Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
NEET Practice Paper in Gujarati | STD -11 & 12 | ટેસ્ટ - 68 | સંપૂર્ણ અભ્યાસક્રમ
વર્ગક માટે નીચેનામાંથી શું સત્ય છે ?
A. વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ
B. વર્ગીકરણનો એકમ
C. બધાં જૂથોનો સમાવેશ કરતું મુખ્ય જૂથ
D. જુદા જુદા સ્તરે ગોઠવાયેલ સજીવનાં જૂથોનો દરજ્જો
ઘટતી જતી ભિન્નતાનો સાચો ક્રમ દર્શાવે છે
A. સૃષ્ટિ - વર્ગ - કુળ - જાતિ
B. જાતિ – કુળ - વર્ગ – સૃષ્ટિ
C. વર્ગ - સૃષ્ટિ- જાતિ - કુળ
D. જાતિ - વર્ગ - કુળ – સૃષ્ટિ
કવકસૂત્રની એક લાક્ષણિકતા કઈ છે ?
A. સ્વાવલંબી અને પરાવલંબી
B. એકકોષી અને બહુકોષી
C. પડદાયુક્ત અને પડદાવિહીન
D. આપેલ પૈકી એક પણ નહિ
આપેલી આકૃતિ માટે સંગત વિકલ્પ કયો છે ?
A. તંતુમય નીલહરિત લીલ - નોસ્ટોક
B. તંતુમય લીલી લીલ - સ્પાયરોગાયરા
C. માલા ગોલાણું - સ્ટ્રેપ્ટોકોકસ
D. કલિકાસર્જન - યીસ્ટ
નીચેનામાંથી એક લક્ષણ દ્ધિઅંગીના જન્યુજનક તબક્કામાં સાચું છે .
A. ગૌણ
B. સ્વયંપોષી
C. અલિંગી પ્રજનન માટે જવાબદાર
D. દ્વિતીય
નીચેનામાંથી એક વનસ્પતિજૂથ કે જે બીજાણુ અને વાહક પેશી ધરાવે છે ,પરંતુ બીજવિહીન છે .
A. ત્રિઅંગી
B. દ્વિઅંગી
C. અનાવૃત બીજધારી
D. લીલ
ફલન પછી કોણ બીજ અને ફળમાં પરિણમે છે ?
A. પરાગાસન અને પરાગાશય
B. અંડક અને બીજાશય
C. પુંકેસર અને પરાગવાહિની
D. પરાગરજ અને અંડક
પ્રાણીઓના વર્ગીકરણનો આધાર શાના પર છે
A. સ્તરીય આયોજન અને સમમિતિ
B. ગર્ભીય સ્તરો અને દેહકોષ્ઠ
C. સ્વરૂપ અને ખંડન
D , આપેલ તમામ
તે અમેરુદંડી , ત્રિગર્ભસ્તરીય અને દેહકોષ્ઠીમાં સમાવિષ્ટ થાય છે .
A. નેરીસ
B. કરમિયું
C . પ્લેનેરિયા
D. વાઉચેરિયા
પ્રકાંડની શાખા એટલે શું ?
A. કક્ષકલિકાની રૂપાંતરિત રચના
B. અગ્રકલિકાની રૂપાંતરિત રચના
C. બે ગાંઠ વચ્ચેની રૂપાંતરિત રચના
D. આંતરગાંઠની રૂપાંતરિત રચના
અવલંબન મૂળ ક્યાંથી સર્જાય છે ?
A. પ્રકાંડની સૌથી ઉપરની ગાંઠમાંથી
B. પ્રકાંડની નીચે તરફ આવેલ ગાંઠમાંથી
C. પ્રકાંડની આંતરગાંઠમાંથી
D. પ્રકાંડની અગ્રકલિકામાંથી
જો પ્રકાંડની છાલમાંથી ત્વક્ષેધા દૂર કરવામાં આવે , તો
A. વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ અટકે .
B. વનસ્પતિની લંબાઈ ઘટે .
C. વનસ્પતિની દ્વિતીય વૃદ્ધિ અટકે .
D. વનસ્પતિ સંપૂર્ણ જીર્ણતા અનુભવે .
ચાલનીપટ્ટિકામાં ચાલનીછિદ્ર સિવાય કયા પદાર્થનું વધુ સ્થૂલન હોય છે ?
A. લિગ્નિન
B. સુબેરિન
C. કાઇટિન
D. કેલસ
આંતરડાની અધિચ્છદીય રચનામાં સામાન્ય રીતે ઊંચા સ્તંભીય કોષો હોય છે . આ ગોઠવણી ઘણી સક્રિયતા ધરાવે છે , કારણ કે
A. તે પોલાણમાં મહત્તમ કોષો ખૂલે છે .
B. તે પોલાણમાં પ્રત્યેક કોષની મહત્તમ સપાટી ખૂલે છે .
C . તેમાં સ્તંભીય કોષો ઈજા સામે મહત્તમ ક્ષમતા ધરાવે છે .
D , માત્ર આ કોષો જ પાચક ઉન્ત્સેચકો ઉત્પન્ન કરે છે .
અધિચ્છદ પેશીના લક્ષણ માટે અસંગત વિધાન કયું છે ?
A. તે શરીરની બાહ્ય સપાટી તેમજ પોલાં અંગોની અંદરની સપાટીનું આવરણ રચે છે .
B. તેનું બાહ્યકોષીય દ્રવ્ય તેના કોષોની નીપજરૂપે છે .
C .તેના કોષો કોષીય આધારકલા પર ગોઠવાયા છે .
D. તે રક્ષણ, શોષણ અને સ્ત્રાવ કાર્ય માટે વિશિષ્ટીકરણ પામેલી હોય છે.
કોષવાદ મુજબ
A. બધા જ કોષ જીવંત હોય છે .
B. કોષનું નિર્માણ કોષવિભાજન દ્વારા થાય છે .
C. બધા જ કોષો સમભાજન દશવેિ છે
D. કોષો સજીવોના રચનાકીય એકમ છે
કઈ અંગિકા કોષાંતરીય પાચન સાથે સંકળાયેલી છે ?
A. રસધાની
B. હરિતકણ
C. લાયસોઝોમ્સ
D. ગોલ્ગીકાય
કૉલમ I અને II ની સાચી જોડ દશવિતો યોગ્ય વિકલ્પ પસંદ કરો
કોલમ I કૉલમ II
1. લાક્ષણિક પ્રાણીકોષ p . બહુકોષકેન્દ્રી
2. પેરામીશિયમ q. એક કોષકેન્દ્ર
3. માનવ રક્તકણ r . બે કોષકેન્દ્ર
4. વનસ્પતિ ભૃણપોષ s . કોષકેન્દ્રનો અભાવ
A. ( 1 - q ) , ( 2 - r ) , ( 3 - s ) , ( 4 - p )
B. ( 1 - r ) , ( 2 - q ) , ( 3 - p ) , ( 4 - s )
C. ( 1 - r ) , ( 2 - p ) , ( 3 - s ) , ( 4 - q )
D. ( 1 - p) , ( 2 - q ) , ( 3 - s ) , ( 4 - r )
ઍરોમેટિક એમિનો ઍસિડનું જૂથ શોધો .
A. ટ્રીપ્ટોફેન , ટાયરોસિન , ફિનાઇલ એલેનીન
B. વેલાઇન , લાયસિન , ગ્લાયસિન
C .સિસ્ટીન , મિથિઓનીન , પ્રોલાઇન
D. સેરિન , થ્રીઓનીન , આર્જિનીન
ગ્લુકોઝનુ સૂત્ર ઓળખો .
અકાર્બનિક દ્રવ્યોમાં કોનો સમાવેશ થાય છે ?
A. પાણી , ખનીજ તત્ત્વો
B. પાણી , ખનીજ ક્ષારો
C. પાણી , ખનીજ તત્ત્વો , ખનીજ ક્ષારો
D. ખનીજ તત્ત્વો , ખનીજ ક્ષારો
વૃદ્ધિ માટે ક્યાં પરિબળો જરૂરી છે ?
A. કોષોના જથ્થામાં વધારો થવો , જનીનદ્રવ્યો બેવડાવાં .
B. કોષોના જથ્થામાં વધારો થવો , સમાન જનીનદ્રવ્ય વિભાજન દ્વારા બાળકોષ મેળવે .
C. જનીનદ્રવ્ય બેવડાય અને જનીનદ્રવ્ય વિભાજન દ્વારા બાળકોષ મેળવે .
D. કોષોના જથ્થામાં વધારો થવો , જનીનદ્રવ્યો બેવડાવાં અને સમાન જનીનદ્રવ્ય વિભાજન દ્વારા બાળકોષ મેળવે .
કોષની અંદર થતાં શ્રેણીબદ્ધ ફેરફારોથી કોષવિભાજન અને કોષના દ્વિગુણનને પ્રેરે છે . " આ વિધાન સાથે નીચેના પૈકી કયો શબ્દ સુસંગત છે ?
A. કોષવિસ્તરણ
B. કોષચક્ર
C. કોષવિકાસ
D. કોષવિભેદન
સમભાજનને અંતે જ્યારે બાળકોષ કોષચક્રના G1 તબક્કામાં પ્રવેશે , ત્યારે તેમાં અને પિતૃકોષોમાં કઈ સમાનતા જોવા મળે છે ?
A. બાળકોષોમાં કોષરસીય જથ્થો અને DNA નો જથ્થો અડધો હોય છે .
B. બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય તેમજ DNA નો જથ્થો અડધો હોય છે .
C. બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે અને DNA નો જથ્થો અડધો હોય છે .
D. બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને DNA નો જથ્થો સમાન હોય છે
થિસલ ફર્નેલના પ્રયોગમાં અંતઃઆસૃતિ થવાથી
A. દાંડીમાં દ્રાવણ નિશાનથી નીચે ઊતરશે .
5. દાંડીમાં દ્રાવણ નિશાનથી ઉપર જશે .
C. બીકરમાં દ્રાવણની સપાટી વધશે .
D. બીકરમાં દ્રાવણની સપાટી અચળ રહેશે .
ક્યારે વાયુરંધ્રનું છિદ્ર ખૂલે ?
A. રક્ષકકોષોની અસ્થૂલિત દીવાલ બહિર્વલન પામે ત્યારે
B. રક્ષકકોષોની અસ્થૂલિત દીવાલ અંતર્વલન પામે ત્યારે
C. રક્ષકકોષોની સ્થુલિત દીવાલ બહિર્વલન પામે ત્યારે
D. રક્ષકકોષોની સ્થુલિત દીવાલ અંતર્વલન પામે ત્યારે
ટ્રાન્સએમિનેશનમાં એમિનો જૂથનો મુખ્ય દાતા
A. ગ્લુટેમિક ઍસિડ
B. આલ્ફા કિટોગ્લુટેરિક ઍસિડ
C. nlf જનીન
D. એમોનિયા
સાચી જોડ કઈ છે ?
A. ફૉસ્ફરસ - કેટલાક પ્રોટીન બંધારણમાં
B. કૅલ્શિયમ - કેટલાક ઉન્સેચકોની સક્રિયતા માટે
C. સલ્ફર - કેટલાક એમિનો ઍસિડના બંધારણમાં
D. આપેલ તમામ
વિધાન A : અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશનમાં પાણીનું વિઘટન થવું જરૂરી છે .કારણ R : PS - II માંથી મુક્ત થતા 4e- મૂળ દાતા સ્ત્રોત પાસે પાછા ફરતાં નથી . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું અને R ખોટું છે .
D. A ખોટું અને R સાચું છે.
કૅલ્વિનચક્ર માટે સંયોજનનો સાચો ક્રમ કયો છે ?
A. PGA → ટ્રાયોઝ ફૉસ્ફેટ → હેક્સોઝ ફૉસ્ફેટ → સ્ટાર્ચ
B. PEP→PGA → ટ્રાયોઝ ફૉસ્ફેટ→RuBP
C.રિબ્યુલોઝ 1 , 5 બાયફૉસ્ફેટ → 3 – ફૉસ્ફોગ્લિસરેટ → 3- ફૉસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ - RuBP
D. આપેલ પૈકી એક પણ નહીં
ગ્લાયકોલિસિસ દરમિયાન કયા સંયોજનમાંથી H20 મુક્ત થાય છે ?
A. ફૉસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ
B. 2 - ફૉસ્ફોગ્લિસરિક ઍસિડ
C. ફૉસ્ફોઇનોલ પાયરુવિક ઍસિડ
D. બાયફૉસ્ફોગ્લિસરિક ઍસિડ
ગ્લુકોઝ ના 1 અણુ માટે ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણથી કુલ કેટલા ATP બને ?
A. 6
B. 34
C. 28
D. 38
આપેલા સીગ્મોઇડ ગ્રાફમાં કઈ વૃદ્ધિ અવસ્થા દરમિયાન વર્ધમાન કોષોની પ્રવૃત્તિ બંધ થઈ જાય છે ?
A. X
B. y
C.z
D. આપેલ પૈકી એક પણ નહિ.
અગ્રીય પ્રભાવિતતા એટલે શું ?
A. નજીક રહેલી પાર્શ્વકલિકાઓ અગ્રકલિકાના વિકાસને ઉત્તેજે .
B. નજીક રહેલી પાર્શ્વકલિકાઓ દૂર થતાં અગ્રકલિકાનો વિકાસ ઉત્તેજાય .
C. અગ્રકલિકા દૂર થતાં પાર્શ્વકલિકાનો વિકાસ ઉત્તેજાય .
D. અગ્રકલિકા દ્વારા તેની નજીક રહેલી પાર્શ્વકલિકાનો વિકાસ અવરોધાય .
મુદ્રિકાસ્નાયુઓ ક્યાં આવેલા હોય છે ?
A. કંઠનળીમાં
B. નિજઠર વાલ્વમાં
C. અન્નનળીમાં
D. શેષાંત્રમાં
મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે છે , કારણ કે …
A. ખોરાક સાથે આવેલા બૅકટેરિયાનો ક્રમશઃ નાશ કરાય .
B. ખોરાકસંગ્રહ માટે વધારે જગ્યા પ્રાપ્ત થાય છે .
C.પાચિત ખોરાકના અભિશોષણ માટે વધારે વિસ્તાર પ્રાપ્ત થાય છે .
D. આપેલ પૈકી એક પણ નહીં
સામાન્ય રીતે શ્વસનમાં કઈ ક્રિયાનો સમાવેશ થાય છે ?
A. શ્વાસોચ્છવાસ
B. કોષીય સ્તરે અને ફુપ્ફુસીય સ્તરે શ્વસન વાયુઓની આપ - લે
C. ફેફસાં અને કોષો વચ્ચે રુધિર દ્વારા વાયુઓનું વહન
D. આપેલ તમામ
શ્વાસની ક્રિયામાં શું થાય છે ?
A . પાંસળીપીંજરનો વિસ્તાર વધે , ઉરોદરપટલ નીચે તરફ ખસે
B. પાંસળીપીંજરનો વિસ્તાર વધે , ઉરોદરપટલ ઉપર તરફ ખસે
C. પાંસળીપીંજરનો વિસ્તાર ઘટે , ઉરોદરપટલ ઉપર તરફ ખસે
D. પાંસળીપીંજરનો વિસ્તાર ઘટે , ઉરોદરપટલ નીચે તરફ ખસે
ક્ષેપકો સંકોચાય ત્યારે …….
A.O2 વિહીન રુધિર ફેફસાંમાં અને O2 યુક્ત રુધિર અંગોમાં ધકેલાય .
B. O2 વિહીન રુધિર ધમનીકાંડમાં અને O2 યુક્ત રુધિર ફુપ્ફુસ કાંડમાં ધકેલાય .
C. O2 વિહીન રુધિર ડાબા કર્ણકમાં અને O2 યુક્ત રુધિર જમણા કર્ણકમાં ધકેલાય .
D. O2 વિહીન રુધિર જમણા ક્ષેપકમાં અને O2 યુક્ત રુધિર ડાબા ક્ષેપકમાં ધકેલાય .
હૃદચક્રના તબક્કાનો સાચો ક્રમ કયો છે ?
A. કર્ણક સિસ્ટોલ - ક્ષેપક સિસ્ટોલ - સંયુક્ત ડાયેસ્ટોલ
B. સંયુક્ત સિસ્ટોલ - કર્ણક સિસ્ટોલ - ક્ષેપક ડાયેસ્ટોલ
C. કર્ણક સિસ્ટોલ - સંયુક્ત ડાયેસ્ટોલ - સંયુક્ત સિસ્ટોલ
D. ક્ષેપક ડાયેસ્ટોલ- કર્ણક ડાયેસ્ટોલ - ક્ષેપક ડાયેસ્ટોલ -કર્ણક સિસ્ટોલ
એન્ટિડાયયુરેટિક હોર્મોન ( ADH ) ….
A.પાણીનું પુનઃશોષણ વધારે છે .
B. પાણી વધારે મુક્ત કરે છે .
C. Na+ ના પુનઃશોષણમાં વધારો કરે છે .
D. યુરિયાનાં સંશ્લેષણમાં ઘટાડો કરે છે .
મૂત્રનિર્માણ એ સતત ચાલતી ક્રિયા છે , પરંતુ મૂત્ર ઉત્સર્જન સતત થતું નથી , કારણ કે …
A. મૂત્રવાહિની દ્વારા સતત મૂત્રવાહિનીમાં મૂત્ર આવતું નથી .
B. મૂત્રમાર્ગ બંધ હોય છે , જે ચોક્કસ સમયે ખુલ્લો થાય છે .
C. મૂત્રાશયનું મૂત્રમાર્ગમાં ખૂલતું છિદ્ર બંધ હોય છે , જે મૂત્રાશયમાં મૂત્ર ભરાવાને કારણે થતા સંકોચન અને દબાણથી ખૂલે છે .
D. સંગ્રહણનલિકામાં પણ મૂત્ર સંગ્રહાય છે .
જ્યારે સ્નાયુતંતુકખંડ સંકોચાય ત્યારે…..
A. માયોસિનના સૂક્ષ્મતંતુકો ઍક્ટિન સૂક્ષ્મતંતુકો પર સરકે છે.
B.ઍક્ટિનના સૂક્ષ્મતંતુકો માયોસિનના સૂક્ષ્મતંતુકો પર સરકે છે
C. ઍક્ટિન અને માયોસિન એકબીજાથી વિરુદ્ધ દિશામાં સરકે છે .
D. ઍક્ટિન અને માયોસિન સૂક્ષ્મતંતુકો બંને સ્થિર રહે છે .
સ્નાયુનું સંપૂર્ણ સંકોચન થાય ત્યારે સ્નાયુતંતુકખંડમાં...
A. A- બિંબ નાનું અને H- રેખા પાતળી થાય .
B. A- બિંબ ઘટ્ટ થાય અને H- રેખા અદશ્ય થાય .
C. I- બિંબ નાનું થાય અને H- રેખા પાતળી થાય .
D. I- બિંબ મોટું થાય અને H- રેખા અદશ્ય થાય .
વિધાન X : પુન : ધ્રુવીકરણ પછી તરત જ ચેતાની બંને બાજુએ આયનોનું અસંતુલન સર્જાય છે . વિધાન Y : પુન : ધ્રુવીકરણ દરમિયાન K+ આયનમાર્ગ ખૂલે છે અને K+ આયન રસસ્તરની અંદરની તરફ જાય છે . વિધાનો X અને Y માટે સાચો વિકલ્પ કયો છે ?
A. વિધાન X ખોટું છે અને વિધાન Y સાચું છે .
B. વિધાન X અને Y સાચાં છે અને વિધાન Y એ X નું સાચું કારણ નથી .
C.વિધાન X સાચું છે અને વિધાન Y ખોટું છે .
D. વિધાન X અને Y સાચાં છે અને વિધાન Y એ X નું સાચું કારણ છે.
નીચેનામાંથી સાચું વિધાન કયું છે ?
A. અવાજનાં મોજાં બાહ્ય પયૉવરણ માંથી બાહ્ય કર્ણમાં પ્રસરે ત્યારે . કર્ણનલિકા અવાજનાં મોજાંનો વધુ ધ્વનિ વિસ્તાર કરે છે .
B. અવાજનાં મોજાં બાહ્ય કર્ણમાંથી મધ્યકર્ણમાં પ્રસરે ત્યારે કર્ણપટલ અવાજનાં મોજાંનો વધુ ધ્વનિ વિસ્તાર કરે છે .
C. અવાજનાં મોજાં મધ્યકર્ણમાંથી અંતઃકર્ણમાં પ્રસરે ત્યારે કર્ણાસ્થિ અવાજનાં મોજાંનો વધુ ધ્વનિ વિસ્તાર કરે છે .
D. અવાજનાં મોજાં શંખિકામાંથી કોર્ટિકાયમાં પ્રવેશે ત્યારે અસ્થિકુહર અવાજનાં મોજાંનો વધુ ધ્વનિ વિસ્તાર કરે છે .
પ્રોજેસ્ટેરોન શું છે ?
A. પ્રોટીનના પાચન સાથે સંકળાયેલ ઉત્સેચક
B. ગર્ભાશયના સંકોચનની શરૂઆત સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવ
C. એમિનો ઍસિડ કે જે આલ્કેપ્ટોન્યૂરિયા માટે જવાબદાર છે .
D.ગર્ભાવસ્થાને ટકાવી રાખવા અને ગર્ભાવસ્થાની વૃદ્ધિ સાથે સંકળાયેલો અંતઃસ્ત્રાવ
ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ માટે નીચેનામાંથી શું સાચું છે ?
A.ઇન્સ્યુલિનથી વિરોધી અસર દશવિ છે .
B. ગ્લુકોઝનું ગ્લાયકોજનમાં રૂપાંતર કરે છે .
C. ડાયાબિટીસના દર્દીને અપાય છે .
D. સ્વાદુપિંડના બીટા - કોષો ઉત્પન્ન કરે છે .
થાઇરૉક્સિનનો વધુ સ્ત્રાવ સંલગ્ન અસર માટે કયો વિકલ્પ સાચો છે ?
A.રુધિરનું દબાણ અને શરીરનું તાપમાન બંને વધારે
B. રુધિરનું દબાણ અને શરીરનું તાપમાન બંને ઘટાડે
C. રુધિરનું દબાણ વધારે અને શરીરનું તાપમાન ઘટાડે
D. રુધિરનું દબાણ ઘટાડે અને શરીરનું તાપમાન વધારે
કોનીડિયા ધરાવતી વનસ્પતિ કઈ છે ?
A. યુલોથ્રિક્સ
B. પેનિસિલિયમ
C. ક્લેમિડોમોનાસ
D. ઉડોગોનિયમ
સંગત જોડ કઈ છે ?
A. અમીબા - પુનઃસર્જન
B. ક્લેમિડોમોનાસ – કોનિડિયા
C. હાઈડ્રા – અવખંડન
D. ફ્યુક્સ – સમબીજાણુ
નીચેના પૈકી ક્યું વિધાન વૈજ્ઞાનિક રીતે સાચું છે ?
A. નર જન્યુજનકમાંથી એક પુંજન્ય અને બે સહાયક કોષો ઉદ્ભવે છે
B. માદા જન્યુજનકમાં એક સિવાયના બધા કોષો દ્વિકીય ( 2n )
C. માદા જન્યુજનકમાં એક સિવાયના બધા કોષો એકકીય ( n ) હોય છે .
D. ભૂણપુટમાં ફલન ક્રિયા બાદ બધા કોષો દ્વિકીય ( 2n ) બને છે .
નીચેના પૈકી શામાં સ્વફલન અટકાવી શકાય , પરંતુ ગેઇટેનોગેમી નહીં ?
A. દિવેલા - વાયોલા
B. વાયોલા - કોમેલિના
C . દિવેલા - મકાઈ
D. અબુટી – પપૈયાં
બહુભ્રુણતા માટે કયું કારણ જવાબદાર છે ?
A. ભ્રુણપુટમાં એકથી વધુ અંડકોષ
B. સહાયક કોષમાંથી વધારાના ભૂણનું સર્જન
C. અંડકમાં બે ભૂણપુટનો વિકાસ
D. આપેલ તમામ
સ્વપરાગનયન ક્રિયા શેમાં થાય છે ?
A. એકલિંગી પુષ્પોમાં
B. એકસદની વનસ્પતિનાં એકલિંગી પુષ્પોમાં
C. A અને B બંને
D. દ્વિસદની વનસ્પતિનાં એકલિંગી પુષ્પોમાં
કોર્પસ લ્યુટિયમ ક્યારે બને છે ?
A. ફલન પછી
B. અંડપતન પહેલાં
C. ગર્ભસ્થાપન પછી
D. અંડપતન પછી
કયા અંતઃસ્ત્રાવ વડે ગર્ભાશય ઍન્ડોમેટ્રિયમ ચક્રીય ફેરફારો અનુભવે છે ?
A . FSH અને LTH
B. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન
C. LTH અને LH
D. ICSH અને LH
કઈ પ્રક્રિયા શુક્રકોષોનું વહન અંડવાહિની તરફ કરે છે ?
A. યોનિમાર્ગનું સંકોચન અને ગર્ભાશયની દીવાલનું સંકોચન
B. યોનિમાર્ગનું સંકોચન
C. ગર્ભાશયની દીવાલનું શિથિલન
D. ગર્ભાશયનું સંકોચન અને યોનિમાર્ગનું શિથિલન
જો પુરુષની શુકવાહિની ઑપરેશન ( શસ્ત્રક્રિયા ) દ્વારા કાપી તેના છેડા બંધ કરવામાં આવે , તો
A. વીર્યમાં શુક્રકોષોની ગેરહાજરી
B. વીર્યમાં શુક્રકોષો અચલિત
C. વીર્યમાં શુક્રકોષોની સંખ્યામાં ઘટાડો
D. વીર્યમાં મૃત શુકકોષોની હાજરી
સ્ત્રીની અંડવાહિની બંધ હોય અથવા પુરુષમાં શુક્રકોષો અત્યંત ઓછા ઉત્પન્ન થતા હોય ત્યારે અફળદ્રુપતાની સારવારમાં કઈ પદ્ધતિનો ઉપયોગ હિતાવહ છે ?
A. ZIFT
B. GIFT
C. TET
D. IVF
યોગ્ય જોડકાં જોડો :
કૉલમ I કૉલમ II.
1.શ્વાને પુષ્પ p . જનીનો અને રંગસૂત્રોની વર્તણૂક વચ્ચે સમાંતરતા હોય છે
2. મોર્ગન q . રુધિરજૂથ
3. સપ્રભાવિતા r. સહલગ્નતા અને પુનઃસંયોજન
4. સટન s. અપૂર્ણ પ્રભાવિતા ( પ્રભુતા )
A. ( 1-s ) , ( 2 -r ) , ( 3 - q ) , ( 4 - p ) .
B. ( 1 - q ) ,( 2 -r ) , ( 3 - s ) , ( 4 - p ) .
C. ( 1 - r ) , ( 2 -p ) , ( 3 - s ) , ( 4 - q ) .
D. ( 1 - r ) , ( 2 - q ) , ( 3 - p ) , ( 4 - s ) .
ZZZZZZZZZZZZZZZZZZZZZZZZZ
રંગઅંધતાની વાહક માતા અને સામાન્ય દષ્ટિ ધરાવતા પિતાનાં સંતાનોમાં રંગઅંધ પુત્રીઓની સંભાવના કેટલી ?
A.25 %
B.50 %
C.100 %
D. 0 %
વિધાન A : દરેક લક્ષણ પર અસર કરતા બે વૈકલ્પિક કારકોમાં એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય , મેન્ડલની આ સંકલ્પના હંમેશાં સાચી નથી .
કારણ R : અપૂર્ણ પ્રભુતામાં બંને વૈકલ્પિક કારકોની સંયુક્ત અસર જોવા મળે છે .
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને B બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને B બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું છે .
D. A ખોટું છે અને R સાચું છે .
નીચેના પૈકી સાચું વિધાન કર્યું છે ?
A. પ્રભાવી જનીન માત્ર તેની સમયુગ્મી સ્થિતિમાં વ્યક્ત થાય છે .
B. પ્રચ્છન્ન જનીન તેની સમયુગ્મી સ્થિતિમાં કે પ્રભાવી જનીનની ગેરહાજરીમાં અયુગ્મી સ્થિતિમાં વ્યક્ત થાય છે .
C. પ્રભાવી જનીન તેની વિષમયુગ્મી સ્થિતિમાં જ વ્યક્ત થાય છે .
D. પ્રચ્છન્ન જનીન તેની વિષમયુગ્મી સ્થિતિમાં વ્યક્ત થાય છે .
ઓપેરોન =..........
A. નિયામકી જમીન
B. પ્રમોટર જનીન
C . ઑપરેટ જનીન + બંધારણીય જનીન
D. આપેલ તમામ
એલિક જેફ્રીયસે વિકસાવેલ x નો ઉપયોગ ઝીણવટભરી તપાસ માટે કર્યો , જે y નો ઊંચો દર દશવેિ છે .
A. x- સેટેલાઇટ DNA , y -બહુવિવિધતા
B. x - સંશ્લેષિત DNA , y - પુનરાવર્તિત ક્રમ
C. x – કોષરસીય DNA , y – ડાયજેશન
D. X - રેડિયો - ઍક્ટિવ DNA , y –પ્રયાંકન
સાચું વિધાન કર્યું છે ?
A. DNA ના બધા ખંડો પ્રોટીન નિર્માણમાં સંકેતન કરતા નથી .
B. કેટલાક DNA ખંડો નિયમનનું કાર્ય , જ્યારે બાકીના ખંડો DNA ના કમનું ઇન્ટરવિનિંગ કરે છે . C. DNA પાસે ટૂંકા પુનરાવર્તિત પામતા ક્રમ વ્યક્તિ માટે વિશિષ્ટ રૂપે જ હોય છે .
D. આપેલ તમામ
નીચે પૈકી કઈ આકૃતિ DNA ના સ્વયંજનનની સાચી રીત દર્શાવે છે ?
અનુકૂલિત પ્રસરણ સિદ્ધાંત શાના પર આધારિત છે
A. વિવિધ અનુક્લનો પર
B , જનીન - પ્રવાહ પર
C. જનીન - વિચલન પર
D. ઉદ્રિકાસના પુરાવા પર
વિધાન A : વિકૃતિ અસ્તવ્યસ્ત અને દિશાહીન છે .
કારણ R : વિકૃતિ એ ઉદ્વિકાસનું કારણ છે .
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને B બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું છે .
D. A ખોટું છે અને R સાચું છે .
તરુણાવસ્થા .
A. યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થાને જોડનાર સેતુ છે
B. બાલ્યાવસ્થા અને કિશોરાવસ્થાને જોડનાર સેતુ છે .
C. બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનાર સેતુ છે .
D. શારીરિક અને માનસિક અવસ્થાને જોડનાર સેતુ છે .
વિધાન P : નવજાત શિશુ માટે માતાનું દૂધ ખૂબ આવશ્યક છે
વિધાન q : કૉલોસ્ટ્રમના સ્રાવમાં પુષ્કળ ઍન્ટિબૉડી હોય છે .
વિધાન P અને q માટે ક્યો વિકલ્પ સાચો છે ?
A. વિધાન P અને q બંને સાચાં છે .
B. વિધાન P અને q બંને ખોટાં છે .
C. વિધાન P સાચું અને વિધાન q ખોટું છે .
D. વિધાન P ખોટું અને વિધાન q સાચું છે .
નીચે આપેલ પૈકી કયું વિધાન બહિર્સકરણ સાથે સુસંગત છે
A. ઇચ્છિત જનીનોનું એકત્રીકરણ ન થાય .
B. હાનિકારક પ્રચ્છન્ન જનીનોનું એકત્રીકરણ
C. સમયુગ્મતામાં વધારો
D. એક જાતિના શ્રેષ્ઠ નરનું અન્ય જાતના શ્રેષ્ઠ માદા સાથે સંકરણ
નીચેના પૈકી IARI નું પૂરું નામ કયું છે
A. ઇન્ડિયન ઍર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
B. ઇન્ટરનૅશનલ એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
C. ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ
D. ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
A. ઔદ્યોગિક ક્ષેત્રે ઉન્સેચકો સૂક્ષ્મ જીવો દ્વારા ઉત્પાદિત કરવામાં આવે છે .
B. લૉન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવા માટે પ્રોટીએઝ વપરાય છે .
C. સૂક્ષ્મ જીવોની આથવણની ક્રિયા દ્વારા વિટામિન્સ બનાવાય છે .
D , પૉલિસ્પોરમ એક યીસ્ટ છે .
નીચે આપેલા પૈકી ક્યું વિધાન અસત્ય છે ?
A. એનાબીના સ્વયંપોષી સૂક્ષ્મ જીવ છે .
B. ડાંગરનાં ખેતરોમાં સાયનોબૅક્ટરિયા જૈવિક ખાતરનું ઉત્પાદન કરે છે .
C. બ્લ્યુંગ્રીન આલ્ગી જમીનમાં કાર્બનિક દ્રવ્યનો વધારો કરી આપે છે .
D. રાઇઝોબિયમ બૅન્ટેરિયા મુક્તજીવી છે .
EFB નો અર્થ થાય છે .
A. European Foundation of Biotechnology
B. European Foundation of Biology
C. European Federation of Biotechnology
D. European Federation of Biology
નીચેનામાંથી રિકોમ્બિનેશન ( પુનઃસંયોજન ) માટે અગત્યની જરૂરિયાત કઈ છે ?
A. DNA પૉલિમરેઝ
B. DNA લિગેઝ
C. DNA ની એકવડી શૃંખલા
D. આપેલ તમામ
રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ DNA ને ચોક્કસ સ્થાનેથી કાપે અને કોષીય DNA ને હાનિ થતી નથી , કારણ કે …
A. રિસ્ટ્રિક્શન ઉત્સેચકો સંવેદનશીલ સપાટી પ્રોટીનથી આચ્છાદિત છે .
B. રિસ્ટ્રિક્શન ઉન્સેચકો સંવેદનશીલ સપાટી ચોક્કસ ઉત્સેચકો ઉદીપનીય છે .
C . DNA નું ચોક્કસ સ્થાને અને ખૂબ જ મર્યાદિત જગ્યાથી વિભાજન કરે છે .
D. આપેલ તમામ
કેટલાક બૅક્ટરિયા Bt વિષના સ્ફટિકો પેદા કરે છે , પરંતુ બૅન્ટેરિયા સ્વયંને મારતા નથી , કારણ કે
A , બૅક્ટરિયા વિષ પ્રત્યે પ્રતિરોધી છે .
B. વિષ અપરિપક્વ હોય છે .
C .વિષ નિષ્ક્રિય હોય છે .
D. વિષ બૅક્ટરિયામાં વિશિષ્ટ કોષ્ઠનમાં આવરિત હોય છે .
ટ્રાન્સજનિક વનસ્પતિ એટલે
A. બીજી વનસ્પતિમાંથી દાખલ કરેલ જનીન .
B. બૅરિયા જેવા સજીવમાંથી દાખલ કરેલ જનીન .
C . વાઇરસ જેવા સજીવમાંથી દાખલ કરેલ જનીન .
D , આપેલ તમામ
જુદા જુદા સજીવોમાંના DNA ના ક્રમને જોડી નવા DNA ના ઉત્પાદનમાં કઈ તકનિક સાનુકૂળ છે ?
A. જનીન થેરાપી
B. પુનઃસંયોજિત DNA તકનિકી
C. પૉલિમરેઝ ઍન્ડ રિઍક્શન
D. જર્મલાઇન જનીન થેરાપી
મિશ્રક ટાંકી જેવભઠ્ઠી ની રચના તેના માટે આયોજિત કરવામાં આવી છે .
A. નીપજમાં પ્રિઝર્વેટીવ ઉમેરવા માટે
B. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ઑક્સિજનની ઉપલબ્ધતા
C . મિશ્રક ટાંકીમાં અજારક સ્થિતિની જાળવણી
D. નીપજના શુદ્ધીકરણ
કૃષિક્ષેત્રે પેસ્ટ - નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણ -પદ્ધતિ શાના આધારિત છે ?
A. સ્પર્ધા
B. બહિ : સ્થાનાંતર
C. પ્રજનન
D. ૫રભક્ષણ
નીચેના પૈકી સજીવની કઈ બાબત પર્યાવરણનાં પરિબળોને મુલતવી રાખવાની ગણી શકાય ?
A. પ્રતિકૂળ અને તાણ પેદા કરતા રહેઠાણથી દૂર ખસવું
B. જાડી દીવાલ ધરાવતા બીજાણુસર્જન
C. આંતરિક પર્યાવરણને એકધારું ન રાખવું
D. દેહધાર્મિક રીતે સમસ્થિતિ જાળવવી
ક્રમિક પોષક સ્તરે શક્તિનું પ્રમાણ શા માટે ઘટે છે ?
A. દરેક સ્તરે સૌરઊર્જા મળતી નથી .
B. પ્રત્યેક રૂપાંતર દરમિયાન ઉષ્મા સ્વરૂપે શક્તિ ગુમવાય છે .
C. પ્રત્યેક રૂપાંતર દરમિયાન શક્તિનો જથ્થો અચળ રહે છે .
D , શક્તિ માટે સજીવો આંતરસંબંધ દશવેિ છે .
અનુક્રમણ માટેની પ્રાથમિક જરૂરિયાત કઈ છે ?
A. સજીવસમૂહનું નિર્માણ
B. વસવાટવિહીન સ્થાનની પ્રાપ્તિ
C. સજીવોમાં ઉત્કાંતિપ્રક્રમ
D. પર્યાવરણીય પરિબળોની અસરમાં ફેરફાર
જાવાન , બાલી અને કાસ્પિયન માટે શું સાચું છે ?
A. તેઓ વાઘની વિલોપન પામેલ ઉપજાતિઓ છે .
B. તેઓ વાઘની નાશ પામેલ પ્રજાતિઓ છે .
C. તેઓ વાઘની સંરક્ષિત ઉપજાતિઓ છે .
D. તેઓ સી કાઉની નાશ પામેલ જાતિઓ છે
નીચેનામાંથી કયું આપણા દેશની સૌથી વધુ વિવિધતા બતાવે છે ?
A. સુંદરવન અને રન ઑફ કચ્છ
B. પૂર્વીય ઘાટ અને પશ્ચિમ બંગાળ
C. પૂર્વીય હિમાલય અને પશ્ચિમઘાટ
D. કેરલ અને પંજાબ
જલીય વસવાટમાં સુપોષકતાકરણનું પરિણામ કયું છે ?
A. દ્રાવ્ય પોષક દ્રવ્યોનો ઘટાડો
B. દ્રાવ્ય એમોનિયાના પ્રમાણમાં ઘટાડો
C. દ્રાવ્ય CO2 ના પ્રમાણમાં ઘટાડો
D. દ્રાવ્ય O2 ના પ્રમાણમાં ઘટાડો
જવાબો
1.D, 2. A, 3.C, 4. A, 5.B, 6.A, 7.B, 8.D, 9. A, 10.A, 11.B, 12.C, 13.D, 14.A, 15.C, 16.D, 17.C, 18.A, 19.A, 20.D, 21.C, 22.D, 23.B, 24.C, 25.B, 26.D, 27.A, 28.D, 29.A, 30.C, 31.B, 32.B, 33.D, 34.D, 35.B, 36.C, 37.D, 38.A, 39.A, 40.A, 41.A, 42.C, 43.B, 44.B, 45.C, 46.C, 47.D, 48.A, 49.A, 50.B, 51.C, 52.C, 53.C, 54.D, 55.C, 56.D, 57.B, 58.A, 59.A, 60.D, 61.A 62.D, 63.A, 64.B, 65.C, 66.A, 67.D, 68.D, 69.A, 70.B, 71.C, 72.A, 73.D, 74.C, 75.B, 76.D, 77.C, 78.D, 79.C, 80.C, 81.D, 82.B, 83.B, 84.D, 85.B, 86.B, 87.B, 88.A, 89.C, 90.D
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box