Type Here to Get Search Results !

Biology Test Series For NEET | વનસ્પતિઓમાં વહન | ટેસ્ટ -17 | ધોરણ -11 | UNIT - 4

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 30 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -120 3) ટેસ્ટ સમય - 30 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | વનસ્પતિઓમાં વહન  | ટેસ્ટ -17 | ધોરણ -11 | UNIT - 4


1. નીચે પૈકી ક્યા પરિબળ પર ઉસ્વેદન આધારિત નથી ?
A. DPD  B. ઋણ આશૂનદાબ  C. તાપમાન D. બાષ્પદાબનો તફાવત

2. રસસંકોચનની ક્રિયા ક્યા પ્રકારના દ્રાવણને કારણે થાય છે ?
A. હાયપરટૉનિક  B. હાયપોટૉનિક  C. આઇસોટૉનિક D. આપેલ તમામ

3.દ્વિદળી પુખ્ત પ્રકાંડ ઉવેદન કોના દ્વારા થાય ?
A. વાયુરંધ્રો  B. ક્યુટિકલ  C. વાતછિદ્રો D. આપેલ તમામ

4.નીચે આપેલ પૈકી ઉસ્વેદનનું મહત્ત્વ કર્યું છે ?
A. છોડને નીચા તાપમાને રાખે.     B. પાણી અને ખનીજ દ્રવ્યોને ઉપર તરફ ખેંચે છે.
C. મૂળ દ્વારા પાણીનું ઉપર ચઢવું  D. આપેલ તમામ

5.બિંદુસ્વેદન કઈ રચના દ્વારા થાય છે ?
A. જલોત્સર્ગી  B. વાતછિદ્રો  C. વાયુરંધ્રો D. યાંત્રિક કોષો

6. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતાં ઉસ્વેદનમાં શો ફરક પડે ?
A. ઉસ્વેદનનો દર વધે   B. ઉસ્વેદનનો દર ઘટે   C. ઉર્વેદનનો દર વધે કે ઘટે  D. આપેલ પૈકી એક પણ નહીં

7.ઉસ્વેદનદાબ ક્યારે સર્જાય છે ?
A. ખુલ્લા વાયુરંધ્ર , ભેજવાળી હવા , ભીની જમીન
B. ખુલ્લા વાયુરંધ્રો , ગરમ હવા , ભીની જમીન
C. ખુલ્લા વાયુરંધ્ર , ભેજવાળી હવા , સૂકી જમીન
D , બંધ વાયુરંધ્રો , સૂકી હવા , ભેજવાળી જમીન

8.મૂળમાં પાણીનું મોટે ભાગે વહન અપદ્રવ્ય પથ દ્વારા થાય છે , કારણ કે ,
A. બાહ્યકના કોષો છૂટાછવાયા હોય છે     B. બાહ્યના કોષો જીવંત કોષો છે
C. બાહ્યના કોષો પાતળી દીવાલવાળા છે   D. આપેલ તમામ

9.પાણી અને આયનોનું મહત્તમ શોષણ સામાન્ય રીતે કોના દ્વારા થાય છે ?
A. મૂળદાબ   B. પાણીના સંલગ્ન અણુ  C. પર્ણોના ઉસ્વેદન  D. બિંદુત્વેદન

10. નીચે આપેલ પૈકી કયાં કયાં વિધાનો સત્ય છે ?
( 1 ) અપદ્રવ્ય પથમાં પાણીનું વહન માત્ર કોષદીવાલ દ્વારા થાય છે , જેમાં કોઈ પણ પટલ ભાગ લેતું નથી . ( 2 ) કોષ દ્રાવ્ય પદાર્થો હોય છે , જે પાણીની મુક્ત - ઊર્જા કે જલક્ષમતામાં વધારો કરે છે .
( 3 ) સંદ્રવ્ય પથમાં કોષદીવાલીય છિદ્ર ( પ્લાઝમોડેસ્માય ) દ્વારા એક કોષમાંથી બીજા કોષમાં વહન થાય છે .
( 4 ) પટેલની પ્રવેશીલતાનો આધાર તેના રાસાયણિક બંધારણ તેમજ દ્રાવ્ય પદાર્થ પર આધારિત છે .
A. 1 અને 2 માત્ર    B. 2 અને 4 માત્ર    C. 1 , 3 અને 4 માત્ર   D. 1 , 2 અને 4 માત્ર


11.ખનીજોનું વહન ક્યા સ્વરૂપે થાય છે ?
A. આયનો B. મિશ્રણ   C. સંયોજનો D. અણુઓ

12. નીચે આપેલ પૈકી ક્યું વિધાન અસત્ય છે ?
A. જલક્ષમતા એટલે જ રાસાયણિક ક્ષમતા કહેવાય .
B. દ્રાવ્યબળ હંમેશાં ઋણ હોય છે
C. ફૂલેલા કોષમાં દાબબળ શૂન્ય છે
D. સંપૂર્ણ આશૂનતા પામેલ કોષમાં જલક્ષમતા અને દ્રાવ્યબળ સમાન હોય છે

13.બીજાંકુરણની શરૂઆતમાં બીજાવરણમાં પાણીનો પ્રવેશ થાય છે. તે ક્રિયાને શું કહેવાય ?
A. અંતઃચૂષણ . B. મૂળદાબ C. આસૃતિ  D. શોષણ

14.જ્યારે કોષમાં પાણી પ્રવેશે , ત્યારે પૂર્વઅસ્તિત્વ ધરાવતા કોષરસમાં ક્યું બળ ઉદ્ભવે છે ?
A. પ્રસરણ O B. આસૃતી દાબ  ( Op )   C. આશુનાબ ( Tp )   D. પ્રસરણ દાબ તફાવત ( DPD )

15.કોષ માં આસૃતિદાબ ( Op ) 4 અને આશૂનદાબ ( Tp ) ૩ છે , જ્યારે તેની સાથે જોડાયેલ કોષમાં op, 5 અને Tp 3 છે , તો પાણીનું વહન કઈ તરફ થશે ?
A. X કોષ તરફથી અન્ય કોષ તરફ
B. અન્ય કોષમાંથી x કોષ તરફ છે
C. બંને કોષ તરફ
D. આપેલ પૈકી એક પણ નહીં

16.કઈ દેહધાર્મિક ઘટનામાં પર્ણોમાં પોતાની નીચે રહેલા કોષીયસ્તર કરતાં ઉપરના કોષીયસ્તરમાં તાપમાન વધુ હોય છે ?
A. પ્રકાશસંશ્લેષણ  B. ઉસ્વેદન C. જલવિભાજન  D. શ્વસન


17. એક સઘન શિક્ષણ આપનાર શિક્ષક દેહધાર્મિક ક્રિયાનો એક સફળ પ્રયોગ પોતાના વ્યાખ્યાન દરમિયાન નિદર્શિત કરવા માંગે છે . તે માટે તેને એક કોચની શીશીમાં નિયત જથ્થામાં સરસવના ભેજયુક્ત બીજ લઈ અને તેમાં પાણી રાખી અને કાચની શીશીને હવાચુસ્ત બંધ કરી એક ખૂણામાં મૂકી રાખે છે . તેમના વ્યાખ્યાનના અંતના ભાગમાં કાચની શીશીના ટુકડેટુકડા થઈ જાય છે , તો તેઓ કઈ દેહધાર્મિક ક્રિયા દર્શાવવા માગતા હશે ?
A. અંતઃચૂષણ B. આસૃતિ  C. અજારક શ્વસન  D. પ્રસરણ

18. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
A. મૂળરોમ દ્વારા પાણી અને દ્રાવ્ય અકાર્બનિક ક્ષારોનું ઊર્ધ્વ વહન થાય છે
B. વનસ્પતિઓ દ્વારા માટીમાંથી પાણી દ્વારા અલ્પમાત્રામાં ખનીજ ક્ષારો શોષાય છે
C. વનસ્પતિઓમાં મૂળ મુખ્ય શોષક અંગ છે
D. વનસ્પતિઓ એક સમયે પાણી કે કોઈ એક અકાર્બનિક ક્ષારોનું જ શોષણ કરે છે


19. સુક્રોઝ માટે અસંગત વિકલ્પ ક્યો છે ?
A. નોન - રિડ્યુસિંગ શર્કરા                       B. રાસાયણિક રીતે સ્થિર
C. અન્નવાહકમાં વહન પામતું કાર્બોદિત      D. સાથીકોષમાંથી ચાલનીનલિકામાં તેનું નિષ્ક્રિય વહન

20. અન્નવાહકમાં પસાર થતા કાર્બોદિત ક્યા સ્વરૂપે હોય છે ?
A. લૂકોઝ  B. ફુક્ટોઝ  C. સુક્રોઝા  D. રિબોઝ

21. અન્નવાહકમાં અન્નવાહકરસની અવરજવર :
A. એકમાર્ગી  B. દ્વિમાર્ગી  C. દિશાવિહિન  D. આમાંથી એકેય નહિ

22. સુગર ( ખાંડ ) નું મૂળસ્રોતથી સિંક સુધીના સ્થળાંતરણનો સિદ્ધાંત સ્વીકૃત
A. સંલગ્ન બળ સિદ્ધાંત  B. સામૂહિક વહન  C. મેલેટ સિદ્ધાંત  D. ડોનના સિદ્ધાંત

23. નીચેનામાંથી કયા વડે પર્ણરંદ્રીય છિદ્ર ખૂલવાને અનુકૂળતા મળે છે ?
( A ) રક્ષકકોષોની બાહ્ય દીવાલનું સંકોચન
( B ) રક્ષકકોષોની આશૂનતામાં ઘટાડો
( C ) રક્ષકકોષોની દીવાલમાં સેલ્યુલોઝ સૂક્ષ્મતંતુકોનું અરીય આયોજન
( D ) રક્ષકકોષોની દીવાલમાં સેલ્યુલોઝ સૂક્ષ્મતંતુકોનું આયામ આયોજન

24. ઊંચાં વૃક્ષોમાં જલવાહિનીઓમાં પાણીનો સ્તંભ તેના વજનને કારણે તૂટતો નથી , કારણ કે
( A ) ઘન મૂળદાબ                            ( B ) પાણીમાં ઓગળેલ શર્કરા
( C ) પાણીની જોડાઈ રહેવાની શક્તિ  ( D ) જલવાહિનીઓમાં લિગ્નિનનું સ્તર

25.રક્ષકકોષો આમાં મદદરૂપ છે
( A ) ઉસ્વેદન  ( B ) બિંદુત્વેદન  ( C ) ઈજાની સામે લડાઈ કરે છે  ( D ) ચરાઈની સામે રક્ષણ આપે છે

26. કોષની આસપાસ પાણી હોવાથી આશૂનતામાં વધારો થાય છે , જેથી કોષદીવાલ પર દબાણ
( A ) વધે ( B ) ઘટે ( C ) વધઘટ થાય ( D ) કોઈ ફેરફાર ન થાય

27. પર્ણમાં કઈ ક્રિયા દરમિયાન જલક્ષમતા ધન હોય છે ?
( A ) વધુ ઉત્તેદન  ( B ) ઓછું ઉસ્વેદન  ( C ) વધુ શોષણ ( D ) બિંદુત્વેદન

28.વનસ્પતિના મૂળના કોષોમાં ખનીજ આયનોનું વહન પ્રસરણને પરિણામે થાય છે , તેને શું કહેવાય ?
( A ) આસૃતિ ( B ) સક્રિય શોષણ ( C ) નિષ્ક્રિય શોષણ ( D ) અંતઃકોષરસીય શોષણ

29. વનસ્પતિનાં પર્ણોમાં વાતવિનિમય માટે કઈ સપાટી વધુ સારી અનુકુલિત કહેવાય ?
( A ) નીચલી સપાટીના રોમ    ( B ) બહુસ્તરીય અધિસ્તર છે
( C ) મીણયુક્ત ક્યુટિકલ       ( D ) સૂર્યના સીધા કિરણોથી દૂર ગોઠવાયેલ નીચલી સપાટીના વાયુઓ

30. અર્થપૂર્ણ ગર્ડલીંગ ( રિંગિંગ ) પ્રયોગ શેરડીમાં. ને કારણે થઈ શકતો નથી .
( A ) તેની અન્નવાહક જલવાહકની અંદરની તરફ હોય છે
( B ) તેની પ્રકાંડ સપાટી મીણના આવરણથી આવરિત છે ..
( C ) તેના વાહિપુલો વલયમાં હોતા નથી
( D ) તેનું પ્રકાંડ પાતળું હોય છે .


જવાબો

1.B, 2.A, 3.C, 4.D, 5.A, 6.B, 7.B, 8.D, 9.C, 10.C, 11.A, 12.D, 13.A, 14.D, 15.A, 16.B, 17.A, 18.D, 19.A, 20.C, 21.B, 22.B, 23.D, 24.C, 25.A, 26.A, 27.D, 28.C, 29.D, 30.છે.


======================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad