Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -11 | વનસ્પતિમાં વહન | ટેસ્ટ -12 | ધોરણ -11 | UNIT - 4

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -240 3) ટેસ્ટ સમય - 60 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -11 | વનસ્પતિમાં વહન  | ટેસ્ટ -12 | ધોરણ -11 | UNIT - 4 


1. રસસંકોચન થવાનું કારણ :
A. શોષણ    B. અંતઃચૂષણ    C. અંતઃઆસૃતિ  D. બહિ : આસૃતિ

2. જલવાહકમાં વહન હંમેશાં :

A. એકમાર્ગી   B. દ્વિમાર્ગી   C. બહુમાગ   D. ત્રિમાર્ગી છે

3. કોઈ પણ દ્રવ્યના અણુઓ પોતાના વધુ સંકેન્દ્રણવાળા વિસ્તારમાંથી પોતાના ઓછા સંકેન્દ્રણવાળા વિસ્તાર તરફ ગતિ કરી જાય છે તેને ઓળખવામાં આવે છે
A. આસૃતિ   B. રસસંકોચન   C. પ્રસરણ   D. શોષણ

4. જલક્ષમતા માટે જવાબદાર ત્રણ ઘટકોમાં સાંદ્રતા , દબાણ અને........
A. ભેજ    B. પ્રકાશ   C. ગુરુત્વાકર્ષણ   D. તાપમાન

5. રસસંકોચનની પ્રતિવર્તી પ્રક્રિયામાં કોષને ક્યાં મૂકવામાં આવે છે ?

A. અધિસાંદ્ર દ્રાવણ  B. સમસાંદ્ર દ્રાવણ  C. અધોસાંદ્ર દ્રાવણ  D. સંતૃપ્ત દ્રાવણ

6. જ્યારે બે અસમાન સાંદ્રતા ધરાવતાં દ્રાવણો વચ્ચે પાર્ચમેન્ટ પેપર રાખવામાં આવે ત્યારે ...

A. મંદ દ્રાવણ સાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે 
B. સાંદ્ર શ્રાવણ મંદ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.
C. મંદ દ્રાવણમાંથી દ્રાવક સાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે 
D. સાંદ્ર દ્રાવણમાંથી દ્રાવક મંદ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.

7. કોઈ દ્રાવણની સાંદ્રતાની સરખામણીએ , જે દ્રાવણની સાંદ્રતા ઓછી હોય તે દ્રાવણને
A. અધિસાંદ્ર દ્રાવણ કહે છે    B . સમસાંદ્ર દ્રાવણ કહે છે 
C. અધોસાંદ્ર દ્રાવણ કહે છે    D . અર્ધસાંદ્ર દ્રાવણ કહે છે

8. વનસ્પતિના જીવંતકોષમાં રસસંકોચન શરૂ થાય ત્યારે
A. કોષદીવાલ સંકોચાય છે   B. કોષકેન્દ્ર સંકોચાય  C. સમગ્ર કોષ સંકોચાય  D. કોષરસ સંકોચાય

9. થિસલ ફર્નેલના પ્રયોગમાં અંતઃઆસૃતિ થવાથી
A. દાંડીમાં દ્રાવણ નિશાનથી નીચે ઊતરશે   B. દાંડીમાં દ્રાવણ નિશાનથી ઉપર જશે
C. બીકરમાં રાખેલા પાણીનું પ્રમાણ વધશે   D. બીકરમાં દ્રાવણની સપાટી અચળ રહેશે

10. બીજાંકુરણ દરમિયાન મૂળના વિકાસ માટે તે ઉપયોગી છે

A. મૂળદાબ   B. અંતઃચૂષણ દાબ   C. શોષક દાબ   D. આપેલ તમામ

11. વનસ્પતિકોષ માટે સાય p નું  ધનમૂલ્ય એટલે શું ?
A. આસૃતિ દાબ    B. મૂળદાબ   C. અંતઃચૂષણ દાબ  D. આશૂનતા દાબ

12. જે દબાણે અર્ધપ્રવેશશીલ પટલમાંથી પાણીનો પ્રવેશ અટકી જાય તે દબાણને શું કહે છે ?
A. આસૃતિ દાબ   B. મૂળદાબ    C. જલદાબ   D. શોષક દાબ

13. પ્રસરણના સિદ્ધાંત અનુસાર દ્રવ્યના અણુઓ

A. પોતાના ઓછા સંકેન્દ્રણથી પોતાના વધુ સંકેન્દ્રણ તરફ  પ્રસરે
B. પોતાના વધુ સંકેન્દ્રણથી પોતાના ઓછા સંકેન્દ્રણ તરફ પ્રસરે
C. વાહક અણુઓની મદદથી પ્રસરે છે
D. ATP ની શક્તિ વડે પ્રસરે છે

14. કોઈ પણ કલિલતંત્ર પોતાની આસપાસમાંથી ...
A. ખનીજ ક્ષારો શોષે છે             B. ખનીજ આયનો શોષે છે
C. મોટા જથ્થામાં પાણી શોષે છે   D. જે હોય તે બધું શોષે છે

15. દ્રાવણ A તથા દ્રાવણ B ને અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા અલગ પાડવામાં આવ્યા છે , તો દ્રાવકના અણુઓનું વહન B દ્રાવણથી A દ્રાવણ તરફ થાય છે, તો નીચે પૈકી સાચું છે ?
A. B દ્રાવણ અધોસાંદ્ર છે    B. B દ્રાવણ અધિસાંદ્ર છે 
C. A દ્રાવણ અધોસાંદ્ર છે    D. A , B બંને અધોસાંદ્ર છે

16. જેમ દ્રાવણ મંદ તેમ ..
A. આસૃતિ દાબ ઓછો   B. આસૃતિદાબ વધુ 
C. આશૂનદાબ ઓછો     D. આસૃતિદાબ, આશૂનદાબ બંને ઓછા

17. પાણીનું વહન કઈ તરફ થાય ?
A. વધુ જલક્ષમતાથી ઓછી જલક્ષમતા તરફ   B. ઓછી જલક્ષમતાથી વધુ જલક્ષમતા તરફ
C. ઓછા આશૂનદાબથી વધુ આશૂનદાબ તરફ  D. ગમે તે તરફ છે

18. અર્ધપ્રવેશશીલ પટલમાંથી પસંદગીમાન પ્રવેશ એટલે શું
A. પ્રસરણ છે    B. આસૃતિ   C. કેશાકર્ષણ   D. અંતઃચૂષણ

19. સંકોચાયેલા કોષરસ અને કોષદીવાલ વચ્ચેની જગ્યામાં શું હોય છે ?
A. પાણી   B. કોષરસનાં દ્રવ્યો છે   C. અધોસાંદ્ર દ્રાવણ   D. અધિસાંદ્ર દ્રાવણ

20. આસૃતિનો પ્રયોગ પૂર્ણ થયા બાદ થિસલ ફનેલમાંના દ્રાવણની જલક્ષમતા
A. વધે   B. ઘટે   C. વધ - ઘટ થતી રહે   D. બદલાતી નથી

21. આસૃતિની ઘટના સમજાવતા થિસલ ફનેલના પ્રયોગમાં પ્રયોગ પૂર્ણ થયા બાદ બીકરમાં જો ખાંડ ઉમેરવામાં આવે , તો ...
A. થિસલ ફર્નલમાં પાણીની સપાટી વધુ ઊંચે ચઢે  B. થિસલ ફર્નલમાં દ્રાવણની સપાટી નીચે ઊતરે
C. બીકરમાંથી પાણી ફર્નલમાં પ્રવેશવા લાગે .       D. કોઈ ફેરફાર થતો નથી.

22. રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી ધાન્ય પાકનો નાશ થવા માટે કઈ ક્રિયા જવાબદાર છે ?
A.બહિ : આસૃતિ    B. અંતઃઆસૃતિ    C. રસનિઃસંકોચન   D. અંતઃચૂષણ

23. વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણ અને શ્વસન દરમિયાન વાયુઓની આપ - લે માટે કઈ ક્રિયા જવાબદાર છે ?

