NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 13 - સજીવો અને વસ્તી જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2 અને 3 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
1. સમજાવો સંભાવ્ય વૃદ્ધિ
- પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સોતો નથી હોતા કે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે . તેના કારણે મર્યાદિત સોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે.
- આખરે, યોગ્યતમ વ્યક્તિગત સજીવ જીવિત રહેશે તથા પ્રજનન કરશે. ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાઈ છે અને માનવ વસ્તીવૃદ્ધિને મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો દાખલ કર્યા છે.
- પ્રકૃતિમાં, આપેલ નિવાસસ્થાન (આવાસ) ની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલનપોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય છે, તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી.
- એ નિવાસસ્થાનમાં એ જાતિ માટે આ મર્યાદાને પ્રકૃતિની વહનક્ષમતા (K) તરીકે ચાલો આપણે માની લઈએ.
- કોઈ પણ નિવાસસ્થાનમાં મર્યાદિત સ્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિ - અવસ્થા દર્શાવે છે, ત્યાર બાદ તેને અનુસરી ઝડપી વૃદ્ધિ - અવસ્થા તથા મંદ વૃદ્ધિ - અવસ્થા અને છેવટે સ્થાયી અનંતસ્પર્શી વૃદ્ધિ - અવસ્યાઓ આવે છે, જ્યારે વસ્તીગીચતા તેની વહન - ક્ષમતા સુધી પહોંચી જાય છે ત્યારે વસ્તીગીચતા (N) ને સમય (t) ની સાપેક્ષે આલેખિત કરતાં તેની ફલશ્રુતિએ સિગ્નોઇડ- S- આકારનો વક મળે છે.
- આ પ્રકારની વસ્તીવૃદ્ધિને અને તે નીચેના સમીકરણ દ્વારા વર્ણવિત છે :
- dN / dt = rN [K-N/K]
- જ્યાં N = t સમયે વસ્તીગીચતા
- r= પ્રાકૃતિક વધારાનો આંતરિક દર
- K = વહનક્ષમતા
- મોટા ભાગની પ્રાણી - વસ્તીઓમાં વૃદ્ધિ માટે સ્રોતો (સંસાધનો) મર્યાદિત છે અને જલદીથી કે પછીથી મર્યાદિત થવા વાળા હોય છે
- આથી સંભાવ્ય વૃદ્ધિ મોડેલને વધુ વાસ્તવિક મૉડેલ માનવામાં આવે છે.
2. સમજાવો નિયમન કરવું
- કેટલાક સજીવો દેહધાર્મિક (ક્યારેક આચરણ કે વર્તણૂકને લગતા વ્યાવહારિક પણ) સાધનો દ્વારા સમસ્થિતિને જાળવી રાખવા સક્ષમ હોય છે કે જેઓ શરીરનું તાપમાન (દૈહિક તાપમાન) તથા આકૃતિક સાંદ્રતા વગેરે સામે સ્થિર હોવાની ખાતરી આપે છે.
- બધાં જ પક્ષીઓ અને સસ્તનો (સ્તનધારીઓ) તથા ખૂબ જ નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી સજીવોની જાતિઓ વાસ્તવમાં આવું નિયમન (ઉષ્મીય નિયમન અને આકૃતિ નિયમન) કરવા કાર્યદક્ષ છે.
- ઉર્વિકાસકીય જીવશાસ્ત્રીઓ માને છે કે સસ્તન પ્રાણીઓની સફળતા તેમના શરીરનું તાપમાન જાળવી રાખવાની ક્ષમતાને કારણે છે પછી ભલે તેઓ એન્ટાકર્ટિકા માં રહેતા હોય કે સહારાના રણ માં.
- મોટા ભાગનાં સસ્તનો દ્વારા તેમનાં શરીરના તાપમાનનું નિયમન કરવા માટે જે ક્રિયાવિધિ અપનાવવામાં આવે છે તે એ પ્રકારની છે કે જેવી આપણે મનુષ્યો અપનાવીએ છીએ.
- આપણે શરીરનું તાપમાન 37° સે સ્થાયી રાખીએ છીએ.
- ઉનાળામાં, જ્યારે બહારનું તાપમાન આપણા શરીરના તાપમાન કરતાં વધારે હોય ત્યારે અતિશયપણે પરસેવો થાય છે.
- ગરમીના પરિણામ સ્વરૂપ બાષ્પીભવનથી થતી શીતળતા એવી જ છે કે જેવી રણમાં શીતક (કૂલર) ની કામગીરી કરી શરીરનું તાપમાન નીચું લાવે છે.
- શિયાળામાં, જ્યારે પર્યાવરણનું તાપમાન 37 ° સે કરતાં ખૂબ વધારે નીચું હોય ત્યારે આપણે કાંપવા લાગીએ છીએ કે ધ્રુજારી પામીએ છીએ જે એક પ્રકારની કસરત છે જેનાથી ઉષ્મા પેદા થાય છે અને શરીરનું તાપમાન ઊંચું આવે છે.
- જ્યારે બીજી બાજુ વનસ્પતિઓ, તેમનું આંતરિક તાપમાન સ્થિર જાળવી રાખવા માટે આવી કોઈ પણ ક્રિયાવિધિ ધરાવતી નથી.
3. મુલત્વી રાખવું પ્રતિક્રિયા સમજાવો
- બૅક્ટરિયા, ફૂગ તથા નિમ્ન કક્ષાની વનસ્પતિઓ એ વિવિધ પ્રકારના જાડી દીવાલવાળા બીજાણુઓ નું સર્જન કરે છે કે જેનાથી તેમને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવિત રહેવા માટે મદદ મળે છે - યોગ્ય (ઉચિત) પર્યાવરણ પ્રાપ્ત થતાં તેઓ અંકુરિત થઈ જાય છે.
- ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં, બીજ અને કેટલીક બીજી વાનસ્પતિક પ્રાજનનિક સંરચનાઓ તેમના વિકિરણમાં મદદ કરવા ઉપરાંત તણાવના સમયગાળાને પાર પાડવાના સાધન સ્વરૂપે કામ આવે છે.
- અનુકૂળ તાપમાન અને ભેજની પરિસ્થિતિઓમાં તેઓ નવા છોડ સ્વરૂપે અંકુરિત થાય છે.
- સુષુપ્તાવસ્થા માં તેઓ તેમની ચયાપચયિક ક્રિયાઓ ઘટાડી દે છે.
- પ્રાણીઓમાં, સજીવો જો સ્થળાંતરણ (પ્રવાસ) કરવા માટે અસમર્થ હોય, તો તેઓ તે સમયે ત્યાંથી પલાયન થઈ (ભાગી જઈ) તણાવને ટાળી દે છે.
- શિયાળા દરમિયાન રીંછ શીતનિંદ્રા માં જતા રહેવાનો જાણીતો કિસ્સો તથા એ સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
- કેટલીક ગોકળગાય અને માછલીઓ ગરમી તથા જળશુષ્ક જેવી ઉનાળાં સંબંધિત સમસ્યાઓને ટાળવા ગ્રીષ્મનિંદ્રા માં જતી રહે છે.
- પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવોમાં ઘણી પ્રાણીપ્લવકોની જાતિઓ સુષુપ્તાવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે (વિપરિત પર્યાવરણીય પરિસ્થિતિઓ સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુષુપ્તતાની શારીરિક અવસ્થા - પ્રાણી સુષુપ્ત અવસ્થા ).
- સુષુપ્ત અવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે.
4. અજૈવિક પરિબળ જમીન સમજાવો
- વિવિધ સ્થાનોમાં જમીનની પ્રકૃતિ અને ગુણધર્મો જુદા - જુદા હોય છે ; આબોહવા, અપક્ષયન પ્રક્રિયા કે માટી (ભૂમિ) કેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામી અથવા તો અવસાદન પામી છે તથા તેનો વિકાસ કેવી રીતે થયો છે તેના પર આધારિત છે.
- ભૂમિ (જમીન) ની વિવિધ લાક્ષણિકતાઓ જેવી કે ભૂમિરચના (સંગઠન ), કણોનું કદ અને કણોનું સામૂહીકરણ એ ભૂમિની અંતઃસ્ત્રવણ - ક્ષમતા તથા જલગ્રહણ - ક્ષમતા નક્કી કરે છે.
- આ લાક્ષણિકતાઓની સાથે - સાથે pH , ખનિજ સંગઠન અને ભૂતલ (સ્થળાકૃતિ- જેવા માપદંડો ઘણી વિસ્તૃત હદ સુધી કોઈ પણ ક્ષેત્રનો વનસ્પતિ સમાજ નક્કી કરે છે.
- તેના પછી તે બધા મળીને નક્કી કરે છે કે તે વિસ્તારમાં કેવા પ્રકારનાં પ્રાણીઓનું પાલનપોષણ થઈ શકશે જે તેના પર આધાર પામી શકે.
- એ જ રીતે , જલીય પર્યાવરણમાં , અવસાદી - લાક્ષણિકતાઓ ઘણી વાર જલજ નિઃતલસ્ય (પાણીના તળિયે રહેલી જીવસૃષ્ટિ) પ્રાણીઓના પ્રકાર નક્કી કરે છે જે ત્યાં વિકાસ સાધી શકે .
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકરણની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે.
========================================
Please do not enter any spam link or word in the comment box