Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 30 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -120 3) ટેસ્ટ સમય - 30 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -13 | ટેસ્ટ - 22 | ધોરણ -11
( 31 ) પ્રકાશસંશ્લેષણમાં નિર્માણ પામતા લૂકોઝ માટે હાઈડ્રોજનનો સ્ત્રોત કયો છે ?
( a ) - પાણી ( b ) સ્ટાર્ચ ( c ) એમોનિયા ( d ) એક પણ નહિ
( 32 ) પર્ણનાં રંજકદ્રવ્યોનું અલગીકરણ કઈ પદ્ધતિ વડે કરી શકાય છે ?
( a ) સેન્ટ્રીફિયુગેશન ( b ) અલટ્રાફિસ્ટ્રેશન ( c ) ઈલેકટ્રોફોરેસિસ ( d ) કોમેટોગ્રાફિક
( 33 ) વનસ્પતિના પર્ણમાં કેટલા પ્રકારનાં રંજકદ્રવ્યો આવેલાં હોય છે ?
( a ) એક ( b ) બે ( c ) ત્રણ ( D ) ચાર
( 34 ) કેરોટીનોઈડ્રસ દ્રવ્યો ......
( a ) વાદળીથી આછા લીલા રંગના છે . ( b ) આછા લીલાથી જાંબલી રંગના છે .
( c ) પીળાથી નારંગી રંગના છે . ( d ) રંગવિહીન છે .
( 35 ) રંજકદ્રવ્યો માટે શું સાચું છે ?
( a ) કલોરોફિલ –a અને કલોરોફિલ – b ના અણુ મુખ્ય પ્રક્રિયકો અને અન્ય સહાયક દ્રવ્યો છે .
( b ) કલોરોફિલ – a અને કેરોટીનોઈસના અણુ મુખ્ય પ્રક્રિયકો અને અન્ય સહાયક રંજકદ્રવ્યો છે .
( c ) ક્લોરોફિલ – a ના અણુઓ મુખ્ય પ્રક્રિયકો અને કલોરોફિલ –b , ઝેન્થોફિલ અને કેરોટીનોઈડસ સહાયક રંજકદ્રવ્યો છે .
( d ) એક પણ નહિ
( 36 ) કોઈ પણ સ્થળજ વનસ્પતિ કરતાં હાઈડ્રિલામાં પ્રકાશસંશ્લેષણની ઘટના પ્રયોગશાળામાં બતાવવી સહેલી છે , કારણ કે ......
( a ) તે ઝડપથી પ્રકાશસંશ્લેષણ કરે છે ( b ) વનસ્પતિના લીલા ભાગમાંથી O2 ના પરપોટા ઉપર આવે છે .
( c ) તે ધીમેથી શ્વસન કરે છે ( d ) તે બાષ્પોત્સર્જન દર્શાવતી નથી
( 37 ) કયા વૈજ્ઞાનિકે પ્રયોગો દ્વારા દર્શાવ્યું કે વનસ્પતિ વાતાવરણમાંથી CO2 લે છે અને વાતાવરણમાં O2 મુકત કરે છે ?
( a ) ઝોન ઈંજનહાઉસ ( b ) જુલિયસ વોન સેચ ( c ) કોર્નેલિયસ વાન નિલ ( d ) જોસેફ પ્રિસ્ટલી
( 38 ) અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં હાઈડ્રોજન ગ્રાહક પદાર્થ કયો છે ?
( a ) NAD ( b ) NADP ( c ) FAD ( d ) ATP
( 39 ) હરિતક નું પટલમયતંત્ર .........
( a ) પ્રકાશશકિતનું શોષણ કરી ATP અને NADPH2 નું સંશ્લેષણ કરવા જવાબદાર છે
( b ) ATP અને NADPH2 વડે CO2 નું સ્થાપન કરવા જવાબદાર છે
( c ) CO2 અને H2O વડે સંયોજન કરી ગ્લુકોઝ નું નિર્માણ કરવા જવાબદાર છે .
( d ) વાતાવરણમાંથી CO2 અને મધ્યપર્ણમાંથી 1,0 નું શોષણ કરવા જવાબદાર છે .
( 40 ) LHC ..........
( a ) Light and Heavy Complexes
( b ) Lower Hard Compound
( c ) Light High Complexes
( d ) Light Harvesting Complexes
( 41 ) ફોટોલિસિસમાં એક સાથે પાણીના કેટલા અણુનું વિઘટન થાય છે ?
( a ) 2 ( b ) 4 ( c ) 6 ( d ) 8
( 42 ) પાણીના પ્રકાશવિઘટન સાથે કયાં ખનીજ તત્વો સંકળાયેલાં છે ?
( a ) Na+ , N2 , S2- ( b ) Mn2+ , Ca2+ , CI- ( c ) Mn2+ , Fe 3+ , CI- ( d ) Mg2+ , Ca2+ , Cl-
( 43 ) અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં ઈલેકટ્રોના વહન માટે સાચું વિધાન કયું છે ?
( a ) PS - I માંથી ઈલેકટ્રોનનું વહન PS - II માં અને Ps - II માંથી ઈલેકટ્રોનનું વહન NADP તરફ થાય છે
( b ) પાણીના વિઘટનમાંથી મુકત થતા ઈલેકટ્રોનનું વહન PS - I માં અને PS- ll માંથી ઈલેકટ્રોનનું વહન NADP તરફ થાય છે .
( c ) Ps - I માંથી ઈલેકટ્રોનનું વહન NADP તરફ અને PS -II માંથી ઈલેકટ્રોનનું વહન PS - I તરફ થાય છે .
( d ) પાણીના વિઘટનમાંથી મુકત થતા ઈલેકટ્રોનનું વહન NADP તરફ અને PS -II માંથી ઈલેકટ્રોનનું વહન PS - I તરફ થાય છે .
( 44 ) નીચેના પૈકી કઈ બાબત અચક્રિય ફોટોફોસ્ફોરાયલેશનને લાગુ પડે છે ?
( a ) તેમાં PS - I અને PS - II ભાગ લે છે . ( b ) તેમાં પાણીનું પ્રકાશવિઘટન થવું અનિવાર્ય છે .
( c ) તેમાં O2 ની મુકત અને NADP નું રિડકશન થાય છે . ( d ) બધા જ
( 45 ) હરિતકણમાં ATP ના સંશ્લેષણને સમજાવવા કઈ પરિકલ્પના રજૂ કરવામાં આવી છે ?
( a ) કોમેટોગ્રાફિક ( b ) કેમિઓસ્મોટિક ( c ) કેમિસિન્થેસિસ ( d ) ફોસ્ફોરાયલેશન
( 46 ) હરિતકણમાં આયોજન સંદર્ભે સાચો કમ કયો છે ?
( a ) રંજકદ્રવ્યો – થાયલેકૉઈડ - ગ્રેનમ – ગ્રેના – હરિતકણ ( b ) ગ્રેના – રંજકદ્રવ્યો – થાયલેકૉઈડ - ગ્રેનમ- હરિતકણ ( c ) હરિતકણ – ગ્રેના – રંજકદ્રવ્યો – થાયલેકૉઈડ – ગ્રેનમ ( d ) થાયલેકૉઈડ - ગ્રેના- ગ્રેનમ – રંજકદ્રવ્યો- હરિતકણ
( 47 ) પ્રિસ્ટલીના દર્શાવ્યા મુજબ વનસ્પતિ વાતાવરણમાંથી શું મેળવે છે ?
( a ) H2O ( b ) CO2 , ( c ) O2 ( d ) H2CO3
( 48 ) ATP નું સંશ્લેષણ થાયલેકૉઈડના પટલની આરપાર કોની સાથે સંકળાયેલું છે ?
( a ) પ્રોટોન - ઢોળાંશના નિર્માણ ( b ) ATP – ઢોળાંશના નિર્માણ
( c ) NADP - ઢોળાંશના નિર્માણ ( d ) બધા જ
( 49 ) થાઈલે કોઈડ પટલમાં સંચિત F0 પ્રોટોનના પ્રસરણમાં કોનું નિર્માણ કરે છે ?
( a ) પ્રોટોન્સ ( b ) પારપટલના માર્ગો ( c ) ATPase ( d ) પ્રકાશગ્રાહી તંત્ર
( 50 ) ATPase ઉન્સેચકની ૨ચનાના ભાગ કયા છે ?
( a ) F0 અને F1 ( b ) સાયટોકોમ b અને f ( c ) સાયટોકોમ f , F0 અને F1 ( d ) સાયટકોમ a અને b
( 51 ) હરિતકણમાં વીજાણુ પરિવહનતંત્રમાં કયા સાયટોકોમ સમાવિષ્ટ છે ?
