Biology Test Series
Biology Test Series For NEET
Biology Test Paper
Biology Online Test
Free Biology Practice Test
ટેસ્ટ માટે ની સૂચના1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ.
4) આ Biology Test Series ના ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ Biology Test Series તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યા છે
ધોરણ 11 | પ્રકરણ 9 |અન્નઉત્પાદન વધારવા માટેની વ્યૂહ રચના
1) આ ડાયસેકેરાઈડનું સામાન્ય સૂત્ર છે.
A. C n( H20 ) m B. ( CH20 )n C. ( C6H1005 )n D. Cn( H2O ) n -1
2) નીચે આપેલ પૈકી કયું કાર્બનિક દ્રવ્યનું જૂથ નથી ?
A. ચરબી, પ્રોટીન, ઉત્સેચકો , અંતઃસ્ત્રાવો છે B. સહઉન્સેચકો , અંતઃસ્ત્રાવ , પાણી , ખનીજ ક્ષાર
C. પ્રોટીન, કાર્બોદિત, ન્યુક્લિઇક ઍસિડ, અંતઃસ્ત્રાવ D. પ્રોટીન, કાર્બોદિત, ચરબી, ઉન્સેચકો
3) મધ્યપટલ ક્યા પદાર્થનો બનેલો હોય છે ?
A. મયૂરામિક ઍસિડ B. કૅલ્શિયમ પેકટેટ C. ફૉસ્ફોગ્લિસરાઇડસ D. હેમીસેલ્યુલોઝ
4) નીચેનામાંથી કયો કાર્બોદિત ડાયસેકેરાઈડ નથી ?
A. માલ્ટોઝ B. લૅક્ટોઝ C. સુક્રોઝ D. ગેલેક્ટોઝ
5) કાર્બોદિતનો ખૂબ જ સામાન્ય મૉનોમર
A. ગ્લુકોઝ B. ફુક્ટોઝ C. સુક્રોઝ D. માલ્ટોઝ
6) માલ્ટોઝ નીચેનામાંથી શું ધરાવે છે ?
A. ગ્લુકોઝ અને ગેલૅક્ટોઝ B. ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ C. સુક્રોઝ અને ગ્લુકોઝ D. ગ્લુકોઝ અને ગ્લુકોઝ
7) નીચેના પૈકી શેમાંથી સૌથી વધુ કાર્બોદિત પ્રાપ્ત થાય છે ?
A. બધા બૅક્ટરિયા, ફૂગ અને લીલ B. ફૂગ, લીલ અને લીલી વનસ્પતિના કોષ
C. કેટલાક બૅક્ટરિયા, લીલ અને લીલી વનસ્પતિના કોષ D.વાઇરસ, ફૂગ અને બૅક્ટરિયા
8) કાઇટિન નીચે આપેલ પૈકી કોની દીવાલમાં આવેલ છે ?
A. લીલ B. બૅક્ટરિયા C. ફૂગ D. આપેલ તમામ
9) લિપિડ પાણીમાં દ્રાવ્ય નથી, કારણ કે
A. તેઓ તટસ્થ છે B. તેઓ જલવિતરાગી છે C. તેઓ જલાનુરાગી છે D. લિપિડનું ઉભયાવિષ્ટ આર્યન સંકુલ
10) ડાયહાઇડ્રૉક્સિએસિટોન કયા પ્રકારની શર્કરાનું ઉદાહરણ છે
A. ટ્રાયોઝ B. પેન્ટોઝ C. હૅક્સોઝ D. ડાયસેકેરાઇડ
11. લિગ્નીન અને કાઇટિન ક્યા પ્રકારનાં દ્રવ્યો છે ?
A. પ્રોટીન B. લિપિડ C. ડાયસેકેરાઈડ D. પૉલિસેકેરાઈડ
12) ગ્લાયકોજન બંધારણીય રીતે સ્ટાર્ચના કયા ઘટક જેવું બંધારણ ધરાવે છે ?
A. એમાયલોઝ B. એમાયલોપેક્ટિન C. A અને B બંને D. આપેલ પૈકી એક પણ નહીં
13. -C -0 -0 - C – ક્યો બંધ સૂચવે છે ?
A. સહસંયોજક બંધ B. ગ્લાયકોસિડિક બંધ છે C. એસ્ટર બંધ D. પેપ્ટાઇડ બંધ છે
14) કોર્ટિઝોન અને પ્રોજેસ્ટેરોન ક્યા પ્રકારના પ્રાણી અંતઃસ્ત્રાવો છે ?
A. સ્ટેરોલ પ્રકારના સ્ટિરૉઇડ B. સ્ટેરોન પ્રકારના સ્ટિરૉઇડ C. સંતૃપ્ત પ્રકારના ફૅટી ઍસિડ
D. લિપોપ્રોટીન પ્રકારના
15) જૈવિક અણુઓ માટે કયું વિધાન સાચું છે ?
A. જીવંત સજીવોમાં રહેલા બધા જ કાર્બનિક અને અકાર્બનિક ઘટકો જૈવિક અણુઓ છે.
B. જીવંત સજીવોમાં કેટલાક જૈવિક અણુઓ હોતા નથી.
C. જીવંત પેશીમાંથી મળતા કાર્બન સંયોજનો છે.
D. જીવંત સજીવો દ્વારા પર્યાવરણમાંથી મેળવાતા અણુઓ જૈવિક અણુઓ છે.
16) કોષ દ્વારા થતી ચયાપચય ક્રિયાઓ શાનું પરિણામ છે ?
A. વિવિધ સંશ્લેષણાત્મક ક્રિયાઓનું છે B. વિવિધ વિઘટનાત્મક ક્રિયાઓનું
C. વિવિધ રાસાયણિક ક્રિયાઓનું D. આપેલ તમામ ક્રિયાઓનું
17) કાર્બનિક સંયોજનો માટે સૌથી યોગ્ય વિકલ્પ કયો છે ?
A. C પરમાણુ ધરાવતા સંયોજન છે B. C , H અને O પરમાણુઓ ધરાવતા સંયોજન છે.
C. C - C , C - H અને C - 0 વચ્ચે રાસાયણિક બંધ ધરાવતા સંયોજન છે D. આપેલ તમામ
18) કયો સ્ટિરૉઇડ -COOH સમૂહ ધરાવતો નથી ?
A. કોર્ટિઝોન B. કોલેસ્ટેરોલ C. ટેસ્ટોસ્ટેરોન D. ઇસ્ટ્રોજન
19) જીવરસના મોટા ભાગના ભાગોમાં મુખ્ય ઘટક શું હોય છે ?
A. કાર્બન B. નાઇટ્રોજન C. ફોસ્ફરસ D. સલ્ફર
20) નીચેના પૈકી ક્યું આલોઝ શર્કરાનું ઉદાહરણ નથી ?
A. રિબોઝ B. ડિઑક્સિરિબોઝ C. રિબ્યુલોઝ D. ગેલૅક્ટોઝ
21) મોટા ભાગે મૉનોસેકેરાઇડના બંધારણમાં C, H અને 0 નું પ્રમાણ કેટલું હોય છે ?
A. 1 : 1 : 2 B. 2 : 1 : 1 C. 1 : 2 : 1 D. 2 : 1 : 2
22) મૉનોસેકેરાઇડના ગુણધર્મો પૈકી ક્યો ગુણધર્મ યોગ્ય નથી ?
A. તે સ્વાદે ગળ્યા છે B. તે રસસ્તરમાં પ્રવેશશીલ છે C. તેનું જલવિભાજન થાય છે
D. તે પાણીમાં દ્રાવ્ય છે
23) નીચેના પૈકી RNA અને ATP ના બંધારણમાં આવેલો ઘટક ક્યો છે ?
24) વિધાન A : મૉનોસેકેરાઈડ અણુઓનું સરળ સ્વરૂપમાં જલ વિભાજન થઈ શક્યું નથી
કારણ R : મૉનોસેકેરાઇડ એ એક અણુયુક્ત સરળ શર્કરા છે. વિધાન A અને કારણ R માટે ક્યો વિકલ્પ સાચો છે ?
A. A અને B બંને સાચાં છે અને R એ A ની સાચી સમજૂતી છે
B. A અને B બંને સાચાં છે, પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી
C. A સાચું અને R ખોટું છે D. A ખોટું અને R સાચું છે
25) ડાયસેકેરાઇડનું જલવિભાજન નીચેના પૈકી કઈ રીતે થઈ શકે છે ?
A. મંદ ઍસિડ સાથે ઉકાળતાં B. યોગ્ય ઉત્સેચક સાથે પ્રક્રિયા કરતાં
C. A અથવા B D. આપેલ પૈકી એક પણ નહીં
જવાબો
1.D 2.B, 3.B 4.D, 5.A, 6.D, 7.C, 8.C, 9.B, 10.A, 11.D, 12.B, 13.C, 14.B, 15.C, 16.C, 17.C, 18.B, 19.A, 20.C, 21.C, 22.C, 23.B, 24.A, 25.C
========================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box