Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
Biology Test Series For NEET | જનીન વિદ્યા અને ઉદવિકાસ | ટેસ્ટ -11 | ધોરણ -12 | UNIT - 7| પ્રકરણ -5,6
1. AaBbCcDd જનીનસ્વરૂપ ધરાવતા હોય તેનાથી જુદા જુદા પ્રકારના કેટલા જન્યુઓ પ્રાપ્ત થાય છે ?
A. 4
B. 16
C. 64
D. 128
2. રંગસૂત્ર પરના જનીનોના મૂળ કમ ABCDEFG બદલાઈને ABCDBCDEFG થઈ ગઈ હોય, તો એ ઘટનાને BCD જનીનોની કહે છે.
A. ટ્રાયસોમી
B દ્વિકૃતિ
C.ટ્રિપ્લોઇડી
D પોલિસોમી
3. કસોટી સંકરણનું F પેઢીનું પરિણામ 1 : 1 પ્રમાણ દર્શાવે તો બેમાંનો એક સજીવ કેવાં જનીન ધરાવતો હોવો જોઈએ ?
A. બંને પ્રભાવી છે
B. બંને પ્રચ્છન્ન
C. હાઇપોસ્ટેટિક
D. મિશ્ર
4. પશુની ત્વચા પર અડધા જેટલા ભાગમાં કાળા વાળ હોય અને બાકીના અડધા ભાગમાં સફેદ વાળ હોય તેવી જનીનિક ઘટનાને શું કહેવાય ?
A. સહપ્રભુતા
B. અપૂર્ણ પ્રભુતા
C. એપિસ્ટેસિસ
D. વિશ્લેષણ
5. સમજાત રંગસૂત્રોની એક જોડ પર રેખીય રીતે ગોઠવાયેલાં (વિભિન્ન લક્ષણો માટેના) જનીનોનો વારસો કેવો હોય છે ?
A. સમપ્રભાવી
B. સેહલગ્ન
C. સહકારક
D. અપૂર્ણ
6. સંલગ્ન જનીનોના વારસામાં નીચેનો કયો નિયમ લાગુ પડતો નથી ?
A. પ્રભુતાનો નિયમ
B. મુક્ત વિશ્લેષણનો નિયમ
C. જનનકોષ શુદ્ધતાનો નિયમ
D. પ્રચ્છન્નતાનો નિયમ
7. તેના પરિણામે નવાં લક્ષણોયુક્ત સંતતિ ઉત્પન્ન થાય છે
A. સ્વફલન
B. સંલગ્નતા
C. અપૂર્ણ પ્રભુતા
D. વ્યતિકરણ
8. રંગઅંધતાની વાહક માતા અને સામાન્ય દષ્ટિ ધરાવતા પિતાનાં સંતાનોમાં રંગઅંધ પુત્રીઓની સંભાવના કેટલી ?
A. 25 %
B. 50 %
C. 100 %
D. 0%
9. મેન્ડલે વટાણાના છોડ પર કરેલા ક્રિસંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં પ્રાપ્ત પુનઃસંયોજિત સંતતિઓનું પ્રમાણ
A. 9/16
B. 3/16
B. 6/16
D. 1/16
10. રંગઅંધતાનું પ્રચ્છન્ન જનીન ધરાવતું Xc અને સામાન્ય દષ્ટિ માટે પ્રભાવી જનીન ધરાવતું XC રંગસૂત્ર હોય, તો માતા - પિતાની આ સ્થિતિમાં સંતાન ક્યારેય રંગઅંધ હોઈ શકે નહીં .
A. XCxc - XcY
B. xCxC - XcY
C. Xcxc - XCY
D. આપેલ તમામ દરેક સ્થિતિમાં રંગઅંધ સંતાન જન્મે
11. બિનપિતૃત્વ જનીનોનાં જોડાણોનું વારસાગમન સમજાવવા કયા શબ્દનો પ્રયોગ થયો ?
A. આનુવંશિકતા
B. લિંગનિશ્ચયન
C. પુનઃસંયોજન
D. સહલગ્નતા
12. જનીનિક વિકૃતિ સંદર્ભે કયો વિકલ્પ અસંગત છે ?
A. વિકૃતિ જાતીય ઉર્વિકાસમાં ઉપયોગી છે
B. વિકૃતિ જનીન સામાન્ય રીતે ફાયદાકારક છે
C. વિકૃતિ ઉત્ક્રાંતીય એજન્ટ છે
D. વિકૃતિ પ્રાકૃતિક પસંદગીમાં મદદરૂપ છે
13. જો બંને માતા - પિતા થેલેસેમિયા ગ્રસ્ત હોય, જે દૈહિક પ્રચ્છન્ન રોગ છે, તો તેની ગર્ભાવસ્થામાં અસરગ્રસ્ત સંતાન હોવાની શક્યતા કેટલી છે ?
A. 25 %
B. 50 %
C. 100 %
D. કોઈ શક્યતા નથી
14. જો AB રુધિરજૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે અને તેઓને ઘણી મોટી સંખ્યામાં સંતતિ પ્રાપ્ત થાય, તો તેવી સંતતિઓને A , AB અને B રુધિરજૂથવાળા 1 : 2 : 1 ના પ્રમાણમાં વર્ગીકૃત કરી શકાય. પ્રોટીન ઇલેક્ટ્રોફોરેસિસની આધુનિક પદ્ધતિથી જાણી શકાય કે 'AB ' રુધિરજૂથવાળી વ્યક્તિઓમાં ' A ' અને ' B ' બંને પ્રકારના પ્રોટીનની હાજરી હોય છે . આ ઉદાહરણ
A. સહપ્રભાવિતા
B. અપૂર્ણ પ્રભાવિતા
C. આંશિક પ્રભાવિતા
D. પૂર્ણ પ્રભાવિતા
15. કસોટી સંકરણ એટલે
A. F1 પેઢીના સભ્યનું F1 પેઢીના સભ્ય સાથે આંતરસંકરણ
B. F1 પેઢી સભ્યનું કોઈ પણ પિતૃ સાથે સંકરણ
C. F1 પેઢીના સભ્યનું પ્રચ્છન્ન સમયુગ્મી પિતૃ સાથે સંકરણ
D. F1 પેઢીના સભ્યનું પ્રભાવી સમયુગ્મી પિતૃ સાથે સંકરણ
16. રંગઅંધતા માટે વાહક સ્ત્રી અને સામાન્ય પુરુષના લગ્નથી બે પુત્ર અને બે પુત્રી જન્મે છે, તો પુત્રમાં રંગઅંધતાની ખામી પ્રદર્શિત થવાની શક્યતા
A. 0 %
B. 25 %
C. 50 %
D. 100 %
17. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમમાં
A. સ્ત્રીમાં હોવા જોઈતા બે X રંગસૂત્રના બદલે ત્રણ X જોવા મળે છે.
B. સ્ત્રીમાં હોવા જોઈતા બે X રંગસૂત્રના બદલે એક X રંગસૂત્ર જોવા મળે છે
C. પુરુષમાં હોવા જોઈતા એક X રંગસૂત્રના બદલે બે X રંગસૂત્ર જોવા મળે છે
D. પુરુષમાં હોવા જોઈતા એક X રંગસૂત્રની ગેરહાજરી હોય છે.
18.YyRr જનીનબંધારણ ધરાવતા પીળા રંગ અને ગોળ બીજ ધરાવતા વટાણાના બે છોડ વચ્ચે સંકરણ કરાવતા YyRR અને YYrr જનીનબંધારણ ધરાવતા કેટલા છોડ મળે ?
A. 1 અને 2
B. 2 અને 3
C. 3 અને 3
D. 2 અને 2
19.નીચેના પૈકી કયા પિતૃ વચ્ચેના સંકરણ દ્વારા સંતતિમાં 1 : 1 : 1 : 1 પ્રમાણ મળે ?
A. YYRR X yyrr
B. RRYy X YYRR
C. YyRr X YyRr
D. YyRr X yyrr
20. દ્વિસંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં બંને પ્રચ્છન્ન જનીનની સમયુગ્મી સ્થિતિ ધરાવતા છોડ કેટલા ઉત્પન્ન થાય ?
A. એક
B. ત્રણ
C. નવ
D. બાર
21. TtYyRr જનીનબંધારણ ધરાવતા છોડમાં સ્વફલન કરાવતા કેટલા જનીનબંધારણ સર્જાય છે ?
A. 3
B. 27
C. 64
D. 81
22. એક પ્રચ્છન્ન જનીન ક્યારે પ્રદર્શિત થાય છે ?
A. માદામાં કોઈ એક X રંગસૂત્ર પર હોય
B. માદામાં કોઈ એક દૈહિક રંગસૂત્ર પર હોય
C. નરમાં કોઈ એક દૈહિક રંગસૂત્ર પર હોય
D. નરમાં X રંગસૂત્ર પર હોય.
23. પૉઇન્ટ મ્યુટેશન એટલે
A. ઉત્ક્રમણ
B. DNA ના એકાકી N- બેઇઝની જોડીમાં ફેરફાર
C. DNA ની બે શૃંખલા છૂટી પડી સ્વતંત્ર રહે
D. DNA માં વધારાની એક શૃંખલા ઉમેરાય
24. મનુષ્યમાં રુધિરજૂથનો વારસો ...
A. સહપ્રભાવિતા , બહુજનીનિક વારસો
B. સહપ્રભાવિતા , બહુવિકલ્પી જનીનો
C. અપૂર્ણ પ્રભાવિતા , બહુવિકલ્પી જનીનો
D , અપૂર્ણ પ્રભાવિતા , બહુજનીનિક વારસો
25. મેન્ડલે વટાણામાં 7 વિરોધાભાસી લક્ષણોમાંથી બીજ આધારિત કેટલાં લક્ષણોને અભ્યાસમાં સાંકળ્યા ?
A. 1
B. 2
C. 3
D. 4
26. કોઈ લક્ષણ માટે શુદ્ધ સંતતિનો અર્થ ...
A. લક્ષણ માટે એક પ્રભાવી જનીન સાથે એક પ્રચ્છન્ન જમીન
B. લક્ષણની અભિવ્યક્તિ માટે બંને પ્રભાવી અથવા બંને પ્રચ્છન્ન જનીનની જોડ
C. પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનની મિશ્ર અસર
D. પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનની સ્વતંત્ર અસર
27. સિકલસેલ એનીમિયામાં હીમોગ્લોબિનના બંધારણમાં .
A. આલ્ફા - શૃંખલામાં છઠ્ઠા સ્થાને વેલાઇનના બદલે ગ્લુટામિક ઍસિડ ગોઠવાય .
B. બીટા - શૃંખલામાં છઠ્ઠા સ્થાને વેલાઇનના સ્થાને ગ્લુટામિક ઍસિડ ગોઠવાય .
C. આલ્ફા - શૃંખલામાં છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડના સ્થાને વેલાઇન ગોઠવાય .
D. બીટા - શૃંખલામાં છઠ્ઠા સ્થાને ગ્લુટામિક ઍસિડના સ્થાને વેલાઇન ગોઠવાય .
28. એક દંપતીને બે પુત્રી છે . તેઓ ત્રીજા સંતાન માટે પ્રયત્ન કરે છે . તેમાં પુત્ર અવતરવાની શક્યતા કેટલી હશે ?
A. 0 %
B. 25 %
C. 50 %
D. 100 %
29. માનવમાં કોઈ એક પ્રકારનું લક્ષણ દર્શાવતી રીતે નીચે ચાર્ટ મુજબ છે , આ પૈકી કયું લક્ષણ આ ચાર્ટની રીતનું ઉદાહરણ છે ?
A. ફિનાઇલકીટોન્યુરિયા
B. સિકલ - સેલ એનીમિયા
C. હીમોફિલિયા
D. થેલેસેમિયા
30. માનવનરમાં હીમોફિલિયાનું પ્રમાણ સામાન્ય રીતે માદા કરતાં વધુ જોવા મળે છે , કારણ કે ..
A. વધુ પ્રમાણમાં છોકરીઓ બાલ્યાવસ્થામાં જ મૃત્યુ પામે છે .
B. આ રોગ Y સંલગ્ન પ્રચ્છન્ન વિકૃતિને કારણે થાય છે .
C. આ રોગ X સંલગ્ન પ્રચ્છન્ન વિકૃતિને કારણે થાય છે .
D. આ રોગ X સંલગ્ન પ્રભાવી વિકૃતિને કારણે થાય છે .
31. ભાષાંતરણ એટલે કે ......... નું સંશ્લેષણ .
A. DNA
B. RNA
C. પ્રોટીન્સ
D. લિપિડ્ઝ
32. ઓપેરોન મૉડલમાં નિયંત્રક જનીનનું કાર્ય .
A. નિગ્રાહક તરીકે
B. નિયંત્રક તરીકે
C. કાર્યને અટકાવવાનું
D. આપેલ તમામ
33. DNA ઉપરની માહિતી RNA ઉપર વહન કરવાની રીતને શું કહે છે?
A. પ્રત્યાંકન
B. ભાષાંતર
C. ટ્રાન્સડકશન
D. સ્થળાંતરણ
34. ઓપેરોન = .......
A. નિયામકી જનીન
B. પ્રમોટર જનીન
C. ઑપરેટર જનીન + બંધારણીય જનીન
D. આપેલ તમામ
35. પ્રોટીનસંશ્લેષણના પ્રલંબન તબક્કામાં કોણ શક્તિના સ્ત્રોત તરીકે મદદરૂપ છે ?
A. C - AMP
B. ADP
C. ATP
D. GTP
36. DNA ની બે શૃંખલાઓને સ્વયંજનન વખતે છૂટા પાડવાની કામગીરીમાં ઉપયોગી ઉત્સેચક...
A. પ્રાઇમેઝ અને પૉલિમરેઝ
B. હેલિકેઝ અને ગાયરેઝ
C. પૉલિન્યુક્લિએઝ અને લિગેઝ
D. DNase અને પૉલિમરેઝ
37. નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ?
A. રાસાયણિક રીતે RNA વધારે સક્રિય છે અને DNA ની સરખામણીમાં ઓછો સ્થાયી છે .
B. પ્રાણીકોષમાં ટ્રાન્સક્રિપ્શન અને ટ્રાન્સલેશન બંને ક્રિયાઓ કોષકેન્દ્રમાં થાય છે .
C. પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષોમાં AUG આરંભિક સંકેત મીથિયોનીનનું સંકેતન કરે છે .
D. આપેલ પૈકી એક પણ નહિ
38. આ વૈજ્ઞાનિકે સેન્ટ્રલ ડોગમાની રજૂઆત કરી હતી .
A. વૉટ્સન
B. ક્રિક
C. મથાઈ
D. નિરેનબર્ગ
39. આપેલી આકૃતિમાં x છેડે બનતી DNA ની બાળશૃંખલા માટેનાં સાચાં વિધાનોનો ક્રમ દર્શાવતો વિકલ્પ ક્યો છે ?
1. તેમાં સૌપ્રથમ DNA પૉલિમરેઝ પ્રાઇમરની રચના કરે છે .
2. પ્રાઇમરની ઉત્પત્તિ પછી DNA પૉલિમરેઝ - - III ઉત્સેચક સક્રિય બને છે .
3. શૃંખલાના સંશ્લેષણના અંતમાં લિગેઝ ઉત્સેચક મહત્ત્વનો છે .
4. અહીં સંશ્લેષણ પામતી શૃંખલા માટે ઘણાં પ્રાઇમર બને છે .
A. 1 , 3 , 4
B. 2 , 3 4
C. 1 , 2 , 3
D. 2 , 3
40. DNA ના સ્વયંજનનને અર્ધરૂઢિગત તરીકે નવાજવામાં આવે છે,કારણ કે ...
A. DNA નું સ્વયંજનન પૂરું થયા બાદ માત્ર અડધા જ DNA નું નિર્માણ થાય છે .
B. સ્વયંજનન પૂરું થયા બાદ દરેક DNA નો અણુ પિતૃશૃંખલામાંથી બને છે .
C. સ્વયંજનન પૂરું થયા બાદ દરેક DNA નો અણુ એક પિતૃ DNA શૃંખલા અને બીજી નવી સંશ્લેષિત DNA શૃંખલા ધરાવે છે
D. સ્વયંજનન પૂરું થયા પછી દરેક RNA નો અણુ એક પિતૃશૃંખલા અને બીજી નવી સંશ્લેષિત શૃંખલા ધરાવે છે .
41. સંગત જોડ કઈ છે ?
A. UGG – અર્થહીન સંકેત
B. લૅક્ટોઝ – પ્રેરક નિયંત્રણ
C. ટ્રાન્સક્રિપ્શન - RNA પ્રાઇમર
D. UAA - પ્રારંભિક સંકેત
42. નીચેના પૈકી સાચું વિધાન કયું છે ?
A. પ્રાઇમર DNA શૃંખલા પર આવેલું સ્થાન છે . જ્યાંથી DNA નું સ્વયંજનન શરૂ થાય છે . જ્યારે પ્રમોટર RNA ની ટૂંકી શૃંખલા છે . જે DNA ના પ્રારંભિક સ્થાને જોડાય છે
B. પ્રાઇમર RNA ની ટૂંકી શૃંખલા છે . જે ટેમ્પ્લેટ DNA ના પ્રારંભિક સ્થાને જોડાઈને સ્વયંજનન શરૂ કરાવે છે . જ્યારે પ્રમોટર DNA પર આવેલું સ્થાન જ્યાં RNA પોલિમરેઝ જોડાઈને m - RNA નું પ્રત્યાંકન પ્રેરે છે
C. પ્રાઇમર DNA પર આવેલું સ્થાન જ્યાં પ્રમોટર જોડાઈને m - RNA નું પ્રત્યાંકન પ્રેરે છે .
D. પ્રમોટર DNA પર આવેલું સ્થાન જ્યાં પ્રાઇમર જોડાઈને DNA નું સ્વયંજનન શરૂ કરાવે છે
43. નીચે કેટલાક ઉત્સેચકો આપેલા છે . તે પૈકી કેટલા ઉત્સેચકો DNA સ્વયંજનનમાં જરૂરી છે ? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ , હેલિકેઝ , DNA લિગેઝ , પરમીએઝ , ટ્રાન્સએસિટાઇલેઝ , સિન્થેટેઝ , DNA પૉલિમરેઝ , એન્ડોન્યુક્લિએઝ , ગાયરેઝ
A. 5
B. 8
C. 4
D. 7
44. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક
A. DNA આધારિત DNA પૉલિમરેઝ
B. DNA આધારિત RNA પૉલિમરેઝ
C. RNA આધારિત DNA પૉલિમરેઝ
D. RNA આધારિત RNA પૉલિમરેઝ
45. પ્રોકેરિયોટિક કોષ ( બૅક્ટરિયા ) માં m - RNA ના સ્ટાર્ટ સિગ્નલને ઓળખનાર t - RNA ક્યો અણુ ધરાવે છે ?
A. ફૉર્માઇલ મીથિયોનીન
B. નોન - ફૉર્માઇલ મીથિયોનીન
C. ટાયરોસિન
D. ટ્રિપ્ટોફેન
46. DNA ના સ્વયંજનનની સાચી રીત નીચે પૈકી એક કઈ છે ?
47. ઇ . કોલાની લેક ઓપેરોન વિકૃત z જનીનને કારણે ઊર્જાના સ્રોત તરીકે માત્ર લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં વિકાસ પામી શકતું નથી, કારણ કે ...
