Type Here to Get Search Results !

Chapter 5 - આનુવંશીક્તા અને ભિન્નતા ના સિદ્ધાંતો | Board Most IMP Question-2021 | 3 માર્ક થિયરી (ભાગ 2)

0


NEET Biology Concept Material

NEET Biology Examination 

NEET Biology Tips

NEET Biology Study Material

Board Exam Most IMP theory


નમસ્તે મિત્રો તમે પ્રકરણ 5 ના 2  માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 5 - આનુવંશીક્તા અને ભિન્નતા ના સિદ્ધાંતો જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 3 માર્ક્સની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.

3 માર્કસ ની થિયરી

1. સહ પ્રભાવિતા ઉદાહરણ સહીત સમજાવો 

  •  સહ - પ્રભાવિતા એવી ઘટના છે જેમાં F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે છે.
  • તેનું એક ઉદાહરણ મનુષ્યમાં ABO રુધિરજૂથનું નિર્ધારણ કરવાવાળા વિભિન્ન પ્રકારના રક્તકણો છે . ABO રુધિરજૂથનું નિયંત્રણ 1 જનીન કરે છે.
  • રક્તકણાનાં કોષરસસ્તરની સપાટી પરથી બહાર ઉપસેલ શર્કરા પોલીમર હોય છે અને આ પોલીમરનો પ્રકાર કયો હશે તે બાબતનું નિયંત્રણ જનીન I દ્વારા થાય છે
  • આ જનીન (I) ના ત્રણ એલેલ IA, IB અને i  હોય છે . એલેલ IA અને એલેલ IB એકબીજાથી થોડીક જ અલગ પડતી શર્કરાનું ઉત્પાદન કરે છે અને i એલેલ કોઈ પણ પ્રકારની શર્કરાનું ઉત્પાદન કરતું નથી. કારણ કે મનુષ્ય કિકીય સજીવ ( 2n ) છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિમાં આ ત્રણમાંથી બે પ્રકારના જનીન એલેલ હોય છે . IA અને IB એ સંપૂર્ણ રીતે i ઉપર પ્રભાવી હોય છે
  • એટલે જ્યારે IA અને i  બંને હાજર હોય ત્યારે ફક્ત IA અભિવ્યક્ત થાય છે. (કારણ કે કોઈ પણ શર્કરા ઉત્પન્ન કરતું નથી
  • અને જ્યારે IB અને i હાજર હોય ત્યારે IB અભિવ્યક્ત થાય છે પણ જ્યારે IA અને IB  બંને સાથે હાજર હોય ત્યારે બંને પોતપોતાની શર્કરાની અભિવ્યક્તિ કરે છે.
  • આ ઘટના જ સહ - પ્રભાવિતા છે . આ કારણે રક્તકણોમાં A અને B બંને પ્રકારની શર્કરા હોય છે.
  • ભિન્ન પ્રકારના એલેલ હોવાના કારણે 6 સંયોજનો સંભવ બને છે.
  • આ પ્રકાર ABO રુધિરજૂથ ના 6 વિભિન્ન જનીન પ્રકાર ( genotypes ) શક્ય બનશે.
2. ક્યારેક એક જનીન એક કરતા વધુ અસર સર્જે ઉદાહરણ સાથે સમજાવો
  • ક્યારેક એક જનીન એક કરતાં વધુ અસર સર્જે છે
  • ઉદાહરણ તરીકે વટાણાના બીજમાં સ્ટાર્ચના સંશ્લેષણનું નિયંત્રણ એક જનીન કરે છે.
  • તેમાં બે એલેલ ( B અને b ) હોય છે.
  • સામાન્ય રીતે સ્ટાર્સનું સંશ્લેષણ BB સંયુગ્મો દ્વારા થાય છે અને આ પ્રકારે મોટા કદના સ્ટાર્ચ કણો (મંડકણ) ઉત્પન્ન થાય છે
  • તેનાથી વિપરીત bb સમયુગ્મી સ્ટાર્ચ સંશ્લેષણમાં ઓછી સક્રિયતા ધરાવે છે અને તેથી નાના કદના સ્ટાર્ચ કણોનું ઉત્પાદન કરે છે
  • પરિપક્વતા બાદ BB બીજ ગોળ હોય છે અને bb બીજ ખરબચડાં હોય છે.
  • વિષમયુગ્મી ગોળ બીજ ઉત્પન્ન થાય છે, એટલે લાગે છે કે, પ્રભાવી એલેલ છે
  • પરંતુ Bb બીજમાં સ્ટાર્ચ કણ કદ મધ્યસ્થી બને છે
  • તેથી જો Bb બીજમાં ઉત્પન્ન થતાં સ્ટાર્ચ કણના કદને સ્વરૂપ પ્રકાર માનવામાં આવે, તો આ દૃષ્ટિકોણથી આ એલેલ અપૂર્ણ પ્રભુતા દર્શાવે છે.
  • એ કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય તેથી તેની નીપજનું સ્વાયત્ત લક્ષણ નથી.
  • જ્યારે આ જનીન એકથી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય તેવા કિસ્સામાં તે જનીનની નીપજ તથા નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર રાખે છે
3. મધમાખીમાં લિંગનીશ્ચય સમજાવો
  • મધમાખીમાં લિંગ - નિશ્ચયન વ્યક્તિગત પ્રાપ્ત કરેલાં રંગસૂત્રોના સમૂહ ની સંખ્યા ઉપર આધારિત છે.
  • સંતતિ શુકકોષ અને અંડકોષના જોડાણથી બને તો માદા  તરીકે વિકસે અને અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા નર તરીકે વિકસે
  • આનો અર્થ એ થાય કે નરમાં, માદા કરતાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે.
  • માદા દ્વિકીય 32 રંગસૂત્રો ધરાવતી અને નર એકકીય એટલે કે 16 રંગસૂત્રો ધરાવતો . જેને એકકીય- દ્વિકીય ( હપ્લોડિપ્લોઇડ ) લિંગ નિશ્ચયન પદ્ધતિ કહે છે
  • અને વિશિષ્ટ લક્ષણની લાક્ષણિકતા જેવી કે નર સમવિભાજન દ્વારા શુક્રકોષો ઉત્પન્ન કરે છે  તેઓને પિતા નથી અને તેથી પુત્રો પણ નથી , પરંતુ તેઓને દાદા અને પૌત્રો છે .


4. લિંગી સંકલિત પ્રછન્ન કોઈ પણ એક રોગના ઉદાહરણ સાથે સમજાવો
  • રંગઅંધતા
  • આ લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની ખામી છે, જે લાલ અથવા લીલા આંખના શંકુકોષોની ખામી છે,
  • જેના પરિણામે લાલ અને લીલા રંગ પારખવામાં નિષ્ફળ જવાય છે.
  • આ ખામી X રંગસૂત્ર ઉપર હાજર કેટલાક જનીનોની વિકૃતિને કારણે થાય છે.
  • આ આશરે 8 % નરોમાં જ્યારે આશરે 0.4 % માદાઓમાં જોવા મળે છે
  • આનું કારણ લાલ લીલા રંગની અંધતા માટેના જનીનો X- રંગસૂત્રો ઉપર આવેલ છે.
  • નર ફક્ત એક જ અને માદા બે X- રંગસૂત્ર ધરાવે છે.
  • સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે તેના પુત્રમાં રંગ અંધ થવાની 50 % શક્યતાઓ છે
  • માતા પોતે રંગ અંધ નથી કારણ કે જનીન પ્રચ્છન્ન છે.
  • આનો અર્થ એ થાય કે તેની અસરને તેને મળતા આવતા પ્રભાવી સામાન્ય જનીન દ્વારા દબાવી દેવામાં આવે છે.
  • સામાન્ય સંજોગોમાં પુત્રી રંગ અંધ હોતી નથી, જ્યાં સુધી તેની માતા વાહક અને તેણીના પિતા રંગ અંધ હોય.
5. હીમોફીલિયા વિશે નોંધ લખો 
  • હિમોફિલિયા 
  • આ લિંગ સંકલિત પ્રચ્છન્ન રોગનો વ્યાપક અભ્યાસ થઈ ચૂક્યો છે
  • જેમાં સામાન્ય વાહક માદાથી અમુક નર સંતતિમાં રોગનો ફેલાવો થાય છે
  • આ રોંગ રુધિર ગંઠાવવાની ક્રિયા સંબંધિત છે જેમાં એકલ પ્રોટીન અસરગ્રસ્ત થાય છે.
  • આ પ્રોટીન એક પ્રોટીન શૃંખલાનો અંશ માત્ર હોય છે.
  • એના કારણે અસરગ્રસ્ત વ્યક્તિના શરીરમાં નાનો ઘા પડવાથી પણ રુધિરનું નીકળવું બંધ થતું નથી . વિષમયુગ્મી માદા ( વાહક ) દ્વારા આ હિમોફિલિયા રોગ પુત્રોમાં વહન પામે છે.
  • માદાની રોગગ્રસ્ત હોવાની સંભાવના નહિવત્ હોય છે ; કારણ કે, આ પ્રકારની માદાની માતા વાહક અને પિતા હિમોફિલિક હોવા જરૂરી છે (.જે વધુ ઉંમર સુધી જીવિત નથી રહેતા ).
  • રાણી વિક્ટોરિયાના કુટુંબની વંશાવળી આવા અનેક હિમોફિલિક વારસો ધરાવતાં સંતાનો દર્શાવે છે કારણ કે, રાણી આ રોગના વાહક હતા .
6. તફાવત આપો ટ્રેનર્સ સિન્ડ્રોમ અને ક્લાઈન ફેલ્ટર સિન્ડ્રોમ
  • ટર્નર્સ સિન્ડ્રોમ
  • આ ખામી સ્ત્રીઓમાં જોવા મળે છે
  • આ ખામી લિંગી રંગસૂત્રોની મોનોસોની સ્થિતિને લીધે સર્જાય છે
  • આ ખામીમાં સ્ત્રીમાં બે લિંગી રંગસૂત્ર ( XX ) ને બદલે માત્ર એક જ X- લિંગી રંગસૂત્ર ધરાવે છે
  • તેના લક્ષણોમાં ઊંચું કદ, લાંબા પડતા પગ, ગળુંટૂંકું , શરીર પર આછી રૂંવાટી હોય છે , માનસિક મંદતા અલ્પવિકસિત શુક્રપિંડ વગેરે.
  • ક્લાઇન ફેલ્ટર સિન્ડ્રોમ
  • આ ખામી પુરુષમાં જોવા મળે છે
  • આ ખામી પણ લિંગી રંગસૂત્રોની ટ્રાયસોમી સ્થિતિનું કારણ છે
  • આ ખામીમાં પુરુષમાં એક x- લિંગી રંગસૂત્ર હોય પરંતુ તેને બદલે બે કે વધારે X- લિંગી રંગસૂત્ર થવાથી થાય છે
  • તેના લક્ષણોમાં ઠીંગાણું કદ , ટૂંકું કરચલીયુક્ત ગળું , લગભગ સપાટ છાતી હોય છે , ગર્ભાશય અલ્પવિકસિત હોય છે . વગેરે .
નોંધ -આ પ્રશ્ન પરીક્ષામાં પુછાય તો તફાવત સ્વરૂપ માં લખવો 

મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા  4 માર્કની થિયરી ના  પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad