Type Here to Get Search Results !

NEET | GUJCET TEST | STD -12 | ટેસ્ટ - 66 | CHAPTER - 5

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો -60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -240 3) ટેસ્ટ સમય - 60 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

NEET | GUJCET  TEST  | STD -12  | ટેસ્ટ - 66 | CHAPTER - 5


1.    વિશ્લેષણનો નિયમ કોના દ્વારા પુનઃસંશોધિત થયો ?
A. દ  - વ્રિઝ 
B. કોરેન્સ
C. શૈરમાર્ક
D. આપેલ તમામ

2.    મેન્ડલે કાર્ય કરેલ સજીવ ?
A. લેથિરસ
B. ડ્રોસોફિલા
C. પીસમ
D. આપેલ તમામ

3.    આનુવંશિકતાના અભ્યાસને
A.વનસ્પતિશાસ્ત્ર કહેવાય છે
B. પ્રાણીશાસ્ત્ર કહેવાય છે
C. જનીનવિઘો કહેવાય છે
D. જવરાસાયણિકશાસ્ત્ર કહેવાય છે

4.    કોને જનીનવિદ્યાના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?
A. બેટસન
B. જોહાનસેન
C. મોર્ગન
D. જ્હૉન મેન્ડલ

5.    ગ્રેગર હૉન મેન્ડલ ક્યા છોડ પર કાર્ય કર્યું હતું ?
A. વટાણા
B. મકાઈ
C. સૂર્યમુખી
D. ડાંગર

6.    AaBbCcDd જનીનસ્વરૂપ ધરાવતા હોય તેનાથી જુદા જુદા પ્રકારના કેટલા જન્યુઓ પ્રાપ્ત થાય છે ?
A. 4
B. 16
C. 64
D. 128

7.    બગીચાના વટાણાનું વૈજ્ઞાનિક નામ શું છે ?
A. ઝિયા મેઇઝ
B. પીસમ સટાઇલમ
C. વીનિકા રોઝા
D. એલિયમ સેપા

8.    કયું રુધિરજૂથ સાર્વત્રિક દાતા તરીકે જાણીતું છે ?
A. A
B. B
C. AB
D. O

9.    ક્યા છોડ પરના પ્રયોગને આધારે અપૂર્ણ પ્રભાવિતાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો ?
A. મકાઈ
B. બગીચાના વટાણા
C. મિરાબિલિસ જલાપા
D. સૂર્યમુખી

10.    અપૂર્ણ પ્રભાવિતાનો ગુણોત્તર કયો છે ?
A. 3 : 1
B. 9 : 3 : 3 : 1
C. 1 : 2 : 1
D. 3 : 3 : 2

11.    માનવમાં કેટલાં રુધિરજૂથો આવેલાં છે ?
A. 1
B. 2
C. 3
D. 4

12.    દ્વિસંકરણનો ગુણોત્તર શું છે ?
A. 1 : 3
B. 1 : 2 : 1
C. 9 : 3 : 3 : 1
D. 3 : 3

13.    કસોટી સંકરણનું  F1 પેઢીનું પરિણામ 1 : 1 પ્રમાણ દર્શાવે તો બેમાંનો એક સજીવ કેવાં જનીન ધરાવતો હોવો જોઈએ ?
A. બંને પ્રભાવી
B. બંને પ્રચ્છન્ન
C. હાઇપોસ્ટેટિક
D. મિશ્ર

14.    પશુની ત્વચા પર અડધા જેટલા ભાગમાં કાળા વાળ હોય અને બાકીના અડધા ભાગમાં સફેદ વાળ હોય તેવી જનીનિક ઘટનાને શું કહેવાય ?
A. સહપ્રભુતા
B. અપૂર્ણ પ્રભુતા
C. એપિસ્ટેસિસ
D. વિશ્લેષણ

15.   F1 , સંતતિઓ કોઈ લક્ષણ બાબતમાં બંને પિતૃઓ જેવું સ્વરૂપ ન ધરાવતા વચગાળાની સ્થિતિ દર્શાવે , તો તેવી જનીનિક ઘટનાને શું કહેવાય ?
A. એપિસ્ટેસિસ
B. વિશ્લેષણ
C. અપૂર્ણ પ્રભુતા
D. સમપ્રભાવિતા છે

16.    Plsum sativum L. આની એક જાતિનું નામ છે .
A. મરઘાં
B. ગુલબાસના છોડ
C. માછલી
D. વટાણાના છોડ

17.    AB રુધિરજૂથ ધરાવતી વ્યક્તિના રુધિરરસમાં
A. ઍન્ટિબૉડી a આવેલું છે
B. ઍન્ટિબૉડી b આવેલું છે
C . ઍન્ટિબૉડી a અને b બંને આવેલાં છે
D. ઍન્ટિબૉડી હોતાં નથી .

