👉 NEET Biology Concept Material
👉 NEET Biology Examination
👉 NEET Biology Tips
👉 NEET Biology Study મટેરીઅલ
નમસ્તે મિત્રો તમે પ્રકારણ 3 ના 3 માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 3 - માનવ પ્રજનન જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 4 માર્ક્સની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
4 માર્કસ ની થિયરી
1. માદા પ્રજનન તંત્ર ની નામ નિર્દેશિત આકૃતિ દોરી ઋતુસ્ત્રાવ ના તબક્કા સમજાવો
1 થી 5 :
- રુધિરમાં માદા જાતીય અંતઃસ્ત્રાવોની ઓછી સાંદ્રતાને કારણે, એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય અને તેમાંની રુધિરવાહિનીઓ તુટી જાય છે.
- તેને કારણે રુધિરનો સાવ થાય છે અને શરીરની બહાર યોનિમાર્ગ દ્વારા નિકાલ પામે છે.
- તે 3 થી 5 દિવસ ટકે છે. આ સમય દરમિયાન આશરે 50 મિલિથી 150 મિલિ રુધિર વ્યય પામે છે .
- આ તબક્કો ઋતુસ્ત્રાવ તબક્કા તરીકે ઓળખાય છે .
દિવસ 6 થી 14 :
- આ ચક્રનો તબક્કો પ્રોલિફરેટિવ તબક્કા તરીકે ઓળખાય છે.
- વૃદ્ધિ પામતી પુટિકાઓમાંથી ઉત્પન્ન થતા ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધતા આ તબક્કો ઉત્તેજિત થાય છે . એન્ડોમેટ્રિયમ હવે ગ્રંથિમય, રુધિરવાહિનીઓયુક્ત અને જાડું બને છે.
- આ તબક્કાના અંતભાગમાં ( 14 મા દિવસે ) અંડકોષપાત ( અંડપતન ) થાય છે.
- અંડપિંડના કૉર્પસ લ્યુટિયમ દ્વારા ઉત્પન્ન થતા પ્રોજેસ્ટેરોનનું સ્તર ( પ્રમાણ ) વધતાં તે એન્ડોમેટ્રિયમના વિકાસ ઉપર ક્યિા કરે છે અને તેનો રુધિર પુરવઠો વધારે છે.
- હવે એન્ડોમેટ્રિયમ ગર્ભના સ્થાપન માટે તૈયાર છે.
- જો ફલન થતું નથી, તો કૉર્પસ લ્યુટિયમ વિઘટન પામવાનું શરૂ કરે છે.
- આ તબક્કો સાવી તબક્કા તરીકે ઓળખાય છે. આ સમયે ઋતુસાવ શરૂ થાય છે .
2. નર પ્રજનન તંત્ર ની નામ નિર્દેશિત આકૃતિ દોરી શીશ્ન વિશે નોંધ લખો
શિશ્ન
- સ્થાન અને આકાર : શિશ્ન વૃષણકોથળીના આગળના ભાગે આવેલ નળાકાર અંગ છે.
- કાર્ય : તે શુક્રકોષને સ્ત્રીના યોનિમાર્ગમાં દખલ કરવામાં ઉપયોગી છે.
- શિષ્ણાગ્ર : શિશ્નનો દૂરસ્થ છેડો સહેજ પહોળો હોય છે, જેને શિશ્નાગ્ર કહે છે.
- શિશ્નાગ્ર અગ્રત્વચા તરીકે ઓળખાતી શિથિલ જોડાણ ધરાવતી ત્વચા વડે ઘેરાયેલ હોય છે.
- શિશ્નની આંતરિક રચના : શિશ્ન તંતુમય પેશી વડે જોડાયેલ ત્રણ નળાકાર સમૂહથી બને છે.
- આ ત્રણમાંના બે સમૂહો પૃષ્ઠ બાજુએ અને એક સમૂહ વક્ષ બાજુએ આવેલ છે,
- જે મૂત્રજનનમાર્ગ ધરાવે છે.
- ઉત્થાન : આ તમામ ત્રણ પેશીસમૂહો વાદળી સદશ્ય અને રુધિરકોટરી ધરાવે છે.
- તે જાતીય ઉત્તેજના દરમિયાન રુધિરથી ભરાય છે આ કારણે શિશ્ન મોટું અને કડક બને છે.
- આ ઘટનાને ઉત્થાન કહે છે .
3. અંડકોષજનન આકૃતિ સહ સમજાવો
અંડકોષજનન
- પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષજનન ( nogenesis ) કહે છે.
- જે સ્પષ્ટપણે શુક્રકોષજનનથી જુદી પડે છે. અંડકોષજનન ગર્ભવિકાસ દરમિયાન શરૂ થાય છે કે , જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષો (આદિ પૂર્વ અંડકોષ ) નિર્માણ પામે છે.
- જન્મ બાદ વધારાના આદિ પૂર્વ અંડકોષ નિર્માણ પામતા નથી અને ઉમેરાતા પણ નથી.
- આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અર્ધીકરણની પૂર્વાવસ્થા -1 માં પ્રવેશ કરે છે અને હંગામી ધોરણે આ અવસ્થામાં અવરોધિત ( સ્થાયી ) રહે છે જેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કહે છે.
- દરેક પ્રાથમિક પૂર્વ અંડકોષ ત્યાર બાદ ગ્રંથિય કોષોના સ્તર દ્વારા ઘેરાય છે અને તેને પ્રાથમિક પુટિકા કહે છે.
- મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનારંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે.
- આથી જ યૌવનારંભમાં દરેક અંડપિંડમાં ફક્ત 60,000–80,000 પ્રાથમિક અંડ પુટિકાઓ બાકી રહે છે.
- પ્રાથમિક પુટિકાઓ ગ્રંથિય કોષો અને નવા ઘણા સ્તરો થી આવરિત થાય છે જેને દ્વિતીયક પુટિકાઓ કહે છે.
- દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકામાં ફેરવાય છે કે જે એન્ટ્રમ કહેવાતી પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે જે તેની લાક્ષણિકતા છે.
- હવે અંદરનું સ્તર અંત આવરણમાં અને બહારનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાય છે.
- તૃતીયક પુટિકામાંનો પ્રાથમિક પૂર્વ અંડકોષ કદમાં વૃદ્ધિ કરે છે અને તેનું પ્રથમ અર્ધીકરણ (અર્ધસૂત્રીભાજન ) વિભાજન પૂર્ણ કરે છે.
- આ એક અસમાન વિભાજન છે તેના પરિણામ સ્વરૂપ મોટા કદનું એકકીય દ્વિતીયક પૂર્વ અંડકોષ અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે.
- દ્વિતીયક પૂર્વ અંડકોષ, પ્રાથમિક પૂર્વ અંડકોષનો પોષક ઘટકોસભર કોષરસનો જથ્થો જાળવી રાખે છે.
- તૃતીયક પુટિકા આગળ પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકા માં ફેરવાય છે.
- દ્વિતીયક પૂર્વ અંડકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે જેને ઝોના પેલ્યુસિડા કહે છે.
- હવે ગ્રાફિયન પુટિકાના તૂટવાથી અંડપિંડમાંથી દ્વિતીય પૂર્વ અંડકોષ મુક્ત થાય છે.
- આ પ્રક્રિયાને અંડપાત કહે છે
4. શુક્રોત્પાદક નલિકાનો છેદ દર્શાવતી રેખાકૃતિ દોરી શુક્રકોષજનન માં અંતઃસ્ત્રાવો નો ફાળો સમજાવો
શુક્રકોષજનન માં અંતઃસ્ત્રાવો નો ફાળો
- શુક્રકોષજનનની શરૂઆત યૌવનારંભની ઉંમરે ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંતઃસ્ત્રાવ ( GnRH ) ના સાવમાં નોંધપાત્ર વધારો થવાથી થાય છે.
- તે હાયપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે.
- GIRH ના સ્તરમાં વધારો અગ્રપિટ્યુટરી ગ્રંથિને અસર કરી અને બે ગોનેડોટ્રોપિન અંતઃસ્ત્રાવો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ ( LH ) અને ફોલિક્લ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ ( FSH ) ના સાવને ઉત્તેજે છે.
- LH લેડિગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજન્સના સંશ્લેષણ અને સાવને ઉત્તેજે છે.
- એન્ડ્રોજન્સ, શુક્રકોષજનનની પ્રક્રિયાને ઉત્તેજે છે.
- FSH, સરટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકોયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોના સાવને ઉત્તેજે છે .
5. ઋતુ ચક્ર વિશે સામાન્ય માહિતી આપી ઋતુ ચક્ર દરમિયાન ની વિવિધ ઘટનાઓ દર્શાવતી રેખાકૃતિ દોરો
- સસ્તન માદા સજીવોમાં જોવા મળતા પ્રજનનચક્રને ઋતુચક્ર કહે છે.
- પ્રથમ ઋતુચક્ર તરુણાવસ્થામાં શરૂ થાય છે, જેને મોનાર્ચ કહે છે.
- સ્ત્રીઓમાં ઋતુચક્ર 28/29 દિવસોના વિરામ બાદ શરૂ થાય છે.
- એક ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ સુધીના સમયગાળાને ઋતુચક્ર કહે છે.
- દરેક ઋતુસ્ત્રાવમાં એક અંડકોષ મુક્ત થાય છે.
- ઋતુચક્ર અથવા ગર્ભાશય ચક્રની ઘટનાઓ એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફારો છે તે દર મહિને ચક્રીય રીતે જોવા મળે છે.
- રુધિરમાં થતા માદા જાતીય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફાર જવાબદાર છે.
- આ ચક્રની ઘટનાઓ 28 દિવસમાં વિભાજિત થાય છે .
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકરણના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે
========================================
Nice sir ,
ReplyDeleteAavi rite badha chapters nu materials apta rehjo
Aa material khub j sars htu.
Thank u sir.
Please do not enter any spam link or word in the comment box