Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 30 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -120 3) ટેસ્ટ સમય - 30 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -22 | ટેસ્ટ -20 | ધોરણ -11
1. નીચેનામાંથી કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે ?
( a ) પિયૂટરી , લાળગ્રંથિ , એડ્રિનલ , અંડપિંડ , શુક્રપિંડ
( b ) પિયૂટરી , થાઈરોઈડ , એડ્રિનલ , અંડપિંડ , શુક્રપિંડ
( c ) લાળગ્રંથિ , થાઈરોઈડ , એડ્રિનલ , અંડપિંડ , શુક્રપિંડ
( d ) એડ્રિનલ , અંડપિંડ , શુક્રપિંડ , લાળગ્રંથિ , યકૃત
2. જલનિયમન સાથે કયો અંતઃસ્ત્રાવ સંકળાયેલ છે ?
( a ) ઓકિસટોસીન ( b ) પેરાથોર્મોન ( c ) એન્ડ્રોજન ( d ) વેસોપ્રેસીન
( 3 ) નીચેનામાંથી કયું ગ્રેસનું લક્ષણ નથી ?
( a ) વજનમાં વધારો ( b ) ચયાપચયિક દરમાં ઘટાડો
( c ) ( a ) & ( b ) બંને ( d ) એક પણ નહિ
4. અંતઃસ્ત્રાવી તંત્રના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાકય સાચું છે ?
( a ) એડિનોહાઈપ્રોફાઈસિસ અને હાઈપોથેલેમસ સીધા ચેતા નિયંત્રણમાં હોય છે
( b ) શરીરનાં અંગો જેવાં કે પાચનમાર્ગ , હૃદય , મૂત્રપિંડ અને યકૃત કોઈ પણ પ્રકારનાં અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતાં નથી.
( c ) અપોષક રસાયણો કે જે અલ્પપ્રમાણમાં ઉત્પન થતાં હોય છે તેઓ કોષાંતરીય સંદેશાવાહક તરીકે કાર્ય કરે છે તેને અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે
( d ) પિયૂટરી ગ્રંથિ દ્વારા ઉદ્દીપક અને નિરોધક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરાય છે.
5. આપેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિને તેના સ્ત્રાવો અને કાર્યો / ઊણપનાં લક્ષણો સાથે સચોટ રીતે જોડો.
અંતઃસ્ત્રાવી ગ્રંથિ અંતઃસ્ત્રાવ કાર્યો ઊણપનાં લક્ષણો
( a ) અગ્ર પિસ્યુટરી ગ્રંથિ ઓકિસટોસીન બાળકના પ્રસવ સમયે ગર્ભાશયને ઉત્તેજે છે
( b ) પશ્ચ પિયૂટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ વધુ પડતો સ્ત્રાવ અસામાન્ય વૃદ્ધિને ઉત્તેજે છે
( c ) થાઈરોઈડ ગ્રંથિ થાઈરોકિસન આયોડિનની ઊણપથી ગોઈટર થાય છે
( d ) કોર્પસ લ્યુટિયમ ટેસ્ટોસ્ટેરોન શુક્રકોષજનની પ્રક્રિયાને ઉત્તેજે છે
6. ઈસ્ટ્રાડાયોલ, ગ્લેકાગોન, એપીનેફીન અને થાઈરોઈડ અંતઃસ્ત્રાવો અનુક્રમે કયા સમૂહના છે ?
( a ) પેપ્ટાઈડ, સ્ટિરોડઈસ, આયોડોથાઈરોનીન્સ એન એમિનોએસિડ વ્યુત્પન્ન
( b ) સ્ટિરોઈસ, પેપ્ટાઈડ, આયોડોથાઈરોનીન્સ અને આયોડો થાઈરોનીન્સ
( c ) સ્ટિરોઈડૂસ, પેપ્ટાઇડ, એમિનો એસિડના વ્યુત્પન અને આયોડોથાઈરોનીન્સ
( d ) એક પણ નહિ.
7. હાયપરથાઈરોઈડીઝમાં સ્વરૂપ કયું છે ?
( a ) ગોઈટર ( b ) મિકસોડીમા ( c ) એકસોથેલેમિક ગોઈટર ( d ) ક્રિટનીઝમ
8. અગ્રપિટયૂટરી , મધ્યપિટયૂટરી અને પશ્ચપિટયૂટરી અનુક્રમે કેટલા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે ?
( a ) 6 , 1,4 ( b ) 1 , 2,6 ( c )6 , 1 , 2 ( d ) 2 , 1,6
9. પ્રજનનગ્રંથિ સંબંધિત અંતઃસ્ત્રાવ માટે સાચો ક્રમ જણાવો
( a ) લેડિંગના કોષો - એન્ડ્રોજન - SNS - જાતીય વર્તણૂંક
( b ) એન્ડ્રોજન - લેડિંગનાકોષો - PNS - જાતીય વર્તણુંક
( c ) લેડિંગના કોષો - એન્ડ્રોજન - CNS - જાતીય વર્તણૂંક
( d ) અધિચ્છદીયકોષો અને seminiferous નલિકા - એન્ડ્રોજન - CNS - જાતીય વર્તણુક
10. કોઈ એક અંતઃસ્ત્રાવની જોડ તે એવું ઉદાહરણ છે કે જે કોષરસપટલમાંથી પસાર થઈ અને ગ્રાહી એકમ સાથે તે અંદરની તરફ જોડાય છે . ( મોટા ભાગે કોષકેન્દ્રમાં થાય છે . )
( a ) ઈસ્યુલિન , ગ્લકેગોન ( b ) થાયરોસિન , ઈસ્યુલિન
( c ) સોમેટોસ્ટેટીન , ઓકિસટોનીન ( d ) કોર્ટિસોલ , ટેસ્ટોસ્ટેરોન
11. T - lymphocyte માં T કોના માટે પ્રયોજાય છે ?
( a ) થાઈરોઈડ ( b ) થેલેમસ ( c ) કાકડા ( d ) થાયમસ
12. કયો સ્ત્રાવ ઘણી માછલી, ઉભયજીવી અને સરિસૃપમાં ત્વચાને ઘેરા રંગની બનાવે છે ?
( a ) ACTH ( b ) FSH ( d ) LH
13. મિકસોડીમાનું કારણ
( a ) થાઈરોઈડના વધુ સ્ત્રાવથી ( b ) થાઈરોઈડના અલ્પ સ્ત્રાવથી
( c ) પેરાથાઈરોઈડના વધુ સ્ત્રાવથી ( d ) પેરાથાઈરોઈડના અલ્પ સ્ત્રાવથી
14. કેલ્સિટોનિન કોના વડે સ્ત્રવે છે ?
( a ) પેરાથાઈરોઈડ ( b ) હાઈપોથેલેમસ ( c ) એડ્રીનલ ( d ) થાયરોઇડ
15. વિશિષ્ટ ગોઈટર થવાનું કારણ .......
( a ) થાઈરોઈડની અલ્પ ક્રિયાશીલતા ( b ) થાયરોઇડ ની વધુ ક્રિયાશીલતા
( c ) પેરાથાઈરોઈડની અલ્પ ક્રિયાશીલતા ( d ) પેરાથાઈરોઈડની વધુ ક્રિયાશીલતા
16. પ્રસૂતિની ક્રિયા સરળ બનાવવા વપરાતા અંતઃસ્ત્રાવનું કાર્ય ......... છે .
( a ) અરેખિત સ્નાયુને ઉત્તેજે ( b ) ચયાપચયનો દર વધારે
( c ) રુધિરમાં ગ્યુકોઝ મુકત કરે ( d ) અંડપિંડને ઉત્તેજે
17. કયા અંતઃસ્ત્રાવો રંજક કણોનું નિયમન અને રંગકણસર્જન કરવા માટે જરૂરી છે ?
( a ) MSH અને મેલેટોનીન ( b ) STH અને મેલેટોનીન
( c ) MSH અને ઓકિસટોસીન ( d ) STH અને ઓકિસટોસીન
18. X અને Y સંયુકત રીતે GTHs ( ગોનેડોટ્રોફિક હોર્મોન્સ )
( a ) X = MSH , Y = LH ( b ) X = FSH , Y = LH
( c ) X = PH , Y = MSH ( d ) X = FSH , Y = ફોન
19. આપેલ ચાર્ટ A , B , C અને D માટે કયો વિકલ્પ સાચો છે ?
( a ) A = GnRH , B = STH , C = LH , D = ગર્ભાશય
( b ) A = GnRH , B = TSH , C = LTH , D = ગર્ભાશય
( c ) A = GnRH , B = ACTH , C= FSH , D = ગર્ભાશય
( d ) A = GnRH , B = FSH / LH , C = પ્રોજેસ્ટેરોન / ઈસ્ટ્રોજન , D = ગર્ભાશય
20. નીચેનામાંથી કઈ ગ્રંથિ નથી ?
( a ) સ્વાદુપિંડ ( b ) પિટ્યુટરી ગ્રંથિ ( c ) એડ્રીનલ ( d ) મૂત્રપિંડ
21. લક્ષ્ય અંગમાંથી ગ્રાહી અણુ દૂર કરવામાં આવે, તો અંતઃસ્ત્રાવના કાર્યમાં થતો ફેરફાર
( a ) કોઈ જ અસર વગર લક્ષ્ય અંગ પર અંતઃસ્ત્રાવનું કાર્ય ચાલુ રહે .
( b ) લક્ષ્ય અંગ કાર્ય ચાલુ રાખશે , પરંતુ અંતઃસ્ત્રાવની વધુ માત્રા જોઈશે.
( c )લક્ષ્ય અંગ પર અંતઃસ્ત્રાવની અસર થતી નથી
( d ) લક્ષ્ય અંગ પર અંતઃસ્ત્રાવની અસર ચાલુ રહેશે, પરંતુ વિરુદ્ધ કાર્ય થશે.
22. T4 નો રાસાયણિક પ્રકાર કયો છે ?
( a ) આઈડોથાયરોનીન ( b ) સ્ટિરોઈડ ( c ) એમિનો એસિડ ( d ) પેપ્ટાઈડ
23. કયા પ્રકારના અંતઃસ્ત્રાવો મોટે ભાગે જનીનની અભિવ્યકિતનું નિયંત્રણ કરે છે ?
( a ) પેપ્ટાઈડ ( b ) સ્ટિરોઈડ ( c ) આઈડોથાયરોનીન્સ ( d ) એમિનોએસિડ
24. નીચે પૈકી ક્યો અંતઃસ્ત્રાવ સ્ટિરોઈડ પ્રકૃતિ ધરાવતો નથી ?
( a ) કોર્ટિસોલ ( b ) ટેસ્ટોસ્ટેરોન ( c ) પ્રોજેસ્ટેરોન ( d ) પ્રોલેક્ટિન
25. આપેલ વિધાન X , Y અને Z માટે કયો વિકલ્પ સાચો છે ?
વિધાન X : ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલજીનોમ સાથે આંતરક્રિયા કરી પોતાની અસર બતાવે છે .
વિધાન Y : તે લક્ષ્યાંગ કોષમાં મેન બાઉન્ડ રિસેપ્ટર સાથે જોડાઈ અસર કરે છે .
વિધાન Z : તેઓ દ્વિતીયક સંદેશાવાહક તરીકે C - AMP નો ઉપયોગ કરે છે .
( a ) X , Y અને Z સાચાં છે ( b ) X , Y સાચાં અને Z ખોટું છે
( c ) X સાચું અને Y , Z ખોટાં છે . ( d ) X , Y અને Z ખોટાં છે
26. દૈનિક તાલબદ્ધતાનું નિયમન ( જૈવિક ઘડિયાળનું નિયમન ) કોની સાથે સંકળાયેલ છે ? .
( a ) પિનિયલ ( b ) પિટ્યુટરી ( c ) થાયમસ ( d ) હાયપોથેલેમસ
27. લેડિંગના કોષોનો સ્ત્રાવ એ .......... છે .
( a ) ઈસ્ટ્રોજન ( b ) પ્રોજેસ્ટેરોન ( c ) ટેસ્ટોસ્ટેરોન ( d ) એન્ડ્રોજન્સ
28. મોટી ઉંમરે કઈ ગ્રંથિ નિષ્ક્રિય બને છે ?
( a ) એડ્રીનલ ( b ) પિનિયલ ( c ) પ્રથમસ ( d ) પિટ્યુટરી
29. યોગ્ય જોડ મેળવોઃ
વિભાગ- A વિભાગ- B
( 1 ) પ્રોલેકિટન ( P ) ડાયાબિટીસ ઈન્સિપીડસ
( 2 ) થાઈરોઈડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ( Q )નરમાં લિંગી અંતઃસ્ત્રાવ એન્ડ્રોજનને પ્રેરે છે
( 3 ) એન્ટિડાયુરેટિક હોર્મોનની ઊણપ ( R ) દૂધના સ્ત્રાવને ઉત્તેજે છે
( 4 ) લ્યુટેનાઈઝિંગ હોર્મોન ( S ) થાઈરોઈડના અને તેના અંતઃસ્ત્રાવોના ઉત્પાદન
( a ) ( 1 - R ) , ( 2 - S ) , ( 3 - P ) , ( 4 - Q)
( b ) ( 1 - R ) , ( 2 - P ) , ( 3 - Q ) , ( 4 - S )
( c ) ( 1 - Q ) , ( 2 - P ) , ( 3 - R ) , ( 4 - S )
( d ) ( 1 - S ) , ( 2 - P ) , ( 3 - R ) , ( 4 - Q )
30. કયો અંતઃસ્ત્રાવ પેશીઓના વિકાસ અને વૃદ્ધિને ઉત્તેજે છે અને ઝડપથી કોષવિભાજન અને પ્રોટીન સંશ્લેષણ કરે છે ?
( a ) વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ( b ) પ્રોલિકિટન ( c ) ઈસ્યુલિન ( 4 ) એન્ટિડયુરેટિક હોર્મોન
જવાબો
1.B, 2.D, 3.C, 4.C, 5.C, 6.C, 7.C, 8.C, 9.C, 10.D, 11.D, 12.C, 13.B, 14.D, 15.B, 16.A, 17.A, 18.B, 19.D, 20.D, 21.C, 22.A, 23.B, 24.D, 25.C, 26.A, 27.C, D 28.C, 29.A, 30.A
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box