Type Here to Get Search Results !

વર્ધનશીલ પેશી | Biology NEET Material | Manish Mevada

0

BIOLOGY  NEET MATERIAL IN  GUJARATI 

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


વનસ્પતિ પેશીની અંતઃસ્થ રચના | વર્ધનશીલ પેશી | Biology NEET Material | Manish Mevada

  • અંતઃરચના શાસ્ત્ર - વનસ્પતિ ની અંતઃસ્થ રચનાઓનો અભ્યાસ
  • કોષો થી પેશીઓ અને પેશીઓથી અંગો જેવાકે ( પર્ણ, પ્રકાંડ, મૂળ, પુષ્પ ) અને અંગો થી અંગતંત્રો  જેવાકે ( મૂળ તંત્ર અને પ્રરોહતંત્ર ) અને અંગતંત્રો ની વનસ્પતિ બંને છે.
  • જેમાં મુખ્યત્વે વનસ્પતિની પેશીઓનો અભ્યાસ નીચે પ્રમાણે છે.
  • પેશી : સમાન ઉતપત્તિ , સમાન રચના અને સમાન કાર્યો દર્શાવતા કોષોનો સમૂહને પેશી કહે છે .
  • વનસ્પતિનો દેહ વિભિન્ન પ્રકારની પેશીઓથી બનેલ છે.
  • વનસ્પતિ દેહમાં રહેલી પેશીઓને વનસ્પતિપેશી કહે છે .
  • વનસ્પતિ પેશીઓને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરી શકાય છે :
  • ( 1 ) વર્ધનશીલ પેશી ( વર્ધમાન પેશી ) ( 2 ) સ્થાયી પેશી ( અવર્ધમાનપેશી )
વર્ધનશીલ પેશી ( વર્ધમાન પેશી ) ના ગુણધર્મો
  • કોષો સક્રીય રીતે વિભાજનશીલ હોય છે .
  • કોષો જીવંત અને ઘટ્ટ જીવરસથી ભરેલા હોય છે .
  • કોષો સમવ્યાસી, ચોરસ હોય છે .
  • આંતરકોષીય અવકોશ હોતો નથી અથવા નહિવત હોય છે .
  • કોષદીવાલ ખૂબ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે .
  • કોષકેન્દ્ર મોટું અને સ્પષ્ટ હોય છે . કોષમાં મોટી રસધાનીનો અભાવ હોય છે .
  • નાની કે ખૂબ સૂક્ષ્મ રસધાનીઓ હોઈ શકે છે .
  • કોષરસમાં હરિતકણો કે અન્ય રંગકણોનો અભાવ હોય છે .
  • માત્ર રંગહીન કણો હોય છે .
વર્ધનશીલપેશી ( વર્ધમાન પેશી ) ના પ્રકારો :
  • વર્ધનશીલ પેશી એટલે સક્રિય રીતે વિભાજન પામતા કોષોનો સમૂહ .
  • વનસ્પતિઓમાં વિવિધ પ્રકારની વર્ધનશીલ પેશીઓ આવેલી છે.
  • તેના સ્થાનને આધારે તેના ત્રણ પ્રકાર પડે છે :
  • ( 1 ) અગ્રસ્થ વર્ધનશીલ પેશી ( 2 ) આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી ( 3 ) પાર્ષીય વર્ધનશીલ પેશ

 અગ્રસ્થ વર્ધનશીલ પેશી

  • પ્રકાંડ અને મૂળના અગ્રસ્થ ભાગમાં આવેલી અને પ્રાથમિક પેશીનું નિર્માણ કરતી પેશીને અગ્રસ્થ વર્ધનશીલ પેશી કહે છે .
  •  આ વર્ધનશીલ પેશી વનસ્પતિની લંબ અક્ષની વૃદ્ધિ માટે જવાબદાર હોય છે .
  • પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ દરમિયાન પ્રકાંડ અગ્રમાં આવેલી વર્ઘનશીલ પેશીના અમુક કોષો નીચેની તરફ ગોઠવાઈ કક્ષીય કલિકાના નિર્માણ માટે જવાદાર હોય છે .
  • આવી કલિકાઓ પર્ણના કક્ષમાં આવેલી હોય છે , જે પુષ્ય કે શાખાના નિર્માણ માટે જવાબદાર છે .
આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી

  • આ પેશી ઘાસ ( એકદળી વનસ્પતિ ) સ્થાયી પેશીઓની વચ્ચે આવેલી વર્ધનશીલ પેશીને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કહે શાકાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા વનસ્પતિ ભાગોની જગ્યાએ પુનઃનિર્માણ પામતા ભાગોમાં જોવા મળે છે . અગ્રસ્થ અને વર્ષનશીલ પેશીઓ પ્રાથમિક વર્ધનશીલ પેશીઓ છે . કારણ કે તે વનસ્પતિ જીવનની શરૂઆતમાં વિકસી પ્રાથમિક વનસ્પતિદેહના પ્રાથમિક વનસ્પતિના નિર્માણમાં ભાગ લે છે
પાશ્વીય  વર્ધનશીલ પેશી :
  • ઘણી વાર વનસ્પતિઓના પ્રકાંડ અને મૂળના પરિપક્વ ભાગોમાં આવેલી વર્ધનશીલ પેશી કે જે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાય છે .
  • તેને  કહે છે .
  • પાશ્વીય વર્ધનશીલ પેશી હંમેશાં વૃક્ષની છાલની નીચે ત્વક્ષેધા  અને વાહિપુલમાં એધાસ્વરૂપે આવેલી હોય છે .
  • આ વર્ષનશીલ પેશીની સક્રિયતા દ્વિતીય વૃદ્ધિ માટે જવાબદાર છે.

=====================================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad