👉 NEET Biology Concept Material
👉 NEET Biology Examination
👉 NEET Biology Tips
👉 NEET Biology Study Material
👉 Board Exam Most IMP theory
નમસ્તે મિત્રો તમે પ્રકારણ 3 ના 2,3,4 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 4 - પ્રાજનનીક સ્વાસ્થ્ય જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 2 અને 3 માર્ક્સની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
2 માર્કસ ની થિયરી
1. દુગ્ધસ્ત્રવન એમનોરિયા પદ્ધતિ સમજાવો
- ઋતુસ્ત્રાવ ની ગેરહાજરી : આ પદ્ધતિમાં પ્રસૂતિ બાદ તીવ્ર દૂધસાવ સમય દરમિયાન ઋતુચક્ર જોવા મળતું નથી.
- તેટલા માટે માતા જ્યાં સુધી બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવે છે , ત્યાં સુધી ગર્ભધારણની શક્યતાઓ લગભગ નહિવતું હોય છે.
- આ પદ્ધતિ પ્રસૂતિ પછી મહત્તમ 6 મહિના સુધી જ કાર્યક્ષમ હોય છે.
- આમ , આ પદ્ધતિઓમાં કોઈ જ દવાઓ અથવા સાધનોનો ઉપયોગ થતો નહી આડઅસરો નહિવતું હોય છે.
- આ એક જન્મનિયંત્રણ માટે કુદરતી પદ્ધતિ છે.
2. ZIFT પદ્ધતિ દંપતી માટે કેમ આશીર્વાદ સ્વરૂપ છે સમજાવો
- ઝાયગોટ ઇન્સ્ટાફેલોપિયન ટ્રાન્સફર ( ZIFT ) અથવા ટ્યુબલ એમ્બ્રિયો ટ્રાન્સફર
- આ IVF ના જેવી જ પદ્ધતિ છે.
- ફલન પ્રયોગશાળામાં કરાવવામાં આવે છે, ત્યાર બાદ તદન નવજાત ગર્ભને ગર્ભાશયના બદલે અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે.
- ZIFT પદ્ધતિમાં 8 ગર્ભકોષ્ઠી ખંડોવાળા ગર્ભને અંડવાહિનીમાં તબદીલ કરવામાં આવે છે.
- માટે જે દંપતી કુકુદરતી રીતે સંતાન પ્રાપ્તિ ના કરી શકતા હોય એમના માટે આ કુત્રિમ પદ્ધતિ આશીર્વાદ સ્વરૂપ છે.
3. ગર્ભ ધારણ ને રોકવા માટેની અંતિમ પદ્ધતિ વિશે ટૂંકમાં માહિતી આપી તેનો એક ફાયદો અને એક ગેરલાભ જણાવો
- ગર્ભ ધારણ ને રોકવા માટેની અંતિમ પદ્ધતિ વંધ્યીકરણ છે
- નર ( પુરુષ ) માં વંધ્યીકરણની પ્રક્રિયાને ‘ પુરુષ નસબંધી ’ અને માદા ( સ્ત્રી ) માં સ્ત્રી નસબંધી ' કહે છે.
- પુરુષ નસબંધીમાં વૃષણકોથળી ઉપર નાના કાપા દ્વારા શુક્રવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં આવે છે અથવા બાંધવામાં આવે છે, જ્યારે સ્ત્રી નસબંધીમાં ઉદરમાં નાના કાપા દ્વારા અથવા યોનિમાર્ગ દ્વારા અંડવાહિનીનો નાનો ભાગ દૂર કરવામાં અથવા બાંધવામાં આવે છે.
- આ પદ્ધતિ ફાયદો કે ખૂબ અસરકારક છે પણ ગેરલાભ તેનો ફરી ઉપયોગ નબળો છે .
4. કોપર મુક્ત કરતા IUDs ના ઉદાહરણ જણાવી એ કેવી રીતે કાર્ય કરે છે સમજાવો
- કોપર મુક્ત કરતા IUDs - CUT, CU-7
- IUDs શુક્રકોષોનું ઘન ભક્ષણ ઉત્તેજે છે.
- કૉપર આયન શુક્રકોષોની પ્રચલન ક્ષમતમાં ઘટાડો કરે છે અને તેની ફળદ્રુપતા ઘટાડે છે.
5. બીન્સ્ટરોઈડલ પીલ્સ વિશે નોંધ લખો.
- સહેલી - નવી મુખ દ્વારા લેવામાં આવતી ગર્ભનિરોધક ગોળી છે
- તે બિનસ્ટેરોઇડલ બનાવટ છે.
- તે પિલ્સ ‘ અઠવાડિયે એક વાર ’ લેવાય છે
- જે ઓછી આડઅસરો અને ઊંચું ગર્ભનિરોધક મૂલ્ય ધરાવે છે.
6. IUT અને ICSI ના પૂર્ણ નામ લખી તેનું મહત્વ લખો
- IUT ( ઇન્ટ્રા યુટેરિન ટ્રાન્સફર ) : 8 થી વધુ ગર્ભકોષ્ઠી ખંડવાળા ગર્ભને ગર્ભાશયમાં તબદીલ કરવામાં આવે છે.
- ત્યાર બાદ તેનું બાકીનું વિભાજન ત્યાં જ પૂર્ણ થાય છે.
- ICSI ( ઇન્ટ્રા સાયટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન ) : પ્રયોગશાળામાં શુક્રકોષોને અંડકોષમાં સીધા જ દખલ કરવામાં આવે છે.
7. કયા સિદ્ધાંતો દ્વારા વ્યક્તિ જાતીય સંક્રમિત ચેપમાંથી મુક્ત થઇ શકે છે?
- અજાણ્યા સાથીઓ / ધણા સાથીઓ સાથેના જાતીય સંબંધને ટાળવો.
- સમાગમ દરમિયાન હંમેશાં નિરોધનો ઉપયોગ કરો
- કોઈ પણ શંકાના કિસ્સામાં , વ્યક્તિએ પ્રારંભિક નિદાન અને જો ચેપનું નિદાન થાય સંપૂર્ણ સારવાર માટે યોગ્ય ડૉક્ટર પાસે જવું.
8. સંપૂર્ણ નામ જણાવો - MMR, IVF, GIFT, ART
- MMR - Maternal Mortality Rate ( માતૃ મૃત્યુ દર )
- IVF - In Vitro Fertilization (ઈન વિટ્રો ફલન )
- GIFT - Gamete Intra Fallopian Transfer ( ગેમેટ ઇન્ટ્રા ફેલોપિયન ટ્રાન્સફર )
- ART - Assisted Reproductive Technology ( સહાયક પ્રજનન પદ્ધતિઓ )
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 3 માર્ક્સની થિઅરીના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે
========================================
Please do not enter any spam link or word in the comment box