Type Here to Get Search Results !

NEET Full Form ? | NEET ની પરીક્ષા કેમ? | NEET માર્કિંગ સિસ્ટમ

0


👉 NEET Biology Concept Material

👉 NEET Biology Examination 

👉 NEET Biology Tips

👉 NEET Biology Study Material 

નમસ્તે મિત્રો ઘણા લાંબા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછી રહ્યા છે કે સર નીટ (NEET) ની પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી આપો. તો મિત્રો જે વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધું છે અને એમાં જીવવિજ્ઞાન વિષય સાથે વિજ્ઞાન પ્રવાહ કરી રહ્યા છે અથવા જે વિદ્યાર્થીઓ હવે વિજ્ઞાન પ્રવાહ લેવાના છે એમના માટે આ પરીક્ષા અત્યંત ઉપયોગી છે અને  મહત્વની છે તો મિત્રો આ પરીક્ષા વિશે સંપૂર્ણ જાણકારી મેળવવી હોય આ આર્ટિકલ સંપૂર્ણ વાંચવો પડે. આ આર્ટિકલમાં લખેલા દરેક પોઇન્ટ ધ્યાનથી વાંચવા જેથી નીટ ની પરીક્ષા વિશે સંપૂર્ણ માહિતી મળી શકે

NEET નું પૂરું નામ - Full Form of Neet 

  • નીટ નું પૂરું નામ ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી હોતી કે NEET નું પૂરું નામ શું છે?  મિત્રો આપણે કોઈપણ પરીક્ષા આપતા હોઈએ આપણે એનું નામ તો ખબર હોવી જ જોઈએ, NEET નું  પૂરું નામ National Eligibility Cum Entrance Test છે 

નીટ ની પરીક્ષા કેમ? નીટ ની પરીક્ષાનું મહત્વ - Why NEET examination  and What is the importance of NEET examination? 

  • મિત્રો તમે જો વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લીધેલું છે અને જીવવિજ્ઞાન  વિષય પસંદ કરેલ છે તો મિત્રોની તમારા માટે અત્યંત મહત્વની પરીક્ષા છે આ પરીક્ષા ફરજિયાત નથી પણ મિત્રો જે વિદ્યાર્થીઓને મેડિકલ ક્ષેત્રમાં એડમિશન લેવું છે એટલે કે ડોક્ટર બનવું છે એમણે આ પરીક્ષા ફરજિયાત આપવાની રહેશે. અને ફક્ત આપવાની જ નહીં પણ એમાં યોગ્ય માર્ક સાથે ઉત્તીર્ણ થવાનું રહેશે. જો તમે આ પરીક્ષામાં સારા માર્ક મેળવો છો તો તમને સરળતાથી મેડિકલ ક્ષેત્રના કોઈપણ અભ્યાસક્રમ માં એડમીશન મળી જશે આ પરીક્ષા દ્વારા મેડિકલ ક્ષેત્રના અભ્યાસક્રમો જેવાકે MBBS, BHMS, BAMS વગેરે જેવા અભ્યાસક્રમોની અંદર પ્રવેશ મેળવી શકો છો અને પોતાની કારકિર્દી સારી બનાવી શકો છો
નીટ ની પરીક્ષામાં માર્કિંગ સિસ્ટમ - Marking System of Neet Examination

  • નીટની પરીક્ષા જો તમે આપવાના હોવ તો તમને એની માર્કેટિંગ સિસ્ટમ વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ અને એટલા માટે જરૂરી છે કારણકે તમને જો એ ખબર હશે તો તમે સારી રીતે તૈયારી કરી શકશો અને પ્રેક્ટિસ કરી શકશો જેથી કરીને પરીક્ષા ની અંદર ક્યારેય પણ તકલીફ પડશે નહીં અને સરળતાથી પરીક્ષા આપી શકશો અને યોગ્ય સમય મર્યાદા માં પેપર પણ પૂરું કરી શકશો. નીટ (NEET) નુ પેપર કુલ 720 માર્ક નું આવશે જેમાં જીવવિજ્ઞાન 50% અને રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના બંને ભેગા થઈને 50% ભારણ હોય છે એટલે કે મિત્રો 720 માંથી જીવવિજ્ઞાનના 360 માર્ક અને રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન બંનેના 360 માર્કસ હોય છે એટલે જે  જીવવિજ્ઞાનના 90 પ્રશ્નો, રસાયણ વિજ્ઞાનના 45 પ્રશ્નો અને ભૌતિક વિજ્ઞાનના 45 પ્રશ્નો હોય છે. મિત્રો અત્યંત જાણવા જેવી વાત એ છે આ પરીક્ષા ની માર્કિંગ સિસ્ટમ માં માઇનસ સિસ્ટમ પણ છે. દરેક સાચાં પ્રશ્નનો નો 4 માર્કસ એટલે કે મિત્રો જો તમારો એક પ્રશ્ન સાચો પડે છે તો તમને એના 4 માર્કસ મળશે અને ખોટો લખો છો તો એ પ્રશ્નનો એક માર્કસ માઇનસ થશે.  તમે પ્રશ્ન લખતા નથી એટલે કે એમાં જવાબ છોડી દો છો તો એનો એક પણ માર્કસ  માઇનસ થશે નહીં થાય પણ જો તમે લખો છો અને એ પ્રશ્ન ખોટો પડે છે તો જેટલાં માર્કસ આવ્યા છે  જેટલાં પ્રશ્નો ખોટા પડ્યા છે એટલા માર્કસ માઇનસ થશે.
  • ચાલો ઉદાહરણ સાથે સમજીયે પેલી કન્ડિશન જેમાં તમે પ્રશ્ન ખોટો લખો તો કેવી રીતે માઇનસ થાય દા.ત કુલ 4 પ્રશ્નો પરીક્ષામાં છે તો કુલ માર્કસ 16 થાય એક પ્રશ્નનના 4 માર્કસ છે માટે હવે તમે પરીક્ષામાં 3 સાચાં જવાબ પૂર્યા છે અને એક ખોટો પૂર્યો છે તો 3 સાચાં પૂર્યા એના માર્કસ 12 એટલે કે 3 × 4=12 આવશે પણ તમે એક પ્રશ્ન ખોટો પૂર્યો છે જેથી 12 માર્કસ માંથી 1 માઇનસ થશે એટલે 12-1= 11 એટલે તમારા આ પરીક્ષામાં 11 માર્કસ આવશે એટલે દરેક ખોટો પ્રશ્નના 1 માર્કસ જેટલાં સાચાં માર્કસ આવ્યા હશે એમાંથી માઇનસ થશે.
  • બીજી કન્ડિશન માં જો તમે 3 પ્રશ્ન સાચાં લખ્યા છે એક પ્રશ્ન આવડતો નથી તો તે પ્રશ્ન છોડી દીધો એટલે એમાં રાઉન્ડ પૂર્યું નથી તો એ માઇનસ થશે નહિ એટલે કે તમને 3 પ્રશ્નોના 12 માર્કસ મળશે કુલ માર્ક 12 આવશે. આ પ્રમાણે તમારે કુલ 720 માર્કસ માં પણ ગણતરી કરવી
  • માટે મિત્રો નીટ પરીક્ષામાં (NEET EXAMINATION) માં જો ચોક્કસ જવાબ આવડતો હોય તોજ લખવો નહીતો છોડી દેવો જેથી માઇનસ ના થાય.

આશા છે કે તમને બધુજ સમજાઈ ચૂક્યું હશે અને હજી પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ માં પૂછી શકો છો હું એના પર આર્ટિકલ બનાવીશ.

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Subscribe and Follow For more knowledge of Biology & Motivation

It is also helpful for MCAT ( Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

Join With Me Just Click Hear

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad