Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -13 | ટેસ્ટ - 26 | ધોરણ -11

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -240 3) ટેસ્ટ સમય - 60 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -13  | ટેસ્ટ - 26 | ધોરણ -11

1. પ્રકાશસંશ્લેષણમાં 02  ઉત્પન્ન થવાની ક્રિયા કોની સાથે સીધી સંકળાયેલી છે ?
A. PS - I  B. PS - II  C. સાયટોક્રોમ   D. ફેરેડૉક્સિન

2. RuBisCo નીચેની કઈ ક્રિયા સાથે સંકળાયેલો નથી ?
A. RuBP + CO2   B. RuBP + O2  C. PEP + CO2  D. B અને C બંને

3. ગ્લુકોઝના  1 અણુના નિર્માણ માટે કેટલા કૅલ્વિનચક્ર જરૂરી છે ?
A. 2   B. 3   C. 6  D. 12

4 . પ્રકાશસંશ્લેષણ નીચેના પૈકી કયા પ્રકારની ક્રિયા છે
A. ચય , ઊર્જાગ્રાહી અને ઑક્સિડેશન       B. ચય , ઊર્જાગ્રાહી અને રિડક્શન
C. અપચય ,ઊર્જાત્યાગી અને ઑક્સિડેશન  D. ચય , ઊર્જાત્યાગી અને રિડકશન

5. ક્રેન્ઝ  પેશીરચનામાં ખરેખર CO2 સ્થાપન કયા હરિતકણયુક્ત કોષોમાં થાય છે ?
A. વાહિપુલના કોષો   B. અધિસ્તરીય કોષો   C. મધ્યપર્ણના કોષો   D. પુલકંચુક કોષો

6. ઇન્જનહાઉસના દર્શાવ્યા મુજબ વનસ્પતિનાં હરિતદ્રવ્યયુક્ત અંગો શું મુક્ત કરે છે ?
A. H2O   B. CO2  C. O2  D. 4H+

7. પ્રકાશશ્વસન દરમિયાન , સેરીનના 20 અણુઓ બનવા માટે RuBP ના કેટલા અણુઓ જરૂરી છે ?
A. 20   B. 40  C. 60   D. 80

8. પ્રકાશશ્વસન દરમિયાન પેરૉક્સિકોમમાંથી હરિતકણમાં પ્રવેશતો ધટક કયો છે ?
A. ગ્લાયકોલેટ  B. ગ્લિસરેટ  C. ગ્લાયસીન   D. સેરીન

9. પ્રકાશશ્વસનમાં પેરૉક્સિઝોમનું પ્રદાન જણાવો .
A. RuBP નું ઑક્સિજનેશન થાય  B. ગ્લાયકોલેટનું ઑક્સિડેશન થાય
C. ગ્લાયોક્ઝાયલેટનું રિડકશન થાય .D. ફૉસ્ફોગ્લિસરેટનું સર્જન થાય .

10. પ્રકાશશ્વસનની ક્રિયા માટે ક્યું વિધાન સાચું છે ?
A. કણાભસૂત્રમાં બે સેરીનમાંથી એક ગ્લાયસીનનું નિર્માણ થાય છે
B. કણાભસૂત્રમાં ગ્લાયકોલેટનું ઑક્સિડેશન થઈ ગ્લાયોક્ઝાયલેટ બને છે
C. કણાભસૂત્રમાં સેરીનનું રૂપાંતર હાઇડ્રૉક્સિ પાયરુવેટમાં થાય છે .
D. કણાભસૂત્રમાં બે ગ્લાયસીનમાંથી એક સેરીનનું નિર્માણ થાય છે

11. C4 વનસ્પતિમાં C3  પથની ક્રિયા ક્યાં થાય છે ?
A. મધ્યપર્ણ કોષોમાં  B. વાહિપુલના કોષોમાં 
C. પુલક્યુના કોષોમાં  D. C4 , વનસ્પતિમાં C3 પથની ક્રિયા ન થાય .

12. C4 , વનસ્પતિમાં કાર્બોક્સિલેશન કેટલી વખત થાય ત્યારે ગ્યુકોઝનું નિર્માણ થાય છે ?
A. એક   B. બે  C. ત્રણ   D. ચાર

13. C4 , ચક્રમાં સૌપ્રથમ સર્જાતો ઍસિડિક પદાર્થ ક્યો છે ?
A. ઓકઝેલો એસિટિક ઍસિડ  B. મેલિક ઍસિડ  C. એસ્પાર્ટિક ઍસિડ  D , પાયરુવિક ઍસિડ

14. અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનમાં PS –I ના પ્રક્રિયા - કેન્દ્ર ક્લોરોફિલ – a નું રિડકશન કોના વડે થાય છે ?
A. પાણીમાંથી મુક્ત થતા વીજાણુ દ્વારા       B. PS - II ના પ્રક્રિયા - કેન્દ્રમાંથી ગુમાવાતા વીજાણુ દ્વારા
C. પાણીના વિઘટનમાંથી પ્રાપ્ત 2H + દ્વારા  D. થાઇલેકૉઈડ પટલમાં સંગૃહીત પ્રોટોન દ્વાર

15. પ્રકાશશ્વસનની દેહધાર્મિક ક્રિયા .
A. ફક્ત એક કોષ અંગિકામાં થાય છે .  B. ફક્ત બે કોષ અંગિકામાં થાય છે
C. ત્રણ કોષ અંગિકામાં થાય છે .         D ચાર કોષ અંગિકામાં થાય છે

16. રંજકદ્રવ્યતંત્રના પ્રક્રિયા - કેન્દ્રમાં પ્રકાશના શોષણથી શું થાય છે ?
A. 02 ની મુક્તિ  B. NADPH ની મુક્તિ   C. ક્લોરોફિલનું રિડક્શન   D. ક્લોરોફિલનું ઑક્સિડેશન

17. પ્રકાશશ્વસનમાં ગ્લાયસીનનું સેરીન અને CO2 માં રૂપાંતર કઈ આંગિકામાં થાય છે ?
A. કણાભસૂત્ર  B. હરિતકણના ગ્રેનામાં C. હરિતકણના આધારક  D. પેરોક્સીઝોમ

18. પ્રકાશશ્વસન દરમિયાન ગ્લાયસીન અને ગ્લિસરેટ બંનેનું સર્જન દર્શાવતી અંગિકા કઈ છે ?
A. હરિતકણ  B. કણાભસૂત્ર  C. પેરૉક્સિકોમ  D. રસધાની

19. પ્રકાશશ્વસન દરમિયાન CO2 , રૂપે થતા કાર્બનનો વ્યય ખરેખર કઈ અંગિકામાં થાય છે ?
A. હરિતકણ B. કણાભસૂત્ર C. પેરૉક્સિઝોમ  D. આપેલ પૈકી એક પણ નહીં )

20. C3 વનસ્પતિમાં કાર્બોક્સિલેશન અને ઑક્સિજનેશન બંને ક્રિયામાં સર્જાતો પદાર્થ કયો છે ?
A. RuBP   B. ફૉસ્ફોગ્લાયકોલેટ   C. ફૉસ્કોગ્લિસરેટ  D. ફૉસ્કોપાયરુવેટ

21. OAA ના ડિકાર્બોક્સિલેશનથી સર્જાતું સંયોજન કર્યું છે ?
A. મેલિક ઍસિડ   B. પાયરુવિક ઍસિડ  C. ફૉસ્ફોઇનોલ પાયરુવેટ  D. ફૉસ્કોગ્લિસરેટ 

22. વનસ્પતિના મધ્યપર્ણકોષમાં કઈ ક્રિયા થાય છે
A. કાર્બોક્સિલેશન  B. ફૉસ્ફોરીકરણ   C. વિફૉસ્ફોરીકરણ  D. આપેલ તમામ

23. એક સંપૂર્ણ પ્રકાશશ્વસન દ્વારા હરિતકણમાં PGA ના કેટલા અણુ નિર્માણ પામે ?
A. 1   B. 2   C. 3. D. 4

24. નીચેના પૈકી કેલ્વિનચક્રની નીપજ કઈ છે ?
A. NADPH   B. ટ્રાયોઝ ફૉસ્ટ્રેટ  C. હેક્સોઝ ફૉસ્ફટ   D. પેન્ટોઝ ફૉફેટ

25. ATPase ના બે ભાગો પૈકી
A. F0 પટલમાં સંચિત છે અને F1 થાઇલેકૉઇડના પોલાણમાં એકત્રિત છે .
B. F0 થાઇલેકૉઈડના પોલાણમાં એકત્રિત છે અને F1 પટલમાં સંચિત છે
C. F0 પટલમાં સંચિત છે અને F1 થાઇલેકૉઈડ પટલની આધારક તરફની બાહ્ય સપાટી પાસે ઉપસી આવે છે.
D. F0  થાઇલેકૉઇડ પટલની આધારક તરફની બાહ્ય સપાટી પાસે ઉપસી આવે છે અને F1 અંદર સપાટી પાસે ઉપસી આવે છે.

26. ATPase ના F1 કણોમાં પરિવર્તન માટે શું જવાબદાર છે ?
A. વીજાણુ પરિવહનતંત્રમાં થતું વીજાણુનું વહન
B. પ્રોટોન - ઢોળાંશ તૂટવાથી મુક્ત થતી ઊર્જા
C. પ્રોટોન ગ્રાહક NADP+ ની હાજરી
D. વીજાણુનું અચક્રીય વહન

27. C3 વનસ્પતિમાં 1 ગ્યુકોઝના નિર્માણ માટે ..
A. 6 CO2 , 18 ATP , 12 NADPH જરૂરી છે 
B. 6 CO2 , 12 ATP , 12 NADPH જરૂરી છે 
C. 6 CO2 , 12 ATP 18 NADPH જરૂરી છે .
D. 6 CO2 , 18 ATP , 18 NADPH જરૂરી છે

28. અંધકાર - ક્રિયા કયા નામથી ઓળખાય છે ?
A. કૅલ્વિનચક્ર  B. C3 પાથ  C. રિડક્ટિવ કાર્બોક્સિલેશન  D. આપેલ તમામ

29. C3 વનસ્પતિઓના મધ્યપર્ણકોષોમાં કઈ ક્રિયા થાય છે ?
A. પ્રકાશ - પ્રક્રિયા  B. CO2 સ્થાપન  C. પ્રકાશશ્વસન  D. આપેલ તમામ

30.C4 , વનસ્પતિ આ બાબતે C3 વનસ્પતિથી અલગ પડે છે ?
A. નિમગ્ન વાયુરંધ્ર   B. હરિતકણ યુક્ત પુલકંચુક કોષો
C. જાડું ક્યુટિકલ    D. પ્રકાશસંશ્લેષણની નીપજ

31. હરિતકણમાં અને કણાભસૂત્રમાં ATP ના સંશ્લેષણને શાના દ્વારા સમજાવાય છે ?
A. દાબ પંપ પરિકલ્પના               B. મુંચનો દબાણ વહનનો સિદ્ધાંત  
C. મિશેલનો કેમિઓમોટિક સિદ્ધાંત D. કોલોડની વેન્ટ મૉડેલ છે

32. ચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશનમાં પ્રાથમિક વીજાણુગ્રાહક ક્યો છે ?
A. CO2   B. FAD C. NADP +  D. લોહ અને સલ્ફરયુક્ત પ્રોટીન

33. C4 વનસ્પતિમાં વાતાવરણના CO2 નું સ્થાપન કરતો પ્રથમ ઉન્સેચક ક્યો છે ?
A. RuBP કાર્બોક્સાયલેઝ  B. RuBP ઑક્સિજનેઝ  C. PEP કાર્બોક્સાયલેઝ  D. હાઇડ્રોજીનેઝ 

34. ક્રેન્ઝ  પેશીરચના કોના પર્ણની લાક્ષણિકતા છે ?
A. C2 વનસ્પતિ છે  B. C 3 વનસ્પતિ છે C. C4 વનસ્પતિ  D. જલીય વનસ્પતિ છે

35. પ્રકાશસંશ્લેષણ ક્રિયાનું પ્રથમ પગથિયું ...
A. ક્લોરોફિલ અણુની ઉત્તેજના  B. પાણીનું પ્રકાશવિઘટન 
C. PGAL નું નિર્માણ                D. હેક્સોઝ શર્કરાનું નિર્માણ

36. અસંગત જોડ અલગ કરો .
A. C4 વનસ્પતિ – કેન્ઝ પેશીરચના છે
B. કૅલ્વિનચક્રની પ્રથમ સ્થાયી નીપજ – PGA
C. હેચ - સ્લેક પથની પ્રથમ સ્થાયી નીપજ – મેલિક ઍસિડ
D. મકાઈ – C4  વનસ્પતિ

37. પ્રકાશશ્વસન માટે શું ખોટું છે ?
A. તે હરિતકણમાં થાય છે .
B. તે દિવસના સમયગાળામાં થાય છે .
C. તે C3 વનસ્પતિની લાક્ષણિકતા છે .
D. તે C4 વનસ્પતિની લાક્ષણિકતા છે .

38. જૈવસંશ્લેષણ તબક્કામાં લૂકોઝના નિર્માણ માટે પ્રકાશ - ક્રિયામાં કેટલા ચક્રીય અને કેટલા અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશન જરૂરી છે ?
A. 3 , 3   B. 3 , 6  C. 6 , 3   D. 6 , 6

39. શાના પરિણામે થાઇલેકૉઈડ પટલની આરપાર પ્રોટોન - ઢોળાંશ સર્જાય છે ?
A. આધારકમાં પ્રોટોનની સંખ્યામાં ઘટાડો     B. થાઇલેકૉઇડના પોલાણમાં પ્રોટોનનો વધારો
C. થાઇલેકૉઈડના પોલાણમાં pH નો ઘટાડો  D. આપેલ તમામ

40. પ્રકાશ - પ્રક્રિયા ' Z સ્કીમ ( Scheme ) ' શામાં સર્જાય છે ?
A. ચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશન   B. અચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશન
C. પાણીનું પ્રકાશવિઘટન          D. ATPuse ના સક્રિય સ્વરૂપ છે

41. આપેલા ચાર્ટમાં X , Y અને Z  માટે સાચો વિકલ્પ ક્યો છે ?
A. X- સ્થાપન , y- કાર્બોક્સિલેશન , z - પુનઃનિર્માણ 
B. X- કાર્બોક્સિલેશન , y- કાર્બોક્સિલેશન , z- ફૉસ્ફોરીકરણ
C. X- કાર્બોક્સિલેશન , Y- ડિકાર્બોક્સિલેશન , Z- ફૉસ્ફોરીકરણ
D. X - કાર્બોક્સિલેશન , y– ફૉસ્ફોરીકરણ , Z- ડિકાર્બોક્સિલેશન

42. પ્રકાશશ્વસનમાં છે  O2 નો ઉપયોગ કરતી ક્રિયા ક્યાં થાય છે ?
A. હરિતકણના આધારક છે
B. હરિતકણના આધારક અને કણાભસૂત્ર
C. હરિતકણના આધારક અને પેરૉક્સિકોમ
D. હરિતકણના ગ્રેના અને પેરૉક્સિકોમ

43. પ્રકાશશ્વસનમાં બે સમાન એમિનો ઍસિડ વચ્ચેની પ્રક્રિયાથી ક્યા એમિનો ઍસિડનું નિર્માણ થાય છે ?
A. ગ્લાયસીન  B. સેરીન  C. એસ્પાર્ટિક ઍસિડ  D. આપેલ પૈકી એક પણ નહીં

44. C3 વનસ્પતિમાં પ્રકાશશ્વસન દ્વારા 1 ગ્યુકોઝ નિર્માણમાં કેટલા RuBP નો ઉપયોગ કરવો પડે અને કેટલા RuBP પાછા પ્રાપ્ત થાય ?
A. 8 , 6   B. 6 , 8   C. 6 , 3   D. 6 , 4

45. વાતાવરણમાં CO ના વધારા સાથે C3 વનસ્પતિમાં પ્રકાશસંશ્લેષણનો દર વધે છે , કારણ કે ...
A. કાર્બોક્સિલેશન માટે વધુ CO2 પ્રાપ્ત થાય . B. પ્રકાશશ્વસનની શક્યતા ઘટી જાય છે .
C. A અને B બંને                                       D. RuBisCo ક્રિયાશીલતા વધે છે

46. CO2 , અને O2 નું સંતુલન જાળવતી વાતાવરણીય પરિબળ આધારિત કઈ ચય - પ્રક્રિયા છે ?
A. પ્રકાશશ્વસન   B. પ્રકાશસંશ્લેષણ  C. શ્વસન   D. પર્ણની અંતઃસ્થ રચના

47. પ્રકાશસંશ્લેષણની જૈવરાસાયણિક પ્રક્રિયાના બે તબક્કાઓ છે . તેઓ એકબીજાના પૂરક તબક્કા છે , તો બીજા તબક્કામાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા થાય છે ?
A. CO2 નું સ્થાપન  B. પ્રકાશ - ઊર્જા મેળવવી  
C. સ્ટાર્ચનું સંશ્લેષણ  D. માત્ર પ્રકાશની હાજરીમાં કાર્ય થાય છે

48. પર્ણોનાં મુખ્ય બે કાર્યો જણાવો .
A. ઉસ્વેદન અને શ્વસન   B. પ્રકાશસંશ્લેષણ અને શ્વસન  
C. પ્રકાશસંશ્લેષણ અને ઉત્તેજન D. શ્વસન અને બિંદુસ્વેદન

49. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ઊર્જાની પ્રાપ્તિ ક્યાં થાય છે ?
A. કોષરસપટલમાં   B. કોષરસમાં   C. સ્ટ્રોમામાં છે   D થાઇલેકોઇડ્સમા 

50. પૃથ્વી પર આવેલ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો ઉસેચક ક્યો છે ?
A. RuBisCo  B. નાઇટ્રોજીનેઝ  C. ઇન્વર્ટેઝ   D. કેટાલેઝ

51. ગ્લુકોઝના સંશ્લેષણ માટે હાઇડ્રોજનનો સ્રોત ક્યો છે
A. NADPH2   B. FADH2  C. H2O  D. ATP

52. પ્રકાશસંશ્લેષણમાં ATP નું સંશ્લેષણ કરતી પ્રક્રિયા કઈ ?
A. ફૉસ્ફોરાયલેશન   B. ફોટોફૉસ્ફોરાયલેશન 
C. ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન   D. પ્રક્રિયાર્થીના સ્તરે ફૉસ્ફોરાયલેશન

53. ચક્રીય ફોટોફૉસ્ફોરાયલેશન દરમિયાન શક્તિસભર સંયોજન ક્યા સ્વરૂપે પ્રાપ્ત થાય ?
A. ADP   B. ATP   C. GTP   D. ATP અને  NADPH2

54. પ્રકાશસંશ્લેષણની અંધકાર - પ્રક્રિયામાં શું થાય ?
A. CO2 નું રિડક્શન કાર્બનિક સંયોજનોમાં   B. ક્લોરોફિલ ઉત્તેજિત થાય છે .
C. 6C શર્કરાનું વિઘટન થઈ અને 3C વાળી શર્કરાનું નિર્માણ થાય   D. ફોટોલિસિસ

55. પ્રકાશસંશ્લેષણની અંધકાર - પ્રક્રિયા ક્યાં જોવા મળે ?
A. હરિતકણના સ્ટ્રોમાં પ્રદેશમાં , લેમીલી તંત્રની બહાર B. હરિતકણનાં બે આવરણો વચ્ચેના અવકાશમાં
C. આંતરગ્રેનમ પટલનાં આવરણો પર                       D. ગ્રાનાના થાઇલેકૉઇન્ટ્સની પટલીય રચના પર

56  હરિતકણમાં પ્રકાશસંશ્લેષણીય ફૉસ્ફોરાયલેશન દરમિયાન તેનો ઉદ્ભવ ક્યાં થાય છે ?
A. ગ્રાનાની થપ્પીમાં            B. હરિતકણની અંદરની દીવાલમાં
C. હરિતકણની સપાટી પર   D. મૅટ્રિક્સમાં

57. કૅલ્વિનચક્રના સંશોધન માટે કઈ પદ્ધતિ વધુ ઉપયોગી બનેલી હતી ?
A. ક્ષણિક પ્રકાશ પ્રયોગ છે   B. રેડિયો - ઍક્ટિવ આઇસોટોપ ટેકનિક
C. X - ray ટેકનિક્સ         D. X - ray ક્રિસ્ટલોગ્રાફી 

58. કૅલ્વિનચક્રનો મુખ્ય ઉત્સેચક કયો ?
A. રિબ્યુલોઝ 1 , 5 બાયફૉસ્ફટ કાર્બોક્સિલેઝ  B. ટ્રાયોઝ ફૉસ્ફટ ડિહાડ્રોજીનેઝ
C. સાયટોક્રોમ ઑક્સિડેઝ                             D. હેક્ઝોકાઇનેઝ

59. પ્રકાશસંશ્લેષણ માટે નિયત પરિબળ'નો નિયમ કોણે આપ્યો ?
A. રૉબર્ટ હિલ  B. એમ . કૅલ્વિન   C. એચ . કૅબ્સ  D. એફ . બ્લેકમૅન

60. C4  ચક્રમાં પ્રકાશસંશ્લેષણીય પ્રક્રિયામાં કયો ઉત્સેચક છે
A. RuBP કાર્બોકેઝાયલેઝ    B. PEP કાર્બોક્સિલેઝ   C. કાર્બનિક એનહાઈડ્રેઝ   D. A અને B બંને


જવાબો

1.B,2.C,3.C,4.B,5.D,6.C,7.B,8.B,9.B,10.D,11.C,12.B,13.A,14.B,15.C,16.D,17.A,18.C, 19.B, 20.C, 21.B, 22.D, 23. C, 24.B, 25.C, 26.B, 27.A, 28.D, 29.D, 30.B, 31.C, 32.D, 33.C, 34.C, 35.A, 36.C, 37.D, 38.D, 39.D, 40.B, 41.C, 42.C, 43.B, 44.A, 45.C, 46.B, 47.A, 48.C, 49.D, 50.A, 51.C, 52.B, 53.B, 54.A, 55.A, 56.A, 57.B, 58.A, 59.D, 60.D

======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.


Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad