Type Here to Get Search Results !

GUJCET | NEET TEST | પ્રકરણ -13,14,15,16 | ટેસ્ટ - 60 | ધોરણ -12

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

GUJCET | NEET TEST  | પ્રકરણ -13,14,15,16 | ટેસ્ટ - 60 | ધોરણ -12


1.જ્યાં નદીનું પાણી દરિયાઈ પાણી સાથે ભળતું હોય છે તે ક્ષેત્ર ક્યા નામથી જાણીતું બને છે ?
A. ભૂ - નિવાસસ્થાન      B. વેલાનદ્ મુખી       C. દરિયાઈ નિવાસસ્થાન       D. મીઠા પાણીનું જળાશય

2. સામાન્ય રીતે કર્યું પરિબળ ઉત્સેચકની પ્રક્રિયાનું નિયંત્રણ કરતું હોય છે ?
A. પ્રકાશ      B. તાપમાન       C. પાણી        D. ભેજ

3. રાઇઝોબિયમ અને શિમ્બી કુળની વનસ્પતિ વચ્ચેના આંતરજાતીય સંબંધ કયા પ્રકારનું ઉદાહરણ છે?
A. પરસ્પરતા       B. સહભોજિતા      C. સ્પર્ધા        D. પરોપજીવન

4. ઉત્સ્વેદનદર પારસ્પરિક રીતે કોની પર અસર કરે છે ?
A. પર્ણરંધ્ર ખૂલવા - બંધ થવાની ક્રિયા    B. જલશોષણ   C. ક્લોરોફિલ ઉત્પાદન    D. આપેલ તમામ

5. જૈવિક પરિસ્થિતિકીમાં કયા અભ્યાસનો સમાવેશ થાય છે ?

A. એક જાતિની ફક્ત એક જ વસતિના સભ્યોના પરસ્પર આંતરઅવલંબન
B. એક જાતિની વિવિધ વસતિના સભ્યોની પરસ્પર આંતરક્રિયાઓ
C. વિવિધ જાતિની વસતિના સભ્યોની પરસ્પર આંતરક્રિયાઓ
D. વિવિધ જાતિની વસતિના સભ્યોની ફક્ત એક જ જાતિ સાથે આંતરક્રિયાઓ

6. દરિયાઈ પ્રાણીઓમાં વસવાટ સંદર્ભે કઈ સમસ્યા હોય છે ?
A. પાણીનો ઘટાડો અને વધારે ક્ષારનો પ્રવેશ       B. પાણીનો વધારો અને ક્ષારનો ઘટાડો
C. વધારે પાણી અને ક્ષારોનો પ્રવેશ                  D. ઓછા પાણીની પ્રાપ્તિ અને વધારે ક્ષારોનો નિકાલ

7. વસતિમાં સજીવોની સંખ્યા વધતી જાય અને સમય સાથે તુલના કરતો આલેખ દોરીએ , તો.......
A. સીધી રેખાનો આલેખ મળે .                   B. વક્રરેખાનો આલેખ મળે .
C. સંભાવના - વિતરણનો આલેખ મળે .      D. J- આકારનો આલેખ મળે

8. નિવસનતંત્રના અજૈવિક ઘટકો છે......
A. બૅકટેરિયા         B. અકાર્બનિક પદાર્થો       C. લીલ        D. ફૂગ

9. ઉપભોગીઓ છે.........
A. સ્વયંપોષી        B. વિષમપોષી      C. મૃતપોષી    D. આપેલ પૈકી એક પણ નહીં

10. મૃતદેહના જટિલ કાર્બનિક દ્રવ્યને સરળ કાર્બનિક ઘટકમાં ફેરવીને પોષણ જરૂરિયાત પૂરી કરી શકે તેવા સજીવને ક્યા નામે ઓળખાય છે ?
A. મિશ્રાહારી         B. વિઘટકો           C. માંસાહાર         D. ઉત્પાદકો

11. આહારશૃંખલા એટલે શું ?
A. જૈવ ઘટકના અજૈવ ઘટકો સાથેના સંબંધો    B. નિવસનતંત્રમાં સજીવોના ભક્ષક - ભક્ષ્ય સાથેના સંબંધો
C. વિઘટકો અને ઉત્પાદકોના સંબંધો               D. વિવિધ ક્રમના ઉપભોગીઓના સંબંધો

12. નિવસનતંત્રમાં પ્રાપ્ત થતી ઊર્જાનું પ્રમાણ શાને આધારિત છે ?
A. ઉત્પાદકોના શુષ્ક વજન પર
B. પ્રાથમિક ઉત્પાદનને
C. ઉત્પાદકો દ્વારા પ્રકાશસંશ્લેષણ કેટલા પ્રમાણમાં અને કેવા દરે થાય છે તેના પર
D. ઉપભોગીઓ ઉત્પાદકોનો કેટલો ઉપયોગ કરે છે તેના પર

13. વિધાન A : NPP = GPP_ શ્વસનમાં વપરાતી ઊર્જા
કારણ R : વિષમપોષી સજીવો દ્વિતીય ઉત્પાદકતા સાથે સંકળાયેલા છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?

A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું છે .
D. A ખોટું છે અને R સાચું છે .

14. ધ્રુવપ્રદેશથી વિષુવવૃત્ત તરફ જઈએ તેમ જૈવવિવિધતા ? ક્રમશ : ...
A. ઘટતી જાય         B. વધતી જાય       C. વધે અને ઘટે       D. આપેલ તમામ

15. નવસ્થાન જાળવણી કેવી રીતે કરી શકાય ?
A. અભયારણ્ય       B. પ્રાણીસંગ્રહાલયો     C. રાષ્ટ્રીય ઉદ્યાન       D. આપેલ પૈકી એક પણ નહીં

16. ભારતમાં કેટલા તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો ( Hot spot ) આવેલા છે ?
A. 25          B. 34        C. 3        D. 581

17. રેડ લિસ્ટ તૈયાર કરવાનો હેતુ શો છે ?
A. નાશપ્રાયઃ જાતિઓના બચાવ માટેના પ્રયોજનોને ઉત્તેજન આપવાનો
B. જૈવવિવિધતાના આક્રમણને રોકવાનો
C. રોગકારકોની જાતિઓને ઓળખવાનો
D. રોગોથી રક્ષણ મેળવવાનો

18. નિવસનતંત્રનાં સામાન્ય કાર્યો અને સ્થાયીપણા માટે શું મહત્ત્વનું છે ?
A. જનીન વિકલ્પી પ્રકારો      B. જાતિ - વિવિધતા    C. રહેઠાણ ઢોળાંશ    D. ક્રમિક બદલાતા જીવપ્રકારો

19. મૂળ જાતિઓ અદશ્ય થઈ જાય છે , કારણ કે........

A. સહલુપ્તતા       B. અતિશોષણ     C. વસવાટ નાબૂદી      D. વિદેશી જાતિઓનું આક્રમણ

20. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સમાં ઇલેક્ટ્રિક ચાર્જનું નિર્માણ થાય છે .....
A. ભૂમિકણો        B. ધુમાડાના કણો       C. પ્રકાશ - રાસાયણિક સ્રોત      D. પાણીના કણો

21. જલીય નિવાસસ્થાનમાં સરળતાથી પોષક દ્રવ્યો મળવાની ઘટના........
A. જૈવિક વિશાલન    B. ન્યુટ્રોફિકેશન      C. મ્યુટેશન       D. ગ્રીનહાઉસ અસર

22. ખેતીવાડીમાં ઘટાડો અને ખેતીવાડીમાં આગ લાગવાની ક્રિયા એટલે.....
A. રણની જમીન ઉપર ખેતી         B. ઝુમ ઉછેર          C. ટેકરા ઉપર ઉછેર         D. પુનઃ વનઉછેર

23. હવાઈ પ્રદૂષણના મુખ્ય સ્ત્રોત કયા છે ?

A. કુદરતી અને માનવપ્રેરિત         B. અશ્મિબળતણ અને વાહનોના ધુમાડા
C. ગૃહવપરાશ અને વાહનો         D. ધુમાડા અને લાવાસ્ફોટથી પ્રસરતાં દ્રવ્યો

24. ઓઝોનસ્તરના વિઘટન માટે જવાબદાર મુખ્ય બાબત છે, વાતાવરણમાં.......
A. UVનો ઉમેરો          B. CI નો ઉમેરો          C. N2નો ઉમેરો        D. CO નો ઉમેરો

25. પાણીમાંના કાર્બનિક જૈવવિઘટનીય દ્રવ્યોના વિઘટન માટે જરૂરી ઑક્સિજનનું માપન શેના વડે થાય છે ?
A. COD        B. BOM         C. OBD        D. BOD



                     ÷÷÷÷÷÷÷÷÷÷÷   BEST OF LUCK   ÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷

=====================================================


ANSWER KEY

1. B, 2. B, 3. A, 4. B, 5. C, 6. A, 7.D, 8.B, 9. B, 10.B, 11.B, 12.C, 13.B, 14.B, 15.B, 16.C, 17.A, 18.B, 19.D, 20.B, 21.B, 22.B, 23.B, 24. B, 25.D


Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad