Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
neet ug exam
neet exam
DPP -8
1. જલોત્સર્ગી ગ્રંથિ ક્યારે પાણીને પ્રવાહી સ્વરૂપે નિકાલ ક૨ે છે?
A. રાત્રિ દરમિયાન, બાષ્પીભવન ઝડપી હોય ત્યારે
B. દિવસ દરમિયાન, બાષ્પીભવન ઝડપી હોય ત્યારે
C. રાત્રિ દરમિયાન, બાષ્પીભવન ધીમું હોય ત્યારે
D. આપેલ એક પણ પરિસ્થિતિમાં જલોત્સર્ગી ગ્રંથિનું કાર્ય શક્ય નથી.
2. સૌથી ઓછો મૂળદાબ ક્યારે હોય છે?
A. બાષ્પોત્સર્જનનો દર અને પાણીના શોષણનો દર બંને વધારે હોય ત્યારે
B. બાષ્પોત્સર્જનનો દર અને પાણીના શોષણનો દર બંને ઓછા હોય ત્યારે
C. બાષ્પોત્સર્જનનો દર નીચો અને પાણીના શોષણનો દર વધારે હોય ત્યારે
D. બાષ્પોત્સર્જનનો દર ઊંચો અને પાણીના શોષણનો દર નીચો હોય ત્યારે
3. ભૂમિમાંથી જલવાહક સુધી પાણીના વહનનો માર્ગ ...
A. મૂળરોમ → બાહ્યક → અંતઃસ્તર → પરિચક્ર → આદિજલવાહિની → અનુજલવાહિની
B. મૂળરોમ → બાહ્યક → પરિચક્ર → અંતઃસ્તર →અનુજલવાહિની → આદિજલવાહિની
C. મૂળરોમ → બાહ્યક → આદિજલવાહિની → અન્નવાહક → અનુજલવાહિની
D. મૂળરોમ → મૂલાધિસ્તર → બાહ્યક → પરિચક્ર → અનુજલવાહિની → અન્નવાહક →
આદિજલવાહિની
4. પર્ણો પર પડતા સૂર્યપ્રકાશમાંથી ...
A. મોટો ભાગ પ્રકાશસંશ્લેષણમાં અને બાકીનો ભાગ બાષ્પો- ત્સર્જનમાં વપરાય.
B. અલ્પ ભાગ પ્રકાશસંશ્લેષણમાં વપરાય અને બાકીનો ભાગ પરાવર્તન પામે.
C. અલ્પ ભાગ પ્રકાશસંશ્લેષણમાં અને બાકીનો ભાગ બાષ્પોત્સર્જનમાં વપરાય.
D. અલ્પ ભાગ બાષ્પોત્સર્જનમાં વપરાય અને બાકીનો ભાગ પરાવર્તન પામે.
5. બાષ્પોત્સર્જનની ક્રિયામાં
A. પ્રકાશ-ઊર્જાનું રાસાયણિક ઊર્જામાં રૂપાંતર
B. પ્રકાશ-ઊર્જાનું ઉષ્મા-ઊર્જામાં રૂપાંતર
C. પ્રકાશ-ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર
D. પ્રકાશ-ઊર્જાનું ગતિ-ઊર્જામાં રૂપાંતર
6. ચોમાસામાં લાકડાનું બારણું ફૂલી જાય છે. તે માટે જવાબદાર ઘટના ...
A. ઊર્ધ્વવહન
B. અંતઃચૂષણ
C. સાનુકૂલિત વહન
D. રસનિઃસંકોચન
7. વિધાન A: મૂળના કોષોની જલક્ષમતા પર્ણના કોષો કરતાં ઓછી હોય છે.
કારણ R : મૂળના કોષોમાં દ્રવ્યોનું સંકેન્દ્રણ વધારે હોય છે. વિધાન A અને કારણ R માટે યોગ્ય વિકલ્પ કયો છે?
A. A અને R બંને સાચાં અને R એ Aની સાચી સમજૂતી છે.
B. A અને R બંને સાચાં છે, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.
C. A સાચું અને R ખોટું છે.
D. A અને R બંને ખોટાં છે.
8. વિધાન A : બિંદુસ્વેદનની ઘટના વહેલી સવારે જોવા મળે છે. કારણ R: બિંદુસ્વેદનનું કારણ મૂળદાબ છે.
વિધાન A અને કારણ R માટે યોગ્ય વિકલ્પ કયો છે?
A. A અને R બંને સાચાં અને R એ Aની સાચી સમજૂતી છે.
B. A અને R બંને સાચાં છે, પરંતુ R એ Aની સાચી સમજૂતી નથી.
C. A સાચું અને R ખોટું છે.
D. A અને R બંને ખોટાં છે.
9. સાચું વિધાન કયું છે?
A. C3 અને C4 વનસ્પતિઓમાં CO2 સ્થાપનની ક્ષમતા સરખી હોય છે.
B. C3 વનસ્પતિઓ કરતાં C4 વનસ્પતિઓમાં CO2 સ્થાપનની ક્ષમતા બમણી હોય છે.
C. C3 વનસ્પતિઓમાં C4 વનસ્પતિઓ કરતાં CO2 સ્થાપનની ક્ષમતા બમણી હોય છે.
D. CO2 સ્થાપન ક્ષમતા C3 વનસ્પતિઓમાં દિવસે વધારે અને C4 વનસ્પતિઓમાં રાત્રે વધારે હોય છે.
10. સુક્રોઝ માટે અસંગત વિકલ્પ કયો છે?
A. નૉન-રિડ્યુસિંગ શર્કરા
B. રાસાયણિક રીતે સ્થિર
C. અન્નવાહકમાં વહન પામતું કાર્બોદિ
D. સાથીકોષમાંથી ચાલનીનલિકામાં તેનું નિષ્ક્રિય વહન
÷÷÷÷÷÷÷÷÷÷ BEST OF LUCK ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷
=====================================================
ANSWER KEY
જવાબો
1.C, 2.D, 3.A, 4.C, 5.B, 6.B, 7.D, 8.A, 9. B, 10. D
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box