A. પ્રવેશશીલતા   B. આસૃતિ  C. અંતઃચૂષણ   D. સ્વતંત્ર પ્રસરણ

24. વનસ્પતિકોષને નિત્યંદિત પાણીમાં મૂકતાં તૂટી જતા નથી, કારણ કે ..
A. તે અપ્રવેશશીલ કોષદીવાલથી ઘેરાયેલો હોય છે  B. તે જીવંત કોષદીવાલથી ઘેરાયેલો છે.
C. તે હંમેશાં અન્ય કોષો સાથે સંકળાયેલા છે   D. તે સખત અને સ્થિતિસ્થાપક કોષદીવાલ વડે ઘેરાયેલો છે.

25. વધુ મીઠાયુક્ત અથાણામાં બૅક્ટરિયા જીવંત રહી શકતા નથી કારણ કે
A. મીઠાની હાજરીમાં બૅક્ટરિયાનું પ્રજનન અટકે છે 
B. અથાણાંની બરણીમાં જરૂરી પ્રકાશ મળતો નથી
C. બેક્ટેરિયા  કોષમાં રસસંકોચન થતાં તેમનું મૃત્યુ થાય છે 
D. અથાણાંનાં પોષક દ્રવ્યો બૅક્ટરિયાની વૃદ્ધિ માટે અપૂરતાં છે.

26.વનસ્પતિકોષને આશૂનતા કઈ ક્રિયાથી મળે છે ?
A. રસસંકોચન   B. બહિ :આસૃતિ   C. અંતઃઆસૃતિ   D. જલવિભાજન

27. કોષને સમસાંદ્ર દ્રાવણમાં મૂકતાં, કોષની અંદર જતા અને કોષમાંથી બહાર આવતા પાણીના પ્રવાહ વચ્ચે સંતુલન સ્થપાય ત્યારે આ કોષને શું કહે છે ?
A. રસસંકોચિત કોષ    B. રસનિસંકોચિત કોષ    C. આશૂન કોષ    D. શિથિલ કોષ

28. ખોટી જોડ પસંદ કરો .
A. સીમપૉર્ટ – બે પ્રકારના અણુઓનું એક જ દિશામાં વહન
B. ઍન્ટિપૉર્ટ – એક પ્રકારના અણુઓનું વિરુદ્ધ દિશામાં વહન
C. ઍન્ટિપૉર્ટ - બે પ્રકારના અણુઓનું વિરુદ્ધ દિશામાં વહન
D. યુનિપૉર્ટ - બે પ્રકારના અણુઓનું એકબીજાથી સ્વતંત્ર રીતે પટલમાંથી વહન

29. નીચેના વિધાનો માટે યોગ્ય વિકલ્પ ક્યો છે ?

વિધાન x : પ્રસરણમાં વાહક અણુ અને ATP ની જરૂર નથી. પરંતુ સંકેન્દ્રણ ઢાળ જરૂરી છે
વિધાન y : સાનુકૂલિત વહનમાં વાહક અણુની જરૂર છે, પરંતુ ATP અને સંકેન્દ્રણ ઢાળ જરૂરી નથી
વિધાન Z : સક્રિય વહન સંકેન્દ્રણ ઢાળની વિરુદ્ધ દિશામાં થાય છે.
A. વિધાન X અને Y સાચાં , Z ખોટું છે   B. વિધાન X અને Z સાચાં, y ખોટું છે .
C . વિધાન Y અને Z સાચાં, X ખોટું છે   D. વિધાન X અને Z ખોટા Y સાચું છે.

30. કઈ વનસ્પતિનો છોડ તેના પોતાના વજન જેટલું પાણી ફક્ત 5 ક્લાકમાં શોષણ કરે છે ?
A. રાઈ   B. મકાઈ   C. સૂર્યમુખી   D. પાઇનસ

31. વિધાન A : જલવાહકમાં એકમાર્ગી વહન થાય છે
કારણ R : અન્નવાહકમાં દ્વિમાર્ગી વહન થાય છે . વિધાન A અને કારણ R માટે યોગ્ય વિકલ્પ ક્યો છે ?