A. આ કોષોમાં લેક ઓપેરોન સતત સક્રિય હોય છે
B. તેઓ કાર્યકારી બીટા- ગેલેક્ટોસાઈડેઝનું સંશ્લેષણ કરી શકતાં નથી
C. ગ્યુકોઝની હાજરીમાં ઈ. કોલાઈ લેક્ટોઝનો ઉપયોગ કરતા નથી
D. માધ્યમમાંથી કોષમાં લૅક્ટોઝનું વહન કરી શકતા નથી.
48. DNA અણુમાં પ્રતિસમાંતરતા ધરાવતી શૃંખલા એટલે
A. એકમ શૃંખલા પરિભ્રમણ અમળાય છે.
B. એકમ શૃંખલા ઍન્ટિક્લોકવાઇઝ અમળાય છે
C. DNA ની બંને શૃંખલા ઉપરના ફૉસ્ટ્રેટ સમૂહ ધરાવતા છેડાઓ સમાન સ્થાન ધરાવે છે
D. DNA ની બંને શૃંખલાઓ ફૉસ્ટ્રેટ સમૂહ ધરાવતા છેડાઓ વિરોધી સ્થાન ધરાવે છે.
49. DNA - ના અણુમા
A. પ્રત્યેક સજીવમાં એડેનીન અને થાયમિનનો ગુણોત્તર જુદો હોય છે
B. 5 ' ---> 3 ' , 3 ' ----> 5 ' રીતે ગોઠવાયેલી બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર હોય છે
C. પ્યુરિન પ્રકારના ન્યુક્લિઓટાઇડસ અને પિરિમિડીન પ્રકારના ન્યુક્લિઓટાઇડનો સરવાળો કાયમ માટે સરખો હોતો નથી
D. બંને શૃંખલાઓ 5 ' ----> 3 ' દિશામાં સમાંતર રીતે ગોઠવાયો હોય છે.
50. ટ્રાન્સલેશનની પ્રક્રિયામાં શું થાય છે ?
A. m - RNA નું રિબોઝોમ્સ પર જોડાણ
B. DNA ના ન્યુક્લિઓટાઇડ ક્રમની માહિતીનું m - RNA ના જનીનસંકેતમાં રૂપાંતર
C. t - RNA દ્વારા m - RNA ધરાવતા રિબોઝોમ્સ પર એમિનો ઍસિડની ગોવણી
D. T - RNA ના જનીનસંકેતરૂપી માહિતીનું t - RNA ના સંકેતમાં રૂપાંતર
51. 75 એમિનો ઍસિડ ધરાવતી પૉલિપેપ્ટાઇડ શૃંખલાના નિર્માણનું સંકેતન કરતા m - RNA પર ન્યુક્લિઓટાઇડની સંખ્યા કેટલી ' હશે ?
A. 75
B.150
C. 225
D. 300
52. 50 એમિનો ઍસિડ ધરાવતી પૉલિપેપ્ટાઇડમાં 25 મા સ્થાને UAC કોડોનનું એનકોડિન વિકૃત પામતા UAA થતાં શું થાય છે ?
A. 24 એમિનો ઍસિડ ધરાવતી પૉલિપેપ્ટાઇડ શૃંખલા નિર્માણ પામશે .
B. 24 અને 25 એમિનો ઍસિડ ધરાવતી બે પૉલિપેપ્ટાઇડ શૃંખલા નિર્માણ પામશે
C. 49 એમિનો ઍસિડ ધરાવતી પૉલિપેપ્ટાઇડ શૃંખલા નિર્માણ પામશે
D. 25 એમિનો ઍસિડ ધરાવતી પૉલિપેપ્ટાઇડ શૃંખલા નિર્માણ પામશે
53. અર્થહીન સંકેત ખરેખર અર્થહીન નથી , કારણ કે તે ...
A. પૉલિપેપ્ટાઇડ શૃંખલાને રિબોઝોમ પરથી મુક્ત કરાવે
B. પૉલિપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ અટકાવે છે
C. પૉલિપેપ્ટાઇડ શૃંખલામાં વિકૃતિ સર્જે છે
D. પૉલિપેપ્ટાઇડ શૃંખલામાં ગડી ( પાશ ) સર્જે છે
54. ટ્રાન્સક્રિપ્શન ક્રિયામાં પ્રત્યાંકન પામેલા m - RNA માંથી ઇન્ટ્રોન્સ દૂર કરી માત્ર એક્સોનમાંથી પ્રત્યાંકન પામેલા m - RNA ને ક્રમમાં ગોઠવી સળંગ એકમ બનાવવાની ક્રિયા
A. ટ્રાન્સલોકેશન
B. સપ્લાઇસિંગ
C. કેપિંગ
D. ટેઇલિંગ
55.DNA નો અણુ સમાન પહોળાઈ ધરાવે છે , કારણ કે '
A. દ્વિશૃંખલા
B. ફૉસ્ફટની હાજરી
C. નિશ્ચિત પ્યુરિન અને પિરિમિડીન વચ્ચે જોડાણ
D. નિશ્ચિત પ્યુરિન અને પ્યુરિન વચ્ચે જોડાણ
56. ટ્રાન્સલેશનનો તબક્કો ક્યો નથી ?
A. પ્રારંભિક
B. સ્વયંજનન
C. પ્રલંબન
D. ટર્મિનેશન
57. નીચે આપેલ પૈકી ક્યા ઉત્સેચક દ્વારા DNA ના સ્વયંજનન દરમિયાન દાખલ થયેલા ખોટા બેઇઝને ઓળખી સુધારે છે ?
A. DNA પૉલિમરેઝ – I
B. DNA પૉલિમરેઝ – II
C. પ્રાઇમેઝ
D. લિગેઝ
58. નીચે પૈકી કઈ જોડ સુસંગત છે ?
A. r - RNA – પ્રોટીનસંશ્લેષણ સ્થળ તરફ એમિનો ઍસિડનું વહન
B. ટ્રાન્સક્રિપ્શન – પ્રોટીનસંશ્લેષણની ક્રિયામાં છે
C. ટ્રાન્સલેશન – કોષકેન્દ્રથી રિબોઝોમ તરફ માહિતીનું m - RNA દ્વારા વહન થતી ક્રિયા છે
D. પ્રતિસંકેત - m - RNA સાથે જોડાણ દર્શાવતું t -RNA નું સ્થાન
59. મોટા ભાગના સુકોષકેન્દ્રીય સજીવોમાં DNA સ્વયંજનનમાં લેગિંગ કુંતલમાં ...
A. રૂઢિગત અને સતત
B. અર્ધરૂઢિગત પરંતુ અસતત
C. રૂઢિગત અને અર્ધ અસતત
D. અર્ધરૂઢિગત પરંતુ સતત
60. RNA પૉલિમરેઝ માટે ક્યો વિકલ્પ અસંગત છે ?
A. તે કોષકેન્દ્રમાં આવેલો છે
B. તે DNA રેપ્લિકેશન અને m - RNA ના સર્જનની શરૂઆત , માટે આવશ્યક છે
C. તે m - RNA ના કોષરસમાં સ્થળાંતર માટે જરૂરી છે
D. તે RNA પ્રાઇમરનું નિર્માણ કરે છે
જવાબો
1. B, 2. B, 3. D, 4. A, 5. B, 6. B, 7. D, 8. D, 9. C, 10. B, 11. C, 12. B, 13. C, 14. A, 15. C, 16. D, 17. C, 18. D, 19. D, 20. A, 21. C, 22. D, 23. B, 24. B, 25. B, 26. B, 27. D, 28. D, 29. C, 30. C, 31. C, 32. A, 33. A, 34. D, 35. D, 36. B, 37. B, 38. B, 39. B, 40. C, 41. B, 42. B, 43. C, 44. C, 45. A, 46. D, 47. B, 48. D, 49. B, 50. C, 51. C, 52. A, 53. B, 54. B, 55. C, 56. B, 57. A, 58. D, 59. B, 60. C
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box