BIOLOGY NEET MATERIAL IN GUJARATI
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
વનસ્પતિ પેશીની અંતઃસ્થ રચના | સરળ સ્થાયી પેશી | Biology NEET Material | Manish Mevada
- પ્રાથમિક અને દ્વિતીય વર્ધનશીલ પેશી એમ બંનેના કોષો વિભાજનોને અનુસરી બનતા નવા કોષો રચના અને કાર્યની દૃષ્ટિએ વિશિષ્ટીકરણ પામી વિભાજન પામવાની ક્ષમતા ગુમાવે છે.
- આવા કોષો સ્થાયી કે પરિપક્વ ( mature ) કોષો તરીકે ઓળખાય છે અને સ્થાયી પેશીઓની રચના કરે છે .
- પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણ દરમિયાન , અગ્રીય વર્ધનશીલ પેશી એ અધિસ્તરીય પેશીઓ, આધાર પેશીઓ અને વાહક પેશીઓ ઉત્પ્ન્ન કરે છે
- ( 1 ) સરળ સ્થાયીપેશી અને ( 2 ) જટિલ સ્થાયીપેશી
- એક જ પ્રકારના કોષથી બનેલી પેશીને સરળ સ્થાયીપેશી કહે છે . તે સમાન ઉત્પત્તિ અને કાર્યો ધરાવે છે .
- તેઓનું નામકરણ અને વર્ગીકરણ તેઓની રચના અને કાર્યોની લાક્ષણિકતાઓને આધારે કરવામાં આવે છે .
- મૃદુત્તક , સ્થૂલકોણક અને દઢોત્તક પેશી વનસ્પતિઓમાં વિવિધ સરળ પેશીઓ છે .
- મુદ્દતક પેશી અંગોની અંદર વિવિધ ઘટકો બનાવે છે . મુદ્દતક પેશીના કોષો સામાન્ય રીતે સમવ્યાસી છે .
- તેઓ આકારમાં ગોળાકાર , અંડાકાર , વર્તુળાકાર ,બહુકોણીય છે.
- તેઓની દીવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી છે.
- તેઓ ગાઢ રીતે સંકળાયેલા કે ઓછો આંતરકોષીય અવકાશ ધરાવે છે .
- મુદ્દત્તક પેશી એ પ્રકાશસંશ્લેષણ . સંગ્રહ અને સ્ત્રાવ ( secretion ) જેવા વિવિધ કાર્યો કરે છે .
- સ્થૂલકોણક પેશી એ દ્વિદળી વનસ્પતિનોમાં અધિસ્તરની નીચેના સ્તરોમાં આવેલી છે .
- તે એકસરખા સ્તરો કે ટુકડાનો માં જોવા મળે છે .
- તે ખૂણાઓ પર ખૂબ જ સ્થૂલન પરાવતા કોપોની બનેલી છે જે સેલ્યુલોઝ , હેમીસેલ્યુલોઝ અને પેક્ટિનની જમાવટ ને કારણે હોય છે.
- સ્થૂલકોણક કોષ અંડાકાર , વર્તુળાકાર કે બહુ કોણીય હોય છે અને ઘણીવાર હરિતકણો ધરાવે છે .
- આ કોષો હરિતકણો ધરાવતા હોય ત્યારે તેઓ ખોરાક સંચય કરે છે
- આંતર કોષીય અવકાશ ગેરહાજર છે .
- કુમળા ( તરુણ ) પ્રકાંડ અને પર્ણના પર્ણદંડ જેવા વનસ્પતિના વિકાસ પામતા ભાગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે.
- દઢોત્તક પેશી એ લાંબા . પાતળી અને લિગ્નિન થી સ્થૂલન પામેલી કોષદીવાલ યુક્ત , સાંકડા કોષોની બનેલી છે જે થોડા કે ઘણા ગર્તો ધરાવે છે .
- તેઓ સામાન્યતઃ મૃત અને જીવરસ વગરના છે .
- રચના . ઉત્પત્તિ અને વિકાસની વિવિધતાને આધારે દઢોત્તક પેશી એ બે પ્રકારની હોય છે. તંતુઓ કે અષ્ટિકોષો ( કઠકો ).
- તંતુઓ એ પાતળી દીવાલવાળા . લંબાયેલા અને અણીવાળા કોષો છે અને સામાન્ય રીતે વનસ્પતિના વિવિધ ભાગોમાં સમૂહોમાં આવેલા છે .
- અષ્ઠી કોષો ગોળાકાર , અંડાકાર કે નળાકાર છે અને ખૂબ જ સાંકડો અવકાશ ધરાવતા અતિશય સ્થુલિત મૃત કોષો છે
- તેઓ સામાન્યતઃ કાચલ ( કવચયુક્ત ફળ ) - ના ફલાવરણમાં, જામફળ, નાસપતિ, અને ચીકુ જેવા ફળોના ગર પ્રદેશમાં : શિમ્બિ વનસ્પતિઓના બીજાવરણમાં અને ચાના પર્ણોમાં જોવા મળે છે .
- દઢોતક પેશી અંગોને યાંત્રિક આધાર પૂરો પાડે છે .
=====================================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box