A. A અને B બંને સાચાં અને R એ A ની સાચી સમજૂતી છે
B. A અને B બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
C. A સાચું અને R ખોટું છે.
D. A અને B બંને ખોટાં છે.

32. વિધાન A : વિવિધ વાહક પ્રોટીન સક્રિય અને નિષ્ક્રિય વહનમાં ફાળો આપે છે
કારણ R : વાહક પ્રોટીન અમુક પ્રકારના દ્રવ્યનું જ પટલની આરપાર વહન કરે છે.
વિધાન A અને કારણ R માટે યોગ્ય વિકલ્પ ક્યો છે ?

A. A અને B બંને સાચાં અને R એ A ની સાચી સમજૂતી છે
B. A અને B બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
C. A સાચું અને R ખોટું છે    D. A અને B બંને ખોટાં છે.

33. આસૃતિ દાબનું મૂલ્ય કોના પર અવલંબે છે ?
A. દ્રાવણની સાંદ્રતા  B. દ્રાવણ પર અપાતા બાહ્ય દબાણ છે   C. વાતાવરણના દબાણ D. દાબ-તફાવત

34. આશૂનતા દાબ એટલે ...
A. સાય p નું ધન મૂલ્ય    B. સાય p નું ઋણ મૂલ્ય   C. સાય S નું ધન મૂલ્ય   D. A અને C બંને

35. શુદ્ધ પાણીમાં દ્રાવ્ય પદાર્થ ઉમેરતાં તેની જલક્ષમતા ... ..
A. ઋણ થાય   B. ધન થાય   C. શૂન્ય થાય   D. અસર પામતી નથી

36. બીકર A ના દ્રાવણમાં NaCl ઉમેરવામાં આવે છે . જ્યારે બીકર B ના દ્રાવણમાં પાણી ઉમેરવામાં આવે છે , તો ...
A. બીકર A અને બીકર  B ના દ્રાવણમાં સાય P  અને સાય S  સરખા થાય
B. બીકર A માં સાય W વધે અને બીકર B માં સાય P ઘટે
C. બીકર A માં સાય W, ઘટે અને બીકર B માં સાય P વધે
D. બીકર A અને બીકર B ના દ્રાવણમાં સાય W  સરખા થાય

37. દ્રાવણનો આસૃતિદાબ વધે તેમ.....
A. સાય w , વધે – સાય s ઘટે   B. સાય w , ઘટે – સાય s ઘટે .
C. સાય w , વધે – સાય p, વધે  D. સાય w, ઘટે સાય p  ,ઘટે

38. ચોમાસામાં લાકડાનું બારણું ફૂલી જાય છે . તે માટે જવાબદાર ઘટના....
A. રસારોહણ  B. અંતઃચૂષણ   C. સાનુકૂલિત વહન   D. રસનિઃસંકોચન

39. રસસંકોચન પામેલા કોષને મંદ દ્રાવણમાં મૂકવામાં આવે ત્યારે , દ્રાવણની સાપેક્ષે કોષના કોષરસમાં....
A. આસૃતિદાબ વધુ તથા આશૂનદાબ વધુ     B. આસૃતિદાબ ઓછો તથા આશૂનદાબ ઓછો
C. આસૃતિદાબ વધુ તથા આશૂનદાબ ઓછો D. આસૃતિદાબ ઓછો તથા આશૂનદાબ વધુ

40. બે દ્રાવણ વચ્ચે કોનો તફાવત હોય ત્યારે આસૃતિ પ્રક્રિયા થાય છે ?
A. દ્રાવ્યની સાંદ્રતાનો   B. દ્રાવકની સાંદ્રતાનો   C. A અને B બંને   D. આપેલ પૈકી એક પણ નહીં

41. મૂળ દ્વારા જલશોષણનું શરૂઆતનું પગથિયું કયું છે ?
A. શોષણ   B. અંતઃચૂષણ   C. આસૃતિ   D. શ્વસન

42. આસૃતિ નીચેનામાંથી કોનું હલનચલન દર્શાવે ?
A. દ્રાવ્ય કણોનું વહન ઊંચી સાંદ્રતા તરફથી નીચી સાંદ્રતા તરફ થાય .
B. દ્રાવકના કણોનું વહન ઊંચી જલક્ષમતા તરફથી નીચી જલક્ષમતા તરફ થાય .
C. દ્રાવ્ય કણોનું વહન અર્ધપ્રવેશશીલ પટલ દ્વારા વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ થાય .
D. દ્રાવકના કણોનું વહન નીચી જલક્ષમતા તરફથી ઊંચી જલક્ષમતા તરફ થાય .

43. જલક્ષમતા કોના દ્વારા ગણી શકાય?
A. π + Wp   B.Ψ  + Pw   C. Ψs + Tp   D. Ψs + Ψp

44. જ્યારે કોષનું સંકોચન થતું હોય , તો ક્રિયા કયા નામે પ્રચલિત થાય છે ?
A. હાયપોટૉનિક દ્રાવણ ( અધોસાંદ્ર દ્રાવણ )   B. આસૃતિ   C. અંતઃઆસૃતિ   D. રસસંકોચન

45. રસસંકોચનની અવસ્થામાં કોષરસપટલ જ્યારે કોષદીવાલથી દૂર થવા માંડે , ત્યારે નીચેનામાંથી કઈ ક્રિયા કહેવાય ?
A. રસનિઃસંકોચન   B. રસસંકોચન    C. રસસંકોચનનો આરંભ   D. આપેલ તમામ

46. એક પદાર્થનું બીજા દ્રવ્યના માધ્યમમાં ભળી જવાની પ્રક્રિયાને શું કહેવાય ?
A. અંતઃઆસૃતિ    B. પ્રસરણ    C. આસૃતિ     D. અંતઃચૂષણ

47. દ્રાવણનો આકૃતિદાબ કેવો હોય છે ?
A. શુદ્ધ દ્રાવક કરતાં વધારે હોય છે   B. શુદ્ધ કરતાં ઓછો હોય છે .
C. શુદ્ધ દ્રાવકને સમકક્ષ હોય છે       D. શુદ્ધ દ્રાવક કરતાં વધારે કે ઓછો હોય છે .

48. અનુકૂલિત પ્રસરણ કઈ બાબતે સરળ પ્રસરણથી ભિન્ન છે ?
A. અનુકૂલિત પ્રસરણમાં નિશ્ચિત વાહક અણુઓ ભાગ લે છે . B. તે સંકેન્દ્રણ ઢાળની દિશામાં વહન પામે છે .
C. તેમાં ભિન્નતા નથી . D. તે અર્ધપ્રવેશશીલ પટલમાંથી વહન પામે છે .

49. જલક્ષમતાના માપનનો એકમ કયો છે ?
A. વૉટ્સ     B. જૂલ     C. પાસ્કલ    D. લિટર

50. નીચે આપેલ પૈકી ક્યાં વિધાનો સાચો કે ખોટાં છે ?
( i ) ધન જલસ્થિતિદાબને આશૂનદાબ કહેવાય .
( ii ) કોષદીવાલ દાબબળ કોષરસના કદમાં થતો વધારો અવરોધે છે .
( ii ) પ્રસરણની ક્રિયા પ્રવાહીમાં વાયુ કરતાં વધુ થાય છે .
(iv ) પાણીનું પ્રસરણ અર્ધપ્રવેશશીલ પટલમાંથી થાય તેને અંતઃચૂષણ કહે છે .
( v ) આસૃતિ એટલે પ્રસરણ ઢાળની દિશામાં દ્રવ્યોનું વહન .
A. ( i ) અને ( ii ) સાચાં અને ( iii ) , ( iv ) અને ( v ) ખોટાં છે .
B. (i ) અને ( iii ) સાચાં અને ( ii ) , ( iv ) અને ( V ) ખોટાં છે .
C. ( i ) અને ( v ) સાચાં અને ( ii ) , ( iii ) અને ( iv ) ખોટાં છે .
D. ( iii ) , ( iv ) અને ( v ) સાચાં છે . ( i ) અને ( ii ) ખોટાં છે

51. જલક્ષમતા કોને કારણે વધે છે ?
A. દ્રાવ્ય ઉમેરાતાં     B. દાબબળ દ્વારા    C. બાષ્પીભવન થતાં   D , કોષોમાં પાણીનું શોષણ થતાં

52. આસૃતિનો દર અને દિશા કોના પર આધારિત છે ?

A. ફક્ત દાબબળ ઢાળને અનુસરીને            B. સંકેન્દ્રણ ઢાળને અનુસરીને , દબાણને અનુસરીને નહીં
C. દબાણ અને સંકેન્દ્રણ ઢાળને અનુસરીને   D. આપેલ પૈકી એક પણ નહીં

53.કોષમાં સક્રિય વહન માટે કયું પરિબળ જરૂરી છે ?
A. ઊંચું તાપમાન    B. ATP   C. આલ્કલાઇન pH   D. ક્ષારો

54. શાકીય વનસ્પતિઓના છોડમાં સામાન્ય વજનની સરખામણીમાં તેનું નિર્જળ વજન કેટલું હોય છે ?
A. 10 % થી 15 %   B. 15 % થી 20 %   C. 17 % થી 22 %   D. 92 %


55. બીજ ભલે શુષ્ક દેખાતું હોય , પરંતુ તે પાણી ધરાવે છે , કારણ કે......
A. પાણી વગર તે જીવંત રહી શકે છે 
B. પાણી વગર તે શ્વસન કરી શકે છે .
C. પાણી વગર તે જીવંત રહી શકે અને શ્વસન ન કરી શકે
D. પાણી વગર જીવંત રહી શકે નહીં અને શ્વસન કરી શકે નહીં .

56. પુખ્ત મકાઈ મોટે ભાગે દિવસમાં કેટલા લિટર પાણીનું શોષણ કરે છે ?
A. 2 લિટર    B. 3 લિટર    C. 4 લિટર    D. 6 લિટર

57. બીજાંકુરણમાં પહેલી ઘટના કઈ થાય છે ?
A. આસૃતિ         B. સક્રિય વહન      C. શોષણ       D. અંત : ચૂષણ

58.આસૃતિ વનસ્પતિમાં મદદરૂપ થાય છે , કારણ કે ...
A. વનસ્પતિના તરુણ કોષોમાં વૃદ્ધિ આસૃતિદાબ અને આશૂનદાબ દ્વારા થાય છે .
B. કેટલીક આશુનતાની સ્થિતિ વનસ્પતિઓમાં આસૃતિની ઘટના સર્જે છે .
C. ( a ) અને ( b ) બંને .
D. આમાંથી એક પણ નહિ .

59. કોષો પાણી કઈ ક્રિયા દ્વારા શોષે છે ?
A. આસૃતિ     B. આસૃતિ અને અંત : ચૂષણ     C. માત્ર અંત : ચૂષણ   D. પ્રસરણ

60.આસૃતિની ક્રિયાની વ્યાખ્યા કઈ છે ?
A. પાણીનું પ્રસરણ ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ થાય છે .
B. દ્રાવ્યનું પ્રસરણ ઓછા સંકેન્દ્રણથી વધુ સંકેન્દ્રણ તરફ થાય છે .
C. આયનોનું સક્રિય વહન થાય છે .
D. આયનોનું નિષ્ક્રિય વહન થાય છે .



જવાબો 

1.D2.A3.C4.C5.C6.C7.C8.D9.B10.B11.D12.A13.B14.C15.A16.A17.A,

18.B19.D20.A21.B22.A23.D24.D25.C26.C27.D28.B29.B30.A31.B32.B,

33.A34.A35.A36.C37.D38.B39.C40.C41.C42.B43.D44.D45.C46.B47.A,

48.A49.C50.A51.D52.B, 53.B54.A55.D56.B.57.D58.C59.B60.A

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad