👉 NEET Biology Concept Material
👉 NEET Biology Examination
👉 NEET Biology Tips
👉 NEET Biology Study Material
નમસ્તે મિત્રો તમે પ્રકારણ 2 ના પ્રશ્નો વાંચ્યા હશે જેમાં 2 માર્કસ ની થિયરી વાંચી હશે તમને ખુબ સારી મદદ મળી હશે પ્રશ્નો તૈયાર કરવામાં તો એવીજ રીતે આજે પ્રકરણ 2 - સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન જે બોર્ડ ની પરીક્ષા માટે મહત્વના પ્રશ્નો છે એમાંથી 3 માર્ક્સની પણ થીઅરી પૂછી શકાય છે તો કેટલાક મહત્વના (Most IMP For Board Examination) પ્રશ્નો અહીં લખેલા છે ધ્યાનથી તૈયાર કરવા.
3 માર્કસ ની થિયરી
1. લાક્ષણિક આવૃત્ત બીજધારી વનસ્પતિનું પરાગાશય કેમ દ્વિખંડી કહી શકાય? સમજાવી લઘુબીજાણુ ધાની ની રચના સમજાવો
- લાક્ષણિક આવૃત્ત બીજધારી વનસ્પતિનું પરાગાશય દ્વિખંડી હોય છે અને દરેક ખંડ બે ભાગમાં વિભાજિત હોય છે . તેથી તેને દ્વિખંડી ( Dithecous ) કહે છે . ખંડોને જુદી પાડતી લંબ અક્ષે લંબાઈને અનુસરીને ખાંચ જોવા મળે છે . પરાગાશયનો દ્વિખંડી સ્વભાવ ( nature ) છેદમાં સ્પષ્ટ જોઈ શકાય છે . પરાગાશયની રચના ઘણી પેશી વડે થાય છે .
- લઘુબીજાણુ ધાની ની રચના
- લઘુબીજાનુધાની તેની બાહ્ય સપાટી ગોળાકાર પ્રદર્શિત કરે છે . તે સામાન્ય રીતે ચાર દીવાલસ્તરોથી આવરિત હોય ( I ) અધિસ્તર ( II ) તંતુમય સ્તર ( એન્ડોથેસિયમ ) ( III ) મધ્યસ્તરો અને ( iv ) પોષક સ્તર
- અધિસ્તર : અધિસ્તર 3 થી 5 સ્તરોનું બનેલું છે . અધિસ્તરના કોષો ફેલાયેલા કે ખેંચાયેલા અને ચપટાં હોય છે.
- તંતુમય સ્તર ( એન્ડોથેસિયમ ) : એન્ડોથેસિયમ તંતુમય સ્તર છે અને રક્ષણનું કાર્ય કરે છે તેમજ પરાગાશયનું સ્ફોટન કરવામાં મદદ કરે છે , જેથી પરાગરજ મુક્ત થાય છે
- મધ્યસ્તરો : પોષકસ્તરની બહારની બાજુએ આવેલ રક્ષણાત્મક સ્તર છે
- પોષક સ્તર : દીવાલસ્તરોનું સૌથી અંદરનું સ્તર વિકાસ પામી એકસ્તરીય પોષક સ્તરમાં વિકાસ પામે છે.
- તે વિકસતી પરાગરરજને પોષણ આપે છે.
- પોષક સ્તરના કોષો ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષકેન્દ્રો ધરાવે છે.
- લઘુબીજાણુજનક પેશી : દરેક લઘુબીજાણુધાની મધ્યમાં સઘન રીતે ગોઠવાયેલ સમજાત કોષો ધરાવે છે , જેને લઘુબીજાણુજનક પેશી કહે.
2. પરપરાગનયનને ઉત્તેજવા ની કોઈ પણ ત્રણ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ સમજાવો.
- સ્વપરાગનયન અટકાવવા માટે પરાગાશયની પ્રયુક્તિઓમાં તે માત્ર એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે .
- એકગૃહી વનસ્પતિઓ ( દા.ત. , દિવેલા , મકાઈ ) માં સ્વફલન અટકાવી શકાય છે , પરંતુ ગાઇટોનોગેમી અટકાવી શકાતું નથી.
- જ્યારે દ્વિગૃહી વનસ્પતિઓમાં ( ધ.ત. , પપૈયા ) સ્વફલન અને ગાઇટોનોગેમી એમ બંને અટકાવી શકાય છે
- સ્વઅસંગતતા - જે અંતઃસંવર્ધનને અટકાવે છે . જે સ્વ - અસંગતતા કહેવાય છે . દા.ત. , માલ્યા.
- આ એક જનીનિક ક્રિયાવિધિ છે અને સ્વપરાગને રોકીને ( એ જ વનસ્પતિના એ જ પુષ્પ અથવા અન્ય પુષ્પ ) સ્ત્રીકેસરમાં પરાગરજનું અંકુરણ અને પરાગનલિકાના વિકાસને અવરોધી અંડકોને ફલિત થતા અટકાવે છે .
- પૃથક પક્વતા - કેટલીક જાતિઓમાં , પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો એક જ સમય હોતો નથી . ( પૃથક પક્વતા )
- જ્યારે પરાગરજ મુક્ત થાય તે પહેલા જ પરાગાસન ગ્રહણશીલ બને છે.
- સૂર્યમુખી અથવા પરાગરજ મુક્ત થાય તેના ઘણાં પહેલાં પરાગાસન ગ્રહણશીલ બની જતાં હોય છે . દા.ત., પામ્સ
3. તફાવત આપો સ્વપરાગનયન અને પરપરાગનયન (ત્રણ ત્રણ મુદ્દા લખવાં જરૂરી છે)
- સ્વપરાગનયન
- એક જ વનસ્પતિના એક પુષ્પના પરાગાશયમાંની પરાગરજા તે જ પુણ્યના પરાગસન પર સ્થળાંતર થાય તેને સ્વપરાગનયન કહે છે
- આ ક્રિયા દ્રિલિંગી પુષ્યો તેમજ એકલિંગી પુષ્પો જે એક જ વનસ્પતિ ( એકસદની પરિસ્તિતિ ) ઉપર હોય તેમાં થાય છે
- સ્વપરાગનયને કારણે સંકર જાતિ મળતી નથી .
- પરપરાગનયન
- એક વનસ્પતિના પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ બીજી વનસ્પતિના પુષ્પના પરાગાસન ઉપર સ્થળાંતર કરવાની ક્રિયા જો કે વનસ્પતિ તે જ પ્રકારની હોય અથવા ન પણ હોય પરપરાગનયન કહે છે.
- પરપરાગનયન માત્ર એકલિંગી પુષ્પોમાં જ શક્ય બને છે
- પરપરાગનયન જુદી - જુદી પ્રજાતિઓ કે જાતિઓમાં થતું હોવા ઉત્પન્ન થતી સંતતિઓ સંકર જાતિ કહે છે.
4. ભ્રુણપોષ એટલે શું એનું નિર્માણ સમજાવી એના પ્રકાર વિશે માહિતી આપો
- પ્રાથમિક ભૂણપોષ કોષકેન્દ્રો ( 3n ) માંથી ભૂણપોષનો વિકાસ થાય છે, જે વારંવાર સમવિભાજનથી વિભાજન પામી ત્રિકીય ભૂણપોષ નિર્માણ કરે છે. તેનો વિકાસ ભૂણના વિકાસ પહેલાં જ થાય છે.
- આ પેશીના કોષો સંગૃહીત ખોરાકદ્રવ્યથી ભરેલા હોય છે જે વિકસતા ભૂણને પોષણ પૂરું પાડવામાં ઉપયોગમાં લેવામાં આવે
- કોષકેન્દ્રીય ભૃણપોષ : સામાન્ય પ્રકારના ભૂણપોષ (કોષકેન્દ્રીય પ્રકાર) ના વિકાસમાં PEN ( પ્રાથમિક ભૂરાપોષ કોષકેન્દ્ર વારંવાર કોષકેન્દ્રીય વિભાજન પામી અને મોટી સંખ્યામાં કોષકેન્દ્રો ઉત્પન્ન કરે છે.
- આ કોષકેન્દ્રો પરિધ વિસ્તારમાં ગોઠવાય છે અને ભ્રુણપુટના વચ્ચેના વિસ્તારમાં મોટી રસધાની છે. ત્યાર બાદ કોષરસના વિભાજનની શરૂઆત થાય છે.
- આ પ્રક્રિયા પણ પરિધ વિસ્તારથી શરૂ થઈ કેન્દ્ર વિસ્તાર તરફ આગળ વધે છે. અંતે બહુકોષી ભૃણપોષ અસ્તિત્વમાં આવે છે.
- કોષીય ભ્રુણપોષ
- અપરિપક્વ ( કાચા ) નાળિયેરમાં રહેલું નાળિયેરનું પાણી બીજું કશું જ નથી પરંતુ મુક્ત કોષકેન્દ્રીય ભૂરણપોષ (હજારો કોષકેન્દ્રોથી બને છે તેમજ તેની ફરતે આવેલ સફેદ ગર કે માવો એ કોષીય ભ્રુણપોષ છે.
5. સમજાવો અસંયોગીજનન અને બહુભ્રુણતા
- અસંયોગીજનન
- સામાન્યતઃ બીજ એ ફલનની અંતિમ નીપજ છે,છતાં એસ્ટરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે, જેમાં તેઓ ફલન વગર બીજનું નિર્માણ કરે છે જેને અનિર્ભળતા અસંયોગીજનન ( apomixis / parthenogenesis ) કહે છે .
- અસંયોગીજનન એ અલિંગી સ્વરૂપે થાય છે.
- જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અસંયોગી બીજ અનેક રીતે સર્જી શકાય છે.
- ઘણી જાતિઓમાં, અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય છે અને ફલન વગર ભૂણમાં વિકાસ પામે છે.
- બહુભ્રુણતા
- ઘણું ખરું લીંબુ અને કેરીની ઘણી જાતો જેવી વનસ્પતિઓમાં ભૂણપુટની આસપાસના પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી, ભૂપુટમાં ઊપસી આવે છે અને ભૂણમાં પરિણમે છે.
- આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રુણ ધરાવે છે . એક બીજમાં એક કરતાં વધુ ભૃણની હાજરી બહુભૂણતા ( polyembryony ) તરીકે ઓળખાય છે.
મિત્રો આ પ્રશ્નો સિવાય પણ બીજા પ્રશ્નો પુછાઈ શકે છે ઉપર લખેલા પ્રશ્નો મહત્વના અને તમને પ્રેક્ટિસ થાય એ હેતુથી બનાવેલ છે જે સંપૂર્ણ NCERT બેઝ છે. બીજા 4 માર્ક ના પ્રશ્નો અને જવાબો બીજા આર્ટિકલ માં પ્રસિદ્ધ થશે
========================================
Please do not enter any spam link or word in the comment box