👉 NEET Biology Concept Material
👉 NEET Biology Examination
👉 NEET Biology Tips
👉 NEET Biology Study મટેરીઅલ
નમસ્તે મિત્રો તમે પ્રકારણ 2 ના પ્રશ્નો વાંચ્યા હશે જેમાં 3 માર્કસ ની થિયરી વાંચી હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 2 - સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 4 માર્ક્સની પણ થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
4 માર્કસ ની થિયરી
1. આવૃત્ત બીજધારી વનસ્પતિની પુખ્ત પરાગ રજની રચના સમજાવી પરાગરજ મુક્ત થવાની બે અવસ્થાઓ સમજાવો
- પરાગરજ એકકોષીય રચના છે, જે ખૂબ જ સૂક્ષ્મ કદનાં અને ધૂળના રજકણો જેવા હોય છે
- આકાર : સામાન્ય રીતે પરાગરજ ગોળાકાર હોય છે.
- કદ : તેનો વ્યાસ 25 - 50 માઇક્રોમીટર હોય છે.
- પરાગરજ એકકોષીકેન્દ્રી હોય છે
- પરાગરજની દીવાલ બે સ્તરો ( આવરણ ) ધરાવે છે ? ( I ) બાહ્યાવરણ ( Exine ) ( ii ) અંત આવરણ ( Intine )
- બાહ્યાવરણ : તે બહારનું સખત આવરણ છે. તે સ્પોરોલીનીનનું બનેલું છે. તે એક પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે.
- જે ઊંચા તાપમાન અને જલદ ઍસિડ અને બેઇઝ સામે ટક્કર ઝીલે છે. ઉત્સેચકો પણ સ્પોપોલીનીનને અવનત કરી શકતા નથી.
- પરાગરજનું બાહ્યાવરણ જ્યાં સ્પોરોપોલીનીન ગેરહાજર હોય ત્યાં જનનછિદ્રો તરીકે ઓળખાતા ઊપસેલાં છિદ્રો ધરાવે છે.
- સ્પોરોપોલીનીનની હાજરીને કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે.
- પરાગરજનાં બાહ્યાવરણની પેટર્ન અને સ્વરૂપમાં શણગારવાળું આકર્ષણ જોવા મળે છે.
- અંત આવરણ : પરાગરજની અંદરના આવરણને અંતઃઆવરણ કહે છે.
- તે પાતળું અને સેલ્યુલોઝ તથા પેક્ટિનનું બનેલું પરાગરજનું અંદરનું આવરણ છે. પરાગરજનો કોષરસ કોષરસસ્તરથી ઘેરાયેલો હોય છે .
- 60 % થી વધુ આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ આ બે કોષોવાળી અવસ્થાએ મુક્ત થાય છે.
- બાકીની જાતિઓમાં ( 40 % ) જનનકોષનું સમભાજન થતા બે નર જન્યુઓ અસ્તિત્વમાં આવે છે અને આમ ત્રણ કોષોયુક્ત પરાગરજ મુક્ત થાય છે.
- મહાબીજાણુ ( m ) થી માદાજન્યુજનક અવસ્થાની શરૂઆત થાય છે.
- સામાન્ય રીતે ચારમાંથી માત્ર એક સક્રિય રહે છે અને માદાજન્યુજનનો વિકાસ કરે છે, જ્યારે બાકીના ત્રણ અવનત પામે છે.
- એક જ મહાબીજાણુમાંથી ભૂણપુટના નિર્માણની આ પદ્ધતિને મોનોસ્પોરિક વિકાસ કહે છે.
- સક્રિય મહાબીજાણુના કોષકેન્દ્રનું એક પછી એક એમ ત્રણ વાર વિભાજન થાય છે અને આઠ કોષકેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. આ કોષકેન્દ્રોના આયોજન દ્વારા માદાજન્યુજનક સર્જાય છે.
- અંડછિદ્રીય છેડા નજીક સહાયક કોષોમાં જાડી દીવાલ વિશિષ્ટ તંતુ જેવી રચના બનાવે છે, જેને તંતુમય ઘટક (Filiform aparatas) કહે છે.
- આ રચના પરાગનલિકાને સહાયક કોષોમાં દાખલ થવા માટેનો માર્ગ બનાવે છે.
- અંડછિદ્ર તરફના છેડે ત્રણ કોષકેન્દ્ર આયોજન પામી અંડપ્રસાધનની રચના કરે છે.
- અંડપ્રસાધનમાં એક અંડકોષ અને બે સહાયક કોષની સમાવેશ થાય છે.
- નાભિ ( બીજાંડતલ ) તરફના છેડે ત્રણ કોષકેન્દ્ર પ્રતિધ્રુવીય કોષોની રચના કરે છે.
- મધ્ય વિસ્તારમાં બે કોષકેન્દ્ર સંયુક્ત રીતે દ્વિતીય કોષકેન્દ્ર (વિશાળ મધ્યકોષની રચના) ની રચના કરે છે. આમ, લાક્ષણિક આવૃત્તબીજ ધારીનો ભૂણપુટ પુખ્તતા એ 8 કોષકેન્દ્રીય અને 7 કોષીય રચના ધરાવે છે.
- પંચાનન મહેશ્વરીએ 1950 માં , કેટલી સંખ્યામાં મહાબીજાણુ કોષકેન્દ્રો ભૂણપુટના વિકાસમાં ભાગ લે છે, તેને આધારે માદાજન્યુજનકને મોનોસ્પોરિક , બાયસ્પોરિક અને ટેટ્રાસ્પોરિક ભૂણપુટમાં વર્ગીકૃત કર્યા છે.
3. જલપરાગીત વનસ્પતિઓ વિશે નોંધ લખો
- પાણી દ્વારા પરાગનયન ખૂબ જ ઓછી માત્રામાં લગભગ 30 જેટલી મર્યાદિત પ્રજાતિઓમાં જોવા મળે છે.
- જેમાંની મોટા ભાગની જલીય એકદળી છે. આની સામે તમારે યાદ કરવું રહ્યું કે નિમ્ન કક્ષાની વનસ્પતિઓ જેવી કે, લીલ , દ્ધિઅંગી અને ત્રિઅંગીઓમાં પાણી એ નર જન્યુના સ્થળાંતર માટેનું નિયમિત વાહક માધ્યમ છે.
- એવું માનવામાં આવે છે કે, દ્વિઅંગી અને ત્રિઅંગીઓનું વિતરણ સીમિત હોય છે. કારણ કે, નર જન્યુના વહન અને ફલન માટે તેમને પાણીની જરૂરિયાત રહે છે.
- જલ પરાગિત વનસ્પતિનાં કેટલાંક ઉદાહરણોમાં વેલિનેરિયા , હાઇડિલા કે જે મીઠા પાણીમાં ઊગે છે અને કેટલાક દરિયાઈ ધાસ જેવા કે ઝોસ્ટેરાનો સમાવેશ થાય છે.
- બધી જ જલીય વનસ્પતિઓ પરાગનયન માટે પાણીનો ઉપયોગ કરતી નથી. મોટા ભાગની જલીય વનસ્પતિઓ જેવી કે જળકુંભિ અને જલીય લીલી જલસપાટીની ઉપર તરફ રહે છે અને મોટા ભાગની સ્થળજ વનસ્પતિની જેમ કીટકો કે પવન દ્વારા પરાગિત થાય છે.
- વેલેસ્લેરિયામાં, માદા પુષ્પો પોતાના લાંબા વૃન્ત વડે પાણીની સપાટી પર આવે છે અને નર પુષ્પો કે પરાગરજ પાણીની સપાટી પર મુક્ત થાય છે.
- તેઓ નિષ્ક્રિય ( પરોક્ષ ) રીતે જલપ્રવાહ દ્વારા વહન પામે છે.
- તેમાંનાં કેટલાંક માદા પુષ્પોના પરાગાસન સુધી પહોંચે છે. જલપરાગિત વનસ્પતિના અન્ય સમૂહ જેવાં કે, દરિયાઈ ધાસ માં માદા પુષ્પો પાણીમાં નિમગ્ન રહે છે. અને પરાગરજ પાણીની અંદર મુક્ત થાય છે.
- આવી જાતિઓમાં પરાગરજ લાંબી, પટ્ટીમય હોય છે. અને પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે.
- તેમાંની કેટલીક પરાગાસન સુધી પહોંચે છે.
- મોટા ભાગની જલપરાગિત જાતિઓમાં પરાગરજ ભેજથી રક્ષણ માટે સ્લેષ્મથી આવરિત હોય છે .
4. લાક્ષણિક અંડક ની આકૃતિ દોરી સમજાવો
- અંડવાલ : અંડક નાનું, અંડાકાર રચના ધરાવતું, અંડનાલ તરીકે ઓળખાતા ટૂંકા દંડ વડે જરાય સાથે ચોંટેલું હોય છે.
- બીજકેન્દ્ર : અંડકનો દેહ જે ભાગ વડે અંડનાલ સાથે જોડાયેલો હોય તે પ્રદેશ બીજ કેન્દ્ર કહેવાય છે .
- બીજકેન્દ્ર એ અંડક અને અંડતાલ વચ્ચેનું સંગમસ્થાન છે.
- અંડકાવરણો : દરેક અંડક એક અથવા બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે, તેને અંડકાવરણો કહે છે.
- અંડછિદ્ર કે બીજાંડછિદ્ર : અંડકાવરણો ટોચના ભાગે એક છિદ્ર જેવી જગ્યા બનાવે છે, જેને અંડછિદ્ર કે બીજાંડછિદ્ર કહે છે.
- નાભિ : અંડછિદ્રના વિરુદ્ધ છેડે એટલે કે અંડકના તલસ્થ ભાગે નાભિ આવેલી હોય છે.
- પ્રદેહ : અંડકનો મુખ્ય દેહ વિપુલ પ્રમાણમાં સંગૃહીત ખોરાક દ્રવ્ય ધરાવે છે, જેને પ્રદેહ કહે છે. તે અંડકાવરણોથી ઘેરાયેલો હોય છે.
- ભૂણપુટ કે માદાજન્યુજનક : પ્રદેહના અંડછિદ્ર છેડે. અંડાકાર કોષ ખંચિત ( સંચિત ) હોય છે, જેને ભૂપુટ કે માદાજન્યુજનક કહે છે.પુખ્ત અંડકનો મહત્ત્વનો ભાગ બનાવે છે.
- ભૂણપુટ પાછળથી ભૂણ ધારણ કરે છે. પ્રદેહમાં માદાજન્યુજનક કે ભૂણપુટ ભૂણકોથળી ) આવેલી હોય છે.
- અંડકમાં સામાન્ય રીતે મહાબીજાણુમાંથી ઉત્પન્ન થયેલ એક જ ભૂણપુટ હોય છે.
5. વિસ્તૃત સમજાવો બેવડું ફલન
- પરાગનયનને અંતે પરાગરજ માદા સ્ત્રીકેસરના પરાગાસન ઉપર પ્રસ્થાપિત થાય છે. પરાગનયનને અનુસરીને ફલનની ક્રિયા થાય છે.
- પરાગાસન પર પ્રસ્થાપિત પરાગરજનો વિકાસ થતાં પરાગનલિકા વિકસે છે.
- પરાગનલિકા પરાગવાહિનીમાં વિકસતી જાય છે અને બીજાશયમાં પ્રવેશી અંડક ( બીજાંડ ) પાસે પહોંચે છે.
- આ સમયે પરાગનલિકાના પોલાણમાં બે નરજન્યુઓ સમાવિષ્ટ હોય છે.
- અંડક વિકાસ પામી ભૂણપુટનું સર્જન કરે છે. પરાગનલિકા અંડછિદ્રમાં થઈને ભૂણપુટમાં પ્રવેશે છે . તેના આ પ્રવેશ દરમિયાન તેનો ટોચનો ભાગ તૂટે છે.
- અંડપ્રસાધનના સહાયક કોષો પણ વિઘટન પામે છે, જેથી બે નરજન્યુ ભૂણપુટમાં સહાયક કોષોના કોષરસમાં મુક્ત થાય છે.
- આ તબક્કે ભૂણપુટમાં એક અંડકોષ, એક દ્વિતીય કોષકેન્દ્ર અને ત્રણ પ્રતિધ્રુવીય કોષો હોય છે.
- બે નરજન્ય પૈકીનો એક અંડકોષ તરફ વહન પામી તેના કોષકેન્દ્ર સાથે જોડાય છે, જેથી સંયુગમ્ન રચાય છે.
- આમ, દ્વિતીય યુગ્મનજ સર્જાય છે. તે અંડછિદ્ર તરફના છેડે હોય છે.
- અન્ય નરજન્ય ભૂણપુટના મધ્યમાં આવેલાં દ્વિતીય કોષકેન્દ્ર તરફ પ્રયાણ કરી તેની સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભૂપોષ કોષકેન્દ્ર નું નિર્માણ કરે છે.
- આમ, ત્રણ એકકીય કોષકેન્દ્ર જોડાણને ત્રિકીય જોડાણ કહે છે. આમ,
- બે રચનાઓ અંડકોષ અને દ્વિતીય કોષકેન્દ્રનાં ફલન થતાં હોવાથી આવા ફલનને બેવડું ક્લન કહે છે.
- બધી આવૃત બીજધારી વનસ્પતિની આ લાક્ષણિકતા છે. ભવિષ્યમાં પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્રમાંથી ભૂણપોષ અને યુગ્મનજમાંથી ભ્રુણ વિકાસ થશે.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા પ્રકરણના ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે
========================================
Please do not enter any spam link or word in the comment box