Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ. 4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
Biology Test Series For NEET | પ્રકરણ -5 | ટેસ્ટ - 58 | ધોરણ -12
1) વિધાન A : મધમાખીમાં પ્રજનનક્ષમ ડ્રૉન નરના જનીનોનું વારસાગમન દર્શાવતા નથી
કારણ R : મધમાખીમાં એકકીય અંડકોષ અસંયોગીજનન દ્વારા નર પ્રાણીનો વિકાસ કરે છે
વિધાન A અને કારણ R માટે ક્યો વિકલ્પ સાચો છે ?
- A અને B બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે
- A અને B બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
- A સાચું છે અને R ખોટું છે
- તે D. A ખોટું છે અને R સાચું છે
2) સાચો વિકલ્પ કયો છે ?
- X રંગસૂત્ર સીધું અને હું જ્યારે Y રંગસૂત્ર લાંબું અને વળેલું હોય છે
- X રંગસૂત્ર ટૂંકું અને વળેલું જ્યારે Y રંગસૂત્ર લાંબું અને સીધું હોય છે
- X રંગસૂત્ર સીધું અને લાંબું જ્યારે Y રંગસૂત્ર ટૂંકું અને વળેલું હોય છે
- દૈહિક રંગસૂત્રો સીધાં લાંબા જ્યારે લિંગી રંગસૂત્રો ટૂંકાં અને વળેલાં હોય છે
3) ફ્રી માર્ટિન્સ એટલે ...
- વંધ્ય નર સાથે સામાન્ય માદાનો જન્મ
- વંધ્ય આંતરજાતીય સાથે વંધ્ય માદાનો જન્મ
- વંધ્ય નર સાથે વંધ્ય માદાનો જન્મ
- વંધ્ય માદા સાથે સામાન્ય નરનો જન્મ
4) કોઈ એક પ્રચ્છન્ન જનીન તેની અસર ત્યારે જ દર્શાવી શકે , જ્યારે તે ...
- કોઈ પણ દૈહિક રંગસૂત્ર પર હોય.
- માદાના X રંગસૂત્ર પર હોય
- નરના X રંગસૂત્ર પર હોય
- આપેલ પૈકી એક પણ નહીં
5) સજીવના દેખાવસ્વરૂપ માટે જવાબદાર
- જનીનસ્વરૂપ અને પર્યાવરણ આંતરક્રિયા
- પોષણ અને કોષરસીય અસર
- લિંગભેદ અને પર્યાવરણ આંતરક્રિયા છે
- સહલગ્નતા અને વિકૃતિ
6) પોંઇન્ટ મ્યુટેશનનું ઉદાહરણ કર્યું છે ?
- ક્રાય - ડુ - ચોટ સિન્ડ્રોમ
- ડ્રોસોફિલામાં આંખનું અસામાન્ય કદ
- પૉલિડેક્ટાઇલિસ
- સિકલ - સેલ એનીમિયા
7) કૉલમ 1 અને કૉલમ II ની સાચી જોડ ધરાવતો વિકલ્પ જણાવો
- ( 1 - s ) , ( 2 - p ) , ( 3 - q ) , ( 4 - r )
- ( 1 - q ) , ( 2 - s ) , ( 3 - p ) , ( 4 - r )
- ( 1 - q ) , ( 2 - r ) , ( 3 - p ) , ( 4 - s )
- ( 1 - P ) , ( 2 - r ) , ( 3 - q ) , ( 4 - s )
8) ( A + XX ) અંડકોષનું ( A + Y ) પ્રકારના શુક્રકોષ વડે ફલન થતાં ડ્રોસોફિલામાં ક્યા પ્રકારની માખીનો વિકાસ થશે ?
- સાદી માદા માખી છે
- સામાન્ય નર માખી
- સુપર નર વંધ્ય માખી
- આંતરજાતીય વંધ્ય
9) સંતાનનું રુધિરજૂથ O છે અને તેની માતાનું રુધિરજૂથ A છે, તો તે બાળકના પિતાના રુધિરજૂથ માટે કયો વિકલ્પ અસંગત છે ?
- A
- B
- O
- AB
10) તે સામાન્ય પરંતુ સિકલ - સેલ એનીમિયા માટે વાહક જનીન બંધારણ છે.
- HbA HbA
- HbS Hbs
- HbA HbS
- આપેલ પૈકી એક પણ નહીં
11) વિધાન A : મોર્ગને ડ્રોસોફિલામાં રંગસૂત્રો શોધ્યાં
કારણ R : બ્રિજીસે જનીન સમતુલન સિદ્ધાંત આપ્યો
વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
- A અને B બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે
- A અને B બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
- A સાચું છે અને R ખોટું છે
- A ખોટું છે અને R સાચું છે
12) મેન્ડલે રજૂ કરેલી આ સમજૂતી દરેક કિસ્સામાં સાચી છે
- એક જનીનના માત્ર બે જ વેકલ્પિક કારક છે
- જનનકોષોની શુદ્ધતા
- જનીનના બંને વૈકલ્પિક કારક પૈકી એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન
- કારકોને મુક્ત વિશ્લેષણ
13) વ્યક્તિશરીરના કોષોમાં રંગસૂત્રની 5 મી જોડ ન હોવાની ઘટનાને કહે છે
- લોપ
- મોનોસોમી
- પૉલિસોમી
- નલીસોમી
14) મનુષ્યમાં A , B , 0 રુધિરજૂથનું નિયંત્રણ જનીન I દ્વારા નિયંત્રિત છે ; તેના ત્રણ વિકલ્પો IA, IB અને i , હોવાથી છ જુદાં જુદાં જનીનસ્વરૂપો શક્ય છે. કેટલા દેખાવસ્વરૂપ બનશે ?
- 3
- 1
- 4
- 2
15) પ્રભાવી દેખાવસ્વરૂપ ધરાવતી વનસ્પતિનું જનીનસ્વરૂપ રીતે નિશ્ચિત કરી શકાય.
- કસોટી સંકરણ
- દ્વિસંકરણ
- વંશાવળી વિશ્લેષણ દ્વારા
- વિપરીત ક્રમિક સંકરણ ( back close )
16) સિક્લ - સેલ એનીમિયા એ
- હીમોગ્લોબિનની બીટાગ્લોબ્યુલીન શૃંખલામાં વેલાઇનના સ્થાન ગલુટામિક ઍસિડ ગોઠવવાને કારણે થતો રોગ છે
- DNA પરની એક નાઇટ્રોજન બેઇઝની જોડીમાં ફેરફાર થવાથી થતો રોગ
- એક કોષકેન્દ્ર ધરાવતા લાંબા દાતરડા જેવા RBC ની લાક્ષણિકતા છે
- દૈહિક રંગસૂત્રીય પ્રભાવી લક્ષણ
17) વટાણામાં સહલગ્નતાના પ્રયોગમાં કયા રંગના પુષ્પ પ્રભાવી છે ?
- લીલા
- લાલ
- જાંબલી
- સફેદ
18) સામાન્ય માનવ માદાના જન્મ માટે ફલિતાંડની નીચે પૈકી કઈ પરિસ્થિતિ જવાબદાર છે ?
- બે X રંગસૂત્રો
- ફક્ત એક જ Y રંગસૂત્ર
- ફક્ત એક જ X રંગસૂત્ર
- એક x અને એક Y રંગસૂત્ર
19) વનસ્પતિ અને ડ્રોસોફિલામાં કસોટી સંકરણમાં સંકરણ એ
- પ્રચ્છન્ન લક્ષણ ધરાવતા બે જનીનસ્વરૂપ વચ્ચે
- બે F1 સંકરણ વચ્ચે
- Fi સંકરણનું દ્વિપ્રચ્છન્ન જનીનસ્વરૂપ સાથે ( સમયુગ્મી પ્રચ્છન્ન જનીન )
- પ્રભાવી લક્ષણ ધરાવતા બે જનીનસ્વરૂપ વચ્ચે
20) રંગઅંધ પિતાની સામાન્ય દષ્ટિ ધરાવતી પુત્રીનું લગ્ન રંગઅંધ પુરુષ સાથે થાય અને ધારો કે આ દંપતીનું ચોથું બાળક પુત્ર હોય , તો તે ...
- રંગઅંધ હોય કે ન હોય.
- રંગઅંધ જ હોય
- સામાન્ય દષ્ટિ જ હોય
- અપૂર્ણ રંગઅંધ હશે, કારણ કે તેના રંગઅંધતાનું વિષમયુગ્મી વિકૃત જનીન ધરાવે છે.
21) જનીનસ્વરૂપ AaBb ધરાવતા છોડ કયા જનીનસ્વરૂપવાળા છોડ સાથે સંકરણ કરાવવાથી અલગ અલગ જનીનસ્વરૂપ ધરાવતા પ્રજનનકોષો પ્રાપ્ત કરી શકાય ?
- AABB
- AaBb
- aabb
- aaBB
22)જે કારક , બીજા કારકની હાજરીમાં પોતાના લક્ષણની અભિવ્યક્તિ ન કરી શકે તેને ...
- સહપ્રભાવી છે
- પૂરક / વધારાનું
- પૂરક છે
- પ્રચ્છન્ન
23) દ્વિસંકરણ નિયમ સૂચવે છે
- અલગીકરણ
- જન્યુઓની શુદ્ધતા છે
- પ્રભુતા
- મુક્ત વિશ્લેષણ
24) ટર્નર્સ સિન્ડ્રોમ ઉદાહરણ છે .
- જનીન વિકૃતિનું છે
- રંગસૂત્રની રચનાત્મકતાનું છે
- રંગસૂત્રીય એન્યુપ્લૉઇડીનું
- રંગસૂત્રીય યુપ્લૉઇડીનું
25) સંલગ્નતા દર્શાવતો જનીનસમૂહ
- અર્ધીકરણ દરમિયાન પુનઃસંયોજન ન દર્શાવે
- અર્ધીકરણ દરમિયાન મુક્ત વિશ્લેષણ ન દર્શાવે
- સંતતિમાં લક્ષણની અભિવ્યક્તિ ન દર્શાવે
- સંતતિમાં માત્ર પ્રભાવી અભિવ્યક્તિ દર્શાવે
=====================================================
ANSWER KEY
01 -1 02 -3 03 -4 04 -3 05 -1 06 -4 07 -1 08 -1 09 -4 10 -3
11 -2 12 -2 13 -4 14 -3 15 -1 16 -2 17 -3 18 -1 19 -3 20 -1
21 -2 22 -4 23 -4 24 -3 25 -2
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box