NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 15- જૈવ વિવિધતા અને સંરક્ષણ જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2 અને 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
1. નોંધ લખો -જનીનીક વિવિધતા
- એક જાતિ જનીનિક સ્તરે તેના વિતરણક્ષેત્રમાં ખૂબ જ વિવિધતા દર્શાવી શકે છે.
- હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઊગતી ઔષધીય વનસ્પતિ સર્પગંધા દ્વારા દર્શાવાતી જનીનિક વિવિધતા એ તેના દ્વારા ઉત્પાદિત સક્રિય રસાયણ (રીસર્પિન) ની ક્ષમતા તથા સાંદ્રતાના અર્થમાં (સંબંધમાં) હોઈ શકે છે.
- ભારત 50,000 થી પણ વધારે જનીનિક રીતે ભિન્ન ચોખા ની ધાન્યજાતિઓ તથા 1000 થી પણ વધારે કેરી ની જાતિઓ ધરાવે છે.
2. અતિશોષણ સમજાવો
- મનુષ્યો હંમેશાં ખોરાક અને આશ્રયસ્થાન માટે પ્રકૃતિ (કુદરત) પર આધાર રાખે છે પરંતુ જયારે તેમની આવશ્યકતા લાલચ (લોભ) માં બદલાઈ જાય છે ત્યારે નસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ શરૂ થાય છે.
- મનુષ્યો દ્વારા થતા અતિશોષણને કારણે પાછલાં પાંચસો (500) વર્ષમાં સ્ટીલર સી કાઉ પેસેજ પીજીઅન જેવી ઘણી જાતિઓ લુપ્ત થઈ ગઈ છે.
- આજે ઘણી દરિયાઈ માછલીઓની વસ્તી વધુપડતા શિકારને કારણે સમગ્ર વિશ્વમાં ઓછી થઈ રહી છે તેથી કેટલીક વ્યાવસાયિક રીતે મહત્વની commerciall important ) જૂતિઓનું લાંબું અસ્તિત્વ ખતરામાં મુકાયું છે.
3. નોંધ લખો સહવિલોપન કે સહલુપ્તતા
- જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય છે ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણીજાતિઓ પણ ફરજિયાત રીતે લુપ્ત થઈ જાય છે.
- જ્યારે યજમાન માછલીની જાતિ લુપ્ત થાય છે ત્યારે તેના પરોપજીવીઓનું વિશિષ્ટ જૂથ પણ એ જ નિયતિ ને પૂર્ણ કરે છે
- વનસ્પતિ - પરાગવાહકની સહોપકારિતા ના સહવિકાસ નો કિસ્સો એ તેનું બીજું ઉદાહરણ છે કે જ્યાં એક (જાતિ) નું વિલોપન એ નિશ્ચિતપણે બીજી (જાતિ) ના વિલોપન તરફ દોરાય છે.
4. જૈવ વિવિધતા સંરક્ષણ માટે નૈતિક દલીલ સંબંધ સમજાવો
- જૈવ - વિવિધતાના સંરક્ષણ માટે નૈતિક દલીલનો સંબંધ આ પૃથ્વી ગ્રહ પર રહેલી એવી વનસ્પતિઓ, પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ સાથે છે જેના આપણે ઋણી છીએ કે જેમની સાથે આપણે રહીએ છીએ.
- દાર્શનિક કે અધ્યાત્મિક રીતે આપણે એ સમજવાની જરૂર છે કે દરેક જાતિઓ તેનું આંતરિક મૂલ્ય ધરાવે છે, ભલે પછી આપણા માટે તેનું વર્તમાનમાં કોઈ પણ આર્થિક મૂલ્ય ન હોય.
- ભવિષ્યની આવનારી પેઢીઓને સારી રીતે સુનિશ્ચિત કરવા તેમજ તેમની સુખાકારી માટે આપણા જૈવિક વારસા (ધરોહર) નું જતન કરવાની આપણી નૈતિક ફરજ બને છે.
5. નોંધ લખો વિદેશી જાતિઓનું અતિક્રમણ
- જ્યારે વિદેશી જાતિઓ અજાણતાં કે જાણી જોઈને ઇરાદાપૂર્વક કોઈ પણ આશયથી કોઈ પ્રદેશમાં દાખલ થાય છે ત્યારે તેમનામાંથી કેટલીક જાતિઓ આક્રમક થઈને સ્થાનિક જાતિઓમાં ઘટાડો કે તેમના વિલોપનનું કારણ બની જાય છે.
- જયારે નાઇલ પર્શને (એક જાતની મીઠા જળની માછલી) ને પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવર માં દાખલ કરવામાં આવી ત્યારે તેના પરિણામ સ્વરૂપ સરોવરમાં રહેલી પરિસ્થિતિકીય રીતે અજોડ સ્થાનિક સિચલિડ માછલીઓ ની 200 થી પણ વધારે જાતિઓના સમૂહ એકસાથે વિલુપ્ત થઈ ગયો.
- તમે ગાજર ઘાસ, ગંધારી અને જળકુંભી જેવી આક્રમક નીંદણ જાતિઓ દ્વારા થતા પર્યાવરણીય નુકસાન અને આપણી સ્થાનિક જાતિઓ માટે ઉદ્ભવેલા ખતરાથી પરિચિત હોવા જ જોઈએ.
- તાજેતરમાં જળચર સજીવ ઉછેરના હેતુ (ઉદેશ) માટે ક્લેરિયસ ગેરિપિનસ નામની આફ્રિકન કેટફિશ ને ગેરકાયદેસર રીતે આપણી નદીઓમાં લાવવામાં આવી, તો હાલમાં આપણી સ્થાનિક કેટફિશ માછલીઓ માટે જોખમ ઊભું થયું છે.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકરણની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે.
========================================
Please do not enter any spam link or word in the comment box