NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો તમે પ્રકારણ 4 ના 2, 3 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 5 - આનુવંશીક્તા અને ભિન્નતા ના સિદ્ધાંતો જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 3 માર્ક્સની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
1. પ્રભુતાનો નિયમ સમજાવતા વાક્યો લખો
- લક્ષણોનું નિર્ધારણ કારકો નામના સ્વતંત્ર ( વિભક્ત ) એકમો દ્વારા થાય છે.
- કારકો જોડમાં હોય છે.
- જો કારકની જોડના બે કારકો અસમાન હોય તો તેમાંથી એક કારક બીજા કારક પર પ્રભાવી હોય છે એટલે એક ( પ્રભાવી ) અને બીજું ( પ્રચ્છન્ન ) હોય છે.
- F1 માં માત્ર એક પિતૃના લક્ષણનું અભિવ્યક્ત થવું તથા F2 માં બંને પિતૃનાં લક્ષણોનું અભિવ્યક્ત થવું પ્રભુતાના નિયમ દ્વારા સમજાવી શકાય છે . F2 માં 3 : 1 નું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ પણ સ્પષ્ટ સમજાવાય છે .
2. ફક્ત કસોટી સંકરણનું રેખાંકિત નિરૂપણ દ્વારા ઉદાહરણ સમજાવો
3. જિનેટિક્સ માં થોમસ હન્ટ મોર્ગન નો ફાળો સમજાવો
- થોમસ હન્ટ મોર્ગન તથા તેઓના સાથીઓએ આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ અથવા સિદ્ધાંતની પ્રયોગાત્મક ચકાસણી કરી અને લિંગી પ્રજનન ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી
- મોર્ગને ફળમાખી, ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર કાર્ય કર્યું કે જે આવી અભ્યાસ માટે સાનુકૂળ માધ્યમમાં ઉછેરી શકાતી હતી
4. વંશાવળી પૃથક્કરણ વિશે ટૂંકનોંધ લખો
- માનવસમાજમાં આનુવંશિક વિકારની વાત પહેલાંના સમયથી ચાલી આવી છે.
- તેનો આધાર હતો કે કેટલાંક કુટુંબોમાં વિશિષ્ટ લક્ષણોની આનુવંશિકતા મૅન્ડલના કાર્યના પુનઃ સંશોધન પછી મનુષ્યમાં વારસાગત લક્ષણોના અનુકરણીય નમૂનાના પૃથક્કરણની શરૂઆત થઈ.
- એ સ્પષ્ટ છે કે વટાણાના છોડ અને અન્ય સજીવોમાં કરવામાં આવેલ તુલનાત્મક સંકરણ પ્રયોગ મનુષ્યમાં સંભવ નથી.
- એટલા માટે એક જ વિકલ્પ રહી જાય છે કે વિશિષ્ટ લક્ષણની આનુવંશિકતાના સંદર્ભે વંશના ઇતિહાસનો અભ્યાસ કરવામાં આવે.
- માનવકુટુંબમાં અનેક પેઢીઓ સુધી કોઈ એક લક્ષણની નોંધ રાખવાની બાબતને વંશાવળી પૃથક્કરણ કહે છે.
- વંશાવળી પૃથક્કરણમાં વંશવૃક્ષ તરીકે વિશેષ લક્ષણનું પેઢી દર પેઢી વિશ્લેષણ કરવામાં આવે છે.
5. શબ્દો સમજાવો : અપુર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા
- અપુર્ણ પ્રભુતા - વનસ્પતિઓમાંનાં અન્ય લક્ષણોની અભિવ્યક્તિ સંદર્ભમાં પુનરાવર્તિત કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે ક્યારેક F1, માં એવા સ્વરૂપ પ્રકાર પ્રાપ્ત થાય છે જે બે પૈકી કોઈ પિતૃ સાથે મળતા આવતા નથી અને તેઓ વચગાળાના મળે છે . દા.ત શ્વાનપુષ્પ
- સહપ્રભાવિતા - સહ - પ્રભાવિતા એવી ઘટના છે જેમાં F1 પેઢી બંને પિતૃઓને મળતી આવે. એટલે કે પિતૃઓના લક્ષણો બંને સાથે અભિવ્યક્તિ થાય. મનુષ્યમાં ABO રુધિરજૂથ
6. સમજાવો પ્લીઓટ્રોપી
- જેમાં એકલ જનીન એક કરતાં વધારે સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દર્શાવે છે. આવા જનીનને લીટ્રોપિક જનીન કહે છે.
- મોટા ભાગના કિસ્સામાં પ્લીટ્રોપીની પ્રક્રિયા અંતર્ગત જનીનની અસર ચયાપચયીક પથ ઉપર થાય છે કે જે વિવિધ સ્વરૂપ પ્રકારો તરફ દોરી જાય ફિનાઇલકિટોન્યુરિયા રોગ, તેનું ઉદાહરણ છે.
- જે માનવમાં જોવા મળે છે. આ રોગ થવાનું કારણ ફિનાઇલ મેલેનિન હાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચક માટે સંકેતન કરતા જનીનની વિકૃતિ છે,માનસિક મંદતા અને વાળ તથા ત્વચાના રંજકકણોમાં ઘટાડાને દર્શાવતી સ્વરૂપલક્ષી અભિવ્યક્તિ દ્વારા આપોઆપ દેખાઈ આવે છે.
7. ફિનાઈલ કીટોન્યુરીયા વિશે માહિતી આપો
- આ જન્મજાત ચયાપચયિક ખામી પણ દૈહિક પ્રચ્છન્ન લક્ષણોની જેમ આનુવંશિકતા દર્શાવે છે.
- રોગગ્રસ્ત વ્યક્તિમાં ફિનાઇલ એલેનીન નામના એમિનોએસિડને ટાયરોસીન એમિનો ઍસિડમાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉત્સુચકની ઊણપ થઈ જાય છે.
- પરિણામ સ્વરૂપે ફિનાઇલ એલેનીન એકત્રિત થતો રહે છે અને ફિનાઇલ પાયરુવિક ઍસિડ તથા અન્ય વ્યુત્પનોમાં ફેરવાય છે.
- તેના એકત્રીકરણથી માનસિક નબળાઈ આવી જાય છે. મૂત્રપિંડ દ્વારા ઓછો શોષણ પામવાથી વધુપડતો મૂત્ર સ્વરૂપે ઉત્સર્જન પામે છે.
8. ફળ માખીનું વૈજ્ઞાનિક નામ જણાવી એ જણાવો કે એમણે કેમ પ્રયોગો માટે ફળ માખીની અનુકૂળ સાબિત થઇ.
- ફળમાખી નું વેજ્ઞાનીક નામ ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર કાર્ય કર્યું કે જે આવા અભ્યાસ માટે સાનુકૂળ સાબિત થઈ.
- તેને પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી.
- તે પોતાનું જીવનચક્ર બે અઠવાડિયાંમાં પૂર્ણ કરે છે.
- તેમાં એક જ મૈથુનથી માખીઓની વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે તથા તેમાં સ્પષ્ટ લિંગભેદ હતો. નર અને માદાની સહેલાઈથી ઓળખ થઈ શકાતી હતી .
- સાથે તેઓમાં આનુવંશિક વિવિધતાઓના અનેક પ્રકાર હતા સૂક્ષ્મદર્શક યંત્રના લૉ - પાવરમાં પણ જોઈ શકાતા હતા.
9. શબ્દ સમજાવો સહલગ્નતા અને પુનઃ સંયોજન
- સહલગ્નતા - જ્યારે દ્વિસંકરણ - ક્રોસમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃ જનીન સંયોજનોનું પ્રમાણ બિનપિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે.
- મોર્ગને તેનું કારણ બે જનીનોનું ભૌતિક સંયોજન અથવા સહલગ્નતા બતાવ્યું.
- મોર્ગને આ ઘટના માટે સહલગ્નતા ( linkage ) શબ્દ આપ્યો
- પુનઃ સંયોજન - જે એક જ રંગસૂત્રના જનીનોના ભૌતિક જોડાણો વર્ણવે છે અને બિનપિતૃ જનીન સંયોજનોની પેઢી માટે પુનઃસંયોજન ( recombination ) શબ્દ વાપર્યો
10. વિકૃતિ વિશે ટૂંકમાં નોંધ લખો
- વિકૃતિ એવી ઘટના છે જેના પરિણામે DNA ના અનુક્રમ માં વૈકલ્પિક બદલાવ પ્રેરાય છે.
- તેના પરિણામ સ્વરૂપે સજીવના જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારમાં પરિવર્તન આવી જાય પુનઃસંયોજન સિવાય વિકૃતિ એ અસાધારણ ક્રિયા છે જે DNA માં વિવિધતા લાવે છે.
- DNA ની એક બેઇઝ જોડમાં થતું પરિવર્તન પણ વિકૃતિ છે. તેને પૉઇન્ટ મ્યુટેશન ( point mutation ) કહે છે. આ પ્રકારની વિકૃતિનું જાણીતું ઉદાહરણ સિકલ - સેલ - એનિમિયા છે . DNA ની વધારે બેઇઝ જોડીનો લોપ કે દ્વિગુણન ફ્રેમ - શિફ્ટ મ્યુટેશન ( frame - shift mutations ) ઉત્પન્ન કરે છે
- વિકૃતિ અનેક રાસાયણિક તથા ભૌતિક કારકો દ્વારા થાય છે. તેને મ્યુટાજન્સ નામ આપવામાં આવ્યું છે . પારજાંબલી કિરણો સજીવોમાં વિકૃતિ પેદા કરે છે તે મ્યુટાજન છે .
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 3 અને 4 માર્કની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે
========================================
Please do not enter any spam link or word in the comment box