18.    માતાનું રુધિરજૂથે 0 હોય અને સંતાનનું રુધિરજૂથ O હોય તો પિતામાં કર્યું રુધિરજૂથ હોઈ શકે નહીં ?
A. A
B. B
C. O
D. AB

19.    નીચે આપેલો ક્યો વિકલ્પ અનુક્રમે અપૂર્ણ પ્રભુતા અને બહુજનીનિક વારસાના ઉદાહરણ સૂચવે છે ?
A. માનવીનું રુધિરજૂથ અને માનવી ચામડીનો રંગ
B. લેથિરસ ઓડોરેટ્સ અને ડ્રોસોફિલામાં અવશિષ્ટ પાંખ
C. ડ્રોસોલિાનો રંગ અને માનવીનું રુધિરજૂથ
D. મિરાબિલિસ જલાપા અને માનવીની ચામડીનો રંગ

20.    જો AB રુધિરજૂથ ધરાવતી બે વ્યક્તિ લગ્ન કરે અને તેઓને ઘણી મોટી સંખ્યામાં સંતતિ પ્રાપ્ત થાય , તો તેવી સંતતિઓને A , AB અને B રુધિરજૂથવાળા 1 : 2 : 1 ના પ્રમાણમાં વર્ગીકૃત કરી શકાય . પ્રોટીન ઇલેક્ટ્રોફોરેસિસની આધુનિક પદ્ધતિથી જાણી શકાય કે ' AB ' રુધિરજૂથવાળી વ્યક્તિઓમાં ' A ' અને ' B ' બંને પ્રકારના પ્રોટીનની હાજરી હોય છે . આ ઉદાહરણ.....
A. સહપ્રભાવિતા
B. અપૂર્ણ પ્રભાવિતા
C. આંશિક પ્રભાવિતા
D. પૂર્ણ પ્રભાવિતા છે

21.    કયા રુધિરજૂથની વ્યક્તિના રક્તકણની સપાટી પર કોઈ ઍન્ટિજન હોતો નથી , પરંતુ રુધિરરસમાં બંને પ્રકારના ઍન્ટિબૉડી હોય છે ?
A. રુધિરજૂથ - A
B. રુધિરજૂથ -B
C. રુધિરજૂથ – AB
D. રુધિરજૂથ – 0

22.   મેન્ડલે પ્રયોગ માટે પસંદ કરેલા વટાણાના છોડની પસંદગીમાં કર્યું લક્ષણ સંગત નથી ?
A. વટાણા છોડ સરળતાથી ઉછેરી શકાય છે
B. તેનાં પુષ્પો એકલિંગી , ફક્ત પરફલન દર્શાવે છે
C. તેના છોડ એકવર્ષાયુ અને મોટી સંખ્યામાં સંતતિનું નિમર્ણિ કરે છે
D. તેમાં દરેક લક્ષણની બે વિરોધાભાસી અભિવ્યક્તિ જોવા મળે છે

23.   કસોટી સંકરણ ( Test Cross ) એટલે
A. F1 પેઢીના સભ્યનું F1 પેઢીના સભ્ય સાથે આંતરસંકરણ
B. F 1 પેઢી સભ્યનું કોઈ પણ પિતૃ સાથે સંકરણ
C. F 1 પેઢીના સભ્યનું પ્રચ્છન્ન સમયુગ્મી પિતૃ સાથે સંકરણ
D. F 1 પેઢીના સભ્યનું પ્રભાવી સમયુગ્મી પિતૃ સાથે સંકરણ

24.    વિધાન A : દરેક લક્ષણ પર અસર કરતા બે વૈકલ્પિક કારકોમાં એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય , મેન્ડલની આ સંકલ્પના હંમેશાં સાચી નથી .
કારણ R : અપૂર્ણ પ્રભુતામાં બંને વૈકલ્પિક કારકોની સંયુક્ત અસર જોવા મળે છે . વિધાન A અને કારણ R માટે ક્યો વિકલ્પ સાચો છે ?

A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને B બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું છે .
D. A ખોટું છે અને R સાચું છે .

25.   વિધાન A : જન્યુઓ જે - તે લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ હોય છે .
કારણ R : જન્યુમાં જે - તે લક્ષણ માટેની સમયુગ્મી પ્રભાવી અથવા પ્રચ્છન્ન જનીન જોડ હોય છે . વિધાન A અને કારણ R માટે ક્યો વિકલ્પ સાચો છે ?

A. A અને B બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને B બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું છે .
D. A ખોટું છે અને R સાચું છે .

26.    કૉલમ 1 માં રુધિરજૂથ અને કૉલમ II માં તેને અનુરૂપ સંભવિત જનીનબંધારણ આપેલાં છે . બંનેની સાચી જોડ ધરાવતો વિકલ્પ જણાવો .
    કોલમ I        કૉલમ II
1.  A.             P. IAIB
2.  B              q. ii
3. AB             r. IAi
4. O               s. IBi

A. ( 1 - s ) , ( 2 -r ) , ( 3 - p ) , ( 4 - q )
B. ( 1 -r ) , ( 2 -s ) , ( 3 - p ) , ( 4 - q )
C. ( 1 - r ) , ( 2 - p ) , ( 3- ) . ( 4-2 )
D. આપેલ પૈકી એક પણ નહીં

27.મેન્ડલનું કાર્ય ક્યારે પુનઃપ્રકાશિત થયું ?
A. 1866
B. 1884
C. 1900
D. 1901

28.    મેન્ડલે સમજાવેલ આનુવંશિક્તાનો પ્રથમ નિયમ એટલે ...
A. લઘુતમનો નિયમ
B. વિશ્લેષણનો નિયમ
C. કારક મુક્ત વિશ્લેષણનો નિયમ
D. પ્રભુતાનો નિયમ

29.    મેડલના એકસંકરણ પ્રયોગનું સ્વરૂપ લક્ષી લક્ષણો નું પ્રમાણ
A. 3 : 1
B. 1 : 2 : 1
C. 1 : 2 : 3
D. 9 : 3 : 3 : 1

30.    Tt ઊંચા છોડ અને tt નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા પ્રાપ્ત નીચા છોડનું પ્રમાણ ..

A. 25 %
B. 50 %
C. 75 %
D. 100 %


31.    YyRr  જનીનબંધારણ ધરાવતા પીળા રંગ અને ગોળ બીજ ધરાવતા વટાણાના બે છોડ વચ્ચે સંકરણ કરાવતા YyRR અને YYrr જનીનબંધારણ ધરાવતા કેટલા છોડ મળે ?
A. 1 અને 2
B. 2 અને 3
C. 3 અને 3
D. 2 અને 2

32.    નીચેના પૈકી સાચું વિધાન કયું છે ?
A. પ્રભાવી જનીન માત્ર તેની સમયુગ્મી સ્થિતિમાં વ્યક્ત . થાય છે
B. પ્રચ્છન્ન જનીન તેની સમયુગ્મી સ્થિતિમાં કે પ્રભાવી જનીનની ગેરહાજરીમાં અયુગ્મી સ્થિતિમાં વ્યક્ત થાય છે .
C. પ્રભાવી જનીન તેની વિષમયુગ્મી સ્થિતિમાં જ વ્યક્ત થાય છે .
D. પ્રચ્છન્ન જનીન તેની વિષમયુગ્મી સ્થિતિમાં વ્યક્ત થાય છે

33.    વટાણામાં બીજના પીળા રંગ માટેનું જનીન Y અને લીલા રંગ માટેના જનીન y પર પ્રભાવી છે . તે જ રીતે ગોળ બીજ માટેનું જનીન R ખરબચડા બીજ માટેના જનીન r પર પ્રભાવી છે , તો Yurr x yyRr છોડ વચ્ચેના સંકરણમાં પિતૃપ્રકાર અને  પુનઃસંયોજિત પ્રકારની સંતતિનું પ્રમાણ કેટલું હશે ?
A. 1 : 1
B. 2 : 1
C. 3 : 1
D. 7 : 1

34.   YyRr જનીનબંધારણ ધરાવતા પીળા રંગના બીજ અને ગોળ બીજના સ્વરૂપલક્ષી લક્ષણ દર્શાવતા છોડમાં yr જનીન ધરાવતા જન્યુઓનું પ્રમાણ ..
A. 25 %
B. 50 %
C. 75 %
D. 100 %

35.    પ્રભાવી લક્ષણ ધરાવતો છોડ જનીનસ્વરૂપ દષ્ટિએ સમયુગ્મી કે વિષમયુગ્મી છે . તે નક્કી કરવા તેનું પ્રચ્છન્ન સમયુગ્મી સાથે કરવામાં આવતું સંકરણ એટલે......
A. બેક ક્રૉસ
B. રેસીપ્રોક્લ ક્રૉસ
C. ડાયહાઇબ્રિડ ક્રૉસ
D. ટેસ્ટ ક્રૉસ

36.    GgLI જનીનબંધારણ ધરાવતા પિતૃના જનનકોષમાં કયું જનીનબંધારણ જોવા મળી શકે ?
A. GLI
B. Gg
C. LI
D. GL

37.    મનુષ્યમાં ત્વચાના રંગ માટે AaBbCc જનીનબંધારણ ધરાવતી વ્યક્તિમાં કેટલાક વિવિધ જનીનસ્વરૂપ ધરાવતા જન્યુઓ સર્જાઈ શકે ?
A. 3
B. 8.
C. 16
D. 32

38.    નીચેના પૈકી કયા પિતૃ વચ્ચેના સંકરણ દ્વારા સંતતિમાં 1 : 1 : 1 : 1 પ્રમાણ મળે ?
A. YYRR X yyrr
B. RRYy X YYRR
C.YyRr X YyRr
D. YyRr X yyrr

39.    નીચેના પૈકી કયા સંકરણમાં 1 : 1 પ્રમાણ પ્રાપ્ત થાય ?
A. TT X tt
B. Tt x Tt
C. Tt X tt
D. tt x tt

40.    દ્વિસંકરણ પ્રયોગમાં F2 પેઢીમાં બંને પ્રચ્છન્ન જનીનની સમયુગ્મી સ્થિતિ ધરાવતા છોડ કેટલા ઉત્પન્ન થાય ?
A. એક
B. ત્રણ
C. નવ
D. બાર

41. માનવીમાં ચામડીના રંગનો વારસો.....
A. એપિસ્ટેટિક જનીન
B. બહુવિકલ્પી કારક
C. મૉનોજનિક જનીન
D. હાઇપોસ્ટેટિક જનીન

42.    TtYyRr જનીનબંધારણ ધરાવતા છોડમાં સ્વફલન કરાવતા  કેટલા જનીનબંધારણ સર્જાય છે ?
A. 3
B. 27
C. 64
D. 81

43.    ત્રિસંકરણ પ્રયોગમાં સ્વફલન પ્રેરતાં....
A. 8 જન્યુ , 16 યુગ્મનજ
B. 8 જન્યુ , 64 યુગ્મનજ
C. 4 જન્યુ , 16 યુગ્મનજ
D. 8 જન્યુ , 32 યુગ્મનજ

44.    YYRr જનીનબંધારણ ધરાવતા 250 પરાગમાતૃ કોષમાંથી કેટલી પરાગરજમાં બંને પ્રભાવી મળે ?
A. 250
B. 500
C. 750
D. 1000

45 વટાણામાં નીચેના પૈકી ક્યો વિકલ્પ બંને પ્રચ્છન્ન લક્ષણ સૂચવે છે ?
A. અગ્રસ્થ પુષ્પ અને લીલા બીજપત્ર
B. લીલા રંગની શિંગ અને લીલા બીજપત્ર
C. પીળા રંગની શિંગ અને પીળા બીજપત્ર
D. કક્ષીય પુષ્પ અને મણકામય શિંગ છે

46.    મનુષ્યમાં રુધિરજૂથનો વારસો......
A. સહપ્રભાવિતા , બહુજનીનિક વારસો
B. સહપ્રભાવિતા , બહુવિકલ્પી જનીનો
C. અપૂર્ણ પ્રભાવિતા , બહુવિકલ્પી જનીનો
D. અપૂર્ણ પ્રભાવિતા , બહુજનીનિક વારસો

47.    દ્વિસંકરણ પ્રયોગના F2 સંતતિના પરિણામમાં કેટલા પ્રકારની સ્વરૂપલક્ષી વિવિધતા જોવા મળે ?
A. 2
B. 4
C. 8
D. 16

48. મેન્ડલના એકસંકરણ પ્રયોગમાં ઊંચા અને નીચા છોડનું સંખ્યા પ્રમાણ અનુક્રમે ...
A. 280 , 744
B. 744 , 280
C. 787 , 277
D. 744 , 787

49.    મેન્ડલે વટાણામાં 7 વિરોધાભાસી લક્ષણોમાંથી બીજ આધારિત કેટલાં લક્ષણોને અભ્યાસમાં સાંકળ્યા ?
A. 1
B. 2
C. 3
D. 4

50.    જનીનવિદ્યાનો અભ્યાસ કોને સાંકળે છે ?
A. આનુવંશિકતા
B. ભિન્નતા
C. વિકૃતિ
D. A અને B બંને

51.    ગુલબાસમાં F2 પેઢીમાં અપૂર્ણ પ્રભુતા સમજાવતું સ્વરૂપલક્ષી અને જનીનલક્ષી પ્રમાણ કેટલું છે ?
A. 1 : 2 : 1
B. 11 : 3 : 3 : 1
C. 9 : 3 : 3 : 1
D. 7 : 1 : 1 : 7

52.    નીચેના પૈકી સાચું સંકરણ ( Hybrid ) સંયોજન કયું  છે ?
A. AABb
B. AaBB
C. AaBb
D. AAbb

53.    કોઈ લક્ષણ માટે શુદ્ધ સંતતિનો અર્થ ...

A. લક્ષણ માટે એક પ્રભાવી જનીન સાથે એક પ્રચ્છન્ન જનીન
B. લક્ષણની અભિવ્યક્તિ માટે બંને પ્રભાવી અથવા બંને પ્રચ્છન્ન જનીનની જોડ
C. પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનની મિશ્ર અસર
D. પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનની સ્વતંત્ર અસર

54. બે સમજાત રંગસૂત્રો વચ્ચે રંગસૂત્રિકાના ટુકડાની આપ - લે થવાની ક્રિયા ..
A. વ્યતિકરણ
B. સંલગ્નતા
C. પ્લીઓટ્રોપિઝમ
D. એપિસ્ટેસિસ

55.     મેન્ડલે પસંદ કરેલા Pisum sativum છોડ માટે આપેલાં લક્ષણોમાંથી ક્યાં સાચાં છે ?
1. છોડ એકવર્ષાયુ છે .
2. તે દ્વિલિંગી પુષ્પો ધારણ કરે છે .
3. તેમાં ફક્ત પરફલન થાય છે .
4. તેની સંકર જાતો વંધ્ય હોય છે .
5. તે મર્યાદિત સંતતિઓનું નિર્માણ કરે છે . તેથી અવલોકન ઝડપથી પૂરા થાય છે .

A. ફક્ત 1 અને 4
B. ફક્ત 3 અને 5
C. ફક્ત 1 અને 2
D. ફક્ત 2 , 3 અને 5

56.    મેન્ડલે સંકરણ પ્રયોગો માટે વટાણામાં કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો ?
A. માત્ર ઇમેસ્ક્યુલેશન
B. માત્ર બેગિંગ પદ્ધતિ
C. A અને B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં

57.AABB x aaBB વચ્ચે સંકરણ થી પ્રાપ્ત થતું જનીન સ્વરૂપ પ્રમાણ પ્રમાણ ...
A. 1 AaBB : 1 aaBB
B. 1AaBB :  3 aaBB
C. 3 AaBB : 1 aaBB
D. આપેલ તમામ AdBB

58.    દ્વિસંકરણ વિષમજનક દ્વારા કેટલા પ્રકારના અને કયા પ્રમાણમાં જન્યુઓ ઉત્પન્ન થશે ?
A. 4 પ્રકારો અને તેનું પ્રમાણ 9 : 3 : 3 : 1
B. બે પ્રકારો અને તેનું પ્રમાણ 3 : 1
C. ત્રણ પ્રકારો અને તેનું પ્રમાણ 1 : 2 : 1
D. ચાર પ્રકારો અને તેનું પ્રમાણ 1 : 1 : 1 : 1

59.    લીલી શિંગ ધરાવતા શુદ્ધ ઊંચા છોડનું સંકરણ , પીળી શિંગ ધરાવતા શુદ્ધ નીચા છોડ સાથે કરતાં , F2 સંતતિમાં 16 માંથી કેટલા છોડ નીચા ઉત્પન્ન થશે ?
A. 1
B. 3
C. 4
D. 9

60.    AABB અને aabb વચ્ચેના દ્વિસંકરણમાં AABB , AABb , aaBb , aabb નું  F2 સંતતિ માં પ્રમાણ ......
A. 9 : 3 : 3 : 1
B. 1 : 1 : 1 : 1
C. 1 : 2 : 2 : 1
D. 1 : 1 : 2 : 2
                     ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================




ANSWER KEY

જવાબો

1. D,   2.C,   3.C,   4.D,   5.A,   6.B,   7.B,   8.D,   9.C,   10.C,   11.D,    12.C,   13.D,  14.A, 15.C,   16.D,   17.D,   18.D,   19.D,    20.A,    21.D,   22.B,   23.C,    24.A,    25.C,  26.B,    27.C,   28.D,   29.A,   30.B,    31.D,   32.B,    33.A,   34.A,    35.D,   36.D,    37.B,  38.D,    39.C,   40.A,   41.B,   42.C,    43.B,    44.B,    45.A,   46.B,    47.B    48.C,    49.B,   50.D,    51.A,   52.C,   53.B,   54.A,    55.C,    56.C,    57.A,   58.D     59.C,   60.C

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad