Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
Biology Test Series For NEET | સજીવોમાં વિવિધતા | ટેસ્ટ -15 | ધોરણ -11 | UNIT - 1
1. કેટલાક સાયનોબૅકટેરિયામાં રંજકદ્રવ્યયુક્ત પટલ વિસ્તૃતીકરણ પામે , તેને શું કહે છે ?
( a ) હવાદાર છિદ્રો ( b ) ક્રોમેટોફોર્સ ( c ) હેટરોસાઇટ્સ ( d ) તલકાયો
2. ઊંડા દરિયાઈ પાણીમાં કોની હાજરી હોય છે ?
( a ) બ્લ્યુ - ગ્રીન આલ્ગી ( b ) સેપ્રોફાઇટિક ( ફૂગ ) ( c ) ઓર્કિઓબેકટેરિયા ( d ) યુબૅકટેરિયા
3. આર્કિઓબૅકટેરિયા , યુબૅકટેરિયાથી કઈ બાબતે ભિન્ન છે ?
( a ) કોષરસપટલની સંરચનાથી ( b ) પોષણની પદ્ધતિથી
( c ) કોષના આકારથી ( d ) પ્રજનનની પદ્ધતિથી
4. ચરતા પ્રાણીઓના છાણમાંથી બાયોગેસના નિર્માણ માટે ક્યો પ્રાથમિક પ્રોકેરિયોટિક જવાબદાર છે.?
( a ) મિથેનોજેન્સ ( b ) યુબેકટેરિયા ( c ) હેલોફિલ્સ ( d ) થર્મોએસિડોફિલ્સ
5. નામકરણ કરનાર સંશોધકના નામનો ઉલ્લેખ કોના પછી અને કઈ રીતે થાય છે ?
( a ) જાતિ અને નાની લિપિ ( b ) જાતિ અને સંક્ષિપ્ત
( c ) પ્રજાતિ અને સંક્ષિપ્ત ( d ) પ્રજાતિ અને મોટી લિપિ
6. નીચેનામાંથી કયું એક મોનેરામાં સમાવિષ્ટ છે ?
( a ) અમીબા ( b ) ઈ . કોલાઇ ( c ) જેલિડીયમ ( d ) સ્પાયરોગાયરા
7. વહીટેકરની પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુખ્યત્વે શેના પર આધારિત છે ?
( a ) કોષકેન્દ્ર ( b ) પોષણપ્રકાર ( c ) કોષદીવાલ ( d ) અલિંગી પ્રજનન
8. નીચે પૈકી કર્યું આદિકોષકેન્દ્રી નથી ?
a ) સેકેરોમાયસીસ ( b ) માયકોબેકટેરિયમ (c ) ઑસિલેટોરીઆ ( d ) નોસ્ટોક
9. પ્રકાશસંશ્લેષણ દરમ્યાન , શેના દ્વારા ઑક્સિજન ઉત્પન્ન નથી થતો ?
( a ) લીલા સલ્ફર બૅકટેરિયા ( b ) નૉસ્ટોક ( c ) કારા ( d ) સાયકસ
10. નીચે પૈકી કર્યું એક સજીવ સૌથી નાનો સ્વયંપોષી ક્ષમતા ધરાવે તેમજ પ્રજનન ધરાવે છે ?
( a ) વાઇરસ ( b ) વિરોઇડસ ( c ) માયકોપ્લાઝમા ( d ) આમાંથી એક પણ નહિ
11. સ્લાઇમ મોલ્ડ ( મિક્સોમાયસિટીસ ) ના સુકાયયુક્ત દેહને શું કહે છે ?
( a ) ફળયુક્ત દેહ ( b ) ક્વકતંતુ ( c ) પ્રોટોનેમા ( d ) પ્લાઝમોડિયમ
12. બૅકટેરિયામાં કઈ રચના કણાભસૂત્રનું કાર્ય કરે છે ?
( a ) ન્યુક્લીઓઇડ ( b )રિબોઝોમ્સ ( c) કોષદીવાલ ( d ) મેસોઝોમ્સ
13. કશાધારી આદિ જંતુનું આ ઉદાહરણ છે .
( a ) પેરામિશિયમ ( b ) ટ્રીપેનોસોમા ( c ) એન્ટમીબા ( d ) પ્લાસ્મોડિયમ
14. ફૂગમાં ખોરાકસંગ્રહ કયા સ્વરૂપે થાય છે ?