( a ) F0 અને F1 ( b ) સાયટોકોમ b અને f ( c ) સાયટોકોમ f , F0 અને F1 ( d ) સાયટકોમ a અને b
( 52 ) પ્રકાશસંશ્લેષણ માટે અસંગત વિધાન કયું છે ?
( a ) પ્રકાશ - ક્રિયા દરમિયાન ATP , NADPH અને O2 નું નિર્માણ થાય છે
( b ) જૈવસંશ્લેષણ તબકકો પ્રકાશ ઉપર આધારિત નથી , પરંતુ પ્રકાશ - પ્રક્રિયાની પેદાશ ઉપર આધારિત છે
( C ) NADP નું રિડકશન અને CO2 નું રિડકશન જૈવસંશ્લેષણ તબકકામાં થાય છે .
( D ) આધાર કમાં RuBP CO2 નો ગ્રાહક અણુ છે .
( 53 ) પ્રકાશસંશ્લેષણની ક્રિયા માટે શું જરૂરી છે ?
( a ) હરિતદ્રવ્ય ( b ) સૂર્યપ્રકાશ ( c ) પાણી અને CO2 ( d ) બધા જ
( 54 ) કેલ્વિનચક અને પ્રકાશશ્વસનમાં ચાવીરૂપ ઉન્સેચકનું નામ ..
( a ) રુબિસ્કો ( b ) કાર્બોકઝાયલેઝ ( c ) ઓકિસજનેઝા ( d ) રિડકટેઝ
( 55 ) ' ક્રેન્ઝ ' પેશીરચના કયા પથની પ્રક્રિયાઓ માટે આવશ્યક છે ?
( a ) C3 ચક્ર ( b ) PPP ( c ) C4 ચક્ર ( d ) પ્રકાશશ્વસન .
( 56 ) પ્રકાશસંશ્લેષણની કઈ ક્રિયામાં 2ATP અણુઓ પ્રકાશની હાજરીમાં જ ઉત્પન્ન થાય છે ?
( a ) અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ( b ) ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન ( c ) ફોટોલિસિસ ( d ) જૈવસંશ્લેષણ તબકકો
( 57 ) ફોટોફોસ્ફોગ્લિસરાલ્ડિહાઈડ ( PGAL ) ના 10 અણુનો ઉપયોગ 5 C ના બનેલા RuBP ના 6 અણુના નિર્માણના તબકકાને શું કહે છે ?
( a ) કાર્બોકિલેશન તબકકો ( b ) પુનઃસર્જન તબકકો ( c ) ફોટોલિસિસ તબકકો ( d ) C4 પથ
( 58 ) પ્રકાશસંશ્લેષણના જૈવસંશ્લેષણ તબકકામાં વાતાવરણના CO2 સાથે RuBP નું સંયોજન થતાં PGA ના બે અણુઓ બને છે . એ પ્રક્રિયાને શું કહેવાય ?
( a ) ડિફોસ્ફોરાયલેશન ( b ) ડિકાર્બોસિલેશન ( c ) કાર્બોક્સીલેશન ( d ) ફોસ્ફોરાયલેશન
( 59 ) કયો ઉન્સેચક RuBP ને O2 ની મદદથી ફોસ્ફોગ્લાયકોલેટમાં અને CO2 ની મદદથી ફોસ્ફોગ્લિસરેટ ( PGA ) માં ફેરવી શકે છે ?
( a ) કાર્બોકિસલેઝ ( b ) હાઈડ્રોજીનેઝ ( c ) ઓકિસજનેઝ ( d ) રુબિસ્કો
( 60 ) શેરડીના પુલકંચુકના કોષોમાં હરિતકણોમાં કઈ ક્રિયા થાય છે ?
( a ) પ્રકાશ – પ્રક્રિયા ( b ) જૈવસંશ્લેષણ ( c ) કાર્બન સ્થાપન ( d ) પ્રકાશશ્વસન
જવાબો
31A., 32.D, 33.D, 34.C, 35.C, 36.B, 37.D, 38. B, 39.A, 40.D, 41.B, 42.B, 43.C, 44.D, 45.B, 46. A, 47.B 48.A, 49.B, 50.A, 51.B, 52.C, 53.D, 54.A, 55.C, 56.B, 57.B, 58.C, 59.D, 60.C
======================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box