Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ.
4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
ધોરણ 11 | પ્રકરણ 10 |કોષ ચક્ર અને કોષવિભાજન
1) વ્યતિકરણથી ઉદ્ભવતું વૈવિધ્ય શાના માટે મહત્ત્વનું છે ?
A. જાતિ વિકાસ B. જાતિ ઉદ્ધિકાસ C. જાતિ નિયમન D. A અને B બંને
2) વનસ્પતિ પેશીના ઘણા બધા કોષોમાં મોટે પાયે જનીનીય સમાનતા કે રંગસૂત્રોની સમાનતા આને કારણે હોય છે.
A. કોષરસવિભાજન છે B. સમભાજન C. અર્ધીકરણ D. ફલન
3) નવી દીવાલનું નિર્માણ વિભાજન પામતા કોષમાં શાના દ્વારા નક્કી થાય છે ?
A. સૂક્ષ્મ નલિકાઓ B. અંતઃકોષરસજાળ C. ગોલ્ગીકાય છે D. સૂક્ષ્મ તંતુઓ
4) ત્રાકતંતુઓ શેના બનેલા છે ?
A. લિપિડના B. પ્રોટીનના C. ઍક્ટિનના D. સેલ્યુલોઝના
5) કઈ એક કોષરસીય રચના કોષવિભાજન દરમિયાન અગત્યની છે ?
A. ક્યાભસૂત્ર B. તારાકેન્દ્રો C. ગોલ્ગીપ્રસાધન છે D. કોષકેન્દ્રપટલ
6) ત્રાકતંતુઓની સાથે રંગસૂત્રો આ રચના દ્વારા જોડાયેલાં હોય છે
A. કોમોમિયર B. સેન્ટ્રોમિયર C. સેટેલાઇટ પ્રદેશ D. તારાકેન્દ્ર
7) સમભાજનમાં રંગસૂત્રોનું વિભાજન શામાં થાય છે ?
A. અંત્યાવસ્થા B. ભાજનોત્તરાવસ્થા C. પૂવવસ્થા D. ભાજનાવસ્થા
8) નીચેનામાંથી ક્યું સાચું વિધાન છે ?
A. કોષરસવિભાજન અને કોષકેન્દ્રવિભાજન સાથે જોવા મળે છે
B. કોષરસવિભાજન અને કોષકેન્દ્રવિભાજન ગમે તેમ જોવા મળે છે
C. કોષકેન્દ્રવિભાજન કોષરસવિભાજન પ્રેરે છે
D. કોષરસવિભાજન કોષકેન્દ્રવિભાજન પ્રેરે છે
9) સમભાજન તબક્કામાં કોષકેન્દ્રિકા વિલીન પામે અને રંગસૂત્રો સ્પષ્ટ બને તેને આ નામથી ઓળખાય છે
A. આંતરાવસ્થા B. ભોજનાવસ્થા C. ભાજનોત્તરાવસ્થા D. પૂર્વાવસ્થા
10) પૂર્વાવસ્થામાં રંગસૂત્રો ટૂંકા અને જાડા તેમજ દશ્યમાન બનવાનું કારણ કે
A. સૂક્ષ્મ નલિકાઓ રંગસૂત્રોને ખેંચી નજીક લાવે છે B. રંગસૂત્રોની તલીય રચનામાં વધારો થાય છે
C. કોષકેન્દ્રીય પ્રદેશમાં તારાકેન્દ્રો સામસામેની બાજુ ગોઠવાય છે D. કોષકેન્દ્રપટલ વિલીન પામે છે .
11. સમભાજન દરમિયાન કોષકેન્દ્રપટલ આ અવસ્થામાં વિલીન પામે છે
A. પ્રારંભિક પૂર્વાવસ્થા B. અંત્યપૂર્વાવસ્થા C. ભાજનાવસ્થા D. ભાજનોત્તરાવસ્થા
12) સમભાજન દરમિયાન કોષકેન્દ્રીય કઈ રચના વિલીન પામે છે ?
A. રંજકદ્રવ્યકણો અને કણાભસૂત્ર B. કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકા
C. કોષદીવાલ અને કોષરસપટલ D. કોષદીવાલ અને કોષકેન્દ્રિકા
13. કોષવિભાજનની આ અવસ્થામાં રંગસૂત્રની ગોઠવણી વિષુવવૃત્તીય રેખા પર થાય છે.
A. ભાજનોત્તરાવસ્થા B. પૂર્વાવસ્થા C. ભાનાવસ્થા D. અંત્યાવસ્થા
14) કોષવિભાજનની સમભાજનની ક્રિયામાં સેન્ટ્રોમિયર અને રંગસૂત્રિકાનું વિભાજન આ બે વચ્ચે થાય છે
A. પૂર્વાવસ્થા અને ભાજનાવસ્થા B. પૂર્વભાજનોત્તરાવસ્થા અને અંત્યભાજનોત્તરાવસ્થા
C. ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા D. અંત્યાવસ્થા અને આંતરાવસ્થા
15) સમભાજન દરમિયાન થતી ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થાથી આ ભિન્નતા દ્વારા અલગ પડે છે.
A. રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાઓની સંખ્યા અડધી હોય
B , રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાઓની સંખ્યા અડધી હોય
C. રંગસૂત્રોની સંખ્યા અડધી હોય અને રંગસૂત્રિકાઓની સંખ્યા સમાન હોય
D , રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને રંગસૂત્રિકાઓની સંખ્યા સમાન હોય
16) આ અવસ્થામાં આંતરપ્રદેશીય તંતુઓ ઉદ્ભવે છે.
A. પૂર્વાવસ્થામાં B. પૂર્વભાજનાવસ્થામાં D. ભાજનોત્તરાવસ્થામાં C. અંત્યભાજનાવસ્થામાં
17) નીચેના પૈકી આ અવસ્થામાં કોષવિભાજન દરમિયાન રંગસૂત્રિકાઓ સામસામેના ધ્રુવો તરફ ગતિ કરે છે.
A. પૂર્વાવસ્થા B. ભાજનોત્તરાવસ્થા C. ભાજનાવસ્થા D. અંત્યાવસ્થા
18) સમભાજનની કઈ અવસ્થામાં પ્રત્યેક રંગસૂત્રોની રંગસૂત્રિકાઓ એકબીજાથી અલગીકરણ પામે છે ? A. ભાજનોત્તરાવસ્થા B. અંત્યાવસ્થા C. ભાજનાવસ્થ D. પૂર્વાવસ્થા
19) સમભાજનની ભાજનોત્તરાવસ્થામાં રંગસૂત્રોના બંધારણમાં હોય.
A. 1 DNA B. 2 DNA C. 3 DNA D. 4 DNA
20) સમભાજનની અંત્યાવસ્થામાં આ થાય છે
A. તે કોષ વિભાજનનો અંતિમ તબક્કો છે. B. તે વધતા - ઓછા અંશે પૂર્વાવસ્થાની વિરુદ્ધ અવસ્થા છે.
C. તેમાં ત્રાકતંતુઓ કોષરસમાં શોષાઈ જાય છે. D. આપેલ તમામ
21) વનસ્પતિકોષમાં કોષરસીય વિભાજન આ રીતે જોવા મળે છે
A. કોષરસીય અલગીકરણ પરિઘ તરફથી કેન્દ્રીય પ્રદેશ તરફ થાય છે
B. કોષરસીય અલગીકરણ કેન્દ્રીય પ્રદેશથી પરિઘ તરફ થાય છે
C. કોષરસીય વહેંચણી કોષરસમાં વિષુવવૃત્તીય રેખાને સમાંતર થતી જાય છે
D. કોષના બંને ધ્રુવીય તારાકેન્દ્ર સાથે જમણી બાજુના ખૂણે ત્રાકતંતુ ધ્રુવ તરફ થાય છે
22) રંજકદ્રવ્યોનું નિર્માણ આમાં થાય છે
A. ભાજનોત્તરાવસ્થાની શરૂઆતમાં B. ભાજનોત્તરાવસ્થાના અંતમાં
C. અંત્યાવસ્થાની શરૂઆતમાં D. અંત્યાવસ્થાના અંતમાં
23) સમભાજનની મુખ્ય અગત્ય આ છે
A. તે જનીની વિવિધતા માટે જરૂરી છે B. તે DNA થી RNA તરફ વહન માટે થાય છે
C. તેથી રંગસૂત્રોની સંખ્યામાં ઘટાડો થાય છે . D. તે કોષોમાં જનીનીય એકરૂપતા જાળવે છે
24) સમભાજનનું મુખ્ય પ્રદાન આ છે
A. તે જથ્થામાં વધારો કરે છે .B. પિતૃકોષ જેટલી જ જનીનીય સમાનતા નિર્મિત કોષમાં હોય છે
C. વનસ્પતિદેહની બધી જ પેશીમાં જોવા મળે છે D. તે સંપૂર્ણ ખૂબ જ અલગ પ્રક્રિયા છે
25) એક પિતૃકોષમાંથી 512 કોષોના નિર્માણ માટે કેટલાં સમભાજન જરૂરી છે
A. 9 B. 256 C. 158 D. 510
જવાબો
1.B 2.B, 3.A, 4.B, 5.B, 6.B, 7.B, 8.C, 9.D, 10.B, 11.B, 12.B, 13.C, 14.B, 15.A, 16.A, 17.B, 18.A, 19.A, 20.D, 21.B, 22.D, 23.D, 24.B, 25.A
========================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box