( a ) ગ્લાયકોજન ( b ) સ્ટાર્ચ ( c ) સેલ્યુલોઝ ( d ) ગ્લુકોઝ
15. ફૂગમાં જોવા મળતું જીવરસ સંયુગમન એ
( a ) એકકીય કોષકેન્દ્ર ધરાવતા બે કોષોનું જોડાણ ( b ) સમજન્યુઓનું જોડાણ
( c ) કોષકેન્દ્રોના જોડાણ વગરનું બે એકકીય કોષોનું જોડાણ ( d ) વિષમજન્યુઓનું જોડાણ
16. માઇકોરાઇઝા માટે કયું વિધાન સાચું છે ?
( a ) ફૂગ અને મોટી વનસ્પતિનાં મૂળતંત્ર સાથે જોડાયેલા હોય છે
( b ) ફૂગ અને લીલ જોડાયેલા હોય છે
( c ) લીલ અને મોટી વનસ્પતિ છે
( d ) આમાંથી એક પણ નહિ
17.નીચેનામાંથી કોણ એકવિધ જીવનચક્ર ધરાવે છે ?
( a ) યુસ્ટીલનો ( b ) ઘઉં ( c ) ફ્યુનારિયા ( d ) પોલિટ્રાઇકમ
18.ફૂગની કોષદીવાલ શેની બનેલી હોય છે ?
( a ) કાઇટિન ( b ) સેલ્યુલોઝ ( c ) પેક્ટિન ( d ) સુબેરિન
19.મોટા ભાગની લાઇકેન શું ધરાવે છે ?
( a ) લીલી લીલ અને ફૂગ ( b ) બદામી લીલ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ
( c ) નીલહરિત લીલ અને ફૂગ ( d ) લાલ લીલ અને ફૂગ
20. વિરોઇડૂસનું લક્ષણ કયું છે ?
( a ) પ્રોટીનથી આવરિત ન હોય તેવી RNA ની એક શૃંખલા
( b ) DNA થી આવરિત ન હોય તેવી DNA ની એક શૃંખલા
( c ) પ્રોટીનથી આવરિત હોય તેવી DNA ની બેવડી શૃંખલા
( d ) DNA થી આવરિત હોય તેવી DNA ની એક શૃંખલા
21. નીચે પૈકી કર્યું , પ્રોટીનયુક્ત અને જળદ્રાવ્ય પ્રકાશસંશ્લેષિત રંજકદ્રવ્ય છે ?
( a ) ઝેન્થોફીલ ( b ) ફાયકોસાયનીન ( c ) એન્થોસાયનીન ( d ) ક્લોરોફીલ - હરિતદ્રવ્ય
22. લીલમાં કોષદીવાલ શેની બનેલી હોય છે ?
( a ) સેલ્યુલોઝ , હેમિસેલ્યુલોઝ અને પેસ્ટીન ( b ) સેલ્યુલોઝ , ગેલેકટન્સ અને મેનોઝ
( c ) હેમિસેલ્યુલોઝ , પેક્ટિન અને પ્રોટીન ( d ) પેક્ટિન , સેલ્યુલોઝ અને પ્રોટીન્સ
23.નીચે આપેલ પૈકી પ્રાણીનું કયું જૂથ દ્વિપાર્ષીય સમમિતિ અને ત્રિગર્ભસ્તરીય છે ?
( a ) કોષ્ઠાત્રિ ( b ) ગોળકૃમિ ( c ) ટેનોફોર્સ ( d ) વાદળીઓ
24.દેહકોષ્ઠ કોની વચ્ચે જોવા મળે છે ?
( a ) બાહ્યગર્ભસ્તર અને અંત : ગર્ભસ્તર ( b ) મધ્યગર્ભસ્તર અને અંત : ગર્ભસ્તરી
( c ) શરીરદીવાલ અને બાહ્યગર્ભસ્તર ( d ) મધ્યગર્ભસ્તર અને શરીરદીવાલ
25. અળસિયા કેવાં છે ?
( a ) પાણીના અભાવની પરિસ્થિતિની નીચે યુરિકોટેલિક છે
( b ) જ્યારે વધારે માત્રામાં પાણીની હાજરી હોય ત્યારે એમોનોટેલિક છે
( c ) જ્યારે વધારે માત્રામાં પાણીની હાજરી હોય ત્યારે યુરિયાટેલિક છે
( d ) જ્યારે વધારે માત્રામાં પાણીની હાજરી હોય ત્યારે યુરિકોટેલિક છે
જવાબો
1. B, 2.C, 3. A, 4.A, 5.B, 6.B, 7.B, 8.A, 9.A, 10.C, 11.D, 12.D, 13.B, 14.A, 15.C, 16.A, 17.A, 18.A, 19.A, 20.A, 21.B, 22.B, 23.B, 24.A, 25.B
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box