NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો તમે પ્રકરણ 8 ના 2 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ - 8 - માનવ સ્વાસ્થ્ય અને રોગો જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
1. સમજાવો સક્રિય અને નિષ્ક્રિય પ્રતીકારકતા
- જ્યારે યજમાન પ્રતિજન (ઍન્ટીજન) ના સંપર્કમાં આવે છે, ત્યારે યજમાનના દેહમાં પ્રતિદ્રવ્ય (ઍન્ટીબોડી) નું સર્જન થાય છે.
- ઍન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપે હોઈ શકે છે આ પ્રકારની પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહે છે.
- સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય માંગી લે છે.
- પ્રતિરક્ષણ દરમિયાન ઇરાદાપૂર્વક જીવાણુઓની રસી આપવી અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી જીવોને શરીરમાં દાખલ કરવા એ સક્રિય પ્રતિકારકતાને પ્રેરે છે.
- જ્યારે શરીરમાં તૈયાર ઍન્ટીબોડી દાખલ કરવામાં આવે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે.
- દુધસવણ ના પ્રારંભિક દિવસોમાં માતાના સ્તનમાંથી સ્ત્રવતુ પીળાશપડતું પ્રવાહી કોલોસ્ટ્રોમ માં ઍન્ટીબોડી IgA વિપુલ માત્રામાં હોય છે. જે શિશુને રક્ષિત કરે છે.
- ગર્ભાવધિકાળ દરમિયાન ભૃણને પણ જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક ઍન્ટીબોડી પ્રાપ્ત થાય છે જે નિષ્ક્રિય પ્રતિકારકતાનાં કેટલાંક ઉદાહરણ છે.
2. ન્યુમોનિયા અને શરદી નો ફેલાવો અને તેના લક્ષણો વિસ્તૃત મા વર્ણવો
- સ્ટ્રેપ્ટોકોક્સ ન્યુમોની અને હીમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા જેવા જીવાણુ મનુષ્યમાં ન્યુમોનિયા પ્રેરવા માટે જવાબદાર છે.
- જે ફેફસાંમાંના વાયુકોષ્ઠો (હવાભરેલી કોથળીઓ) ને સંક્રમિત કરે છે.
- જેને પરિણામે વાયુકોષ્ઠો પ્રવાહીથી ભરાતા, શ્વસનસંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે.
- આ રોગનાં લક્ષણોમાં તાવ , ઠંડી, કફ અને માથું દુખવું વગેરે છે.
- તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીઓના નખ ભૂખરાથી વાદળી રંગના થઈ જાય છે.
- સ્વસ્થ મનુષ્યમાં તેનો ફેલાવો રોગિષ્ઠ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવેલાં બિંદુકો અથવા એરોસોલ્સ (વાયુવિલયો) શ્વાસ દ્વારા અંદર લેવાથી કે રોગિષ્ઠ વ્યક્તિનાં ગ્લાસ તેમજ વાસણોને વાપરવાથી થાય છે.
- ઘણા વાઇરસ પણ મનુષ્યમાં રોગકારક હોય છે. જેમાંનો એક સમૂહ રિહનો વાઇરસ, જે મનુષ્યમાં સૌથી વધુ સંક્રમિત રોગ સામાન્ય શરદી ફેલાવે છે.
- તે નાક અને શ્વસનમાર્ગને સંક્રમિત કરે છે. જ્યારે ફેફસાંને સંક્રમિત કરતાં નથી.
- તેનાં સામાન્ય લક્ષણોમાં નાક બંધ થવું અને તેમાંથી સ્ત્રાવ થવો, ગળું સુકાવવું, ઘસારો, કફ, માથું દુખવું, થાક લાગવો વગેરે, જે 3-7 દિવસ સુધી જોવા મળે છે.
- દર્દીની ખાંસી કે છીંક દ્વારા છીંક દ્વારા નીકળતાં બિંદુકો જ્યારે સ્વસ્થ વ્યક્તિ દ્વારા શ્વાસમાં અંદર લેવાથી કે પેન, પુસ્તક, પ્યાલો, દરવાજાના હેન્ડલ, કમ્યુટરનાં કી - બૉર્ડ કે માઉસ વગેરે દ્વારા પણ તેનો ફેલાવો થાય છે.
3. રીટ્રોવાયરસ નું સ્વયંજનન દર્શાવતી પ્રક્રિયા ફક્ત આકૃતિ દ્વારા સમજાવો
- કૅન્સર થવાનાં કારણો
- સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત નિયોપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ભૌતિક, રાસાયણિક અથવા જૈવિક કારકો દ્વારા થાય છે.
- કેન્સર ફેલાવતા કારકોને કૅન્સરજન્સ કહે છે.
- X- કિરણો અને ગામા કિરણો જેવાં આયનિક કિરણો અને UV જેવા બિનઆયનિક કિરણો DNA ને ઈજા કરે છે.
- તેમજ તેમને નિઓપ્લાસ્ટિકમાં ફેરવે છે.
- તમાકુના ધુમાડામાં રહેલ રાસાયણિક કૅન્સરજન પદાર્થો ફેફસાંમાં કેન્સર થવા માટે મુખ્ય રીતે જવાબદાર છે.
- કેન્સર પ્રેરતા વાઇરસને ઓન્કોજેનિક વાઇરસ કહે છે અને તેમના જનીનને વાઇરલ ઓન્કોજિન્સ
- આ ઉપરાં, સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજિન્સ અથવા પ્રોટો - ઓકોજિન્સ આવેલા છે.
- કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે ત્યારે સામાન્ય કોષોને તે કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે.
5. કેન્સરની સારવાર જણાવો
- કેન્સરની સારવાર માટે સામાન્યતઃ શસ્ત્રક્રિયા, વિકિરણ સારવાર અને પ્રતિકારકતા સારવારનો ઉપયોગ કરવામાં આવે છે.
- વિકિરણ સારવારમાં ગાંઠને ઘાતકરૂપે વિકિરણની સારવાર આપવામાં આવે છે, પરંતુ તેની આસપાસના સામાન્ય કોષોને ઈજા ન થાય તેની કાળજી રાખવામાં આવે છે.
- કેટલાંક રસાયણ ચિકિત્સક ઔષધો નો ઉપયોગ કૅન્સરગ્રસ્ત કોષોના નાશ માટે કરવામાં આવે છે.
- આમાંના કેટલાક ચોક્કસ ગાંઠ માટે નિશ્ચિત હોય છે.
- મોટા ભાગની દવાઓની આડઅસર હોય છે - જેવી કે, વાળ ઊતરવા, એનિમિયા વગેરે.
- મોટે ભાગે કૅન્સરમાં શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણની સંયુક્ત સારવાર આપવામાં આવે છે.
- ગાંઠના કોષો પ્રતિકાર તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે.
- માટે જ દર્દીઓને જૈવિક પ્રતિચાર રૂપાંતરકો કહેવાતા પદાર્થો જેવાં કે આલ્ફા - ઇન્ટરફેરોન આપવામાં આવે છે જેથી તેમનું પ્રતિકાર તંત્ર સક્રિય થાય છે અને આવી ગાંઠનો નાશ કરવામાં મદદરૂપ બને છે.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 4 માર્ક્સની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે
========================================
THANK YO SO MUCH MANISH SIR
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box