Type Here to Get Search Results !

સ્ટડી માટે પરફેક્ટ ટાઈમ ટેબલ | perfect Time Table for Study

7

મિત્રો બહુ જ લાંબા સમયથી ઘણા બધા વિદ્યાર્થીઓએ મને આ પ્રશ્ન પૂછેલો છે કે સર વાંચવા માટે પરફેક્ટ ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું તો મિત્રો મેં તમારા માટે ઘણું વિચાર્યું અને તમને વાંચવામાં માં અને સ્ટડી માં સરળતા રહે એટલા માટે હું તમને કેટલીક ટિપ્સ આપીશ જેથી તમારુ ટાઈમ ટેબલ એકદમ પરફેક્ટ બનશે અને તમને કંટાળો પણ નહીં આવે અત્યંત મહત્વનું એ છે કે તમારું રિઝલ્ટ પણ સુધરશે તો મિત્રો જો તમારે પરફેક્ટ ટાઈમ ટેબલ બનાવવું હોય તો સંપૂર્ણ આર્ટિકલ વાંચવા વિનંતી જેથી કરીને તમે જાતે જ એક સરસ ટાઈમ ટેબલ બનાવી શકો છો. હું તમને કેટલાક પોઈન્ટ વાઈસ સમજાવીશ જેથી તમને ટાઈમ ટેબલ બનાવવામાં સરળતા રહેશે.

આપણા ભણવાના સમય સિવાયના કલાકો નક્કી કરો

મિત્રો સૌ પ્રથમ આપણને ખબર છે કે કુલ 24 કલાક મળે છે એક દિવસની અંદર,  જેમાંથી તમારે નક્કી કરવું પડશે કે એવા કેટલાક કલાકો છે કે જેમાં તમે બિલકુલ ભણવા નથી,  તો સૌ પ્રથમ એક કલાક કોને આપણા અભ્યાસના કલાકો માંથી બાકાત કરવા પડશે વિસ્તૃત સમજાવું તો દાખલા તરીકે તમે સુવાના કલાકો ઘણો તો નોર્મલ છ કલાક આપણે ઊંગીયેં છીએ,  બીજો મિત્રો આપણા ફ્રેશ થવા ના કલાકો એટલે કે મિત્રો સવારે ઊઠીને આપણે તૈયાર થઈએ છીએ આપણી જાતને તૈયાર કરીએ છીએ દિવસના જમવાના કલાકો આ બધા કલાકો મારા ખ્યાલ પ્રમાણે બે કલાક જરૂરી છે અને તમે સ્કૂલ જતા રહો છો એના આઠ કલાક મિત્રો આ બધાં નોર્મલ કલાકો ની વાત કરી રહ્યો છું,  દરેકના સ્કૂલના ટાઈમ અલગ અલગ હશે અને દરેક નું ટાઈમ ટેબલ જમવાનું અને બીજા કેટલાક એકસ્ટ્રા કામ કરવાનું પણ અલગ અલગ હશે પણ મિત્રો હું દરેક પાસાને ધ્યાનમાં રાખી અહીં સામાન્ય કલાકો વિષે વાત કરી રહ્યો છું.

 આમ મિત્રો 24 કલાકમાંથી 6 કલાક ઉંગવાના 2 કલાક તૈયારી ના અને 8 કલાક સ્કૂલના કુલ 16 કલાક થાય તો 24 કલાક માંથી 8 કલાક બાકી રહ્યા જેમાંથી તમે 2 કલાક તમારા માઈન્ડ ફ્રેશ કરવા અથવા તમારી રમત ગમત માટે તમે નીકળી શકો. તો તમે જોયું કે તમને પરફેક્ટ વાંચવાના કલાક 6 મળે છે જે ખરેખર તમારા કામના કલાક છે.

ભણવાના સમયનો ઉપયોગ કરી ટાઈમટેબલ બનાવવું.

મિત્રો મારા દસ વર્ષના અનુભવમાં મેં નોંધ્યું છે જો કોઈપણ વિદ્યાર્થી રોજે સ્કિપ કર્યા વગર સતત છ કલાક વાંચે છે તો મિત્રો પરિણામ ચોક્કસ મળે છે. તો ખરેખર મિત્રો વાંચવાના કલાક 6 એ અત્યંત જરૂરી છે હવે મિત્રો તમારા વિશે અને તમારે મેનેજ કરવા પડશે તમને કયો વિષય અઘરો લાગે છે કયો વિષય સારા લાગે છે એ વિષયને આધારે તમે દરેક વિષયને તમને અનુકૂળતા પ્રમાણે સમયને વહેંચી શકો છો પણ મિત્રો એ નક્કી છે કે તમારે છ કલાક માંથી જ આ વિષયોને વહેંચવાના છે.

વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટે.

આમ તો મિત્રો મેં જે આ કલાક તમને કહ્યા એ બધા જ માટે લાગુ પડે છે પણ મિત્રો વિજ્ઞાન પ્રવાહના વિષય નો અભ્યાસક્રમ થોડો લાંબો હોવાથી તમે રમતગમતના જે કલાકો બે કહ્યા એમાંથી એકાદ કલાક ઓછો કરી અને તૈયાર થવાના બે કલાક કહ્યા એમાંથી એક કલાક ઓછો કરી આ બે કલાક કોને છ કલાક સાથે જોડી કુલ આઠ કલાક વાંચો તો વિજ્ઞાન પ્રવાહના દરેક વિષય માટે ચોક્કસ સમય મળી રહેશે એટલે મિત્રો વિજ્ઞાન પ્રવાહ ની અંદર મુખ્ય ત્રણ વિશે જેની તમે ચોક્કસ તમારી અનુકૂળતા મુજબ સમય આપી આયોજન કરી શકો છો એ તમારા ઉપર નિર્ભર છે કે કયો વિષય તમને સહેલો લાગે છે અને કયા વિષય માં તમારી વધારે મહેનતની જરૂર છે તો એ પ્રમાણે આઠ કલાકમાં આયોજન કરી સરસ મજાનું ટાઈમ ટેબલ બનાવી શકાય છે.

તમે વિચારતા હશો કે સારે તો અમને કોઈ ટાઈમ ટેબલ બનાવી ન આપ્યું પણ મિત્રો હું તમને કહી દઉં કે ટાઈમ ટેબલ તમને કોઈ ના બનાવી આપે અને તમારું ટાઈમટેબલ એક્ચ્યુલી તમને જ ખબર હોય તમારું ઘર નું આયોજન તમારા ભણવાનું આયોજન તમને જ ખબર હોવાથી તમે જે મેં કલાકો કહ્યા છે એક કલાકમાં તમારી અનુકૂળતા મુજબ તમે પોતે જ સાચું ટાઈમ ટેબલ બનાવી શકો મારું કામ મિત્રો તમને સમજાવવાનું હતું કે ખરેખર આપણને ઘણો બધો સમય મળતો હોય છે જેમાં દરેક પ્રકારની ક્રિયા વિધિ આવી જાય છે પણ આપણે એને યોગ્ય આયોજન કરતા નથી જેથી આપણો અભ્યાસના સમય પણ વેડફાઈ જતો હોય છે.

તો મિત્રો વિનંતી છે કે તમે તમારું ટાઈમટેબલ જેમણે કલાકો કહ્યા એ પ્રમાણે જાતે બનાવી.  અને એને ફોલો કરો ખાલી ટાઈમ ટેબલ બનાવી પરિણામ નહીં મળે ટાઈમ ટેબલ ને  દરરોજ અનુસરવું પણ અત્યંત મહત્વનું છે તો ચોક્કસ તમને પરિણામ મળશે

મિત્રો હજી પણ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્ષ માં લખી શકો છો અને મને પૂછી શકો છો તમારા જવાબ હું અહીં કોમેન્ટ માં જ આપી દઈશ અથવા કોઈ એવો પ્રશ્ન હશે તો તમારા માટે સ્પેશિયલ હું નવો આર્ટીકલ લખીશ

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Subscribe and Follow For more knowledge of Biology & Motivation 

Join With Me Just Click Hear

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

7 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Please do not enter any spam link or word in the comment box

Top Post Ad

Below Post Ad