Type Here to Get Search Results !

Board Most IMP Question-2021 | 3 માર્ક થિયરી (ભાગ 2) | પ્રકરણ 3 - માનવ પ્રજનન

3


👉 NEET Biology Concept Material

👉 NEET Biology Examination 

👉 NEET Biology Tips

👉 NEET Biology Study મટેરીઅલ

નમસ્તે મિત્રો તમે પ્રકારણ 3 ના 2 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 3 - માનવ પ્રજનન જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 3 માર્ક્સની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.

3 માર્કસ ની થિયરી

1. આપેલ ભાગોના કર્યો જણાવો a) અધિવૃષણ નલિકા, b) શુક્રાગ્ર, c) ફિમ્બ્રિ

  • અધિવૃષણ નલિકા - તે અપરિપક્વ શુક્રકોષોને હંગામી સંગ્રહસ્થાન પૂરું પાડે છે, જેમાં શુક્રકોષો પરિપક્વન પ્રક્રિયા પૂર્ણ કરે છે
  • તરવાની ક્ષમતા પ્રાપ્ત જ્યારે પુરુષ જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે અધિવૃષણ નલિકાની દીવાલ સંકોચાય છે અને શુક્રકોષો શુક્રવાહિનીમાં વહન પામે છે.
  • શુક્રાગ્ર - શુક્રકોષની અગ્ર બાજુએ આવેલ હોય છે અને પ્રોટીએઝ ઉત્સેચક હાયલ્યુરોનિડેઝ ધરાવે છે, જે તેને અંડકોષમાં દાખલ થવામાં મદદ કરે છે.
  • ફિમ્બ્રિ - અંડવાહિનીનિવાપ કહે છે, જે ગરણી આકારનું હોય છે.
  • તેની કિનારીએ આંગળી જેવા પ્રવર્ધ હોય છે, જેને ફીમ્બી કહે છે.
  • જે અંડપિંડમાંથી મુક્ત થતા અંડકોષોને ગ્રહણ કરવામાં મદદ કરે છે.
2. ફલન ક્યાં થાય છે? શુક્ર કોષોને પ્રવેશ કરાવવવા કોણ મદદ કરે છે અને શુક્ર કોષો જયારે પ્રવેશે છે ત્યારે થતા બદલાવ અને અનું મહત્વ વિસ્તૃત માં જણાવો
  • સંવનન / મૈથુન  દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિમાર્ગમાં ઠાલવવા મુક્ત ) માં આવે છે.
  • ચલિત શુકકોષો ઝડપી તરે છે અને ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે અને અંતે અંડવાહિનીના ઇથમસ અને તુંબિકીય જોડાક્ષસ્થાને ( તુંબિકા - ઇથમસ જોડાણ ) પહોંચે છે.
  • અંડપિંડ દ્વારા મુક્ત થતો અંડકોષ પણ તુંબિકીય - ઇથમસ જોડાણસ્થાને વહન પામે છે કે જ્યાં ફલન થાય છે.
  • ફલન ફક્ત ત્યારે જ થાય છે, જ્યારે અંડકોષ અને શુક્રકોષો એકસાથે તુંબિકીય - ઇથમસ જોડાણસ્થાને વહન પામે, આ જ કારણે બધી જ સંવનન ક્રિયાઓ ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી .
  • શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણ ની પ્રક્રિયાને ફલન  કહે છે. ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસીડાના સંપર્કમાં આવે છે અને પટલમાં ફેરફારોને પ્રેરે છે જે અન્ય શુક્રકોષોના પ્રવેશને અટકાવે છે.
  • આથી, તે સુનિશ્ચિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ, એક અંડકોષને ફલિત કરે છે. શુકાગ્રનો સાવ શુક્રકોષને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસીડા અને કોષરસપટલ મારફતે પ્રવેશ કરાવવામાં મદદ કરે છે.
  • જે દ્વિતીયક પૂર્વ અંડકોષના અર્ધીકરણની પૂર્ણતાને પ્રેરે છે. દ્વિતીય અર્ધીકરણ પણ અસમાન હોય છે, પરિણામે દ્વિતીય ધૃવકાય અને એકકીય અંડકોષ નું નિર્માણ થાય છે . તરત જ શુક્રકોષનું એકકીય કોષકેન્દ્ર અને અંડકોષનું એકકીય કોષકેન્દ્ર જોડાઈ દ્વિકીય ફલિતાંડ બનાવે છે.
3. તફાવત આપો શુક્રકોષજનન અને અંડકોષજનન (બંને માં ત્રણ મુદ્દા જરૂરી )
  • શુક્રકોષજનન
  • આ ક્રિયા શુક્રપિંડમાં થાય છે
  • આ ક્રિયા બે તબક્કામાં થાય છે
  • પ્રાથમિક પૂર્વશુક્રકોષનું અર્ધીકરણ થતા બનતા બે કોષો સમાન કદના હોય છે
  • ધ્રુવકાય જેવી કોઈ રચના સર્જાતી નથી
  • આખી પ્રક્રિયા ફલન પહેલા પુરી થાય છે 
  • અંડકોષજનન
  • આ ક્રિયા અંડપિંડના જનનઅધિચ્છદના કોષમાં થાય છે
  • આ ક્રિયા ત્રણ તબક્કામાં થાય છે
  • પ્રાથમિક પૂર્વઅંડકોષનું અર્ધીકરણ થતા બનતા બે કોષો અસમાન કદના હોય છે.
  • ધ્રુવકાય જેવી રચના સર્જાય છે
  • છેલ્લા વિભાજન ફલન થયા બાદ થાય છે.
નોંધ - ઉપરનો પ્રશ્ન 3 એ પરીક્ષામાં પુછાય તો તફાવત સ્વરૂપે લખવો

4. શુકાયાન્તરણ સમજાવો
  • પ્રશુક્રકોષોનું શુક્રકોષોમાં થતું રૂપાંતરણ અથવા વિભેદન શુક્રકાયાન્તરણ કહેવાય છે.
  • તેમાં પ્રશુક્રકોષોમાં નીચેના ફેરફારો થાય છે
  • કોષકેન્દ્રમાં ફેરફાર : કોષકેન્દ્ર પાણી ગુમાવી, સંકોચાય અને ઈંડાં જેવો અને પાર્ષીય ચપટો આકાર ધારણ કરે છે. RNA અને કોષકેન્દ્રિકા મોટા પ્રમાણમાં ઘટે છે. DNA વધુ સાંદ્ર બને છે
  • શુક્રાગ્ર નિર્માણ : શુક્રાગ્ર , શુક્રકોષની અગ્ર બાજુએ આવેલ હોય છે અને પ્રોટીએઝ ઉત્સેચક હાયેલ્યુરોનિડેઝ ધરાવે છે, જે તેને અંડકોષમાં દાખલ થવામાં મદદ કરે છે શુક્રાગ્રનું નિર્માણ ગોલ્ગીકાય દ્વારા થાય છે. તે શુક્રકોષનાં અગ્રછેડાની નજીક સંકેન્દ્રિય હોય છે.
  • ગોલ્ગીકાયની એક અથવા બે રસધાનીઓ મોટી થઈ અને ગોલ્ગીકાયની નલિકાઓની વચ્ચે સ્થાન પામે છે. પછી તરત જ પ્રશુક્રાગ્ર કણિકા તરીકે ઓળખાતી ગીચ કણિકાઓ રસધાનીમાં વિકાસ પામે છે.
  • પ્રશુક્રાગ્ર કણિકા કોષકેન્દ્રના અગ્રછેડા સાથે જોડાય છે અને વિશાળ બને છે . જે હવે શુક્રાગ્ર તરીકે ઓળખાય છે.
  • તારાકેન્દ્રો : પ્રશુક્રકોષનાં બે તારાકેન્દ્રો એક પછી એક કોષકેન્દ્રની પાછળ ગોઠવાય છે.
  • અગ્રીય એકને અગ્રસ્થ તારાકેન્દ્ર કહેવાય અને પશ્વ એકને દૂરસ્થ તારાકેન્દ્ર કહેવાય છે.
  • દૂરસ્થ તારાકેન્દ્ર, તલકણિકામાં ફેરફાર પામે છે અને શુક્રકોષનો અક્ષીય તંતુ બનાવે છે કણાભસૂત્રો ભેગા મળી અને અક્ષીય તંતુની ફરતે સર્પાકારે વીંટળાય છે. તેઓ શુક્રકોષનો મધ્યભાગ બનાવે છે .

મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 4 માર્ક ના  પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

3 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad