠવાયા છે , કારણ કે
( a ) તેનાથી વધુ પ્રકાશશકિતનું શોષણ થાય છે .
( b ) તેનાથી કોષના મધ્યભાગમાં વધારે સ્ટાર્ચ સંગ્રહી શકાય છે
( c ) તેનાથી વાયુઓના પ્રસરણમાં સરળતા રહે છે
( d ) તેનાથી કલોરોફિલ વધારે સક્રિય રહે છે .
જવાબો
1. D, 2.A, 3.B, 4.C, 5.B, 6.C, 7.C, 8. B, 9.A, 10.B, 11.C, 12.B, 13.D, 14.B, 15.A, 16. B, 17.C 18.D, 19.C, 20.D, 21.B, 22.D, 23.C, 24.C, 25.D, 26.B, 27.C, 28.A, 29.D, 30.C
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box