Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NCERT BASED NEET TEST | STD -12 | ટેસ્ટ - 84 | CHAPTER - 3
1. નીચેના માંથી ક્યાં અંતઃસ્ત્રાવો ગર્ભાવસ્થા દરમિયાન મુક્ત થાય છે? ( NCERT PAGE - 53)
1) HCG (2) HPL (3) ઇસ્ટ્રોજન (4) પ્રોજેસ્ટોજન્સ (5) રિલેકસીન
A. 1,2,3 B. 1,2,4 C. 1,2,5 D. 1,5,4
2. નીચેના માંથી ક્યાં અંતઃસ્ત્રાવો જટિલ ચેતા અંતઃસ્ત્રાવી પ્રક્રિયા દ્વારા પ્રેરીત થાય છે. ( NCERT PAGE - 55)
(1) ઇસ્ટ્રોજન્સ (2) ઓકસીટોસિન (3) પ્રોજેસ્ટોજન્સ (4) કોર્ટિસોલ
A. 1,2 B. 1,3 C. 1,4 D. A અને B બંને
3. શુક્રકોષો માટે શુ સાચું છે? ( NCERT PAGE - 48)
A. વધુ માં વધુ 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના તથા ઓછામાં ઓછા 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવે.
B. ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના તથા વધુ માં વધુ 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવે.
C. ઓછામાં ઓછા 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના તથા ઓછામાં ઓછા 40%શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવે.
D. વધુ માં વધુ 60% શુક્રકોષો સામાન્ય આકાર અને કદના તથા વધુ માં વધુ 40% શુક્રકોષો શક્તિશાળી હલનચલન દર્શાવે.
4. ગ્રાફિયન પુટિકા તૂટવાથી અંડપિંડમાંથી............... મુક્ત થાય છે. ( NCERT PAGE - 49)
A. પ્રાથમિક પૂર્વ અંડકોષ
B. આદિ અંડકોષ
C. દ્વિતિય પૂર્વ અંડકોષ
D. જનન માતૃકોષ
5. પુખ્ત ગ્રાફિયન પુટિકાઓ સામાન્ય રીતે તંદુરસ્ત માદા સ્ત્રીના અંડપિંડના આ દિવસો માં હોય...... ( NCERT PAGE - 50)
A. ઋતુચક્ર નાં 24 થી 28 દિવસો માં
B. ઋતુચક્ર નાં 18 થી 23 દિવસો માં
C. ઋતુચક્ર નાં 11થી 17 દિવસો માં
D. ઋતુચક્ર નાં 5થી 8 દિવસો માં
6. મનુષ્ય માં આશરે શુક્રપિંડીય ખંડીકાઓ કુલ કેટલી શુક્રોત્પાદક નલિકાઓ ધરાવે છે ( NCERT PAGE - 43)
A. 700 B. 750 C. 1002, D. 250
7. પેક્ટોરીયલ મેજર સ્નાયુ ક્યાં આવેલા હોય છે. ( NCERT PAGE - 46)
A. પેરીમેટ્રીયમ B. માયોમેટ્રિયમ C. મુખ્ય ભગોષ્ઠ D. સ્તન ગ્રંથિ
8. સ્ત્રીમાં કયું જાડુ સ્તર અરેખિત સ્નાયુ નું બનેલું હોય છે ( NCERT PAGE - 46)
A. પેરીમેટ્રીયમ B. માયોમેટ્રિયમ C. એન્ડ્રોમેટ્રિયમ D. મોન્સ પ્યુબીસ
9. નીચેનામાંથી સાચો ક્રમ જણાવો ( NCERT PAGE - 47)
A.સ્તન ખંડો - સ્તન કુપિકા - સ્તન વાહિની - દુગ્ધ વાહિની
B.સ્તન ખંડો - સ્તન નલિકા - સ્તન તુમ્બિકા - દુગ્ધ વાહિની
C. સ્તન ખંડો - સ્તન કુપિકા - સ્તન નલિકા - સ્તન વાહિની - સ્તન તુમ્બિકા - દુગ્ધ વાહિની
D. સ્તન ખંડો - સ્તન કુપિકા - સ્તન વાહિની - સ્તન નલિકા - સ્તન તુમ્બિકા - દુગ્ધ વાહિની
10.પ્રાથમિક પુટિકાઓ ક્યારે વિઘટન પામે છે.( NCERT PAGE - 48)
A. જન્મ પહેલા B. તરુણાવસ્થા બાદ C. જન્મથી યૌવનારંભ દરમિયાન D. ફલન બાદ
11. જરાયુ દ્વારા ઉત્પ્ન્ન થતા અંતઃ સ્રાવો કયા છે? ( NCERT PAGE - 53)
A. હ્યુમન કોરિઓનિક ગોનેડોટ્રોફીન B. રિલેકસીન C. કોર્ટિસોલ D. A અને B બંન્ને
12. કયા કોષો ભ્રુણમાં બધી જ પેશીઓ અને અંગોનું નિર્માણ કરે છે. ( NCERT PAGE - 53)
A. પોષકકોષો B. ભૃણીય દંડીય કોષો C. સરટોલી કોષો D. ભ્રુણ નાં બધાજ કોષો માંનો કોઈ પણ કોષ.
13. પુટિકીય તબક્કા દરમિયાન કયા અંતઃસ્ત્રાવ નું સ્તર નીચું જવાથી અંડપાત ક્રિયા થાય છે. ( NCERT PAGE - 50)
A. ઈસ્ટ્રોજન B. FSH ... C. LH D. બધાજ.
14. શુક્રકોષ જનન ની શરૂઆત યૌવનારંભની ઉંમરે કયા અંતઃસ્ત્રાવ નો સ્ત્રાવ માં વધારો થવાંથી, કઈ ગ્રંથિ અસરકારક બને? અને કયા બે અંતઃસ્ત્રાવોને ઉતેજે છે અનુક્રમ જણાવો. ( NCERT PAGE - 4)
A. ગોનેડોટ્રોપીન, હાઇપોથેલેમસ, પ્રોજેસ્ટેરોન અને ઈસ્ટ્રોજન
B.ગોનેડોટ્રોપીન, થાયમસ, રીલીઝીંગ અને સ્ટીમ્યુલેટિંગ
C.ગોનેડોટ્રોપીન, પિટ્યુટરી, લ્યુટીનાઈઝીંગ અંને ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ.....
D. ગોનેડોટ્રોપીન, શુક્રશાય, ટેસ્ટોસ્ટેરોન અને પ્રોજેસ્ટેરોન
15. ફલિતાંડ જયારે અંડવાહિનીના ઈથમસ દ્વારા ગર્ભાશય તરફ પસાર થતો હોય છે ત્યારે તેમાં સંવિભાજન શરુ થાય છે તેણે શું કહે છે. ( NCERT PAGE - 52)
A. વિખંડન....B. કોષ્ઠન C. પુનઃસ્થાપન D.ફલન
16.અંતઃકોષ સમૂહ કેટલાક વિશિષ્ટ કોષો ધરાવે છે જેને....... કોષો કહે છે. ( NCERT PAGE - 53)
A. સ્ટેમ કોષો ... B. પોષક કોષો C. ગર્ભ કોષ્ઠી કોષો D. મોરૂલા કોષો.
17. ગર્ભાવસ્થા માં કેટલા દિવસે બાળક નું શરીર સૂક્ષ્મ વાળથી ઘેરાયેલ છે. ( NCERT PAGE - 54)
A.200 B.175 C.168. D.194
18. પ્રાથમિક પૂર્વ અંડકોષ માં રંગસૂત્ર ની સંખ્યા 46 હોય તો જયારે શુક્ર કોષ થી અંડકોષ નુ ફલન થવાનું હોય તે સમયે દ્રિતીય પૂર્વ અંડકોષ માં રંગસૂત્રોની સંખ્યા શુ હશે ( NCERT PAGE - 49)
A. 23 જોડ B. 23. C.46 D અને C બંને
19. વિકાસશીલ કાર્પસ લ્યુટીયમ ક્યાં તબક્કા માં જોવા મળે છે ( NCERT PAGE - 50)
A. ઋતુસ્ત્રાવ B. પ્રસર્જિત તબક્કો C. સ્રાવી તબક્કો D. પુટિકીય તબક્કો
20. ભ્રુણ ની અંદર અને બહાર પદાર્થોનું વહન અને ઓક્સિજન, પોષક ઘટકો પુરા પાડવાનું બંન્ને ક્રિયાઓ અનુક્રમે. ( NCERT PAGE - 53)
A. જરાયુ અને ગર્ભનાળ દ્વારા B. ગર્ભનાળ અને જરાયુ C. ફક્ત ગર્ભનાળ D. ફક્ત જરાયુ.
1.C, 2. D, 3.C, 4.C, 5. C, 6.B, 7.D, 8.B, 9.C, 10.C, 11.A, 12. B, 13.B, 14.C, 15.A, 16. A, 17.C, 18. B, 19. C, 20. B,
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box