Type Here to Get Search Results !

Chapter 4 - પ્રાજનનીક સ્વાસ્થ્ય | Board Most IMP Question-2021 | 3 માર્ક થિયરી (ભાગ 2) |

0


NEET Biology Concept Material

NEET Biology Examination 

NEET Biology Tips

NEET Biology Study Material

Board Exam Most IMP theory 

નમસ્તે મિત્રો તમે પ્રકારણ 4 ના 2  માર્કની થિયરી ના પ્રશ્નો વાંચ્યા હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 4 - પ્રાજનનીક સ્વાસ્થ્ય જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 3 માર્ક્સની થીઅરી પૂછી શકાય છે તો કેટલાક  મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.

3 માર્કસ ની થિયરી

1. પ્રાજનનીક સ્વાસ્થ્ય પ્રાપ્ય કરવા વ્યૂહાત્મક આયોજન જણાવો

  • પ્રાજનનિક સ્વાથ્યને પ્રાપ્ત કરવા વિવિધ કાર્યયોજનાઓના સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યાવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત છે.
  • લોકોને જાતીય સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, STDs, ગર્ભપાત, ગર્ભનિરોધક (contraception), ઋતુસ્ત્રાવસંબંધિત સમસ્યાઓ, અફળદ્રુપતા વગેરેના સંદર્ભમાં દાક્તરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તનિકી અને નવી વ્યુહરચનાઓનું અમલીકરણ જરૂરી છે.
  • વધતી માદા ભૃણહત્યાના કાનૂની અટકાવ, લિંગ - પરીક્ષણ માટે ઉલ્વ જળકસોટી (વિકાસશીલ ભ્રુણ ની  ફરતે આવેલ ઉલ્લપ્રવાહીની રંગસૂત્ર ભાતને આધારે ભૃણનું જાતીય પરીક્ષણ) ઉપર વૈધાનિક પ્રતિબંધ, વ્યાપક બાળરોગ પ્રતિરક્ષા વગેરે કેટલાક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોને પણ સામેલ કરવામાં આવેલ છે.
  • સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન પ્રોત્સાહિત કરી અને જરૂરી મદદ કરવામાં આવે છે.
  • સારી તકનીકીઓ ( પદ્ધતિઓ ) ના ઉપયોગથી તેમજ સમયે સમયે શોધાતા નવા સંશોધનો દ્વારા પણ લોકોના સ્વાથ્ય માટે વધુ સારી સુવિધાઓ પૂરી પાડી શકાય છે.
2. શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ. કેમ? સમજાવો
  • શાળાઓમાં જાતીય દાખલ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાંઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતાઓ ઉપર વિશ્વાસ ન કરે તથા તેમને જાતીયસંબંધિત ખોટી ધારણાઓથી છૂટકારો મળે.
  • લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર, જાતીય સંક્રમિત રોગો (STD), એઇસ (AIDS) વગેરેની માહિતી, વિશેષરૂપથી જે લોકો કિશોરાવસ્થા વયજૂથના છે તેમને પ્રજનનસંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે.
  • લોકોને ખાસ કરીને ફળદ્રુપ યુગલો (fertile couples) અને જેઓ લગ્ન વયજૂથના હોય તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો, ગર્ભવતી માતાની સંભાળ, પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ, સ્તનપાનનું મહત્ત્વ, છોકરો અને છોકરીને સમાન તકો વગેરે અંગે શિક્ષિત કરવાથી જાગૃત સ્વસ્થ પરિવારોનું નિર્માણ થશે.
  • અનિયંત્રિત વસ્તીવૃદ્ધિથી થતી સમસ્યાઓ , સામાજિક દૂષણો , જાતીય હિંસા જેવા તથા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવી લોકોને તે અંગે વિચારતા કરવા અને તેને રોકવા યોગ્ય પગલાંઓ લેવા સક્ષમ કરવા જેવી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય.
3. વસ્તી વિસ્ફોટ માટે ના કારણો આપી દુનિયાની અને ભારતની વસ્તી ની ગણતરી વિશે નોંધ કરી તેનાથી થતી મુશ્કેલી જણાવો 
  • લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો
  • સારી જીવનસ્થિતિ સાથે વધતી સ્વાસ્થ્ય - સગવડો 
  • માતૃ મૃત્યુદર અને બાળ મૃત્યુદર માં ઘટાડો
  • સાથે - સાથે પ્રજનન વયના લોકોની સંખ્યામાં વધારો છે.
  • 1900 માં દુનિયાની વસ્તી 2 બિલિયન ( 2000 મિલિયન ) હતી જે 2000 ની સાલમાં ઝડપી વધીને 6 બિલિયન ( 6000 મિલિયન ) અને 2011 માં 7.2 બિલિયન ( 7200 મિલિયન ) થઈ ગઈ.
  • આવું સમાન વલણ ભારતમાં પણ જોવા મળ્યું હતું.
  • આઝાદી સમયે આપણી વસ્તી આશરે 350 મિલિયન હતી જે 2000 માં 1 બિલિયનની નજીક અને મે , 2011 માં 1.2 બિલિયન ( 1200 મિલિયન ) ને ઓળંગી ગઈ હતી.
  • ચેતવણીજનક વૃદ્ધિદર આપણને પાયાની જરૂરિયાત જેવી કે ખોરાક, આશ્રય અને કપડાંની અછત તરફ દોરી જાય છે .
4. પુરુષ અને સ્ત્રી માટે ભૌતિક અવરોધન પદ્ધતિ ઓ વિસ્તૃત માં સમજાવો
  • અવરોધ પદ્ધતિઓ
  • અંતર્ગત અવરોધકોની મદદથી અંડકોષ અને શુક્રકોષને ભૌતિક સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે . આ પદ્ધતિઓ પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ઉપલબ્ધ છે.
  • નિરોધ એ અવરોધક છે જેને પાતળા રબર / લેટેક્સથી બનાવાય છે જેના ઉપયોગથી પુરુષના શિશ્ન અને સ્ત્રીની યોનિ તથા ગ્રીવાને સંવનનથી થોડાક સમય પહેલાં ઢાંકવામાં આવે છે. જેથી સ્ખલીત વીર્ય સ્ત્રીના જનનમાર્ગમાં દાખલ ન થઈ શકે. જે ગર્ભાધાનથી બચાવે છે .
  • ‘ નિરોધ ' પુરુષ માટેના કોન્ડોમનો સુપ્રસિદ્ધ મારકો  છે.
  • કોન્ડોમનો ઉપયોગ હાલના સમયમાં વધ્યો છે જેનાં કારણોમાં તેનો વધારાનો ફાયદો એ છે કે તે ઉપયોગ કરનારને જાતીય સંક્રમિત રોગો અને એઇસથી બચાવે છે.
  • બંને પુરુષ અને સ્ત્રીના કોન્ડોમ્સ નિકાલજોગ હોય છે, તેને જાતે જ પહેરી દાખલ કરી શકાય તેવા હોય છે અને તેથી ઉપયોગકર્તાની ગોપનીયતા બની રહે છે.
  • આંતરપટલ, ગ્રીવા ટોપી અને વોટ્સ પણ રબરના બનેલ અવરોધકો છે.
  • જેને સ્ત્રીઓના પ્રજનનમાર્ગમાં સંવનન દરમિયાન ગ્રીવાને ઢાંકવા દાખલ કરાય છે. તેનો ગર્ભધારણને ગ્રીવા દ્વારા શુક્રકોષોના પ્રવેશને અટકાવી રોકે છે. તે પુનઃઉપયોગી છે. આ અવરોધકોની સાથે - સાથે શુક્રાણુનાશક કીમ, જેલ અને ફોમનો ઉપયોગ તેમની ગર્ભનિરોધક - ક્ષમતામાં વધારો કરવા વપરાય છે.
5. દાક્તરી ગર્ભપાત એટલે શું? ગર્ભપાત કેમ અને તે સાથે સંકળાયેલ ઘેરકાયદેસર પ્રવૃતિઓ જણાવો
  • ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં ઇરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને દાક્તરી ગર્ભપાત ( MTP ) અથવા પ્રેરિત ગર્ભપાત કહે છે.
  • MTP શા માટે ?
  • દેખીતી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભનિરોધકની નિષ્ફળતા કે બળાત્કારને કારણે અનૈચ્છિક ગર્ભધારણથી છૂટકારો મેળવવો એવો થાય છે.
  • MTP ખાસ કિસ્સાઓ જેવા કે સતત ગર્ભધારણ કે જે માતા કે બાળક અથવા બંને માટે ધનિકારક અથવા ઘાતક હોય તેના માટે પણ આવશ્યક છે.
  • ગર્ભધારણના પહેલા ત્રણ મહિના દરમિયાન એટલે કે ગર્ભધારણના 12 અઠવાડિયાં સુધીમાં કરવામાં આવેલ MTP વધુ સુરક્ષિત મનાય છે.
  • બીજા ત્રણ મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ ઘાતક છે.
  • આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે માત્ર મોટા ભાગની MTP ગેરકાનૂની રીતે અકુશળ ( ગેરલાયક ) વ્યક્તિ પાસે કરાવવામાં આવે છે કે જે માત્ર અસુરક્ષિત જ નહિ પરંતુ ઘાતક પણ  છે
  • અન્ય ખતરનાક પ્રવૃત્તિ ન જન્મેલા બાળકના જાતિ - પરીક્ષણ માટે ( ઉત્વજળ કસોટી ) નો દુરુપયોગ છે . અવારનવાર એવું જોવા મળ્યું છે કે, ગર્ભ માદા હોય તો - MTP કરાવવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે કાયદાની વિરુદ્ધ

મિત્રો  આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકરણ ના  થિઅરીના  પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Connect with this mail for more knowledge of Biology

This Site helpful for UGC Net Examination 

It is also helpful for MCAT (Medical College Admission Test) united States, Australia, Canada and caribbean islands.

For Join With Me Mail Me 

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad