NEET Biology Concept Material
NEET Biology Examination
NEET Biology Tips
NEET Biology Study Material
Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો પ્રકરણ - 13 - સજીવો અને વસ્તી જેમાંથી બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો પુછાય છે એમાંથી 2,3 અને 4 માર્ક્સ ની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
1. શીતનિદ્રાથી પ્રાણી સુષુપ્તાવસ્થા કેવી રીતે જુદી છે.
- પ્રાણીઓમાં , સજીવો જો સ્થળાંતરણ ( પ્રવાસ ) કરવા માટે અસમર્થ હોય , તો તેઓ તે સમયે ત્યાંથી પલાયન થઈ (ભાગી જઈ) તણાવને ટાળી દે છે.
- શિયાળા દરમિયાન રીંછ શીતનિંદ્રા માં જતા રહેવાનો જાણીતો કિસ્સો તથા એ સમયે ત્યાંથી ભાગી છૂટવાનું એક ઉત્તમ ઉદાહરણ છે.
- પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સરોવરો તથા તળાવોમાં ઘણી પ્રાણીપ્લવકોની જાતિઓ સુષુપ્તાવસ્થા ધારણ કરવા માટે જાણીતી છે
- વિપરિત પર્યાવરણીય પરિસ્થિતિઓ સામે વિકાસમાં વિલંબ કરતી પ્રાણીઓની સુષુપ્તતાની શારીરિક અવસ્થા - પ્રાણી સુષુપ્ત ' અવસ્થા)
- સુષુપ્ત અવસ્થા કે જે નિલંબિત વિકાસની એક અવસ્થા છે.
2. દેહધાર્મિક અનુકૂલન ઉદાહરણ સાથે સમજાવો.
- કેટલાક સજીવો દેહધાર્મિક અનુકૂલનો ધરાવે છે કે જે તેમને તણાવભરી પરિસ્થિતિ (હાલત) સામે ત્વરિત પ્રતિક્રિયા અપનાવવા દે છે.
- જો ક્યારેક તમને કોઈ વધુ ઊંચાઈવાળા ઉત્તુંગ વિસ્તારો > 3500 મીટરથી વધુ - મનાલી પાસે રોહતંગ ઘાટ અને લેહમાં જવાનું થાય તો તમે ઉત્તુંગ ગતી બીમારી ઊંચાઈ સંબંધિત બીમારી નો અવશ્ય અનુભવ કર્યો હશે.
- ઉબકા, થકાવટ, તથા હૃદયના ધબકારા વધવા, વગેરે સમાવિષ્ટ આ બીમારીના લક્ષણો છે. આનું કારણ એ જ છે કે વધુ ઊંચાઈ ધરાવતા વિસ્તારોમાં વાતાવરણીય દબાણ ઓછું હોય છે, જેના કારણે શરીરને પૂરતો ઑક્સિજન મળતો નથી.
- પરંતુ ધીમે - ધીમે તમે સ્થાનિક હવામાનને સાનુકૂળ (પર્યાનુકૂલિત) થઈ જશો અને તમને ઉત્તુંગતા બીમારી અનુભવવાનું અટકી જશે.
- તમારું શરીર લાલ રુધિર કોષો (૨ક્તકણો ) નું ઉત્પાદન વધારીને હિમોગ્લોબીનની બંધન - ક્ષમતા ઘટાડીને તથા શ્વસનદરમાં વધારો કરીને ઓછા ઑક્સિજનની ઉપલબ્ધિ ભરપાઈ (ક્ષતિપૂર્તિ) કરે છે.
3. સમજાવો અંતઃસ્થળાન્તર અને બર્હિસ્થળાંતરણ
- અંતઃસ્થળાંતરણ: એ જ જાતિના વ્યક્તિગત સજીવોની સંખ્યા વિચારણામાં લેવાય છે, જે આપેલ સમયગાળા દરમિયાન અન્ય જગ્યાએથી નિવાસસ્થાન (વસવાટ) માં ચાલ્યા આવે છે.
- બહિસ્થળાંતરણ : વસ્તીના સજીવોની એ સંખ્યા વિચારણામાં લેવાય છે જે આપેલ સમયગાળા દરમિયાન નિવાસસ્થાન છોડીને બીજે ક્યાંક ચાલ્યા ગયા છે.
4. આપેલ આકૃતિ મા નિર્દેશિત a આલેખ માટે ટૂંક નોંધ લખી તેના માટે વૃદ્ધિના સંકલન દર્શાવતું સૂત્ર લખો લખો.
- આ આલેખ ચરઘાતાંકીય વૃદ્ધિ દર્શાવે છે.
- જ્યારે નિવાસસ્થાનમાં સંસાધનો કે સ્રોતો અમર્યાદિત હોય છે ત્યારે દરેક જાતિ તેની સંખ્યામાં વૃદ્ધિ કરવાની તેની જન્મજાત શક્તિનો સંપૂર્ણપણે અનુભવ કરવાની ક્ષમતા ધરાવે છે, જેવું કે ડાર્વિને જ્યારે પ્રાકૃતિક પસંદગીનો તેનો સિદ્ધાંત વિકસતો હતો ત્યારે અવલોકન કર્યું હતું, ત્યારે ચરઘાતાંકીય કે ભૌમિતિક શૈલી માં વસ્તીવૃદ્ધિ હતી. જો N કદની વસ્તીમાં , જન્મદર ( કુલ સંખ્યા નહિ પરંતુ પ્રતિ વ્યક્તિ જન્મ ) હોય તો b રૂપે તથા મૃત્યુદર ( પ્રતિ વ્યક્તિ મૃત્યુ ) d ના રૂપે પ્રસ્તુત કરવામાં આવે છે , ત્યારે એકમ સમય અવધિ t (dN / dt) દરમિયાન વધારો કે ઘટાડો નીચે પ્રમાણે થશે
- dN/dt=rN
- અને ચરઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપને નીચે પ્રમાણે અલગ તારવી શકો છો :
- Nt = N0 ert
- જ્યાં N = t સમય પછી વસ્તીગીચતા
- No = શૂન્ય સમયે વસ્તીગીચતા
- r = પ્રાકૃતિક વધારાનો આંતરિક દર
- e = પ્રાકૃતિક લઘુગુણકનો આધાર ( 2.71828)
5. આંતરજાતીય પ્રતિક્રિયા માટે દર્શાવતી સંજ્ઞાઓ વિશે નોંધ લખો
- આંતરજાતીય આંતરક્રિયાઓ (પારસ્પરિક ક્રિયાઓ ) બે જુદી - જુદી જાતિઓની વસ્તીની આંતરક્રિયા ( પારસ્પરિક ક્રિયા ) થી ઉદ્ભવે છે.
- તે ક્રિયાઓ એક જાતિ કે બંને જાતિઓ માટે લાભકારી, હાનિકારક કે તટસ્થ (ન લાભકારી કે ન હાનિકારક) હોઈ શકે છે.
- લાભદાયક આંતરક્રિયાઓ માટે ‘ + ' ચિહ્ન , હાનિકારક માટે ' - ' ચિહ્ન તથા તટસ્થ માટે ' 0 ' ચિહ્નની નિશાની દર્શાવાય છે
6. વસ્તી આંતરક્રિયાઓનું નામ દર્શાવી તેની સંજ્ઞાઓનું નિરૂપણ ટેબલ દોરી સમજાવો.
7. સહભોજિતની વ્યાખ્યા આપી તેના ઉદાહરણ જણાવો
- આ એવી આંતરક્રિયા છે કે જેમાં એક જાતિને લાભ થાય છે તથા બીજી જાતિને ન તો હાનિ કે ન તો લાભ થાય છે.
- આંબાની ડાળી પર પરરોહી તરીકે ઊગતી ઑર્કિડ અને વ્હેલ ની પીઠ પર વસવાટ કરતા બાર્નેલ ને ફાયદો થાય છે જ્યારે આંબાના વૃક્ષને અને વ્હેલને તેનાથી કોઈ લાભ થતો નથી. બગલાં અને ચારણ કરતાં પશુ ઓ નજીકથી એકબીજાના ગાઢ સહવાસ માં રહે છે.
- સહભોજિતાનું આ ઉત્તમ ઉદાહરણ. જ્યાં પશુઓ ચરે છે તેની પાસે જ બગલાં ખોરાકંપ્રાપ્તિ માટે રહે છે કારણ કે જ્યારે પશુઓ ચાલે છે ત્યારે ઝાડપાન હલાવે છે અને તેમાંથી કીટકો બહાર નીકળે છે બગલાં એ કીટકોને ખાય છે, નહિતર વાનસ્પતિક કીટકોને શોધવા તથા પકડવા બગલાં માટે મુશ્કેલ થશે.
8. કૂટમૈથુન નું ઉદાહરણ સમજાવો.
- ભૂમધ્યસામુદ્રિક ઑર્કિડ એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરાવવા માટે લિંગીકપટ નો સહારો લે છે.
- તેના પુષ્પના દલપત્રની એક પાંખડી, કદ , રંગ તથા નિશાનીઓ માં માદા મધમાખી સાથે ખૂબ જ વિચિત્ર સામ્યતા ધરાવે છે.
- નર મધમાખી તેને માદા સમજી તેની તરફ આકર્ષિત થાય છે તથા પુષ્પની સાથે કૂટમૈથુન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન આ પુષ્પમાંથી તેના પર પરાગરજ ઝરે છે.
- જ્યારે આ જ મધમાખી બીજા પુષ્પ સાથે કૂટમૈથુન કરે છે ત્યારે તેના શરીર પર લાગેલી પરાગરજ તેની પર પરિવહન પામે છે અને આ પ્રકારે પુષ્પને પરાગિત કરે છે
9. સમજાવો અંડ પરોપજીવન
- પક્ષીઓમાં અંડ પરોપજીવન એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ છે કે જેમાં પરોપજીવી પક્ષી પોતાનાં ઈંડાં તેના યજમાનના માળા માં મૂકે છે અને યજમાનને એ ઈંડાં સેવવા દે છે.
- ઉદ્દવિકાસ - પ્રક્રિયા દરમિયાન, પરોપજીવીનાં ઈંડાં કદ અને રંગમાં યજમાનનાં ઈંડાંની સાથે મળતા આવે છે તેથી યજમાનનાં ઈંડાંની સાથે જ વિકસિત થઈ જાય તો યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈંડાંને શોધી કાઢવાની તથા માળામાંથી તેમને નીકળી જવા માટેની તક ઓછી થઈ જશે.
10. લાયકેન અને કવકમૂળના ઉદાહરણો મા થતી આંતરક્રીયાઓ વર્ણવો.
- સહોપકારિતા : આ આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે. લાઈકેન એ ફૂગ અને પ્રકાશસંશ્લેષણ કરતી લીલ અને સાયનોબૅક્ટરિયા ની વચ્ચેના ગાઢ સહોપકારી સંબંધનું પ્રતિનિધિત્વ કરે છે.
- આ જ રીતે ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવકમૂળ સહવાસી છે.
- ફૂગ એ જમીનમાંથી અતિઆવશ્યક પોષક તત્ત્વોના શોષણમાં વનસ્પતિઓની મદદ કરે છે.
- જ્યારે બદલામાં વનસ્પતિ એ ફૂગને ઊર્જા - ઉત્પાદિત કાર્બોહાઇડ્રેટ્સ પૂરા પાડે છે.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકરણની થિયરી ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે.
========================================
Please do not enter any spam link or word in the comment box