Type Here to Get Search Results !

Biology Test Series For NEET | પ્રકરણ -3,4,5,6,11,12 | ટેસ્ટ -18 | ધોરણ -12

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -240 3) ટેસ્ટ સમય - 60 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | પ્રકરણ -3,4,5,6,11,12  | ટેસ્ટ -18 | ધોરણ 23


1. શાપ તરીકે જાણીતી છે.?

A.પાનકુટી B.ડહાલિયા C. કેળ D. જળકુંભી


2. સતત સંવર્ધકો એટલે...

A. ઋતુ ચક્ર તેમના પ્રાજનનિક તબક્કામાં સાનુકૂળ ઋતુ  દરમિયાન  જોવા મળે

B. ઋતુ ચક્ર સમગ્ર પ્રાજજનનીક તબક્કા દરમ્યાન જોવા મળે

C. ઋતુકીય ચક્ર પ્રાજનાનીક તબક્કામાં સાનૂકુલિત ઋતુ દરમ્યાન જોવા મળે

D. આપેલ તમામ.


3. નાળિયેર કેવી વનસ્પતિ છે.

A. સમસુકાયક B.દ્વિસદની C.વિષમસુકાયક D. આપેલ એકપણ નહિ


4. એકલિંગી પ્રાણી કયું છે

A. વાદળી  B. વંદો  C.જળો, D. અળસિયું


5. આપેલ કોષોની રચનામાં કયા કોષની રચના પોલિપ્લોઇડી છે.

A. W  B. X C. Y D. Z



6. જો પરાગરજ નું કદ 27 મીક્રોમીટર હોય તો તેનું રંગસૂત્રીય બંધારણ શુ હશે

A. 1n B. 2n C. 3n D. 4n


7. બેવડા ફલન પછી ભ્રુણપુટ ના કોષો ના કુલ રંગસૂત્રીય બંધારણ નો સરવાળો જણાવો 

A.2n  B.3n  C.4n D.5n


8. રોઝેસી ની જીવીતતા સંદર્ભે સાચું વિધાન જણાવો

A. તેની જીવિતતા મહિનાઓ સુધી છે

B. તેની જીવિતતા 30 મિનિટ સુધી છે

C. તેની જીવિતતા વર્ષો સુધી ની છે

D. આપેલ એક પણ વિકલ્પ વિશે ચોક્કસ જવાબ કહી શકાય નહિ


9. જો અંડક આવરણો મા રંગસૂત્ર ની સંખ્યા 50 હોય તો ભ્રુણપુટ ફલન પછી કુલ રંગસૂત્રો ની સંખ્યા જણાવો

A. 175 B. 50 C 25 D. 125


10. ભ્રુણપોષ નો ભાગ જાળવી રાખતું નથી છે

A. ઘઉં B. મકાઈ C. મગફળી D. દિવેલા


11. શુક્રાશય, પ્રોસ્ટેટ અને બલ્બોયુરેથ્રલ સંદર્ભે ક્રમિક સાચું જણાવો

A. એક, એકજોડ, એક  B. એકજોડ, એક , એકજોડ

C. એકજોડ, એકજોડ, એક  D. એક, એક, એકજોડ


12. જન્મ નળી બનાવે છે

A. ગ્રીવા ગુહા યોનિમાર્ગ સાથે જોડાઈને

B. ગર્ભાશય યોનિમાર્ગ સાથે જોડાઈને

C. ગ્રીવા ગર્ભાશય સાથે જોડાઈને

D. આપેલ તમામ



13. યોની ટેમ્પોન.....

A. યોનિમાર્ગનું એક પટલ

B. યોનિમાર્ગ ના ઋતુપ્રવાહ ને શોષવા માટે નું  સાધન

C. યોનિમાર્ગમાંથી અંડકોષ બહાર નીકાળવાનું સાધન

D. યોનિમાર્ગના બાહ્ય પટલ


14. બાળકી ના જન્મ બાદ પ્રથમ કયા કોષો વિભાજન પામવાનું શરુ કરે

A. પ્રાથમિક પૂર્વ અંડકોષ  B. આદિ પૂર્વ અંડકોષ C. અંડકોષ D. દ્રિતીય પૂર્વ અંડકોષ


15.પુટિકીય અવસ્થા દરમ્યાન કોનો સ્ત્રાવ ઈસ્ટ્રોજન ના સ્ત્રાવને ઉત્તેજે છે

A. ગોનેડોટ્રોપીન્સ અંતઃસ્ત્રાવ B. ફક્ત LH C. ફક્ત FSH D.પ્રોજેસ્ટેરોન


16. નીચેનામાંથી જરાયુ કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતુ નથી

A. hPL  B. hCG C. પ્રોજેસ્ટેરોન  D. રિલેકસીન


17. WHO એટલે

A. વિશ્વ શારીરિક સંભાળ સંસ્થા                  B. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન

C. વિશ્વ સ્વાસ્થ્યકીય સારસંભાળ સંગઠન    D. વિશ્વ સંગઠન સંસ્થા


18. ઉલ્વજળ કસોટી નીચેનામાંથી કયા રોગ માટે લાગુ પડતી નથી.

A. ડાઉન સિન્ડ્રોમ B. સિકલ સેલ એનિમિયા C. ટ્રેનર્સ સિન્ડ્રોમ D. પાંડુરોગ


19. અંતઃ સ્ત્રાવ મુક્ત કરતા IUDS

A. LNG10 B. LNG30 C. LNG20 D. LNG25


20. પ્રેરિત ગર્ભપાત નીચેની કઈ બાબતો માટે કરાવી શકાય.

A. સતત ગર્ભધાનથી સર્જાતું ગર્ભવતી સ્ત્રીના જીવનનનું જોખમ તેણીના શારીરિક કે માનસિક સ્વાથ્યને થતી ગંભીર ઇજા માટે

B. જન્મનાર બાળ નોંધપાત્ર જોખમી હોય તે શારીરિક કે માનસિક અનિયમિતતા જેવી ઘટનાને લીધે ગંભીર વિકલાંગતા પામે.

C. કોઈ જનીનીક રોગો વિશે માહિતી મળે

D. આપેલ તમામ


21.અંતઃ ગર્ભાશય વીર્યસેચન માટે યોગ્ય વકલ્પ પસંદ કરો

A. AI  B. IUI  C. GIFT  D. IUT


22. નીચેનામાંથી કયું લક્ષણ પ્રભાવિ નથી

A. અગ્રિય પુષ્પ સ્થાન B. લીલો શીંગનો રંગ C. કક્ષીય પુષ્પનું સ્થાન D. જાંબલી પુષ્પનો રંગ


23. એક વનસ્પતિ વિષમયુગ્મી પ્રભાવી છે તો તેના માટે કસોટી સંકરણ નું પરિણામ

A. 16:0  B. 4:4:4:4  C.0:16  D 2:14


24. જો માતા સમયુગ્મી પ્રભાવી રુધીર જૂથ B અને બાળક સમયુગ્મી પ્રભાવી B રુધીર જૂથ હોય તો પિતાનું વીસમયુગ્મી રુધીર જૂથ સંપૂર્ણ પણે શુ હોઈ શકે

A. A    B. O   C.B  D AB


25. કોઈ જનીન કે જે તેની માહિતી ધરાવતું હોય તથા તેની નિપજનું સ્વાયત લક્ષણ નથી સમજાવતું ઉદાહરણ

A. વટાણાનું ગોળ બીજ અને પીળો કલર   B. વટાણામાં બીજના સ્ટાર્ચના સંસ્લેષણ નું નિયંત્રણ

C. ડ્રોસોફિલા મા પાંખોનો કલર                D. સ્વાનપુષ્પની અપુર્ણ પ્રભુતા


26. રૂપાંતરિત એલેલ માટે સાચું પસંદ કરો

A. તે પ્રછન્ન છે                                                     B. તે પ્રભાવી છે 

C. તે અત્યંત આવશ્યક ઉત્સેચકોનું નિર્માણ પ્રેરે છે     D. તે કાર્યક્ષમ ઉત્સેચકોનું નિર્માણ કરે


27. નીચેનામાંથી દ્વિસંકરણમાં F2 પેઢીમાં 2 ની સંખ્યામાં એક જેવા જનીન પ્રકાર ધરાવતા જનીન કયા છે

A. RrYY  B. RRYY C. RrYy D. RRyy


28. એક એલેલ બીજા ઉપર અપુર્ણ પ્રભાવી છે

A. વટાણાનું પુષ્પ B. શ્વાન પુષ્પ C. ડ્રોસોફિલા D. આપેલ તમામ


29. રંગસૂત્રોનો વ્યવહાર જનીન જેવો હોય છે કયા વૈજ્ઞાનિકોએ જોયું

A. સટન B. મોર્ગન C. મેન્ડેલ D. કોરેન્સ


30. DNA મા નોન ટેમ્પ્લેટ શૃંખલા પર 4 નંબર પર GTC કોડ છે પ્રોટીન બનતી વખતે t RNA પર પ્રતિ સંકેત કોડ કયો હશે

A. GTC  B. GUC  C. CAG  D. CUG


31. DNA પર 12 કોડ આવેલ છે તો DNA ની નોન ટેમ્પ્લેટ શૃંખલા પર 7 નંબરે TAA કોડ આવેલ છે  તો પોલી પેપ્ટાઈડ ની કેટલી ચૈન બંને અને ચેઇન બનવાનું કયા કોડથી બંધ થાય અને પોલિપેપ્ટાઈડ મા કેટલા અમીનો એસિડ હશે

A. 2, TAA, 6 B. 1, TAA, 6  C. 1, UAA 6, D. 1, AUU, 6


32. પ્રોટીન સંશ્લેષણ કરતા 6 ( ) નંબર નો  t-RNA ના પ્રતિ સંકેત મા  GAG હશે તો  DNA માંથી પ્રોટીન બનાવવા માટે પ્રથમ કોડ DNA ટેમ્પ્લેટ મા કયો હશે

A. AUG  B. TAC  C. GAG D. કસી


33. N- ગ્લાયકોસીડિક બંધ કોની વચ્ચે બનશે

A. ફોસ્ફેટ નાઇટ્રોજન બેઇઝ ના પ્રથમ કાર્બન સાથે જોડાય ત્યારે

B. નાઇટ્રોજન બેઇઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના -OH સમૂહ સાથે જોડાઈ ત્યારે

C. પેન્ટોઝ શર્કરા નાઇટ્રોજન બેઇજના પ્રથમ કાર્બન સાથે જોડાય ત્યારે

D. આપેલ એકપણ નહિ


34. RNA મા કેટલી પોલીપેપ્ટાઈડ શૃંખલા આવેલ હોય છે.

A. 1  B. 2  C.3  D.0


35. બે  લાક્ષણિક ન્યુક્લીઓઝોમ મા DNA ના કેટલા કુંતલ બની શકે

A.1   B. 10   C.20   D. 50


36. જે પ્રયોગમાં સેન્ટ્રીફ્યુગેશન પછી નિતાર મા રેડીઓએક્ટિવ 35 S જોવા મળ્યું સંલગ્ન વિધાન...

A. તેમાં 35S DNA ને અંકિત કરાયું હતું

B. તેમાં 32 P પ્રોટીન ને અંકિત કરાવ્યું હતું

C. તેમાં 35 S પ્રોટીન ને અંકિત કરાવ્યું હતું

D. તેમાં 32 P DNA ને અંકિત કરાવ્યું હતું.


37. કોના કારણે  DNA તેના સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો પ્રત્યે પ્રતિરોધી છે

A. તેમાં હાઇડ્રોજન બંધ હોવાથી

B. તેમાં DNA બેવડા કુંતલ ધરાવે છે માટે

C. તેમાં પૂરક કુંતલો આવેલા છે

D. B અને C બંને


38. આપેલ આકૃતિ બે જુદી જુદી ખોપરી ધરાવતા સસ્તનોની છે . આપેલ A અને B ખોપરી શેની છે ?

A. ખોપરી A એપની છે અને ખોપરી B માનવની છે .

B. ખોપરી A અને B પ્રાઇમેટની ખોપરી નથી .

C. ખોપરી A B ખોપરી કરતા વધુ મસ્તિષ્કક્ષમતા ધરાવે છે

D. ખોપરી A B ખોપરી કરતા વધુ દાંત ધરાવે છે .


39. માનવ ઉત્ક્રાંતિ માટે સૌથી અગત્યનો સાચો ક્રમ કયો છે ?

A. ઓસ્ટ્રેલોપિથેક્સ > રામાપિથેક્સ > હોમોસેપિયન્સ > હોમો હેબીલીસ

B. હોમો ઇરેકેટ્સ > હોમો હેબીલીસ > હોમો સેપિયન્સ

C. રામાપિથેક્સ > હોમો હેબીલીસ > હોમો રેકેટ્સ > હોમો સેપિયન્સ

D. ઓલોપિથેક્સ > રામાપિથેક્સ > હોમો રેકર્સ > હોમો હેબીલીસ > હોમોસેપિયન્સ


40. હોમો ઇરેકટસની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી ?

A. 800 CC  B. 900 CC  C. 1000 CC  D. 1400 CC


41. ( p + q ) 2 = p2 + 2pq + q2 = 1 સમીકરણ શેમાં ઉપયોગમાં લેવાય છે

A. વસતિજનીન  B. મેન્ડોલિયન જનીન C. બાયોમેટ્રીક્સ D. અણુજનીન


42. કોઈ એક વસતિના પ્રમાણે X જનીનની આવૃત્તિ = m= 80 % , Y જનીનની આવૃત્તિ = = 20 % હોય , તો XY જનીનઆવૃત્તિ........% અને XX જનીનઆવૃત્તિ........% થશે . ( હાર્ડ - વિનબર્ગ સિદ્ધાંતનો ઉપયોગ કરો . )

A. 4 % , 32 %  B. 64 % , 32 %   C. 4 % , 64 %   D. 32 % , 64 % 


43. નીચે પૈકી કઈ ગ્રંથિ જન્મ સમયે કદમાં મોટી હોય છે , પરંતુ ઉંમર વધવા સાથે તેના કદમાં ઘટાડો થાય છે ?

A. પિનિયલ   B. પિટ્યુટરી   C. થાયમસ  D. થાઇરોઇડ


44. એલર્જી કોની સાથે સંકળાયેલી છે ?

A. IgE   B. IgG   C. IgA  D. IgM


45. નીચે પૈકી સાચાં વિધાન પસંદ કરો :

( 1 ) AIDS ચેપી રોગ છે

( 2 ) કૅન્સર બિનચેપી રોગ છે

( 3 ) શારીરિક અને માનસિક તંદુરસ્તી પ્રાપ્ત કરવા માટે યોગ કરવામાં આવે છે .

( 4 ) ચેપી રોગો ખૂબ સામાન્ય છે , જે આપણામાંથી બધાએ કોઈ એક કે બીજા સમયે તેનો અનુભવ કર્યો હશે

( 5 ) તંદુરસ્તી પર જીવનપદ્ધતિ અસર કરતી નથી .

A. ( 1 ) , ( 2 ) અને ( 5 ) સાચાં છે .

B. ( 3 ) , ( 4 ) અને ( 5 ) સાચાં છે

C. ( 2 ) , ( 4 ) અને ( 5 ) સાચાં છે .

D. ( 1 ) , ( 2 ) , ( 3 ) અને ( 4 ) સાચાં છે


46. રોગ અને રોગપ્રતિકારકતા માટે સાચું વિધાન પસંદ કરો .

A. કોઈ કારણસર B લસિકાકણો અને T- લસિકાકણોને નુકસાન થાય , તો શરીર રોગકારક પ્રત્યે ઍન્ટિબોડી બનાવી શકતું નથી .

B. મારી નાખેલા રોગકારક સજીવને ઇજેક્શનથી આપતા નિષ્ક્રિય પ્રતિકાર મળે છે .

C.  હિપેટાઇટિસ- B ની રસી બનાવવા કેટલાક પ્રજીવનો ઉપયોગ થાય છે .

D.  સાપ કરડે ત્યારે ઉપયોગમાં લેવાતું સર્પવિરોધી રસીનું ઇજેક્શન સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે


47. સરસવની કઈ જાતિ જેસિસ કીટક સામે પ્રતિકારકતા દર્શાવે છે ?

A. પુસા ગૌરવ   B. પુસા સોમ -3   C.પુસા સોમ -2  D. પુસા સવાની પુસા


48. બ્રાસિકાની પુસા ગૌરવ જાતિ કયા કીટક સામે પ્રતિકારકતા ધરાવે છે ?

A. બોલવોર્મ  B. જેસિસ C. એફીડ્રેસ D. ( a ) , ( b ) અને ( c ) ત્રણેય


49. કોઈ પણ સંકરણ કાર્યક્રમમાં પાયાની જરૂરિયાત શું છે ?

A. જનીનિક સમાનતા   B. જનીનિક વિવિધતા C. વિકૃતિ  D.  હરિત ક્રાંતિ


50. નીચે વિધાન A થી C માં ખાલી જગ્યા પૂરો :

( A ) ચોખાની વેરાયટી IR8 -----1----  દેશમાં વિકસાવવામાં આવી   હતી .

( B ) ---2----દ્વારા પ્રતિકારક જનીનમાં સ્થળાંતર થાય છે . બાદમાં લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ---3--- થાય છે .

( C ) કોઈ પણ કોષમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન કરવાની ક્ષમતાને ----4---- કહે છે .

A. ( 2 ) લિંગી સંકરણ ( 3 ) પસંદગી ( 4 ) ભારત

B. ( 1 ) સંપૂર્ણ ક્ષમતા ( 2 ) પસંદગી ( 3 ) ફિલિપાઇન્સ

C. ( 1 ) કોષવૃદ્ધિ ( 2 ) વિકૃતિ ( 3 ) પસંદગી

D. ( 1 ) સંપૂર્ણ ક્ષમતા ( 2 ) દૈહિક સંકરણ ( 3 ) ભારત



51. સૂક્ષ્મ સજીવો અને માનવજાત માટે કયું વિધાન સાચું છે ?

A. કેટલાક સૂક્ષ્મ સજીવોને બાદ કરતા મોટા ભાગના સજીવો માનવજાત માટે ઉપયોગી છે .

B. બધા સૂક્ષ્મ સજીવો માનવજાત માટે ઉપયોગી છે .

C. બધા સૂક્ષ્મ સજીવો માનવજાત માટે રોગજન્ય છે .

D. આમાંથી એક પણ નહિ


52. બ્રેડ બનાવવા કઈ બેકર્સ યીસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે

A. સેકેરોસાયસિસ પુર્ખરિયા

B. સેકેરોસાયસિસ સેરેવીસી

C. સેકેરોસાયસિસ યુમાયસિટીસ

D. સેકેરોસાયસિસ ઇરવિન્સ


53. બેકરીમાં કણકમાંથી આથો શેને કારણે આવે છે ?

A. યીસ્ટ દ્વારા આથવણ દરમિયાન CO ઉત્પન્ન થવાને લીધે .

B. યીસ્ટ દ્વારા અજારક શ્વસન દરમિયાન CO2 ઉત્પન્ન થવાને લીધે .

C. યીસ્ટના મૃત્યુને કારણે .

D. યીસ્ટના મૃત્યુને કારણે કણક બગડવાથી અને ઘણા વાયુઓ ઉત્પન્ન થવાને લીધે


54. નીચે પૈકી કર્યું એક આલ્કોહોલિક પીણું નિશ્ચંદન ( વરાળ દ્વારા અર્ક ખેંચવાની પ્રક્રિયા ) વગર ઉત્પન્ન કરવામાં આવે છે ?

A. વાઇન  B. વહિસ્કી  C. રમ D. બ્રાન્ડી


55. સિવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં ક્યા તબક્કામાં સૂક્ષ્મ જીવો ઉપયોગી છે ?

A. પ્રાથમિક તબક્કો  B. દ્વિતીયક તબક્કો  C.તૃતીય તબક્કો  D.  ( a ) , ( b ) અને ( C ) ત્રણેય


56. Hind -II હંમેશા DNA અણુના જે બિંદુ પર કામ 

A. ત્યાં 13 ન્યક્લિઓટાઈડ આવેલા હોય   B. ત્યાં 6 ન્યુક્લીઓટાઈડ આવેલા હોય

C. ત્યાં 12 બેઇઝ પેઇર હોય  D. ત્યાં 13 બેઇઝ પેઇર હોય


57. જેમાં સૂક્ષ્મ જીવ સંક્રમણ રહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાય છે

A. બાયોટેક્નોલોજી B. જનીન ઇજનેરી, C.જૈવ પ્રક્રિયા ઇજનેરી વિદ્યા D. જૈવ પ્રક્રિયા


58.E.Coli ના નજીક નો સંબંધ ધરાવે છે

A.એગેરોબેક્ટેરિમ B.સાલ્મોનેલા C.બેસીલસ થુરેંજીયેસીસ D. આપેલ તમામ


59. જો DNA મા 5' ATGCAT 3'  શૃંખલા છે તો તેની પેલીન્ડ્રોમીક શૃંખલા મા 3' થી 5' ક્રમ શું હશે

A. ATGCAA B. TACAGTA C. TAGTCTA D. ATGCTA


60. DNA ને  નીરાચ્છાદન કોના દ્વારા કરી શકાય?

A. ઇથિડિયમ બ્રોમાઇડ B. UV કિરણો C. અગરોઝ D. આપેલ તમામ


61. એમ્પીસીલીન નો વિરોધ કરતા જનીન જો પુનઃ સંયોજીત DNA  મા સમાવેશિત ના થયાં હોય તો તેને  કયા માધ્યમ મા ઉછેર કરી શકાય નહિ.

A. એમ્પીસીલીન b. ટેટ્રાસાયક્લીન C. ક્લોરોમ્ફેનીકોલ D. A અને B


62. સક્ષમ યજમાન ને રૂપાંતરણ કરવાની પદ્ધતિ મા DNA ને બરફ ઉપર રાખતા પેલા કોની સારવાર અપાય છે

A. દ્વિસંયોજિત ધન આયન    B. ઋણ આયન

C. દ્વિસંયોજિત ઋણ અયાન  D. આપેલ વાક્ય માટે આપેલ વિકલ્પો a, b, c બંધ બેસતા નથી


63. બેસીલસ થુરિન્જીએસિસ નું પ્રોટીન કોને મારી નાંખે છે.

A. ભૃંગ કીટકો B. કાલિકા કીટકો  C. સૈનિક કીટકો D. આપેલ તમામ


64. RNA અંતઃક્ષેપણ પદ્ધતિ મા અર્થપૂર્ણ અને પ્રતીર્થપૂર્ણ RNA કોને નુકસાન પહોંચાડે છે

A. Ds RNA ને  B. સૂત્રકૃમિના DNA  C. સૂત્રકૃમિના RNA D. સૂત્ર કૃમિના વિશિષ્ટ m-RNA


65. નીચેનાનાથી કયી કસોટીથી રોગની પ્રારંભિક સારવાર થઇ શકે

A. મૂત્ર વિશ્લેષણ B. PCR C. ELISA D. આપેલ એકપણ નહિ


66. ELISA મા રોગની ચકાસણી કોના દ્વારા કરી શકાય

A. એન્ટિજન દ્વારા B. એન્ટિબોડી દ્વારા C. એન્ટિજન અને એન્ટિબોડી દ્વારા D. પ્રોટીન દ્વારા.


67. ઈન્સુલિન જેવા વૃદ્ધિ કારકોનો અભ્યાસ કોના દ્વારા સરળ બંને

A. પારજનિનિક પ્રાણીઓ  B. પુનઃ સંયોજિત ટેક્નોલોજી દ્વારા

C. પારજનીન પ્રાણીમાં ઉમેરીને  D. આપેલ તમામ


68. GEAC  નું પૂર્ણ નામ જણાવો

A. જિનેટિક એન્જીનીઅરીંગ એક્સેપ્ટેબલ કમ્યુનિકેશન

B. જિનેટિક એન્જીનીઅરીંગ એપ્રુવલ કમિટી

C. જનીન ઇજનેરી સહાય કમિટી

D. જિનેટિક એન્જીનીઅરીંગ એપ્રુવલ કંપની


69. ભારતીય સંસદમાં હમણાં કયો........મુસદ્દો લાગુ કરેલ છે.

A. ઇન્ડિયન પેટન્ટ એકટ નો પ્રથમ 

B. ઇન્ડિયન પેટન્ટ બિલમા બીજો 

C. ઇન્ડિયન પેટન્ટ ઈજારો પ્રથમ 

D. ઇન્ડિયન પેટન્ટ એક્ટનો બીજો


70. જાતિ a , b અને c એકબીજા સાથે નીચે મુજબ સંકળાયેલા છે

( 1 ) જાતિ a , c પાસેથી પોષણ મેળવે છે જ્યારે c a થી કોઈ નુકસાન કે ફાયદો નથી .

( 2 ) જાતિ b c પાસેથી પોષણ મેળવે છે અને c ને  b દ્વારા નુકસાન થાય છે .

( 3 ) જાતિ a ને b પાસેથી પાણી અને ક્ષારો મળે છે અને b a પાસેથી પણ પોષણ મેળવે છે ,

તો તેમની વચ્ચેનાં આંતરજાતીય સંબંધો માટે કયો વિકલ્પ સાચો છે ?

A. a ›››‹››› c = સહભોજિતા , b ›››‹››› c = પરોપજીવન , a ›››‹››› b = પરસ્પરતા

B. a ›››‹››› c = સ્પર્ધા , b ›››‹›››  c = સહભોજિતા , a ›››‹››› b = પરભક્ષણ 

C. a ›››‹››› c = પરસ્પરતા  , b ›››‹››› c = સહભોજિતા , a ›››‹››› b = સ્પર્ધા

D. આમાંથી એક પણ નહિ .


71. આપેલા વય પિરામિડ માટે કર્યું અનુમાન સાચું છે ? 

A.  ઘટતી વસતિ B. વધતી વસતિ  C.વસતિ સંતુલિત D.વસતિ વધે કે ઘટે


72. 1 , 2 , 3 અને 4 માટે સાચો વિકલ્પ પસંદ કરો . ચાર્ટ વસતિમાં થતા ફેરફારો રજૂ કરે છે.



       1         2        3        4

A. વધારો  ઘટાડો  વધારો  ઘટાડો

B. ઘટાડો  વધારો  ઘટાડો  વધારો

C. વધારો  વધારો  ઘટાડો  ઘટાડો

D. ઘટાડો  ઘટાડો  ઘટાડો  વધારો



73. શોષણના બે વિકલ્પો છે : એક પરોપજીવન છે જ્યારે બીજો વિકલ્પ કયો છે ?

A. સહભોજીતા  B.ભક્ષણ  C.પ્રતિજીવન  D.સ્પર્ધા


74. જૈવક્ષમતા પર કોની અસર હોય છે ?

A. મર્યાદિત ખોરાકપ્રાપ્તિ     B.સ્પર્ધા

C. વસવાટની પ્રાપ્તિ           D. ( a ) , ( b ) અને ( c ) ત્રણેય


75 શેવાળ મરુસંચકમાં અગ્રણી જાતિ કઈ છે ?

A. પ્લવકો B. લાઇકેન્સ  C. શેવાળ  D. છોડ


76. નીચે પૈકી કયું વિધાન આપેલ જૈવ - ભૂ - રાસાયણિક ચક્ર માટે સાચું નથી ?


A. પ્રાણીના શરીરમાં પોષક તત્ત્વો ત્યાં સુધી રહે છે જ્યાં સુધી તેનું મૃત્યુ થાય .

B. જો વનસ્પતિ મૃત્યુ પામે તો પછીથી પોષક તત્ત્વો અને વનસ્પતિ જૈવભાર નિર્માણ પામે છે .

C. પ્રાણી દ્વારા વનસ્પતિ ખવાઈ ગયા બાદ પોષક તત્ત્વો પ્રાણીમાં આવે છે .

D. વનસ્પતિઓ દ્વારા પોષક તત્ત્વો જમીનમાંથી મેળવાય છે .


77. નિવસનક્ષેત્રના વિઘટકો

A. સૂક્ષ્મ પ્રાણીઓ          B. જીવાણુ અને ફૂગ

C.( a ) અને ( b ) બંને    D.જીવાણુ , ફૂગ અને પ્રાણીઓ


78. જૈવસમાજમાં પ્રાથમિક ઉપભોગીઓ કોણ છે ?

A. માંસાહારીઓ   B. સર્વભક્ષી  C. તૃણાહારીઓ D. મૃતોપજીવી


79. પરિસ્થિતિવિદ્યાનો રચનાકીય એકમ

A. વસતિ  B.જૈવિક સમાજ  C.નિવસનતંત્ર  D.જીવાવરણ


80. જનીનવિવિધતા માટે નીચેનામાંથી શું સાચું નથી ?

A. જનીનવિવિધતા નવી જાતિના નિર્માણ માટેનો આધાર છે

B.જનીનવિવિધતા વધુ એટલી અનુકૂળતા પામવાની ક્ષમતા વધુ .

C.જનીનવિવિધતા વધે તો લક્ષણોમાં એકરૂપતા પ્રેરાય .

D.જનીનવિવિધતા વધુ તેટલું ભૌગોલિક વિતરણ પણ વધુ .


81. જનીનસંકુલ શું છે ?

A.નિવસનતંત્રમાં રહેતા પ્રત્યેક સજીવોમાં રહેલ જનીનનું જૂથ

B.સમાજમાં રહેલા બધાં જ જનીનનો સમૂહ

C.વ્યક્તિના એક કોષમાં રહેલ જનીનનો સમૂહ

D.વસ્તીના બધાં જ જનીનોનો સમૂહ


82. પૃથ્વીનાં ફેફસાં તરીકે જાણીતાં વર્ષાજંગલો કયાં છે ?

A. સવાનાં વર્ષાજંગલો                        B. એમેઝોન વર્ષાજંગલો

C. આફ્રિકાનાં જંગલો                         D. ઉત્તર અમેરિકાનાં વર્ષા જંગલો


83. એમેઝોન વર્ષાજંગલ શેના ઉછેર માટે કપાઈ રહ્યા છે?

A. મગફળી         B. રાઈ            C. સોયાબીન           D. કપાસ


84. શીતજાળવણી માટે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ સાચો છે?

A. પ્રવાહી નાઇટ્રોજનનો ઉપયોગ              B. પ્રવાહી હાઇડ્રોજનનો ઉપયોગ

C. અધિક ઊંચા તાપમાનનો ઉપયોગ         D. આમાંથી એક પણ નહિ .


85. હવાના પ્રદૂષણનું નિયંત્રણ અને વાહનોની સુયોગ્ય જાળવણી માટે શું કરી શકાય ?

A. સીસાયુક્ત પેટ્રોલ - ડીઝલનો ઉપયોગ વધારવો .

B. પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારો કરવો .

C. પેટ્રોલ - ડીઝલનો વપરાશ કરતાં વાહનો પર પ્રતિબંધ લાદવો .

D. સીસામુક્ત પેટ્રોલ - ડીઝલનો ઉપયોગ વધારવો .


86. દિલ્લીમાં 1997 થી 2005 ના ગાળામાં કયા વાયુના પ્રમાણમાં નક્કર ઘટાડો જોવા મળ્યો ?

A. CO2 , SO2      B. CO2 , CO , SO2,      C. CO2 , NO2 , SO2       D. CO2 , CO , CFC


87. પાણીમાં કાર્બનિક પદાર્થોના ઉભરાવાથી શું અસર થશે ?

A. BOD → ઘટશે  .               B. BOD → ઉપર કોઈ અસર થશે નહિ .

C. BOD → વધશે .                D. COD → ઉપર કોઈ અસર થશે નહિ .


88. કાર્બનિક કચરાથી ભરેલા તળાવમાં શું થઈ શકે છે ?

A. લીલના વિસ્ફોટને કારણે તળાવ સુકાઈ જાય છે .

B. વધારે પોષક પદાર્થોને કારણે માછલીઓની વસતિમાં વધારો થાય છે

C. ઑક્સિજનની ઊણપને કારણે માછલીઓ મરી જાય છે .

D. ખનીજતત્ત્વોને કારણે જલીય સજીવોની વસતિમાં વધારો થાય છે .


89. રેડિયો - ઍક્ટિવ કચરાથી માનવને ક્યો રોગ થઈ શકે છે ?

A. એઇડ્સ          B. કમળો          C. ઓરી         D. કેન્સર


90. સ્ટ્રેટોસ્ફિયર ક્ષેત્રમાં UV કિરણો O2 સાથે સંયોજાતાં શાનું નિર્માણ થાય છે ?

A. ફ્રિયોન           B. CO2           C. ઓઝોન          D. N2O



======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad