Type Here to Get Search Results !

પ્રકરણ - 6 - આનુવંશીક્તા નો આણ્વિય આધાર | Board Most IMP Question-2021 | 3 માર્ક થિયરી (ભાગ 2 )

0


NEET Biology Concept Material

NEET Biology Examination 

NEET Biology Tips

NEET Biology Study Material

Board Exam Most IMP theory

નમસ્તે મિત્રો તમે પ્રકરણ 6 ના 2 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 6 -  જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય  છે એમાંથી 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.

3 માર્કસ ની થિયરી

 1. પ્રત્યાંકન સંબંધિત બે જટિલતાઓ સમજાવો

  • સુકોષકેન્દ્રીમાં પ્રત્યાંકન સંબંધિત બે વધારાની જટિલતાઓ હોય છે
  • કોષકેન્દ્રમાં ઓછામાં ઓછા ત્રણ પ્રકારના RNA પોલિમરેઝ જોવા મળે છે ( અંગિકાઓમાં જોવા મળતા RNA પોલિમરેઝ સહિત )
  • તેમાં સ્પષ્ટ શ્રમવિભાજન હોય છે . RNA પોલિમરેઝ I, rRNAS (28 s, 18 s અને 5.8 S) નું પ્રત્યાંકન કરે છે જ્યારે RNA પોલિમરેઝ III tRNA, 5srRNA અને SnRNAs (small nuclear RNAs) ના પ્રત્યાંકન માટે જવાબદાર છે.
  • RNA પોલિમરેઝ II mRNA ના પૂર્વ સ્વરૂપ હીટરોજીનસ ન્યુક્લિયર RNA ( hnRNA ) નું પ્રત્યાંકન કરે છે.
  • બીજી જટિલતા એ છે કે પ્રાથમિક પ્રત્યાંકનમાં એક્સોન અને ઇન્ટ્રોન્સ બંને ધરાવે છે તથા તે બિનકાર્યકારી હોય છે.
  • આથી તે વિશિષ્ટ પ્રક્રિયામાંથી પસાર થાય છે જેને સ્લિસિંગ કહે છે જેમાં ઇન્ટ્રૉન્સ દૂર થઈ જાય છે અને એક્સોન એક નિશ્ચિત ક્રમમાં એકબીજા સાથે જોડાઈ જાય છે.
  • hnRNA વધારાની પ્રક્રિયાઓ જેમકે કેપિંગ અને ટેઇલિંગ માંથી પસાર થાય છે.
  • કેપિંગમાં એક વિલક્ષણ ન્યુક્લિટાઇડ ( મિથાઇલ ગ્વાનોસિન ટ્રાય ફૉફેટ ) hnRNA ના 5 ' છેડા પર જોડાય છે.
  • ટેઇલિંગમાં એડિનાઇલેટેડ સમૂહ ( 200-300 ) સ્વતંત્ર રીતે ટેમ્પલેટના 3 ' છેડા પર ઉમેરાય છે.
  • પૂર્ણ સંસાધિત hnRNA ને હવે mRNA કહેવાય છે, જે ભાષાંતરણ માટે કોષકેન્દ્રમાંથી સ્થળાંતરણ પામે છે.
2. જનીન સંકેતોના ગુણધર્મો જણાવો
  • જનીન સંકેત ત્રિઅંકી છે. તે પૈકી 61 સંકેતો એમિનોએસિડ્સ માટે સંકેતન કરે છે અને 3 સંકેતો કોઈ એમિનો ઍસિડનું સંકેતન કરતા નથી. આથી તેઓનું કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું છે.
  • એક જ એમિનો ઍસિડ એક કરતાં વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે. આવા સંકેતોને અવનત સંકેતો કહે છે.
  • સંકેત mRNA, પર સતત વંચાય છે. તે વચ્ચે વિરામ હોતો નથી
  • જનીન સંકેત સર્વવ્યાપી છે : ઉદાહરણ તરીકે , બૅક્ટરિયાથી મનુષ્ય સુધી UUU ફિનાઇલ ઍલેનીન ( Phe ) નું સંકેતન કરે છે. આ નિયમમાં કણાભસૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવોમાં અપવાદ જોવા મળે છે.
  • AUG બેવડાં કાર્યો કરે છે. તે મીથીયોનીન ( met ) માટે સંકેત આપે છે. સાથે - સાથે પ્રારંભિક સત ( initiator codon ) તરીકે પ વર્તે છે.
  • UAA , UAG UGA આ સમાપન સંકેતો છે.
3. આપેલ DNA ની એક શૃંખલા માટે પ્રશ્નોના જવાબ આપો TATATAAG
a) ઉપર આપેલ શૃંખલા સંબંધિત DNA મા કુલ ન્યુક્લીઓટાઈડ ની સંખ્યા
b) પ્રત્યાંકન પામતા m-RNA પર સંકેતો
c) કુલ DNA મા હાયડ્રોજન બંધ ની સંખ્યા
d) કુલ DNA મા પ્યુરિન બેઇઝ ની સંખ્યા
e) કુલ DNA ની પહોળાઈ
F) આપેલ એક શૃંખલા મા ફોસફોડાયેસ્ટર બંધની સંખ્યા
  • a) - 16
  • b) - AUAUAUUC
  • c) - 17
  • d) - 10
  • e) - 20 A°
  • f) - 7
4. DNA ની બેવડી કુંતલમય રચનાની મુખ્ય ખાસિયતો જણાવો
  • તે બે પોલિન્યુક્લિઓટાઇડ શૃંખલાઓનું બનેલું હોય છે, જેનો આધાર શર્કરા - ફૉસ્ફટનો બનેલ હોય છે અને નાઇટ્રોજન બેઇઝ અંદરની તરફ ઊપસી આવેલ ( પ્રક્ષેપિત થયેલ) હોય છે.
  • બંને શૃંખલાઓ પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે. એટલે કે એક શૃંખલાની ધ્રુવતા 5' થી 3' તરફ હોય તો બીજી શૃંખલાની ધ્રુવતા 3' થી 5' તરફ હોય છે
  • બંને શૃંખલાના બેઇઝ એકબીજા સાથે હાઇડ્રોજન - બંધ દ્વારા જોડાઈને બેઇઝ જોડ બનાવે છે વિરુદ્ધ શૃંખલાઓના એડેનીન અને કાયમીન એકબીજા સાથે બે હાઇડ્રોજન બંધથી જોડાય છે. એવી જ રીતે ગ્વાનીન અને સાઇટોસિન ત્રણ H- બંધ વડે જોડાયેલા રહે છે. જેના ફળસ્વરૂપે યુરિનની સામે હંમેશાં પિરિમિડિન આવે છે. તેનાથી કુંતલની બંને શૃંખલાઓ વચ્ચે લગભગ સમાન અંતર જળવાઈ રહે છે.
  • બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલ હોય છે. કુંતલનો ગર્ત 3.4 nm ( એક નેનોમીટર એક મીટરનો 10 કરોડમો ભાગ એટલે કે 10 મીટર જેટલો ) હોય છે અને તેના પ્રત્યેક વળાંકમાં 10 બેઇઝ જોડ  જોવા મળે છે. પરિણામ સ્વરૂપે એક કુંતલમાં બે ક્રમિક જોડ વચ્ચેનું અંતર લગભગ 0.34 mm જેટલું હોય છે.
  • બેવડા કુંતલમાં એક બેઇઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે. વધુમાં હાઈડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને સ્થાયીત્વ પ્રદાન કરે છે.
5. રૂપાંતરિત સિદ્ધાંતનું જૈવ રાસાયણિક લાક્ષણીકરણ સમજાવો
  • ઓસવાલ્ડ ઍવરી, કોલીન મૈકલિૉડ અને મેકલીન મેકકાર્ટી ( 1933-44 ) ના કાર્ય પહેલાં એવું માનવામાં આવતું હતું કે, આનુવંશિક દ્રવ્ય પ્રોટીન છે.
  • ગ્રિફિથના પ્રયોગના આધારે ‘ રૂપાંતરિત ગરમીથી મૃત કોષોમાંથી શુદ્ધિકૃત જૈવરસાયણો (પ્રોટીન, DNA, RNA વગેરે ) થી તેઓએ એ જોયું કે, તેમાંથી કયું દ્રવ્ય જીવંત R કોષોને S કોષોમાં રૂપાંતર કરે છે.
  • તેઓએ એ શોધી કાઢ્યું કે, બૅક્ટરિયાનું DNA એકલું જ R બૅક્ટરિયાને રૂપાંતરિત કરી શકે છે.
  • તેઓએ એ બાબતની પણ શોધ કરી કે, પ્રોટીનનું પાચન કરતા ઉત્સેચક ( પ્રોટીએઝીસ ) અને RNA નું પાચન કરતા ઉત્સેચક ( RNases ) આ રૂપાંતરણો પર અસર કરતા નથી, એટલા માટે રૂપાંતરિત પામતો પદાર્થ પ્રોટીન કે RNA નથી. DNase દ્વારા પાચનથી આ રૂપાંતરણ પ્રક્રિયા અવરોધાય છે.
  • એનાથી સ્પષ્ટ થાય છે કે, DNA રૂપાંતરણ માટે જવાબદાર છે.
  • તેનાથી તેઓએ તારણ આપ્યું કે , DNA જનીન દ્રવ્ય છે
  • પરંતુ આ બાબતથી બધા જ જીવવિજ્ઞાનિકો સહમત ન હતા.
6. HGP ના મહત્વના લક્ષ્યાંકો  જણાવો
  • માનવના DNA માં લગભગ 20,000–25,000 બધા જ જનીનોને ઓળખવા
  • હ્યુમન જીનોમને બનાવતી 3 બિલિયન રાસાયણિક બેઇઝ જોડના ક્રમને ઓળખવો
  • આ માહિતીને ડેટાબેઇઝ સ્વરૂપે સંગૃહીત કરવી
  • માહિતીના વિશ્લેષણ માટે ઉપકરણોમાં સુધારો કરવો
  • સંબંધિત માહિતીને ઇન્ડસ્ટ્રિઝ જેવા પ્રાઇવેટ સેક્ટરમાં રૂપાંતરિત કરવી
  • પ્રૉજેક્ટ સંબંધિત નૈતિક , કાયદાકીય અને સામાજિક સમસ્યાઓ ને સમજવી.

મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 4 માર્ક્સની  થિયરી ના  પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad