Type Here to Get Search Results !

Board Most IMP Question-2021 | 4 માર્ક થિયરી (ભાગ 3) | પ્રકરણ 3 - માનવ પ્રજનન

1


👉 NEET Biology Concept Material

👉 NEET Biology Examination 

👉 NEET Biology Tips

👉 NEET Biology Study મટેરીઅલ

નમસ્તે મિત્રો તમે પ્રકારણ 3 ના 3 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 3 - માનવ પ્રજનન જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 4 માર્ક્સની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.

4 માર્કસ ની થિયરી

1. માદા પ્રજનન તંત્ર ની નામ નિર્દેશિત આકૃતિ દોરી ઋતુસ્ત્રાવ ના તબક્કા સમજાવો


ઋતુસ્ત્રાવ ના તબક્કા

1 થી 5 :

  • રુધિરમાં માદા જાતીય અંતઃસ્ત્રાવોની ઓછી સાંદ્રતાને કારણે, એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય અને તેમાંની રુધિરવાહિનીઓ તુટી જાય છે.
  • તેને કારણે રુધિરનો સાવ થાય છે અને શરીરની બહાર યોનિમાર્ગ દ્વારા નિકાલ પામે છે.
  • તે 3 થી 5 દિવસ ટકે છે. આ સમય દરમિયાન આશરે 50 મિલિથી 150 મિલિ રુધિર વ્યય પામે છે .
  • આ તબક્કો ઋતુસ્ત્રાવ તબક્કા તરીકે ઓળખાય છે .

દિવસ 6 થી 14 :

  • આ ચક્રનો તબક્કો પ્રોલિફરેટિવ તબક્કા તરીકે ઓળખાય છે.
  • વૃદ્ધિ પામતી પુટિકાઓમાંથી ઉત્પન્ન થતા ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતા આ તબક્કો ઉત્તેજિત થાય છે . એન્ડોમેટ્રિયમ હવે ગ્રંથિમય, રુધિરવાહિનીઓયુક્ત અને જાડું બને છે.
  • આ તબક્કાના અંતભાગમાં ( 14 મા દિવસે ) અંડકોષપાત ( અંડપતન ) થાય છે.
દિવસ 15 થી 28

  • અંડપિંડના કૉર્પસ લ્યુટિયમ દ્વારા ઉત્પન્ન થતા પ્રોજેસ્ટેરોનનું સ્તર ( પ્રમાણ ) વધતાં તે એન્ડોમેટ્રિયમના વિકાસ ઉપર ક્યિા કરે છે અને તેનો રુધિર પુરવઠો વધારે છે.
  • હવે એન્ડોમેટ્રિયમ ગર્ભના સ્થાપન માટે તૈયાર છે.
  • જો ફલન થતું નથી, તો કૉર્પસ લ્યુટિયમ વિઘટન પામવાનું શરૂ કરે છે.
  • આ તબક્કો સાવી તબક્કા તરીકે ઓળખાય છે. આ સમયે ઋતુસાવ શરૂ થાય છે .
2. નર પ્રજનન તંત્ર ની નામ નિર્દેશિત આકૃતિ દોરી શીશ્ન વિશે નોંધ લખો


શિશ્ન
  • સ્થાન અને આકાર : શિશ્ન વૃષણકોથળીના આગળના ભાગે આવેલ નળાકાર અંગ છે.
  • કાર્ય : તે શુક્રકોષને સ્ત્રીના યોનિમાર્ગમાં દખલ કરવામાં ઉપયોગી છે.
  • શિષ્ણાગ્ર : શિશ્નનો દૂરસ્થ છેડો સહેજ પહોળો હોય છે, જેને શિશ્નાગ્ર કહે છે.
  • શિશ્નાગ્ર અગ્રત્વચા તરીકે ઓળખાતી શિથિલ જોડાણ ધરાવતી ત્વચા વડે ઘેરાયેલ હોય છે.
  • શિશ્નની આંતરિક રચના : શિશ્ન તંતુમય પેશી વડે જોડાયેલ ત્રણ નળાકાર સમૂહથી બને છે.
  • આ ત્રણમાંના બે સમૂહો પૃષ્ઠ બાજુએ અને એક સમૂહ વક્ષ બાજુએ આવેલ છે,
  • જે મૂત્રજનનમાર્ગ ધરાવે છે.
  • ઉત્થાન : આ તમામ ત્રણ પેશીસમૂહો વાદળી સદશ્ય અને રુધિરકોટરી ધરાવે છે.
  • તે જાતીય ઉત્તેજના દરમિયાન રુધિરથી ભરાય છે આ કારણે શિશ્ન મોટું અને કડક બને છે.
  • આ ઘટનાને ઉત્થાન કહે છે .
3. અંડકોષજનન આકૃતિ સહ સમજાવો



અંડકોષજનન
  • પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન ( nogenesis ) કહે છે.
  • જે સ્પષ્ટપણે શુક્રકોષજનનથી જુદી પડે છે. અંડકોષજનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે કે , જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો (આદિ પૂર્વ અંડકોષ ) નિર્માણ પામે છે.
  • જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી.
  • આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા -1 માં પ્રવેશ કરે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત ( સ્થાયી ) રહે છે જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહે છે.
  • દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યાર બાદ ગ્રંથિય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે અને તેને પ્રાથમિક પુટિકા કહે છે.
  • મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનારંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે.
  • આથી જ યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત 60,000–80,000 પ્રાથમિક અંડ પુટિકાઓ બાકી રહે છે.
  • પ્રાથમિક પુટિકાઓ ગ્રંથિય કોષો અને નવા ઘણા સ્તરો થી આવરિત થાય છે જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે.
  • દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકામાં ફેરવાય છે કે જે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે.
  • હવે અંદરનું સ્તર અંત આવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાય છે.
  • તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ (અર્ધસૂત્રીભાજન ) વિભાજન પૂર્ણ કરે છે.
  • આ એક અસમાન વિભાજન છે તેના પરિણામ સ્વરૂપ મોટા કદનું એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોષ અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે.
  • દ્વિતીયક પૂર્વ અંડકોષ, પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકોસભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે.
  • તૃતીયક પુટિકા આગળ પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા માં ફેરવાય છે.
  • દ્વિતીયક પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે જેને ઝોના પેલ્યુસિડા કહે છે.
  • હવે ગ્રાફિયન પુટિકાના તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે.
  • આ પ્રક્રિયાને અંડપાત કહે છે
4. શુક્રોત્પાદક નલિકાનો છેદ દર્શાવતી રેખાકૃતિ  દોરી શુક્રકોષજનન માં અંતઃસ્ત્રાવો નો ફાળો સમજાવો


શુક્રકોષજનન માં અંતઃસ્ત્રાવો નો ફાળો
  • શુક્રકોષજનનની શરૂઆત યૌવનારંભની ઉંમરે ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંતઃસ્ત્રાવ ( GnRH ) ના સાવમાં નોંધપાત્ર વધારો થવાથી થાય છે.
  • તે હાયપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે.
  • GIRH ના સ્તરમાં વધારો અગ્રપિટ્યુટરી ગ્રંથિને અસર કરી અને બે ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ ( LH ) અને ફોલિક્લ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ ( FSH ) ના સાવને ઉત્તેજે છે.
  • LH લેડિગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સાવને ઉત્તેજે છે.
  • એન્ડ્રોજન્સ, શુક્રકોષજનનની પ્રક્રિયાને ઉત્તેજે છે.
  • FSH, સરટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકોયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સાવને ઉત્તેજે છે .
5. ઋતુ ચક્ર વિશે સામાન્ય માહિતી આપી ઋતુ ચક્ર દરમિયાન ની વિવિધ ઘટનાઓ દર્શાવતી રેખાકૃતિ દોરો
  • સસ્તન માદા સજીવોમાં જોવા મળતા પ્રજનનચક્રને ઋતુચક્ર કહે છે.
  • પ્રથમ ઋતુચક્ર તરુણાવસ્થામાં શરૂ થાય છે, જેને મોનાર્ચ કહે છે.
  • સ્ત્રીઓમાં ઋતુચક્ર 28/29 દિવસોના વિરામ બાદ શરૂ થાય છે.
  • એક ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ સુધીના સમયગાળાને ઋતુચક્ર કહે છે.
  • દરેક ઋતુસ્ત્રાવમાં એક અંડકોષ મુક્ત થાય છે.
  • ઋતુચક્ર અથવા ગર્ભાશય ચક્રની ઘટનાઓ એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે તે દર મહિને ચક્રીય રીતે જોવા મળે છે.
  • રુધિરમાં થતા માદા જાતીય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફાર જવાબદાર છે.
  • આ ચક્રની ઘટનાઓ 28 દિવસમાં વિભાજિત થાય છે .

મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકરણના   પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

1 Comments
  1. Nice sir ,
    Aavi rite badha chapters nu materials apta rehjo
    Aa material khub j sars htu.
    Thank u sir.

    ReplyDelete
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad