Type Here to Get Search Results !

Board Most IMP Question-2021 | પ્રકરણ - 8 - માનવ સ્વાસ્થ્ય અને રોગો | 2 માર્ક થિયરી (ભાગ 1)

0


NEET Biology Concept Material

NEET Biology Examination 

NEET Biology Tips

NEET Biology Study Material

Board Exam Most IMP theory

નમસ્તે મિત્રો તમે પ્રકરણ 6 ના 2,3 અને 4 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ - 8 - માનવ સ્વાસ્થ્ય અને રોગો જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય  છે એમાંથી 2, 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.

2 માર્કસ ની થિયરી

 1. એઇડ્સ ના ફેલાવા માટેના કારણો જણાવો 

  • ચેપી વ્યક્તિ સાથેના જાતીય સંબંધથી
  • દૂષિત રુધિર અને તેની નીપજોના ઉપયોગથી
  • ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સીરિંજને કે સોયનો ઉપયોગ નશાકારકો દ્વારા કરવાથી
  • રોગિષ્ઠ માતા ગર્ભસ્થ શિશુને જરાયુ દ્વારા સંક્રમિત કરવાથી
2. કયા કોષો HIV ના કારખાના તરીકે વર્તે છે ચેપી કોષમાં કેવી રીતે ચેપ લાગે છે તેના તબક્કાઓ જણાવો 
  • HIV ના કારખાના તરીકે મેક્રોફેજ -બૃહદ કોષો વર્તે છે.
  • વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી આ વાઇરસ મેક્રોફેજ- macrophages- બૃહદ્ ભક્ષક કોષમાં પ્રવેશે છે.
  • જ્યાં વાઇરસનું RNA જનીન દ્રવ્ય રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સુચકની મદદથી વાઇરલ DNA માં સ્વયંજનન પામે છે.
  • આ વાઇરલ DNA યજમાન કોષના DNA માં દાખલ થાય છે અને યજમાન કોષમાંથી સીધા જ વાઇરસના અણુઓ પેદા કરે છે. આમ, મેક્રોફેઝ વાઇરસ સર્જવાનું શરૂ કરે છે
  • આ રીતે તે HIV ના કારખાના તરીકે વર્તે છે . આ દરમિયાન, HIV મદદકર્તા T લસિકા કોષો ( T ) માં પ્રવેશે છે અને સ્વયંજનન પામી વાઇરસની સંતતિઓ સર્જે છે.
  • આ રીતે નવા સર્જાયેલા વાઇરસ રુધિરમાં મુક્ત થાય છે જે અન્ય મદદકર્તા T- લસિકા કોષો પર હુમલો કરે છે. આવું વારંવાર થવાથી ચેપી વ્યક્તિના શરીરમાં મદદકર્તા T- લસિકા કોષોની સંખ્યા ઘટે છે.
3. સમજાવો સ્વપ્રતિરક્ષા
  • ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં , સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતાનો આધાર સ્વજાત અને પરજાત, (ઉદાહરણ : રોગકારકો) વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા પર આધારિત છે.
  • જોકે હજી સુધી તેનો આધાર સમજી શક્યા નથી.
  • તેને બે ઉપસિદ્ધાંતો થી સમજી શકાય.
  • ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ પરજાત અણુઓ તેમજ પરજત સજીવોને અલગ પાડી શકે છે. મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ પાસા પર ચાલે છે.
  • કેટલીક વખત જનીનિક કે બીજા અજ્ઞાત કારણસર શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે , જેના પરિણામે શરીરને નુકસાન થાય છે. જેને સ્વપ્રતિરક્ષા રોગ કહે છે. સંધિવા એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે.
4. બે પ્રકારના પ્રતિચારના નામ આપી સમજાવો જે મનુષ્યના પ્રતિકાર સંબંધિત છે
  • જયારે આપણું શરીર પહેલી વાર કોઈ રોગકારકના સંપર્કમાં આવે છે ત્યારે તે પહેલો પ્રતિચાર આપે છે જેને નિમ્ન તીવ્રતાનો પ્રાથમિક પ્રતિચાર કહે છે.
  • ત્યાર બાદ તે જ રોગકારકનો સામનો થાય ત્યારે ઉચ્ચ તીવ્રતાનો દ્વિતીય કે સ્મૃતિ આધારિત અનિયમિત પ્રતિચાર  આપે છે.
  • આનો અર્થ એ થાય કે આપણા શરીરને પ્રથમ હુમલાની સ્મૃતિ છે.
  • પ્રાથમિક અને દ્વિતીય પ્રતિચાર આપણા રુધિરમાં હાજર રહેલા બે પ્રકારના લસિકાકોષો દ્વારા થાય છે B-લસિકા કોષો, T- લસિકા કોષો.
5. સાધ્ય ગાંઠ અને અસાધ્ય ગાંઠ વચ્ચે તફાવત સ્પષ્ટ કરો
  • સાધ્ય ગાંઠ - પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને તે શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી તથા તેમના દ્વારા થોડુંક જ નુકસાન થાય છે.
  • બીજી બાજુએ જોઈએ તો અસાધ્ય ગાંઠ  એ પ્રસર્જિત કોષો નો સમૂહ છે, જેને નિઓપ્લાસ્ટિક ગાંઠ કે ગાંઠ કોષો કહે છે. આ કોષો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી, આસપાસના કોષો પર હુમલો કરી તેમને હાનિ પહોંચાડે છે.
  • આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે સ્પર્ધા કરી તેમને ભૂખ્યા મારી નાંખે છે (સામાન્ય કોષોને આવશ્યક પોષક તત્ત્વોથી વંચિત રાખે છે).
  • આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવવાની શરૂ કરે છે.
  • અસાધ્ય ગાંઠનો આ રોગવ્યાપ્તિ નો ગુણધર્મ ખૂબ જ ભયજનક છે.

6. લસિકા ગાંઠ એ કેવી રીતે પ્રતિકારકતા આપે છે સમજાવો
  • લસિકા ગાંઠ લસિકાતંત્રમાં વિવિધ સ્થાને આવેલ નાની સખત રચના છે.
  • લસિકાગાંઠ લસિકા અને પેશીય જળમાં રહેલ સૂક્ષ્મ જીવો કે અન્ય ઍન્ટીજનોને જકડી રાખે છે.
  • લસિકા ગાંઠમાં પકડાયેલ ઍન્ટીજન ત્યાં રહેલ લિમ્ફોસાઇટને સક્રિય કરે છે અને આ લિમ્ફોસાઇટ પ્રતિકારક પ્રતિચાર આપે છે.
7. કોકેઈન નો સ્ત્રોત જણાવી એ કેવી રીતે મનુષ્યને અસર કરે છે વર્ણવો
  • કોકા આલ્કેલોઇડ અથવા કોકેઇન જે દક્ષિણ અમેરિકાની વનસ્પતિ કોકા (ઇરિથ્રોઝાયલમ  કોકા) માંથી મેળવવામાં આવે છે.
  • ચેતાપ્રેષક દ્રવ્ય ડોપામાઇનના વહનમાં ખલેલ પહોંચાડે છે. કોકેઇન જેને સામાન્ય કોક કે ક્રેક કહીએ છીએ, તેને નાસિકા વાટે લેવામા આવે છે.
  • તે મધ્યસ્થ ચેતાતંત્ર માટે ઉત્તેજક છે, જે ઉત્સાહની અનુભૂતિ કરાવે છે અને ઉર્જામાં વધારો કરે છે. તેની વધુ માત્રા ભ્રામકતા પ્રેરે છે.
8. એસ્કેરીઆસીસ કોના દ્વારા થાય છે અને તેના લક્ષણો જણાવો
  • કરમિયા જેવા ગોળકૃમિ અને વૃકેરેરિયા જેવા ફિલારીઅલ કૃમિ (હાથીપગાનું કૃમિ) મનુષ્યમાં રોગકારક છે.
  • આંત્રમાર્ગીય પરોપજીવી કરમિયું એ એસ્કેરીઆસીસ (કૃમિજન્ય રોગ) માટે જવાબદાર છે.
  • આ રોગનાં લક્ષણો- આંતરિક રક્તસ્રાવ, સ્નાયુમય દુખાવો, તાવ, એનીમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ છે.
  • ચેપગ્રસ્ત વ્યક્તિના મળ સાથે આ પરોપજીવીનાં ઈડાં બહાર આવે છે. માટી, પાણી તેમજ વનસ્પતિઓને દૂષિત કરે છે.
  • સ્વસ્થ વ્યક્તિમાં તેનો ફેલાવો આવા દૂષિત પાણી, શાકભાજી, ફળ વગેરેના સેવનથી થાય છે.
9. સ્વાસ્થ્ય ને વ્યાખ્યાયિત કરી વર્ણવો
  • તેનો  અર્થ માત્ર ‘ રોગની અનઉપસ્થિતિ ’ કે ‘ શારીરિક સ્વસ્થતા નથી '. તેને સંપૂર્ણપણે શારીરિક, માનસિક અને સામાજિક અર્થમાં લઈ શકાય.
  • જ્યારે લોકો સ્વસ્થ હોય છે ત્યારે તેઓ વધુ સક્ષમતાથી કામ કરી શકે છે
  • જેનાથી ઉત્પાદકતામાં વધારો થાય છે અને આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય છે.
  • સ્વાસ્થ આયુષ્ય વધારે છે તેમજ શિશુ અને માતાના મૃત્યુદરમાં ઘટાડો કરે છે.
  • સારું સ્વાસ્થ જાળવી રાખવા માટે સંતુલિત આહાર, વ્યક્તિગત સ્વચ્છતા અને નિયમિત વ્યાયામ, પણ ખૂબ જ અગત્યના છે.
10. આપણું સ્વાસ્થ્ય કયી બાબતોથી પ્રભાવીત થાય છે.
  • જનીનિક ખામીઓ - ખામીયુક્ત બાળકનો જન્મ થાય છે અને ખામીઓની અસરો જે બાળકને જન્મથી જ તેનાં માતાપિતા પાસેથી વારસામાં મળે છે.
  • ચેપ અને
  • આપણી જીવનશૈલી જેમાં ખોરાક જે આપણે ખાઈએ છીએ, પાણી જે આપણે પીએ છીએ, આરામ અને વ્યાયામ કે જે શરીરને આપણે આપીએ છીએ. આદતો, જે આપણે ધરાવીએ છીએ અથવા તેનો અભાવ હોય છે.

મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 3 અને 4 માર્ક્સની  થિયરી ના  પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad