Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના
Biology Test Series For NEET | પરિસ્થિતિ વિદ્યા | ટેસ્ટ -14 | ધોરણ -12 | UNIT - 10
1) ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો ( બાકાત થવાનો ) સિદ્ધાંત શું જણાવે છે ?
( A ) સમાન આવશ્યકતાની સ્પર્ધા , જુદા જુદા ખોરાકની પસંદગી ધરાવતી જાતિઓને દૂર કરે છે
( B ) સમાન મર્યાદા ધરાવતી આવશ્યકતાઓ , અચોક્કસ રીતે સમાન જીવનપદ્ધતિ બે જાતિઓ ધરાવી શકે નહીં
( C ) સ્પર્ધા દ્વારા મોટા સજીવો , નાના સજીવોને બાકાત રાખે છે
( D ) વધુ વિપુલતા ધરાવતી જાતિઓ , સ્પર્ધા દ્વારા ઓછી વિપુલતા ધરાવતી જાતિઓને બાકાત રાખે છે.
2) અનંતસ્પર્શિ સંભાવ્ય વૃદ્ધિ વક્ર ત્યારે પ્રાપ્ત થાય છે. જ્યારે
( A ) r નું મૂલ્ય શૂન્યની નજીક પહોંચે છે ( B ) K = N ( C ) K > N ( D ) K < ને
3. સંભાવ્ય વૃદ્ધિ મૉડલને અનુસરીને વસ્તીનો વૃદ્ધિ દર શૂન્યને બરોબર ક્યારે થશે ? લોજીસ્ટીક મૉડલ આપેલ સમીકરણ : dN | dt = rN ( 1 - N / k )
( A ) જયારે N, વસવાટની વહનક્ષમતા દર્શાવે છે ( B ) જ્યારે N / K = શૂન્ય
( C ) જયારે મૃત્યુદર , જન્મદર કરતાં વધુ હોય ત્યારે ( D ) જ્યારે N / K = ચોક્કસ રીતે 1 ( એક )
4. મોટાં પ્રાણીઓ કરતાં નાનાં પ્રાણીઓને સરળતાથી ખડક ઉપર દોરી જવાની સરળતા રહે છે . કારણ કે
( A ) નાનાં પ્રાણીઓનો ચયાપચયનો દર ઊંચો હોય છે
( B ) નાનાં પ્રાણીઓનો ઑક્સિજનની જરૂરિયાતનો દર ઓછો હોય છે
( C ) નાનાં પ્રાણીઓ કરતાં મોટા પ્રાણીઓમાં સ્નાયુઓની ક્ષમતા ઓછી હોય છે
( D ) નાનાં શરીરનું વજન લઈ જવાનું સરળ રહે છે.
5. સ્પર્ધાત્મક પ્રતિબંધનો સિદ્ધાંત કોણે રજૂ કર્યો હતો ?
( A ) મૈક આર્થર ( B ) વેરહલ્સ અને પર્લ ( C ) સી . ડાર્વિન ( D ) જી.એફ.ગુસ
6. જો ' + ' નિશાની લાભદાયી પ્રતિક્રિયા માટે , _ ' નિશાની નુકસાનકારક પ્રતિક્રિયા માટે અને ‘ 0 ' નિશાની તટસ્થ પ્રતિક્રિયા માટે હોય તો વસ્તીની પ્રતિક્રિયાઓ જો ' + ' અને '- દર્શાવેલ હોય તો
( A ) સહભોજીતા ( B ) પરોપજીવન ( C ) પરસ્પરતા ( D ) પ્રતિજીવન
7. નીચેના પૈકી પુનઃપસંદગી પામેલ જાતિઓ માટે શું સાચું છે ?
( A ) નાના કદ સાથેની ઓછી સંખ્યાની સંતતિ ( B ) મોટા કદ સાથેની ઓછી સંખ્યાની સંતતિ
( C ) નાના કદ સાથેની મોટી સંખ્યાની સંતતિ ( D ) મોટા કદ સાથેની મોટી સંખ્યાની સંતતિ
8. એક જ નિશ્ચિત વિસ્તારમાં વસ્તી વિવિધ જાતિઓની ‘ વસ્તી’ની આંતર પ્રક્રિયાઓ વડે રચાતા એકમને શું કહે છે ?
( A ) વસ્તી ( B ) સજીવની જીવનપદ્ધતિ ( C ) જૈવિક સમાજ ( D ) નિવસનતંત્ર
9.નીચેનામાંથી કયા આંતરસંબંધોમાં બંને સજીવોને પ્રતિકૂળ અસર થાય છે ?
( A ) પરસ્પરતા ( B ) સ્પર્ધા ( C ) ભક્ષણ ( D ) પરોપજીવન
10.એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો . તેણે જોયું કે અંદાજિત જન્મદર 250 અંદાજિત મૃત્યુદર 240 , 20 ઉંદરો સ્થળાંતરિત થયા અને 30 ઉંદરો વસતિમાં ઉમેરાયા . તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?
( A ) શૂન્ય ( B ) 10 ( C ) 15 ( D ) 05
11. નીચેનામાંથી કઈ પ્રક્રિયા કોહવાણ દરમિયાન સાચી રીતે વર્ણવાયેલ છે ?
( A ) નિક્ષાલન ( લીચિંગ ) - પાણીમાં દ્રાવ્ય અકાર્બનિક પોષક તત્ત્વો જમીનના સૌથી ઉપલા સ્તરે આવી જાય છે
( B ) વિભાગીકરણ ( વિખંડન ) - અળસિયા જેવા પ્રાણીઓ દ્વારા કરવામાં આવે છે
( C ) મૃદુર્વરીકરણ ( હ્યુમીફિકેશન ) - જેના દ્વારા ઘેરા રંગનો પદાર્થ બને છે . જેમાં સૂક્ષ્મ જીવાણુઓની પ્રક્રિયા ઘણી ઝડપથી થાય છે
( D ) અપચયન કોહવાટની છેલ્લી અવસ્થા જે સંપૂર્ણપણે અજારક પરિસ્થિતિમાં થાય છે
12. નીચેનામાંથી કયું સાચી રીતે પરોપજીવી શ્રેણીમાં મૂક્વામાં આવ્યું
( A ) માદા એનોફિલીસ મચ્છર કરડે છે અને માણસમાંથી લોહી ચૂસે છે.
( B ) માણસનો ભૂ ણ જે ગર્ભાશયમાં વિકાસ પામે છે અને માતામાંથી પોષણ મેળવે છે .
( C ) માથાની જૂ માણસની ખોપરીમાં જીવે છે અને માણસના વાળમાં ઈંડાં મૂકે છે
( D ) કોયલ કાગડાના માળામાં ઈંડાં મૂકે છે.
13. નીચેનામાંથી કયું એક જૈવ સમાજનું લક્ષણ છે ?
( A ) સ્તરીકરણ ( B ) જન્મદર ( D ) જાતિ - પ્રમાણ ( C ) મૃત્યુદર
14. કેટલાંક રણપ્રદેશના પ્રાણીઓ જેવા કે કાંગારુ , ઉંદર વિષયક નીચે આપેલ ચાર વિધાનો વિચારી ધ્યાનમાં લો
( a ) તેઓને ગાઢો રંગ અને પ્રજનનનો ઊંચો દર અને ઘન મૂત્રનો ત્યાગ કરે છે.
( b ) તેઓ પાણી પીતાં નથી , પાણી જાળવવા ધીમાદરે શ્વાસ લે છે અને તેઓનું શરીર જાડા વાળ દ્વારા આવરિત હોય છે
( c ) તેઓ સૂકા બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને પીવાનું પાણી જરૂરી હોતું નથી
( d ) તેઓ ઘણાં સાંદ્રમૂત્રનો ત્યાગ કરે છે અને શરીરના તાપમાનને જાળવવા પાણીનો ઉપયોગ કરતાં નથી.
આવાં પ્રાણીઓ માટે ઉપરોક્ત વિધાનો પૈકી કયાં બે વિધાનો સત્ય છે
( A ) ( c ) અને ( d ) ( B ) ( b ) 47 ( c ) ( C ) ( c ) અને ( a ) ( D ) ( a ) અને ( b )
15. કીટકોની કોઈ એક જાતિના સભ્યો વરસાદની ઋતુમાં ખૂબ સંખ્યા વધારો દર્શાવે છે અને શિયાળો આવતા જ તેમની સંખ્યા ઘટે છે અને શિયાળાના અંતે અદેશ્ય થાય છે . આ બાબત શું
( A ) ખોરાક આપતી વનસ્પતિ પરિપક્વ બને છે અને ચોમાસાના સૂચવે છે ? અંતે નાશ પામે છે.
( B ) તે વસતિ વૃદ્ધિનો આલેખ J પ્રકારનો છે .
( C ) તેમના ભક્ષકોની સંખ્યા ખૂબ વધે છે
( D ) કીટકો S આકારનો વૃદ્ધિ આલેખ દર્શાવે છે.
16. સતત વૃદ્ધિ પામતા વૃદ્ધિદરનું સૂત્ર
( A ) dn / rn = dt ( B ) rn / dn = dt ( C ) dn / dt = rn ( D ) dt / dn = rn
17.રહેઠાણનું અનુક્રમણ દર્શાવે છે
( A ) બે જાતિઓ વચ્ચેનો સક્રિય સહયોગ
( B ) એક જ યજમાન પર બે જુદા જુદા પરોપજીવિઓ
( C ) એકથી વધુ સ્રોતોની બે જાતિઓ વચ્ચે ભાગીદારી
( D ) બે જાતિઓ વચ્ચેની પરસ્પરતા.
18. નીચેનામાંથી શું જાતિ માટે સાચું નથી ?
( A ) જાતિના સભ્યો આંતરપ્રજનન કરી શકે છે
( B ) જાતિના સભ્યો વચ્ચે ભિન્નતાઓ ઉદ્ભવે છે
( C ) પ્રત્યેક જાતિ બીજી અન્ય જાતિથી પ્રજનનની રીતે અલગ હોય છે
( D ) જાતિની વસતિ વચ્ચે જનીન પ્રવાહ થતો નથી.
19. દર મિનિટે ઉછેરતા બૅક્ટરિયાને સમયની સામે લઘુગુણકીય આલેખ દોરવામાં આવે તો તે કયા આકારનો હશે ?
( A ) સીગ્મોઈડ ( B ) અતિપરવલય ( C ) ઉપર જતી સીધી રેખા ( D ) નીચે આવતી સીધી રેખા
20. બૅક્ટરિયામાં વૃદ્ધિ આલેખના તબક્કાઓનો સાચો ક્રમ પસંદ કરો
( A ) મંદવૃદ્ધિ , લઘુગુણકીય , સ્થાયી અવસ્થા , ઘટાડાનો તબક્કો
( B ) મંદવૃદ્ધિ , લઘુગુણકીય , સ્થાયી અવસ્થા
( C ) સ્થાયી અવસ્થા , લઘુગુણકીય , ઘટાડાનો તબક્કો
( D ) ઘટાડાનો તબક્કો , મંદવૃદ્ધિ તબક્કો , લઘુગુણકીય તબક્કો
21. કયા નિવસનતંત્રમાં સૌથી વધુ જૈવભાર હોય છે ?
( A ) જંગલનું નિવસનતંત્ર ( B ) ઘાસનાં મેદાનોનું નિવસનતંત્ર
( C ) તળાવનું નિવસનતંત્ર ( D ) સરોવરનું નિવસનતંત્ર
22.વનસ્પતિઓને તેમની ઊંચાઈને આધારે આયામ સ્તરમાં સરસ રીતે ગોઠવેલ હોય તેવું શેમાં જોવા મળે છે ?
( A ) ઉષ્ણકટિબંધના સવાનાહ ( B ) ઉષ્ણકટિબંધના વર્ષો જંગલ
( C ) ઘાસનાં મેદાનો ( D ) સમશીતોષ્ણ જંગલ
23. જે પ્રાણીઓ દરિયાના ઊંડા પાણીમાં વસે છે તે ....
( A ) મૃતભક્ષી ( B ) પ્રાથમિક ઉપભોગીઓ
( C ) દ્વિતીયક ઉપભોગીઓ ( D ) તૃતીય ઉપભોગીઓ
24. જો ઉત્પાદકોના સ્તરે 20 J જેટલી ઊર્જાનો સંગ્રહ થયો હોય તો આપેલ આહારશૃંખલામાં મોરમાં કેટલી ઊર્જા પ્રાપ્ત થાય ? વનસ્પતિ ઉંદર - સાપ - મોર
( A ) 0.02 J ( B ) 0.002 J. ( C ) 0.2 J ( D ) 0.0002
25. નીચેનામાંથી કયું નિવસનતંત્રનું ક્રિયાત્મક એકમ નથી ?
( A ) શક્તિનો પ્રવાહ ( B ) વિધટન ( C ) ઉત્પાદકતા ( D ) સ્તરીકરણ
26. શેમાં સીધા પિરામિડ હોતા નથી ?
( A ) તળાવ ( B ) જંગલ ( C ) સરોવર ( D ) ઘાસનાં મેદાન
27. દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે ?
( A ) તે ઉજ્જડ ખડકો પર શરૂ થાય છે ( B ) તે વનવિનાશ થયો હોય તેવા સ્થાને થાય છે .
( C ) તે પ્રાથમિક અનુક્રમણને અનુસરીને થાય ( D ) તે પ્રાથમિક અનુક્રમણ જેવું જ હોય છે સિવાય કે તેની ઝડપ વધુ હોય છે .
28. ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
( A ) તેનો પાયો પહોળો હોય ( B ) તે જુદા જુદા પોષકસ્તરે ઊર્જાનું સ્તર દર્શાવે
( C ) તેનો આકાર ઊંધો હોય ( D ) તેનો આકાર સીધો હોય
29. તૃણાહારી પ્રાણીઓ અને વિઘટકો દ્વારા પ્રાપ્ત થતો જૈવભાર
( A ) વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન ( B ) દ્વિતીય ઉત્પાદન
( C ) ઊભો પાક ( D ) કુલ પ્રાથમિક ઉત્પાદન
30. આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?
( a ) વિસ્તારમાંથી 80 % જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય. ( b ) વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.
( C ) આહારશૃંખલાની લંબાઈ 3 થી 4 પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે .
( d ) આહાર શૃંખલાની લંબાઈ 2 થી 8 પોષકસ્તર જેટલી હોય છે .
( A ) વિધાન b અને c સાચાં ( B ) વિધાન c અને તે સાચાં
( C ) વિધાન A અને તે સાચાં ( D ) વિધાન A અને b સાચાં
31. કુદરતમાં વિઘટનનો નીચો દર કોના કારણે હોય ?
( A ) ભેજના નીચા પ્રમાણને કારણે ( B ) નાઇટ્રોજનના ઓછા પ્રમાણના કારણે
( C ) અજારક પર્યાવરણના કારણે ( D ) સેલ્યુલોઝના ઓછા પ્રમાણના કારણે.
32. કયા નિવસનતંત્રમાં વધુમાં વધુ કુલ પ્રાથમિક ઉત્પાદન જોવા મળે ?
( A ) ઉષ્ણ કટિબંધના પાનખર જંગલ ( B ) ઉષ્ણ કટિબંધના સદાહરિત જંગલ
( C ) સમશીતોષ્ણ કટિબંધના પાનખર જંગલ ( D ) ઉષ્ણ કટિબંધના વર્ષો જંગલ
33. ખેતરોમાં લાંબા સમય સુધી સિંચાઈ આપવામાં આવે તો શેનો પ્રશ્ન સર્જાય ?
( A ) ઍસિડિકતા ( B ) શુષ્કતા ( C ) ક્ષારતા ( D ) ધાતુની ઝેરી અસર
34. ઘાસના નિવસનતંત્રમાં કઈ ઉત્પાદકતા ( gm/m2/yr ) સૌથી વધુ હોય ?
( A ) દ્વિતીય ઉત્પાદકતા ( B ) અંતિમ ઉત્પાદકતા ( C ) વાસ્તવિક ઉત્પાદકત ( D ) કુલ ઉત્પાદકતા
35. કોઈ એક ઝડપથી નાશ પામેલા નિવસનતંત્રનું થોડા સમય પછી પુનઃસ્થાપન કરવા કઈ પ્રવૃત્તિ કે અસરોને અટકાવવી જોઈએ ?
( A ) ઓછું સ્થાયીકરણ અને વધુ સ્થિતિસ્થાપકતા ( B ) વધુ સ્થાયીકરણ અને ઓછી સ્થિતિસ્થાપકતા
( C ) ઓછું સ્થાયીકરણ અને ઓછી સ્થિતિસ્થાપકતા ( D ) વધુ સ્થાયીકરણ અને વધુ સ્થિતિસ્થાપકતા
36. વાંસ વનસ્પતિ દૂર જંગલમાં ઊગે છે . તો તેનું પોષકસ્તર શું હશે ?
( A ) પ્રથમ પોષક સ્તર ( T1 ) ( B ) દ્વિતીય પોષક સ્તર ( T2 )
( C ) તૃતીય પોષક સ્તર ( T3 ) ( D ) ચતુર્થ પોષક સ્તર ( T4 )
37. સૌથી વધુ સ્વયંપોષીઓનો જૈવભાર દુનિયાના સમુદ્રોમાં શેનો છે ?
( A ) તળિયાની બદામી લીલી , કિનારાની લાલ લીલ અને ડેફનીક્સ
( B ) તળિયાના ડાયાટમ્સ અને સમુદ્રી વાઇરસો
( C ) દરિયાઈ ઘાસ અને સ્લાઇમ મોલ્ડસ
( D ) મુક્ત તરતી સૂક્ષ્મ લીલ સાયનોબૅક્ટરિયા અને નેનોપ્લેન્કટોન
38. એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે . તૃણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે ?
( A ) 5 % ( B ) 10 % ( C ) 25 % ( D ) 50 % મહત્તમ
39. કીટનાશક તરીકે DDT ની શું ત્રુટિ છે ?
( A ) તે થોડાક સમય પછી બિનઅસરકારક બને છે
( B ) તે બીજાઓ કરતાં ઓછું અસરકારક હોય છે
( C ) તે ઝડપી / સહેલાઈથી કુદરતમાં વિઘટન પામતું નથી
( D ) તેની ઊંચી કિંમત હોય છે.
40. નીચેનામાંથી કઈ જોડ અવસાદી પ્રકારની જૈવ ભૂરાસાયણિક ચક્ર
( A ) ઑક્સિજન અને નાઇટ્રોજન ( B ) ફૉસ્ફરસ અને સલ્ફર
( C ) ફૉસ્ફરસ અને નાઇટ્રોજન ( D ) ફૉસ્ફરસ અને કાર્બન ડાયૉક્સાઇડ
41. નીચેનામાંથી કયું ભયજનક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે નવસ્થાન જાળવણી માટે છે ?
( A ) વન્યજીવ સફારી ઉદ્યાન ( B ) જૈવવિવિધતા હૉટસ્પોટ
( C ) એમેઝોનના વર્ષા જંગલો ( D ) હિમાલય વિસ્તાર
42. આરક્ષિત જૈવવિસ્તાર તે કાયદાકીય રીતે આરક્ષિત છે અને ત્યાં કોઈ માનવ પ્રવૃત્તિ કરવા દેવામાં આવી નથી . તેને શું કહે છે ?
( A ) નાભિપ્રદેશ ( B ) બફર પ્રદેશ ( C ) સંક્રાન્તિ પ્રદેશ ( D ) પહેલાંની સ્થિતિ જાળવતો વિસ્તાર
43.એલેકઝાન્ડર વૉન હમ્બોલ્ટે સૌપ્રથમ શેને માટે વર્ણન કર્યું છે
( A ) પરિસ્થિતિકીય જૈવ વિવિધતા ( B ) ન્યુનતમના પરિબળોનો સિદ્ધાંત
( C ) જાતિવિસ્તાર સંબંધો ( D ) વસતિ વૃદ્ધિનું સમીકરણ
44. પ્રાણીઓ અને વનસ્પતિઓનો લોપ થવા માટે નીચે પૈકી કયું અગત્યનું કારણ છે ?
( A ) વિદેશી જાતિઓનું આક્રમણ ( B ) વસવાટ નાબુદી અને તેનો નાશ થવો
( C ) સહ - લુપ્તતા ( D ) અતિશોષણ
45. રેડ લિસ્ટ મુદ્દાઓ કે માહિતી કોની ધરાવે છે ?
( A ) નાશપ્રાય : જાતિઓ ( B ) ફક્ત દરિયાઈ પૃષ્ઠવંશી પ્રાણીઓ
( C ) આર્થિક અગત્યતા ધરાવતી અગત્યની વનસ્પતિઓ
( D ) આંતરરાષ્ટ્રીય વેપારમાં જોવા મળતી વનસ્પતિઓની નીપજો
46.નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડેલ છે ?
( A ) પાર્થેનિયમ હાયસ્ટરોફોરસ – જૈવ વિવિધતા સામે ભય ( B ) સ્તરીકરણ વસતિ
( C ) વાયુતક પેશી – ફાફડોથોર ( D ) ઉંમરના પિરામિડ : બાયોમ
47. નીચે આપેલ પૈકી કયો નેશનલ પાર્ક એ વિખ્યાત કસ્તૂરી ધરાવતાં હરણ કે હગુલનું રહેઠાણ છે ?
( A ) ઇગ્લેનેટ જંગલી જીવોનું અભયારણ્ય ( અરુણાચલ પ્રદેશ )
( B ) દચિગામ નેશનલ પાર્ક ( જમ્મુ અને કશ્મીર )
( C ) કેઇબુલ લામાઓ નેશનલ પાર્ક ( મણીપુર )
( D ) બાંધવગઢ નેશનલ પાર્ક ( મધ્યપ્રદેશ )
48. જે જાતિ અમુક ચોક્કસ વિસ્તાર પૂરતી જ મર્યાદિત હોય અને બીજે ક્યાંય જોવા ન મળે તેને શું કહે છે ?
( A ) અસામાન્ય ( B ) મધ્યવર્તી ( C ) પરદેશી ( D ) સ્થાનિક
49. સામાન્ય રીતે વ્યક્તિ ઉનાળાની ગરમીથી બચવા દિલ્હીથી સિમલા જાય છે, એ જ રીતે લાખો સ્થાનાંતરિત પક્ષીઓ સાઈબિરીયા અને ઉત્તરના પ્રદેશોની ઠંડીથી બચવા ક્યાં જાય છે ?
( A ) વેસ્ટર્ન ઘાટ્સ ( પશ્ચિમી ઘાટ્સ ) ( B ) મેઘાલય
( C ) કૉર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન ( D ) કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન
50. નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે
( A ) સંવેદનશીલ જાતિઓ ( B ) સ્થાનિક જાતિઓ
( C ) ગંભીર નાશપ્રાયઃ જાતિઓ ( D ) લુપ્ત જાતિઓ
51. જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચે તેવા પ્રદેશમાં કોનો સમાવેશ થતો નથી ?
( A ) એડેનીઝમ – સ્થાનિકતા ( B ) વધતી જતી જાતિનો નાશ
( C ) ઓછી આંતરજાતીય સ્પર્ધા ( D ) જાતિ સમૃદ્ધતા
52. ISBN નું પૂરું નામ શું છે ?
( A ) ઇન્ડિયન કોડ ઑફ બાયોલૉજીકલ નોમેન ક્લેચર ( B ) ઇન્ડિઝ કોડ ઑફ બાયોલોજીકલ નોમેન ક્લચર
( C ) ઇન્ટરનેશનલ ઑફ ફૉર બોટનિકલ નોમેન ક્લેચર ( D ) ઇન્ટરનેશનલ ઑફ ફૉર બાયોલોજીકલ નોમેન ક્લેચર
53. નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું નિવાસસ્થાન નથી ?
( A ) સુંદરવન ( B ) ગીર ( C ) જીમ કોર્બેટ ( D ) રણથંભોર
54. કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે
( A ) તુલસી ( B ) લસણ ( C ) નીપેન્થસ ( D ) પોડોફાયલમ
55. સ્વસ્થાન સંરક્ષણમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી ?
( A ) વનસ્પતિ ઉદ્યાન ( B ) આરક્ષિત જીવાવરણ ( C ) રાષ્ટ્રીય ઉદ્યાન ( D ) અભયારણ્ય
56. નીચેનામાંથી કયું પ્રાણી અને કઈ વનસ્પતિ ભારતમાં નાશપ્રાયઃ સજીવો છે ?
( A ) આમલી અને રહેસસ વાંદરો ( B ) સિંકોના અને ચિત્તો
( C ) વડ અને બ્લેકબક ( D ) બેન્ટીર્નિયા નિકોબારીકા અને લાલ પાન્ડા
57. ભારતમાં તાત્કાલિક ધ્યાન ખેંચે તેવો પ્રદેશ ક્યો છે ?
( A ) ઇન્ડો - ગંગટિક પ્રદેશ ( B ) પૂર્વધાટ ( C ) અરવલ્લીની ટેકરીઓ ( D ) પશ્ચિમઘાટ
58. વનસ્પતિ ઉદ્યાનનું સૌથી અગત્યનું કાર્ય
( A ) આનંદ પ્રમોદ પ્રમાણે સુંદર વિસ્તાર પૂરો પાડે છે
( B ) ઉષ્ણ કટિબંધની વનસ્પતિનું અવલોકન કરી શકાય
( C ) જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરાવે છે
( D ) વન્યજીવોને કુદરતી નિવાસસ્થાન પૂરું પાડે છે
59.તમારા મંતવ્ય પ્રમાણે કોઈ એક ચોક્કસ વિસ્તારમાં વનસ્પતિની વિવિધતા જાળવવા સૌથી વધુ અસરકારક ઉપાય કયો છે ?
( A ) પેશી સંવર્ધન ( B ) આરક્ષિત જૈવાવરણનું નિર્માણ
( C ) વનસ્પતિ ઉદ્યાનનું નિર્માણ ( D ) બીજબેંકનો વિકાસ
60. કયું નાશપ્રાયઃ પ્રાણી વિશ્વના સૌથી પાતળા , હળવા ગરમ અને સૌથી મૂલ્યવાન ઊનનો સ્રોત છે ?
( A ) ચીરુ ( B ) નીલગાય ( C ) ચિત્તો ( D ) કશ્મીરી ઘેટું
જવાબો
1.B, 2.B, 3.D, 4.A, 5.D, 6.B, 7.C, 8.C, 9.B, 10.A, 11.B, 12.C, 13.A, 14.A, 15.B, 16.C, 17.B, 18.D, 19.C, 20.A, 21.A, 22.B, 23.A, 24.A, 25.A, 26.B, 27.B, 28.D, 29.A, 30.A, 31.A, 32.C, 33.C, 34.C, 35.A, 36.A, 37.D, 38.B, 39.C, 40.B, 41.A, 42.A, 43.C, 44.B, 45.A, 46.A, 47.B, 48.D, 49.D, 50.C, 51.B, 52.C, 53.B, 54.D, 55.A, 56.D, 57.D, 58.C, 59.D, 60. A
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box