Type Here to Get Search Results !

Biology Test Series For NEET | બાયોટેક્નોલોજી અને તેના પ્રયોજનો | ધોરણ -12 | ટેસ્ટ -8

0

Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના


1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ.
4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

ધોરણ 12 | પ્રકરણ 12 |બાયોટેક્નોલોજી અને તેના પ્રયોજનો


 1. બાયોટેક્નોલોજીનું મુખ્ય પ્રયોજન કયું છે ?

( a ) પર્યાવરણીય ઉપયોગ ( b ) તંદુરસ્તી સારસંભાળ ( C ) અનઉત્પાદન અને ખેતીવાડી ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય


2. વિજ્ઞાનની જૈવતનિકી શાખાનું પ્રદાન છે .

( a ) ફાર્મસી ( b ) ખેતીવાડી ઉદ્યોગ ( c ) તંદુરસ્તી ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય


3. કૃષિ બાયોટેક્નૉલોજીમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે 

( a ) વનસ્પતિ સંકરણ ( b ) ટ્રાન્સફોર્મેશન ( c ) DNA નું સ્વયંજનન ( d ) પેશીસંવર્ધન


4. કૃષિમાં બાયોટેકનૉલોજીનું સૌથી મહત્ત્વનું કાર્ય કર્યું છે

( a ) વનસ્પતિની વૃદ્ધિ ઘટાડવી ( b ) ખનીજતત્ત્વોનું પ્રમાણ વધારવું ( c ) વિવિધ વનસ્પતિના કીટનાશકનું ઉત્પાદન ( d ) આમાંથી એક પણ નહિ .


5. જનીન પરિવર્તિત ગોલ્ડન રાઇસ ( ચોખા ) માં ક્યાં લક્ષણો જોવા મળે છે ?

( a ) કીટકો પ્રત્યે પ્રતિરોધ ( b ) મિથિયોનીનનું ઊંચું પ્રમાણ ( c ) લાયસિનનું ઊંચું પ્રમાણ ( D ) વિટામિન A નું ઊંચું પ્રમાણ


6. જીનો ટાઇપ સુધારવા માટે પરજાત જનીન દાખલ કરવું તે

( a ) પેશીસંવર્ધન ( b ) રસીકરણ  ( c ) બાયોટેક્નૉલોજી ( D ) જનીન ઇજનેરી


7. વિકાસશીલ દેશોમાં વધુ ફેલાવો ધરાવતા રતાંધળાપણાની ખામીને અટકાવવામાં ઉપયોગી જનીન પરિવર્તિત ખોરાકની જાતિ

( a ) સ્ટારલિંક મકાઈ ( b ) ગોલ્ડન રાઇસ ( c ) Bt સોયાબીન ( d ) ફ્લેવર સેવર ટામેટા


8.  હરિયાળી ક્રાંતિથી કેટલા ગણો અન્નપુરવઠો પૂરો પાડી શકાય છે ?

( a ) બે ઘણો  ( b ) ત્રણગણો ( c ) અડધો ( d ) ચારગણો


9. હરિત ક્રાંતિ દરમિયાન અન્નપુરવઠામાં શેને કારણે વધારો થયો ?

( a ) જૈવરસાયણોનો ઉપયોગ ( b ) રસાયણોનો ઉપયોગ ( c ) ખેતરસાયણોનો ઉપયોગ ( d ) વનસ્પતિજન્ય રસાયણોનો ઉપયોગ


10. ખેતરસાયણો શું ઓછું કરે છે ?

( a ) જમીનનો ઘસારો ( b ) જમીનનો pH ( c ) જમીનની ફળદ્રુપતા ( d ) જમીનનો ભેજ


11. જનીનિક રીતે રૂપાંતરિત સજીવ કોના દ્વારા અવરોધક / સહનશીલ છે?

( a ) ઉષ્મા  ( b ) જીવાણું ( c ) જંતુઓ ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય


12. GMO નું પૂર્ણ નામ 

( a ) Genetically Mutant Organism ( b ) Genetically Modified Organism

( c ) Genetically Transferred Organism ( d ) Genetically Modern Organism


13. પાકના નુકસાન માટે મુખ્યત્વે કહ્યું સજીવ જવાબદાર છે ?

( a ) પુખ્ત કીટક ( b ) જંતુનાશકો ( c ) હર્બિસાઇડ ( d ) કીટક ડિમ્ભ


14. Bt- જનીનને કયા તંત્રમાં દર્શાવવામાં આવે છે ?

( a ) પ્રાણીઓ ( b ) વનસ્પતિ ( c ) સૂક્ષ્મજીવોમાં ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય


15. વનસ્પતિમાં Bt- જનીન દાખલ કરતા

( a ) ક્ષાર સહનશીલતા ( b ) ઉષ્મા સહનશીલતા ( c ) દુષ્કાળ પ્રતિરોધકતા ( d ) કીટક પ્રતિરોધકતા


16. .ખેતીવાડીમાં પાકોને નુકસાન કરતી જીવાતો નીચે પૈકી મુખ્યત્વે કોણ છે ?

( a ) લેપિડોપ્ટેરા ( બોલવોર્મ્સ ) ( b ) કોલીઓપ્ટેરા ( કીટક ) , ઓથોપ્ટેરા ( તીતીઘોડો ) ( c ) હીમોપ્ટેરા ( આફિટ્સ ) ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય


17. બાયોટેક્નોલોજીનો સૌથી મહત્ત્વનું આધુનિક પ્રયોજન ક્યું છે ?

( a ) બેસિલસ થુરિન્જિએન્સીસનો ચોખાની જાતિમાં ઉપયોગ

( b ) બેસિલસ થુરિન્જિએન્સીસનો એ નીંદણનાશક તરીકે વર્તે છે .

( c ) બેસિલસ થુરિન્જિએન્સીસનો જનીનનું નિશ્ચિત વનસ્પતિમાં વહન

( d ) બેસિલસ યુરિન્જિએન્સીસમાંથી જનીનનું બધી જ વનસ્પતિમાં વહન


18. Bt વિષકારક જનીનની ફેરબદલી કરીને ઉત્પન્ન કરાતી વનસ્પતિઓ કઈ છે ?

( a ) Bt કપાસ  ( b ) Bt મકાઈ  ( c ) Bt રિંગણ ( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય


19. કપાસ પર થતી ઈયળોને નાશ કરતું પ્રોટીન ક્યું છે

( a ) માયોસીન  ( b ) ઍક્ટિન ( c ) ક્રિસ્ટલ પ્રોટીન ( d ) બ્રાઝિન પ્રોટીન


20. ક્રિસ્ટલ પ્રોટીન નીચે પૈકી કોનો નાશ કરે છે

( a ) કોલીઓપ્ટેરા ( b ) બોલવર્મ ( c ) ઓથોપ્ટેરા  ( d ) હોમોપ્ટેરા


21. વિકાસશીલ દેશમાં રતાંધળાપણાની ખામી શેનો ઉપયોગ કરી ઘટાડી શકાય છે ?

( a ) ગોલ્ડન રાઇસ ( b ) પારજનીનિક ટામેટા ( c ) પારજનીનિક મકાઈ ( d ) Bt- રીંગણ


22. ખેડૂતો શું વધારવા માટે ખેતરમાં પાકની ફેરબદલી કરે છે ?

( a ) ભૂમિના નાઇટ્રોજનયુક્ત ઘટકો ( b ) ભૂમિના કાર્બનિક ઘટકો ( c ) ભૂમિની ફળદ્રુપતા

( d ) ( a ) , ( b ) અને ( c ) ત્રણેય


23. ચોખાની જનીન પરિવર્તિત જાતિમાં ક્યા વિટામિનનું પ્રમાણ વધારે હોય છે ?

( a ) વિટામિન D ( b ) વિટામિન B12 ( c ) વિટામિન C ( d ) વિટામિન A


24. જનીન પરિવર્તિત પાક એ નીંદણનાશકનો મુખ્ય હેતુ કયો છે ?

( a ) કુદરતી લાભદાયી નીંદણનાશકનો ઉપયોગ વધારવો

( b ) નીંદામણ દૂર કરવા હાથથી કરવા પડતા શ્રમ વિના નીંદામણને દૂર કરવું

( c ) નીંદામણનાશકનો ઉપયોગ કર્યા વગર જ નીંદામણ દૂર કરવું

( d  ) તંદુરસ્તી જાળવવા માટે ખોરાકમાં નીંદામણનાશકના ઉપયોગને ઘટાડવા .


25. બાયોટેકનૉલોજીનો ઉપયોગ શેમાં થાય છે

( a ) બાયોફર્ટિલાઇઝર ( b ) હ્યુમિલિન ( c ) જનીન પરિવર્તિત પાક ( d ) ( a ), ( b ) અને ( c ) ત્રણેય 


જવાબો

1. D, 2. D, 3. D, 4. C, 5. D, 6. C, 7. B, 8. B, 9. C, 10. C, 11. D, 12. B, 13. A, 14. B, 15. D, 16. D, 17. C, 18. D, 19. C, 20. B, 21. A, 22. C, 23. D, 24. B, 25. D,



========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad