Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
Biology Test Series For NEET | વનસ્પતિઓમાં વહન | ટેસ્ટ -16 | ધોરણ -11 | UNIT - 4
1. જ્યારે પાણી વહન પામીને એક કોષમાંથી બીજા કોષમાં કોષરસ તંતુકો દ્વારા જાય છે આ પથને કહે છે .
A. અપદ્રવ્ય પથ B. સંદ્રવ્ય પથ C. માયકોપ્લાસ્ટ પથ છે D. ધારપટલ વહનપથ
2. વાયુરંધ્રોનું ખૂલવા અને બંધ થવાની ક્રિયાનું નિયંત્રણ કરે છે .
A. અંતઃચૂષણ B. આશૂનતા C. પ્રસરણ D. રસસંકોચન
3. જલવાહકની જલવાહિનીઓ અને પાણીના અણુઓ વચ્ચેના બળને
A. સંલગ્ન બળ B. અભિલગ્ન બળ C. આશુંનંદાબ છે D. આસૃતિદાબ
4. વનસ્પતિનાં મૂળતંત્રો કયા જળનું શોષણ કરે છે ?
A. ભૂમીય જળ B. કેશાકર્ષણ જળ C.ખનીજ જળ D. કલિલ જળ
5. અંતઃસ્તરના સુબેરીનયુક્ત સ્તરમાંથી દબાણપૂર્વક પાણીનું વહન થાય તેને ...
A. રસારોહણ કહે છે B. દાબવહન કહે છે C. પારપટલ વહન કહે છે D. શોષક દાબ કહે છે .
6.મૂળમાં કોની દીવાલ સુબેરીનથી સ્થૂલિત હોય છે ?
A. અંતઃસ્તરના કોષોની દીવાલ B. પરિચક્રના કોષોની દીવાલ C. બાહ્યકનાં કોષોની દીવાલ D. જલવાહકના કોષોની દીવાલ
7. જમીનમાંથી મૂળના ક્યા ભાગમાં પાણી સૌપ્રથમ દાખલ થશે ?
A. બાહ્યક B. મૂળરોમ C. અધઃસ્તર D. જલવાહક
8. કાસ્પેરિયન પટ્ટીમાં આવેલું પાણી માટે અપ્રવેશ્ય એવું દ્રવ્ય ...
A. ઍક્ટિન B. સેલ્યુલોઝ C. લિગ્નિન D. સુબેરીન
9. ક્યા બળને કારણે વનસ્પતિદેહમાં પાણી, મૂળથી માંડીને પર્ણ સુધી એક સળંગ સ્તંભ તરીકે રહે છે ?
A. મૂળદાબ B. શોષક દાબ C. સંલગ્ન બળ D. અભિલગ્ન બળ
10. રસારોહણ દરમિયાન અભિલગ્ન બળ કોના વચ્ચે સર્જાય ?
A. જલવાહક પેશીના વાહક ઘટકો વચ્ચે B. જલવાહકની દીવાલ અને પાણીના અણુઓ વચ્ચે
C. પાણીના અણુઓ વચ્ચે D. પાણીના અણુઓ અને ખનીજ દ્રવ્યો વચ્ચે
11. વાતાવરણમાં જેમ ભેજનું પ્રમાણ વધુ તેમ......
A. બાષ્પોત્સર્જનનો દર ઊંચો B. રસારોહણનો દર ઊંચો C. બાષ્પોત્સર્જનનો દર નીચો D. શોષક દાબ ઊંચો
12. ક્યા કોષો વાયુરંધ્રના છિદ્રના કદનું નિયમન કરે છે ?
A. સહાયક કોષો B. સાથી કોષો C. અધિસ્તરીય કોષો D. રક્ષકકોષો
13. ક્યારે વાયુરંધ્રનું છિદ્ર ખૂલે ?
A. રક્ષકકોષોની અસ્થૂલિત દીવાલ બહિર્વલન પામે ત્યારે B. રક્ષકકોષોની અસ્થૂલિત દીવાલ અંતર્વલન પામે ત્યારે
C. રક્ષકકોષોની સ્થૂલિત દીવાલ બહિર્વલન પામે ત્યારે D. રક્ષકકોષોની સ્થૂલિત દીવાલ અંતર્વલન પામે ત્યારે
14. મૂળદાબનો સિદ્ધાંત કેવી વનસ્પતિમાં સારોહણ માટે ઉપયોગી છે ?
A. ખૂબ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ માટે B. ખૂબ ઓછી ઊંચાઈ ધરાવતા છોડ માટે
C. ખૂબ ઘટાદાર વૃક્ષો માટે D. બધી જ વનસ્પતિઓ માટે
15. કયું બળ રસારોહણની ક્રિયા માટે જવાબદાર નથી ?
A. અણુ - અણુ વચ્ચે લાગતું આકર્ષણ બળ B. અભિલગ્ન બળ C. કેશાકર્ષણ બળ D. જલક્ષમતા
16. પારપટલ વહન એટલે.......
A. અધિસ્તરમાં થતું પાણીનું વહન B. બાહ્યકમાં થતું પાણીનું વહન
C. અંતઃસ્તરમાં થતું પાણીનું વહન D. બહિસ્તરમાં થતું પાણીનું વહન
17. Ψs એટલે ?
A. દ્રાવણમાં રહેલાં દ્રવ્યોનું પ્રમાણ B. દ્રાવણમાં રહેલા દ્રાવકનું પ્રમાણ
C . દ્રાવણમાં રહેલા દ્રાવક અને દ્રાવ્યનું પ્રમાણ D. આપેલ પૈકી એક પણ નહીં
18. મૂળની જલવાહક પેશીમાંથી પર્ણની જલવાહક પેશી સુધી પાણી અને દ્રાવ્ય ખનીજ ક્ષારોના વહન માટે જવાબદાર મુખ્ય સિદ્ધાંત કયો છે ?
A. મૂળદાબ B.ઉત્સ્વેદન દ્વારા સર્જાતા શોષકદાબનો સિદ્ધાંત C. આસૃતિ D. જલક્ષમતા
19. પર્ણપત્ર જેમ મોટા તેમ ઉત્સ્વેદન.......
A. વધુ B. ઓછું C. ધીમું D. આપેલ પૈકી એક પણ નહીં
20. અર્ધપ્રવેશશીલ પટલમાંથી પસંદગીમાન પ્રવેશ એટલે શું ?
A. પ્રસરણ B. આસૃતિ C. કેશાકર્ષણ D. અંતઃચૂષણ
21. પર્ણની સપાટી પરથી પ્રવાહીરૂપે પાણી ગુમાવવાની ક્રિયા કઈ છે ?
A. બાષ્પીભવન B. ઘનીભવન C. ઉત્સ્વેદન D. બિંદુત્સ્વેદન
22. મૂળતંત્ર દ્વારા પાણીના નિષ્ક્રિય શોષણ માટે શું જવાબદાર છે ?
A. મૂળના કોષો વડે સર્જાતું દબાણ B. મૂળના કોષોની શ્વસનક્રિયામાં વધારો
C. પ્રરોહતંત્રમાં આસૃતિદાબ D. ઉત્સ્વેદન દ્વારા સર્જાતો શોષક દાબ
23. નીચેના પૈકી ક્યું પરિબળ ઉત્સ્વેદનનો દર પર સીધી અસર કરતું નથી ?
A. તાપમાન B. પ્રકાશ C. પર્ણમાં ક્લોરોફિલનો જથ્થો D. પવન
24. પર્ણની નીચલી સપાટીએ વધારે સંખ્યામાં વાયુરંધ્રોની હાજરી શામાં હોય છે ?
A. પુષ્ઠવક્ષીય પર્ણ B. સમદ્વિપાર્શ્વ પર્ણ C. A અને B બંને D. આપેલ પૈકી એક પણ નહીં
25. બિંદુત્સ્વેદન પ્રક્રિયા ક્યારે થાય છે ?
A. જ્યારે મૂળદાબ વધારે અને ઉત્સ્વેદન નહિવત્ હોય . B. જ્યારે મૂળદાબ નહિવત્ અને ઉત્સ્વેદન વધારે
C. જ્યારે મૂળદાબ અને ઉત્સ્વેદનનો દર સરખો થાય . D. જ્યારે મૂળદાબ અને ઉત્સ્વેદનનો દર ઊંચો હોય.
26. પાસપાસેના બે વનસ્પતિકોષ
x માં Ψs = -20 બાર અને Ψp = 8 બાર, જ્યારે yમાં Ψs = - 12 બાર અને Ψp = 2 બાર હોય , તો
A. પાણીનું વહન કોષ y થી કોષ x તરફ થાય. B. કોષ x અને કોષ વચ્ચે પાણીનું ચોખ્ખું પ્રસરણ થતું નથી
C. પાણીનું વહન કોષ x થી કોષ y તરફ થાય . D. કોષ x અને કોષ y વચ્ચે પાણીનો પ્રવાહ અટકી જાય .
27. નીચેનામાંથી કઈ સ્થિતિમાં ઉત્સ્વેદન સૌથી વધુ હશે ?
A. વાતાવરણમાં ભેજ પ્રમાણ વધારે B. પવનની મંદ ગતિ
C. ભેજ પ્રમાણ નહિવત , ઊંચું તાપમાન , આશુન રક્ષકકોષો , ભેજવાળી ભૂમિ D. શુષ્ક ભૂમિમાં ઉગેલો છોડ
28. પર્ણો દ્વારા થતી કઈ ક્રિયા , પર્ણોમાં આંતરિક તાપમાન જાળવી રાખવામાં મદદરૂપ છે ?
A. ઉત્સ્વેદન B. પ્રકાશસંશ્લેષણ C. શ્વસન D. જલવિભાજન
29. ઉત્સ્વેદનમાં ગુમાવાતું પાણી......
A. શુદ્ધ હોય B. ક્ષારયુક્ત દ્રાવણરૂપે C. દ્રાવ્ય ઉત્સર્ગ દ્રવ્યોરૂપે D. B અને C બંને
30. શુદ્ધ પાણીમાં Ψs , અને Ψwનું મૂલ્ય અનુક્રમે..........
A. 0 અને 100 B. 0 અને 0 C. 100 અને 0 D. 100 અને 100
31. રક્ષકકોષોની દીવાલો પર અરીય રીતે કયા સૂક્ષ્મતંતુકો ગોઠવાયેલા છે ?
A. સેલ્યુલોઝ B. પૅક્ટિન C. કવકતંતુ D. ક્યુટિકલ
32. સાચું વિધાન કયું છે ?
A. C3 અને C4 વનસ્પતિઓમાં CO2 સ્થાપનની ક્ષમતા સરખી હોય છે .
B. C3 વનસ્પતિઓ કરતાં C4 વનસ્પતિઓમાં CO2 સ્થાપનની ક્ષમતા બમણી હોય છે
C. C3 વનસ્પતિઓમાં C4 વનસ્પતિઓ કરતાં CO2 સ્થાપનની ક્ષમતા બમણી હોય છે .
D. CO2 સ્થાપન ક્ષમતા C3 વનસ્પતિઓમાં દિવસે વધારે અને C4 વનસ્પતિઓમાં રાત્રે વધારે હોય છે .
33. વિધાન A : પ્રકાશ એ ઉત્સ્વેદન પર અસર કરતું અગત્યનું બાહ્ય પરિબળ છે . કારણ R : પ્રકાશની હાજરીમાં વાયુરંધ્ર ખુલ્લા થાય છે અને પ્રકાશની ગેરહાજરીમાં વાયુરંધ્ર બંધ થાય છે . વિધાન A અને કારણ R માટે યોગ્ય વિકલ્પ કયો છે ?
A. A અને R બંને સાચાં અને R એ A ની સાચી સમજૂતી છે B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
C. A સાચું અને R ખોટું છે . D. A અને R બંને ખોટાં છે .
34. વિધાન A : જલવાહકમાં સંલગ્ન બળને કારણે પાણીનો સ્તંભ જળવાય છે . કારણ R : પ્રકાંડની જલવાહકમાં શોષક દાબથી પાણીનો સ્તંભ ઊર્ધ્વગમન પામતો નથી . વિધાન A અને કારણ R માટે યોગ્ય વિકલ્પ ક્યો છે ?
A. A અને R બંને સાચાં અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું અને R ખોટું છે .
D. A અને R બંને ખોટાં છે .
35. પર્ણો પર પડતા સૂર્યપ્રકાશમાંથી .......
A. મોટા ભાગ પ્રકાશસંશ્લેષણમાં અને બાકીનો ભાગ ઉત્સ્વેદનમાં વપરાય .
B. અલ્પ ભાગ પ્રકાશસંશ્લેષણમાં વપરાય અને બાકીનો ભાગ પરાવર્તન પામે .
C. અલ્પ ભાગ પ્રકાશસંશ્લેષણમાં અને બાકીનો ભાગ ઉત્સ્વેદનમાં વપરાય .
D. અલ્પ ભાગ ઉત્સ્વેદનમાં વપરાય અને બાકીનો ભાગ પરાવર્તન પામે .
36. જ્યારે કોષ સંપૂર્ણ આશૂન થયેલો હોય ત્યારે ક્યું બળ શૂન્ય હોય છે ?
A. આસૃતિદાબ B. આશૂનતા દાબ C. શોષક દાબ D. આપેલ તમામ
37. કવકમૂળ શું દર્શાવે છે ?
A. લીલ અને ફૂગનું સહજીવન B. બૅકટેરિયા અને લીલનું સહજીવન
C. બૅકટેરિયા અને ફૂગનું સહજીવન D. ફૂગ અને વનસ્પતિના મૂળતંત્રનું સહજીવન
38. આકૃતિમાં દ્વિદળી વનસ્પતિનાં ત્રણ પર્ણ સૂર્યપ્રકાશમાં દોરી બાંધી લટકાવવામાં આવ્યાં છે . તેમાં પર્ણ p ની ઉપરની સપાટી પર પર્ણ q ની નીચેની સપાટી પર અને પર્ણ r ની બંને સપાટી પર વેસેલીન લગાડવામાં આવ્યું છે . તો કયું પર્ણ વધારે ચીમળાઈ જતું જોવા મળશે ?
A. પર્ણ p B. પર્ણ q C. પર્ણ r D. A અને B બંને
39. બાહ્ય માધ્યમમાંથી મૂળરોમમાં પાણીનું શોષણ કોના દ્વારા થાય ?
A. હાયપરટૉનિક દ્રાવણો B. આઇસોટૉનિક દ્રાવણો C. સ્નિગ્ધ D. હાયપોટૉનિક દ્રાવણો
40. પાણીના અણુઓનું વહન મૂળના કોષમાંથી તેને સંલગ્ન બાહ્યકના કોષમાં વહન શેને આધારે થાય છે ?
A. અકાર્બનિક ક્ષારોની વધુ માત્રાને આધારે કોષોમાં વહન થાય B. કાર્બનિક ક્ષારોની માત્રા કોષોમાં વધવાથી થાય .
C. રાસાયણિક ક્ષમતા ઢાળને આધારે D. જલક્ષમતા ઢાળને આધારે .
41. નીચેનામાંથી કયું પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ છે ?
A. કોષરસપટલ B. કોષદીવાલ C. કણાભસૂત્રીય પટલ D. હરિતકણીય પટલ
42. એક કોષને વધુ સાંદ્ર ક્ષારના દ્રાવણમાં મૂક્તાં તે ચીમળાઈ જાય કારણ કે....
A. ખનીજ ક્ષાર કોષદીવાલને તોડી નાખે છે . B. કોષમાં ક્ષારયુક્ત પાણી પ્રવેશે છે .
C. પાણી બહિઃઆસૃતિ દ્વારા બહાર આવે D. કોષરસ વિઘટન પામે છે .
43. કોષને હાયપરટૉનિક દ્રાવણમાં મૂક્તાં કોષ રસસંકોચન પામે છે , તો તે સમયે કોષદીવાલ અને કોષરસપટલ વચ્ચે શું જોવા મળે ?
A. હાયપરટૉનિક દ્રાવણ B. હવા C. હાયપોટૉનિક દ્રાવણ D. આઇસોટૉનિક દ્રાવણ
44. વનસ્પતિકોષમાં આસૃતિદાબ ( op ) બરાબર......
A. પ્રસરણ દાબ તફાવત + આશૂનદાબ B. પ્રસરણ દાબ તફાવત - આશૂનદાબ
C. આશૂનદાબ – પ્રસરણ દાબ તફાવત D. આશૂનદાબ – પ્રસરણ દાબ
45. DPD =.........( DPD = પ્રસરણ દાબ તફાવત )
A. OP + TP B. OP - TP C. TP - OP D. OP X TP
46. એક કોષમાંથી બીજા કોષમાં પાણીના વહનની દિશા કોના પર આધારિત છે ?
A. આશૂનદાબ B. પ્રસરણ દાબ તફાવત C. અપૂર્ણ રસસંકોચન D. જલક્ષમતા
47. રસધાનીના પટલને શું કહેવાય ?
A. કોષરસપટલ B. ટોનોપ્લાસ્ટ C. રંજકદ્રવ્યકણ પટલ D. રસધાની હલનચલન
48. ઉત્સ્વેદનની ક્રિયા ત્યારે જ શક્ય બને , જ્યારે વાતાવરણીય પરિબળ ...
A. વાયુરંધ્રીય કોટરમાં હોય તેના કરતાં વધારે ભેજનું પ્રમાણ હોય ત્યારે .
B. વાયુરંધ્રીય કોટરમાં હોય તેના કરતાં ઓછું ભેજનું પ્રમાણ વાતાવરણમાં હોય ત્યારે .
C. વાયુરંધ્રીય કોટર અને વાતાવરણીય ભેજનું પ્રમાણ સમાન હોય ત્યારે .
D. ભેજનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય ત્યારે .
49. પૃષ્ઠવક્ષીય પર્ણમાં ( દ્વિદળી પર્ણમાં ) ઉત્સ્વેદનના દર માટે ક્યું વિધાન સત્ય છે ?
A. અધ : અધિસ્તર તરફ વધારે . B. ઉપરિ અધિસ્તર તરફ વધારે .
C. અધઃઅધિસ્તર અને ઉપરિ અધિસ્તર તરફ સમાન હોય . D. આપેલ પૈકી એક પણ નહીં
50. નીચેનામાંથી કર્યું કાર્ય ઉત્સ્વેદનનું નથી ?
A. ખનીજ તત્ત્વોનું ઉત્સર્જન B. પર્ણો ઠડાં પડવાં C. પાણીનું ઊર્ધ્વગમન D. ખનીજ તત્ત્વોનું ઊર્ધ્વગમન
51. સ્ટાર્ચ પેપરના એક - એક ગોળાકાર સૂકા ટુકડાને કોઈ એક દ્રાવણમાં બોળીને સૂક્વી નાખ્યા બાદ પર્ણની બંને સપાટી પર ગોઠવતાં પર્ણની સપાટી પરના સ્ટાર્ચના ટુકડાઓમાં રંગપરિવર્તન જોવા મળે છે , તો તે રાસાયણિક દ્રાવણ કયું હશે ?
A. COCl2 . B. CaCl2 C. NaCl D. CO (NO3)2
52. નીચેનામાંથી રક્ષકકોષોની કઈ દીવાલ જાડી હોય છે ?
A. અંદરની દીવાલ B. બાજુની દીવાલ C. ત્રણેય બાજુની દીવાલ D. બહારની દીવાલ
53. નીચેનામાંથી કોઈ એક બિંદુત્સ્વેદન માટે જવાબદાર છે ?
A. મૂળદાબ B. ઉત્સ્વેદન C. પ્રકાશસંશ્લેષણ D. આસૃતિ
54. જલવાહક પેશીના એકમોમાં જલવાહિનીમાં પાણીનું ઊર્ધ્વગમન ચોક્કસ ઊંચાઈ સુધી થાય છે , તે માટે જલવાહક પેશીમાં ક્યું દાબબળ ઉપયોગી બને છે , જેથી ચયાપચયની ક્રિયાઓ જળવાય છે ?
A. આસૃતિદાબ B. મૂળદાબ C. વાતાવરણીય દબાણ D. આશૂનદાબ
55. વિધાન A : ઊંચા આશૂનદાબની જાળવણી માટે આસૃતિદાબ જરૂરી છે . કારણ R: ઊંચો આશૂનદાબ કોષોના કદમાં વધારો કરે છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું છે અને R ખોટું છે .
D. A ખોટું છે અને R સાચું છે .
56. આસૃતિ દરમિયાન કોનું વહન થાય છે ?
A. દ્રવ્ય B. દ્રાવક C. દ્રવ્ય અને દ્રાવક D. ઇલેક્ટ્રૉન
57. જ્યારે છોડને વધારે ખાતર આપવાથી છોડ મરી જાય છે , તેનું કારણ એ છે કે ખાતર દ્વારા......
A. નાજુક મૂળરોમની દીવાલને ઈજા થાય છે .
B. શોષણની ક્રિયા નાઇટ્રોજન આયનોના ભરાવાથી અટકે છે .
C. છોડમાં બહિ : આસૃતિ સર્જાતાં તે નિર્જલીકરણ અનુભવે છે .
D. ભૂમીય પરિઆવરણમાં બૅકટેરિયાની માત્રા ઘટે છે.
58. આસૃતિ માટે શું સાચું છે ?
A. તેને કારણે કોષો તૂટી શકે .
B. તે લીલી વનસ્પતિઓ અને પ્રજીવોમાં નિયમિતતા દર્શાવતી નથી .
C. તે વધુ દ્રવ્ય - સંકેન્દ્રણ તરફથી ઓછા દ્રવ્ય - સંકેન્દ્રણ તરફ પાણીના વહનની એક ઘટના છે .
D. તે સ્વતંત્ર રીતે દ્રવ્ય - સંકેન્દ્રતા ધરાવતી ઘટના છે .
59. જ્યારે કોષ સંપૂર્ણ આશૂનતા પામેલ હોય ત્યારે શું સાચું છે ?
A. DPD = Op B. DPD = શૂન્ય C. Wp = Tp D. Op = શૂન્ય
60. જલક્ષમતા ( Ψw ) કોને સમકક્ષ છે ?
A. મૂળદાબ B. કેશાકર્ષણ બળ C. બિંદુસ્વેદન D. શોષકબળ
જવાબો
1.B, 2.B, 3.B, 4.B, 5.C, 6.A, 7.B, 8.D, 9.C, 10.B, 11.C, 12.D, 13.D, 14.B, 15.D, 16.C, 17.A, 18.B, 19.A, 20.B, 21.D, 22.D, 23.C, 24.A, 25.A, 26.A, 27.C, 28.A, 29.A, 30.B, 31.A, 32.B, 33.A, 34.C, 35.C, 36.C, 37.D, 38.A, 39.D, 40.D, 41.A, 42.C, 43.A, 44.A, 45.B, 46.B 47.B, 48.B, 49.A, 50.A, 51.A, 52.A, 53.A, 54.B, 55-A, 56.B, 57.C, 58.A, 59.B, 60.D
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box