Type Here to Get Search Results !

Biology Test Series For NEET | માનવ કલ્યાણ મા જીવવિજ્ઞાન | ટેસ્ટ -13 | ધોરણ -12 | UNIT - 8

0


Biology Test Series

Biology Test Series For NEET

Biology Test Paper 

Biology Online Test

Free Biology Practice Test


ટેસ્ટ માટે ની સૂચના

1) કુલ પ્રશ્નો - 60 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના  4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -240 3) ટેસ્ટ સમય - 60 મિનિટ. 4) આ Biology Test Series  ના ટેસ્ટ  જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે

Biology Test Series For NEET | માનવ કલ્યાણ મા જીવવિજ્ઞાન | ટેસ્ટ -13 | ધોરણ -12 | UNIT - 8


1. નીચે આપેલા પૈકી ખોટાં વાક્યો શોધો :
( 1 ) કૅફી પદાર્થના વારંવાર ઉપયોગથી શરીરમાં રહેલા સંવેદના ગ્રાહકની સહનશીલતાનો આંક ઊંચો જાય છે ( 2 ) કોઈ પણ પ્રકારના માર્ગદર્શન કે પરામર્શના અભાવથી વ્યક્તિ વ્યસની બને છે
( 3 ) યુવાનો આર્થિક લાભોને કારણે કેફી પદાર્થોનો ટૂંકા સમયાંતરે વારંવાર ઉપયોગ કરે છે .
(4 ) દારૂ વધારે માત્રામાં લેવામાં આવે ત્યારે જ સંવેદના - ગ્રાહકો પ્રતિભાવ આપે છે .
A. ( 1 ) અને ( 2 )       B. માત્ર ( 3 )      C. ( 1 ) અને ( 4 )       D. ( 3 ) અને ( 4 )

2. નીચેનાં જોડકાં માટે સાચી જોડ ધરાવતો વિકલ્પ કયો છે ?
કૉલમ I                              કૉલમ II
1. ભૌતિક અંતરાય           p . ત્વચા
2. દેહધાર્મિક અંતરાય       q . ઇન્ટરફેરોન્સ પ્રોટીન
3. કોષીય અંતરાય            r . શ્લેષ્મ કણો
4. કોષરસીય અંતરાય       s . મુખગુહાની લાળ
A. 1-q , 2- r, 3- s, 4 - p                       B. 1 - r , 2-p , 3 - s , 4 - q
C. 1 - s , 2- p, 3-r , 4-q                        D. 1 - p , 2-s , 3 - r , 4-q

3. આપેલ આકૃતિ માટે સંગત વિકલ્પ કયો છે ?


A. તેનાં સૂકાં પર્ણો અને પુષ્પમાંથી ભાંગ , ગાંજો અને ચરસ મળે છે .  B. તેના સૂકા ફળમાંથી અફીણ મળે છે .
C. તેના માદા પુષ્પમાંથી હસીસ મળે છે .                                       D. તેની ડાળીમાંથી કોડીન મળે છે .

4. નીચેની આકૃતિ ક્યો રોગ સૂચવે છે ?


A. રિંગવર્મ       B. ટાઇફૉઇડ      C. ન્યુમોનિયા      D. હાથીપગો

5. આપેલ આકૃતિમાં ' x ' નિર્દેશિત ભાગ શું દર્શાવે છે ?


A. હલકી શૃંખલા                 B. ભારે શૃંખલા      
C. ઍન્ટિજન બાઇન્ડિંગ        D. ઍન્ટિજન

6. HIV માં પ્રોટીનના કવચ ઉપરાંત જનીનદ્રવ્ય તરીકે શું આવેલ હોય છે ?
A. દ્વિ - શૃંખલાયુક્ત  RNA                        B. એકશૃંખલીય DNA
C. દ્વિ - શૃંખલાયુક્ત DNA                         D. એકશૃંખલીય RNA

7. ઍલર્જી દરમિયાન કયા ઇમ્યુનો ગ્લોબ્યુલિનની સંખ્યા વધે છે?
A. IgA          B. IgE         C. IgG         D. IgM

8. કાર્સિનોમા નીચે આપેલ પૈકી કોની સાથે સંકળાયેલ છે ?
A. ત્વચા અથવા શ્લેષ્મસ્તરની અસ્થાયી ગાંઠ                      B. મળાશયની અસ્થાયી ગાંઠ
C. સંયોજક પેશીની સ્થાયી ગાંઠ                                       D. સંયોજક પેશીની અસ્થાયી ગાંઠ

9. કયા કોષોમાંથી સ્મૃતિકોષો સર્જાય છે ?
A. મૉનોસાઇટ્સ          B. ઇઓસીનોફિલ               C. ન્યુટ્રોફિલસ         D. લિમ્ફોસાઇટ્સ

10.  HIV સૌપ્રથમ કોનો નાશ કરે છે ?
A. લ્યુકોસાઇટ્સ              B. થ્રોમ્બોસાઇટ્સ            C. મદદકર્તા T- લસિકાકોષો      D. B- લસિકાકોષો

11. ઍન્ટિબૉડી કોને કહેવાય?
A. ભક્ષકકોષ       B. ઍન્ટિજનને નિષ્ક્રિય બનાવનાર પ્રોટીન    C. રક્તકણનો ભાગ       D. રુધિરનો ભાગ

12. HIV માં જનીનદ્રવ્ય તરીકે કયો ન્યુક્લિઇક ઍસિડ હોય છે ?
A. RNA             B. DNA              C. A અને B બંને           D. પ્લાસ્મિડ

13. રોગ માટે અસંગત વિધાન કયું છે ?
A. તે સામાન્ય સ્થિતિમાં અસ્વસ્થતા પેદા કરતો કોઈ પણ ભૌતિક કે ક્રિયાત્મક ફેરફાર છે .
B. તે શરીરના ભાગોની ચોક્કસ નિશાનીઓ સાથેની ખરાબ ક્રિયાશીલતા છે
C. તે શરીરને આરામથી દૂર લઈ જતી સ્થિતિ છે .
D. તે શરીરના કેટલાક ભાગોની એવી સ્થિતિ છે , જે તેમનાં કાર્યોને વ્યવસ્થિત કરે છે .

14. કૅન્સર માટે સંગત વિધાન કયું છે ?
A. તે શરીરની નિશ્ચિત પેશીની નિયંત્રિત વૃદ્ધિથી થતો બિનચેપી રોગ છે .
B. તે શરીરની નિશ્ચિત પેશીની અનિયંત્રિત વૃદ્ધિથી થતો ચેપી રોગ છે .
C. તે શરીરની નિશ્ચિત પેશીની નિયંત્રિત વૃદ્ધિથી થતો ચેપી રોગ છે .
D. તે શરીરની નિશ્ચિત પેશીની અનિયંત્રિત વૃદ્ધિથી થતો બિનચેપી રોગ છે .

15. કઈ કસોટી વડે ટાઇફૉઇડ રોગનું નિદાન થઈ શકે છે ?
A. વિડાલ કસોટી          B. એલીઝા કસોટી       C. PSA કસોટી        D. PAP કસોટી

16. કયા રોગનાં ચિહ્નોમાં યકૃત અને બરોળનું કદ મોટું થઈ જાય છે?
A. ન્યુમોનિયા             B. ટાઇફૉઇડ        C. હાથીપગો       D. મલ્ટિપલ સ્ક્લેરોસિસ

17.  ન્યુમોકોકસ.........
A. શ્વસનમાર્ગની ગંભીર બીમારી છે .                            B. ન્યુમોનિયામાં ઉત્પન્ન થતું ઝેરી દ્રવ્ય છે .
C. હીમોફિલસ ઇન્ફલ્યુએન્ઝી બૅકટેરિયાનું અન્ય નામ છે . D. સ્ટ્રેપ્ટોકોકસ પ્રકારના બૅકટેરિયા છે .

18. વાયવેક્સ અને ફેલ્સીપેરમ કયા રોગકારક સૂક્ષ્મ જીવના પ્રકાર છે ?
A. પ્લાઝમોડિયમ પ્રજીવ        B. હીમોફિલસ બૅક્ટરિયા       C. ફિલારિઅલ કૃમિ     D. રિહ્નો વાઇરસ

19. પ્લાઝમોડિયમ પ્રજીવ માનવ - રક્તકણમાં ...
A. અલિંગી પ્રજનન કરે છે . તેમજ નર ગેમેટોસાઇટ અને માદા ગેમેટોસાઇટ સર્જે છે .
B. નર અને માદા ગેમેટોસાઇટ સર્જે છે અને લિંગી પ્રજનન કરે છે .
C. લિંગી અને અલિંગી બંને પ્રકારનું પ્રજનન કરે છે .
D. પ્રજનન કરતા નથી , ફક્ત ખોરાક મેળવી વૃદ્ધિ કરે છે .

20. પ્લાઝમોડિયમના સ્પોરોઝુઓઇટ સ્વરૂપ માટે કયું વિધાન યોગ્ય છે ?
A. માનવ - રુધિરમાં સર્જાઈ , માદા ઍનોફિલિસ મચ્છર કરડવાથી મચ્છરમાં દાખલ થાય છે .
B. મચ્છરમાં લિંગી પ્રજનન દ્વારા સર્જાઈ , માદા ઍનોફિલિસ મચ્છર કરડવાથી માનવ - રુધિરમાં દાખલ થાય છે .
C. માનવ - રુધિરમાં સર્જાઈ , માનવ - રક્તકણમાં પ્રવેશે છે .
D. માનવ - યકૃતમાં સર્જાઈ , માનવ - રક્તકણમાં પ્રવેશે છે .

21. ઍન્ટિબૉડીને કઈ રીતે દર્શાવાય છે ?
A. H1L1             B. H1L2           C. H2L1      D. H2L2

22.બિનચેપગ્રસ્ત કોષોને વાઇરસના ચેપની સામે રક્ષણ આપતું દ્રવ્ય કર્યું છે ?
A. ઇન્ટરફેરોન્સ         B. ઇન્ટરમિડીન          C. ઇન્ટરકાયનેટીન         D. ઇન્ટરફાઇટોન

23. ઍન્ટિબૉડી સર્જીને કરાતા પ્રતિકારને શું કહે છે ?
A. કોષીય પ્રતિકારકતા         B. કોષરસીય પ્રતિકારકતા      C. દેહધાર્મિક પ્રતિકારકતા      D. સ્વપ્રતિકારકતા

24. ઍલર્જી માટે માસ્ટકોષમાંથી સ્રવતા કયા રસાયણના સ્ત્રાવ જવાબદાર છે ?
A. ઇન્ટરફેરોન્સ- ઇન્ટરમિડીન                    B. હિપેરીન - હિસ્ટેમાઈન
C. કૉલોસ્ટ્રમ - કોલાજન                          D. હિસ્ટેમાઇન- સેરોટોનિન

25. DNA ને ઈજા કરીને નીઓપ્લાસ્ટિકમાં રૂપાંતરણ કરતાં કિરણો કયાં છે ?
A. X- કિરણો           B. y-કિરણો               C. UV- કિરણો       D. આપેલ તમામ

26. નીચેના પૈકી કોની અસર કોકેનને મળતી આવે છે ?
A. બાર્બીચ્યુરેટ            B. નિકોટીન              C.એમ્ફિટેમાઇન        D. આપેલ પૈકી એક પણ નહીં

27. અસંગત વિધાન કયું છે ?
A. રોગકારક સૂક્ષ્મ જીવો દ્વારા થતા રોગો ચેપી હોય છે.
B. બિનચેપી રોગોનો ફેલાવો રોગવાહકો દ્વારા થાય છે .
C. ફ્રેન્ચમાં રોગનો અર્થ આરામથી દૂર થવું એવો કરાય છે .
D. શરીરના ભાગોનાં કાર્યોમાં અવ્યવસ્થાને રોગ ગણી શકાય .

28. વિધાન A : નિકોટીન રુધિરના દબાણ અને હૃદયના સ્પંદનમાં વધારો કરે છે . કારણ R : નિકોટીન એડ્રિનલ ગ્રંથિને ઉત્તેજે છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું અને R ખોટું છે .
D. A ખોટું અને R સાચું છે .

29. ભ્રમ પેદા કરતા ગુણધર્મો ધરાવતી વનસ્પતિ કઈ છે ?
A. કેનાબિસ ઇન્ડિકા       B. કેનાબિસ સટાઇવા       C. એટ્રોપા બેલાડોના      D. આપેલ તમામ

30. કેફી પદાર્થોના વારંવાર ઉપયોગથી શરીરમાં કોનો સહનશીલતા આંક ઊંચો જાય છે ?
A. મગજના વિચારકેન્દ્રો        B. સંવેદના ગ્રાહકો     b C. શારીરિક પીડા        D. માનસિક સ્થિતિ

31. સુએજ ટ્રીટમેન્ટમાં નીચેના ક્યા વાયુઓ ઉત્પન્ન થાય છે ?
A. મિથેન , H2S , CO2       B. મિથેન , 02 , N2      C. ઇથેન , CO2 , 02       D. ઇથેન , H2S , CO2

32. નીચે દર્શાવેલાં બધાં કાર્યો કરતાં સજીવનું નામ દર્શાવતો સાચો વિકલ્પ કયો ?
( 1 ) દૂધમાં અમ્લો ઉત્પન્ન કરે . ( 2 ) વિટામિન B12 ની ગુણવત્તા વધારે .
( 3 ) હોજરીમાંના નુકસાનકારક બેક્ટેરિયાથી બચાવે . ( 4 ) આથવણનું કાર્ય કરે.
A. યીસ્ટ            B , ફૂગ               C. LAB         D. બેક્ટેરિયા

33. કૉલમ I માં સજીવોનાં નામ દર્શાવેલ છે અને કૉલમ II માં તેમના દ્વારા બનાવાતા પદાર્થોનાં નામ દર્શાવેલ છે , તો તેમના માટે સાચી જોડ દર્શાવતો વિકલ્પ જણાવો .
     કૉલમ I                                              કૉલમ II
1. સેકેરોમાયસીસ સેરેવીસી               p. બ્યુટીરિક ઍસિડ
2. લૅક્ટોબેસિલસ                             q. ઍસિટિક ઍસિડ
3. એઝેટોબૅક્ટર એસેટી                     r. લૅક્ટિક ઍસિડ
4. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ               s. બ્રેડ
A. 1 - p , 2 - s , 3- q , 4 - r                          B. 1 - r , 2 - q , 3 - p , 4 - s
C. 1-q , 2-p , 3-r , 4 - s                              D. 1 - s , 2 - r , 3-q , 4 - p

34. સંગત જોડ કઈ છે ?
A. લાઈકેન - લીલ અને ફૂગની પરસ્પરતા
B. મૂળગંડિકા - શિમ્બીકુળની વનસ્પતિના મૂળ અને રાઈઝોબિયમની પરસ્પરતા
C. માઇકોરાઇઝા -ઉચ્ચ વનસ્પતિના મૂળ અને ફૂગની પરસ્પરતા
D. આપેલ તમામ

35. જૈવિક ખાતરોના ઉપયોગ દ્વારા ક્યાં ખનીજ તત્ત્વો ધરાવતા  રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટાડી શકાય ?
A. નાઇટ્રોજન, પોટેશિયમ   B. નાઇટ્રોજન, ફૉસ્ફરસ   C. પોટેશિયમ, ફૉસ્ફરસ   D. આપેલ તમામ

36. સાયનોબૅક્ટરિયાનું જૂથ કયું છે ?
A. રાઇઝોબિયમ, એઝેટોબૅક્ટર, એઝોસ્પાયરીલમ    B. એનાબીના, એઝેટોબૅક્ટર, રાઇઝોબિયમ
C. એનાબીના, ઓસિલેટોરિયા, નોસ્ટૉક                  D. આપેલ તમામ

37. છોડ સાથે ગ્લોમસ જાતિની ફૂગના સહજીવનથી ...
A. છોડને ફૉસ્ફરસ સરળતાથી પ્રાપ્ત થાય છે .
B. છોડનાં મૂળ પર થતી જીવાત સામે રોગપ્રતિકારક શક્તિ મળે છે .
C. A અને B બંને .
D. છોડને રોગપ્રતિકારક શક્તિ તેમજ N2 સરળતાથી પ્રાપ્ત થાય છે

38. નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે
A. શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બેકટેરિયાથી સ્વતંત્ર રીતે N2 - સ્થાપન કરી શકે છે .
B. શિમ્બીકુળની વનસ્પતિઓ ફક્ત તેમના પર્ણમાં રહેલા રાઇઝોબિયમ બેકટેરિયાની મદદથી N2 - સ્થાપન કરી શકે છે .
C. શિમ્બીકુળની વનસ્પતિઓ તેમના મૂળમાં વસતા રાઇઝોબિયમ બેકટેરિયા દ્વારા N2 - સ્થાપન કરે છે .
D. શિમ્બીકુળની વનસ્પતિઓ N2- સ્થાપન કરતી નથી .

39. બીટી કૉટન માં ...
A. બૅક્ટરિયાનું ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરતું જનીન દાખલ કરાયું છે 
B. બૅક્ટરિયાનું N2- સ્થાપન કરતું જનીન દાખલ કરાયું છે
C. વાઇરસનું રોગનિયંત્રક જનીન દાખલ કરાયું છે
D. આપેલા પૈકી એક પણ નહીં

40. વિધાન A : રાસાયણિક જંતુનાશક દવાઓના વિકલ્પ સૂક્ષ્મ જીવો દ્વારા તૈયાર કરેલ નિયંત્રક દવાઓનો ઉપયોગ જરૂરી બન્યો છે . કારણ R : જૈવિક નિયંત્રક દવાઓના ઉપયોગથી નિવસનતંત્રની સમતુલા જળવાય છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું અને R ખોટું છે.
D. A ખોટું અને R સાચું છે .

41. સૂક્ષ્મ સજીવો દ્વારા તૈયાર કરેલી દવાઓનો પાકને નુકસાનકારક ઘટકોના નિયંત્રણ માટે ઉપયોગ કરાય તેને શું કહે છે ?
A. કૃત્રિમ નિયંત્રણ     B. રાસાયણિક નિયંત્રણ       C. જૈવિક નિયંત્રણ       D. જીનેટિક એન્જિનિયરિંગ

42. કીટક પેસ્ટના જૈવિક નિયંત્રણમાં મુખ્ય સમસ્યા નીચેના પૈકી કઈ છે ?
A. ઇન્સેક્ટિસાઇડના ઉપયોગની સરખામણીએ આ પદ્ધતિ ઓછી અસરકારક છે .
B. ચોક્કસ વિસ્તારમાં જૈવ કીટનાશકો દાખલ કરવા મુશ્કેલ છે .
C. જૈવ - કીટનાશકો કેટલીક વખત અન્ય ખોરાકનો ઉપયોગ કરી , પોતે પેસ્ટ તરીકે વર્તે છે .
D. જૈવનિયંત્રકો નવા પર્યાવરણમાં દાખલ કરાતાં કેટલીક વખત જીવિત રહી શકતા નથી .

43. સૂત્રકૃમિઓના નિયંત્રણ માટે કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે ?
A. ફન્જીસાઈડ્સ           B. પેસ્ટિસાઈડ્સ           C. વેડીસાઈડ્સ       D. બાયોનેમેટીસાઈડ્સ

44. બાયોગેસ ઉત્પાદન પ્રક્રિયામાં જૈવિક કચરાના અજારક શ્વસન દરમિયાન ક્યું દ્રવ્ય અપાચિત રહે છે ?
A. લિપિડ           B. લિગ્નીન          C. હેમી - સેલ્યુલોઝ        D. સેલ્યુલોઝ

45. STPs માં બાયોગેસ ઉત્પન્ન થવા સુધી સર્જાતા ઘટકોનો સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ કયો છે ?
A. પ્રાથમિક સ્લજ – ઇફ્લુઅન્ટ - ફ્લોક્સ - ક્રિયાશીલ સ્લજ - બાયોગૅસ
B. ઇફ્લુઅન્ટ – ફ્લોક્સ - પ્રાથમિક સ્લજ - ક્રિયાશીલ સ્વજ - બાયોગૅસ
C. ફ્લોક્સ - ઇફલુઅન્ટ = પ્રાથમિક સ્લજ -ક્રિયાશીલ સ્લજ - બાયોગેસ
D. પ્રાથમિક સ્લજ - ફ્લોક્સ - ક્રિયાશીલ સ્લજ- ઇફલુઅન્ટ - બાયોગેસ

46. ફલોક્સનું નિર્માણ અને ફ્લોક્સનું અવસાદન ક્યા કયા ટાંકામાં થાય છે ?
A. પ્રાથમિક ટાંકા , જારક પ્રક્રિયા ટાંકા                 B. જારક પ્રક્રિયક ટાંકા , ઇફલુઅન્ટ ટાંકા
C. જારક પ્રક્રિયક ટાંકા , સેટલિંગ ટાંકા                 D. એનએરોબિક ડાયજેસ્ટર્સ ટાંકા , સેટલિંગ ટાંકા

47. વિધાન A : માનવવસતિના પ્રમાણમાં વધારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ જરૂરી છે . કારણ R : STPs માં બળતણ ઊર્જા બાયોગેસ પેદા કરાય છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું અને R ખોટું છે .
D. A ખોટું અને R સાચું છે .

48. BOD શાનું માપન છે ?
A. પરોક્ષ રીતે પાણીમાં કેટલાં કાર્બનિક દ્રવ્યો છે , તેનું માપન છે .
B. પરોક્ષ રીતે પાણીમાં કેટલાં અકાર્બનિક દ્રવ્યો છે , તેનું માપન છે .
C. પરોક્ષ રીતે પાણીમાં કેટલા સૂક્ષ્મ સજીવો છે , તેનું માપન છે .
D. પરોક્ષ રીતે પાણીમાં ક્યા પ્રકારના રોગકારક સૂક્ષ્મ સજીવો છે , તેનું માપન છે .

49. STPs માં સુએજ કચરાયુક્ત ગંદા પાણીના શુદ્ધીકરણની પ્રક્રિયામાં કયા પ્રકારના બૅકટેરિયા ઉપયોગી છે ?
A. વિષમપોષી               B. સ્વયંપોષી          C. પરોપજીવી        D. આપેલ તમામ

50.  વિધાન A : દર્દીઓના અંગપ્રત્યારોપણમાં સાયક્લોસ્પોરીન- A નો ઉપયોગ થાય છે . કારણ R : તે રુધિરમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડે છે . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું અને R ખોટું છે .
D. A ખોટું અને R સાચું છે

51.  જીનેટિક એન્જિનિયરિંગ દ્વારા કોની સુધારેલ જાત વડે સ્ટ્રેપ્ટોકાયનેઝનું ઉત્પાદન કરાય છે ?
A. સ્ટ્રેપ્ટોકોકસ બૅકટેરિયાની જાત                B. સ્ટ્રેપ્ટોબેસિલસ બૅકટેરિયાની જાત
C. સ્ટ્રેપ્ટોમાયસીસ ફૂગની જાત                    D. સ્ટ્રેપ્ટોમાયસીસ યીસ્ટની જાત

52. કયા સૂક્ષ્મ સજીવો ઊર્જાસ્ત્રોત મેળવવા માટે ઉપયોગી છે ?
A. બ્રેવર્સ યીસ્ટ      B. મિથેનોજનિક બૅકટેરિયા       C. A અને B બંને       D. રાઇઝોપસ નીગ્રીકેન્સ

53. વિધાન A : અર્નેસ્ટ ચેન અને હાવર્ડ ફલોરેયને પેનિસિલિનના ઉત્પાદનમાં સુધારો કર્યો . કારણ Rઃપેનિસિલિયમ નોટેટમ ફૂગ દ્વારા પેનિસિલિન મેળવાયું . વિધાન A અને કારણ R માટે કયો વિકલ્પ સાચો છે ?
A. A અને R બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે .
B. A અને R બંને સાચાં છે , પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી .
C. A સાચું અને R ખોટું છે .
D. A ખોટું અને R સાચું છે .

54. સેકેરોમાયસીસ સેરેવીસી ...
A. બેકર્સ યીસ્ટ છે .        B. બ્રેવર્સ યીસ્ટ છે .       C. A અને B બંને       D. આપેલ પૈકી એક પણ નહીં

55. ચીઝ ઉત્પાદનમાં સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ ...
A. ફક્ત પકવવા માટે                              B. ફક્ત ખટાશ લાવવા માટે
C. ફક્ત બગડતું અટકાવવા માટે               D. ખટાશ અને પકવવાની બંને પ્રક્રિયા માટે

56. આથવણ સંદર્ભે અસંગત જોડ શોધો .
A. LAB -અમ્લો દૂધને જમાવે                                B. પામના રસ — ટોડી પીણું
C. ઇન્સીલેજ – લીલી વનસ્પતિ પેશીના પ્રોટીન           D. ખાટાં ફળ , શાકભાજી - અથાણું

57. બાયોગેસ પ્લાન્ટમાં આચ્છાદન ક્યારે ઊંચકાય છે ?
A. જ્યારે કચરાનો નિકાલ થાય છે ત્યારે આ     B. જ્યારે બૅક્ટરિયા દ્વારા વાયુ પેદા થાય ત્યારે તે
C. જ્યારે ટાંકામાં જૈવિક કચરો અને છાણનો કાદવ મિશ્ર કરવામાં આવે ત્યારે તે D. આપેલ પૈકી એક પણ નહિ

58.  કયું સજીવ જેવખાતર તરીકે વર્તે છે ?
A. એઝોલા    B. ઇ . કોલાઈ છે    C. સ્પાયરોગાયરા    D. કેસીઆ

59. નીચે આપેલા પૈકી સાચાં વિધાન શોધો :
( 1 ) મિથેન , હાઇડ્રોજન સલ્ફાઇડ અને કાર્બન ડાયૉક્સાઇડથી બાયોગૅસ બને છે
( 2 ) બાયોગેસ બળતણ ઊર્જા તરીકે વપરાય છે
( 3 ) બાયોગૅસમાં મોટા જથ્થામાં CO , સર્જાય છે
( 4 ) ઢોરના આમાશયમાં મિથેનોજન્સ બૅક્ટરિયા હોય છે.
A. ( 1 ) અને ( 2 )   B. ( 1 ) , ( 2 ) અને ( 4 )    C. ( 2 ) અને ( 3 )    D. માત્ર ( 3 )

60. નીચેનામાંથી મુક્તજીવી N- સ્થાપક કયા છે ?
A. એઝોસ્પાયરીલમ    B. રાઇઝોબિયમ  C. લૅક્ટોબેસિલસ   D. સુડોમૉનાસ


જવાબો

1.B, 2.D, 3.A, 4.A, 5.C, 6.D, 7.B, 8.A, 9.D, 10.C, 11.B, 12.A, 13. D, 14.D, 15. A, 16.B, 17.D, 18. A, 19.A, 20.B, 21.D, 22.A, 23.B, 24.D, 25.D, 26.C, 27.B, 28.A, 29.D, 30.B, 31. A, 32.C, 33.D, 34.D, 35.B, 36.C, 37.C, 38.C, 39.A, 40.A, 41.C, 42.D, 43.D, 44.B, 45.A, 46.C, 47.B, 48.A, 49.A, 50.C, 51.A, 52.C, 53.B, 54.C, 55.D, 56.C, 57.B, 58.A, 59.B, 60.A

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad