NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 15- જૈવ વિવિધતા અને સંરક્ષણ જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2 અને 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
1. જાતિ વિસ્તારના સંબધો વિશે નોંધ લખો
- જર્મનીના મહાન પ્રકૃતિવિદ્ અને ભૂગોળશાસ્ત્રી એલેકઝાન્ડર વૉન હમ્બોલ્ટ દક્ષિણ અમેરિકાનાં જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું હતું કે, શોધખોળ (સંશોધન) વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિસમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ.
- હકીકતમાં, વર્ગકો (આવૃત્ત બીજધારી વનસ્પતિઓ , પક્ષીઓ , ચામાચીડિયા , મીઠાજળની માછલીઓ) ની વ્યાપક વિવિધતા માટે જાતિસમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે છે.
- લઘુગુણક માપ પર , આ સંબંધ એ નીચેનાં સમીકરણ દ્વારા વર્ણવવામાં આવેલી એક સીધી રેખા છે.
- log S = log C + Z log A
- જ્યાં S = જાતિસમૃદ્ધિ
- A = વિસ્તાર ( પ્રદેશ )
- Z = રેખાનો ઢાળ (સમાશ્રયણ ગુણાંક)
- C = Y - આંતરછેદ
- પરિસ્થિતિવિદોએ શોધ્યું કે રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 વચ્ચે ની કોત્રમર્યાદામાં હોય છે.
- પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પ્રદેશ ( જેમકે બ્રિટન માં વનસ્પતિઓ, કેલિફોર્નિયા માં પક્ષીઓ કે ન્યૂયૉર્ક રાજ્યમાં મૃદુકાયો ) કોઈ પણ હોય તેને અનુલક્ષીને સમાશ્રયશ રેખાનો ઢાળ આશ્ચર્યજનકરૂપે એકસમાન જ હોય છે.
- પરંતુ , જો તમે સમસ્ત ખંડો જેવા કોઈ ખૂબ જ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ - વિસ્તાર સંબંધોનું પૃથક્કરણ (વિશ્લેષણ) કરશો તો તમને જોવા મળશે કે સમાશ્રય રેખાનો ઢાળ ખૂબ જ વધારે તીવ્ર (ત્રાંસો ઊભો ઢાળ) છે ( Z રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્રમર્યાદામાં હોય છે ).
- ઉદાહરણ માટે , વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધિય જંગલોમાં ફળાહારી ( ફળ ખાનારા- fruit eating ) પક્ષીઓ અને સસ્તનોની x રેખાનો ઢોળાવ 1.15 જેટલો જોવા મળશે.
2. જૈવ વિવિધતાના સંરક્ષણ માટે વ્યાપક ઉપયોગીતાવાદી અને નૈતિક દલીલો વિશે વર્ણન કરો.
- વ્યાપક ઉપયોગિતાવાદી દલીલો કહે છે કે , પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવતી ઘણી નિવસનતંત્રકીય સેવાઓમાં જૈવ - વિવિધતા મહત્ત્વનો ભાગ ભજવે છે.
- ખૂબ જ ઝડપથી નાશ પામતા કે ઘટતા જતાં એમેઝોન જંગલો પ્રકાશસંશ્લેષણ દ્વારા પૃથ્વીના વાતાવરણમાં કુલ ઑક્સિજનના લગભગ 20 % જેટલો ઑક્સિજન ઉત્પન્ન કરતા હોવાનો અંદાજ છે.
- તમારી નજીકની હૉસ્પિટલમાં એક ઑક્સિજન સિલિન્ડર પર કેટલો ખર્ચ થાય છે તેનાથી તમે તેનું કેટલુંક અનુમાન લગાવી શકો છો કે પ્રકૃતિનું પ્રદાન આર્થિક રીતે કેટલું છે.
- પરાગનયન ( જેના વગર વનસ્પતિઓ આપણને ફળ તથા બીજ આપી શકતી નથી ) નિવસનતંત્રની બીજી સેવા છે જે પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષીઓ તથા ચામાચીડિયા દ્વારા નિવસનતંત્રો આપણને પ્રદાન કરે છે.
- બીજા અપ્રત્યક્ષ ( અમૂર્ત ) લાભો પણ છે જે આપણે પ્રકૃતિમાંથી મેળવીએ છીએ .
- જેમકે લાકડાના જાડા ગોળવા ફેરવીને ચાલવાનો વનભ્રમણ દરમિયાન વસંતઋતુમાં સંપૂર્ણ ખીલેલાં પુષ્પો નિહાળવાનો કે સવારમાં બુલબુલનાં ગીત સાંભળતાં સાંભળતાં જાગવાનો સૌદર્યલક્ષી આનંદ.
- જૈવ - વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલનો સંબંધ આ પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ સાથે છે જેના આપણે ઋણી છીએ કે જેમની સાથે આપણે રહીએ છીએ.
- દાર્શનિક કે અધ્યાત્મિક રીત આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે, ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય.
- ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણા જૈવિક વારસા (ધરોહર) નું જતન કરવાની આપણી નૈતિક ફરજ બને છે.
3. નવસ્થાન સંરક્ષણ વિશે નોંધ લખો
- આ અભિગમમાં, સંકટમાં રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસસ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને એક વિશેષ જગ્યામાં લઈ જઈ સમૂહમાં રાખવામાં આવે છે કે જ્યાં તેમની સારી સુરક્ષા કરી શકાય અને ખાસ કાળજી આપી શકાય પ્રાણીઉઘાનો, વનસ્પતિઉધાનો અને વન્યજીવ સફારીઉઘાનો આ હેતુ માટે સેવાઓ આપે છે.
- એવાં ઘણાં પ્રાણીઓ જે જંગલોમાં વિલુપ્ત થઈ ગયાં છે પરંતુ પ્રાણીઉઘાનોમાં જાળવી રાખવાનું ચાલુ છે.
- તાજેતરનાં વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી જાતિઓને તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય (સંકટમાં મુકાય તે પહેલાં ) અગાઉથી જ બાહ્યસ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે.
- હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની ક્રાયોપ્રિઝર્વેશન તનિકીઓ ( -196 ° સે તાપમાને અનિશ્ચિત સમય માટે સંગ્રહ કરવાની પદ્ધતિ ) ના ઉપયોગથી જીવિત અને જનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિમાં લાંબા સમયગાળા માટે સાચવણી કરી શકાય છે.
- ઈડાને કૃત્રિમ રીતે ફલિત કરી શકાય છે અને વનસ્પતિઓને પેશી કરવાનું સંવર્ધન પદ્ધતિઓના ઉપયોગથી પ્રસર્જિત કરી શકાય છે.
- વ્યાપારિક ધોરણે મહત્ત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનિક જાતોના બીજને બીજબેન્કો માં લાંબા તેનાથી સમયગાળા માટે રાખી શકાય છે.
- જૈવ - વિવિધતા માટે કોઈ રાજકીય સીમાઓ નથી અને તેથી તેનું સંરક્ષણા બધાં રાષ્ટ્રોની સામૂહિક જવાબદારી છે.
- જૈવિક વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન ( પૃથ્વી પરિષદ- “ The Earth Summit ' ) વર્ષ 1992 માં રિયો ડી જાનેરો Rio de Janeiro ખાતે યોજવામાં આવેલ હતું.
- જેમાં તમામ રાષ્ટ્રને સંબોધીને કહેવામાં આવ્યું હતું કે , જૈવ - વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવા તેમજ તેના લાભોનો એ રીતે ઉપયોગ કરવામાં આવે કે જેથી તે લાંબા સમય સુધી મળતા સમસ્યા માટે રહે.
- તેને અનુસરીને વર્ષ 2002 માં દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ માં ટકાઉ વિકાસ પર વિશ્વ પરિષદ યોજવામાં આવી, જેમાં વિશ્વના 190 દેશો પ્રતિજ્ઞા લઈ વચનબદ્ધ થયા કે તેઓ 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક તેમજ સ્થાનિક સ્તરે ઘટતા જૈવ - વિવિધતાના વર્તમાન દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે .
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે.
========================================
Please do not enter any spam link or word in the comment box