👉 NEET Biology Concept Material
👉 NEET Biology Examination
👉 NEET Biology Tips
👉 NEET Biology Study Material
Gujarat Board - 2021 પરીક્ષાનું નવું પરિરૂપ
નમસ્તે મિત્રો Gujarat board (બોર્ડ) 2021 ની પરીક્ષા નજદીક છે ત્યારે હમણા હમણાં Gujarat board (બોર્ડ) દ્વારા પરીક્ષાનું નવું માળખું પ્રકાશિત કરેલ છે જેમાં કયા પ્રકરણ માંથી કેટલા માર્કસ નું પુછાશે એ ઉલ્લેખ કરેલ છે પણ કયા પ્રકારણમાંથી કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાશે આવો કોઈ ઉલ્લેખ નથી. તો આ આર્ટિકલ માં સંપૂર્ણ પરિરૂપ સમજાય અને શુ ધ્યાનમાં લેવા જેવી બાબતો વિધાર્થીઓ માટે એ સંપૂર્ણ માહિતી છે તો બધુજ જાણવા માટે આર્ટિકલ સંપૂર્ણ વાંચવો.
વિધાર્થીઓ માટે મહત્વની બાબત
તો મિત્રો આ નિર્ણય તમારા માટે ખૂબ જ સરસ છે અથવા લાભદાયી છે એવું હું કહીશ આ પરિરૂપ મુજબ તમને વૈકલ્પિક પ્રશ્નો ઘણા મળે છે એટલે કે મિત્રો જૂની પેપર પદ્ધતિ મુજબ આ પદ્ધતિમાં આંતરિક વિકલ્પો જ હતા જેથી વિદ્યાર્થી મિત્રોએ કોઈપણ બે પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પસંદ કરી લખવાનું હતું પણ અહીં હવે નવી પેપર પદ્ધતિ મુજબ કુલ સંપૂર્ણ વિભાગના બધા જ પ્રશ્નો માંથી આપેલ પ્રશ્ન લખવાનો રહેશે એટલે કે મિત્રો વિભાગના બધા જ પ્રશ્નો વૈકલ્પિક પ્રશ્નો તરીકે તમને મળશે થોડુંક સરળ ભાષામાં સમજી દાખલા તરીકે તમને વિભાગ 1 માં 12 પ્રશ્નો આપ્યા હશે એમાંથી ફક્ત તમારે 8 પ્રશ્નો લખવાના રહેશે એટલે કે મિત્રો બાર પ્રશ્નો તમારા માટે વૈકલ્પિક રહેશે એટલે તમને આ બાર પ્રશ્નોમાંથી જે પણ આઠ આવડતા હોય એ લખવાના રહેશે આવું દરેક વિભાગમાં રહેશે.
Biology (જીવવિજ્ઞાન ) નું નવું પરિરૂપ
જીવ વિજ્ઞાન ના બોર્ડના પેપર માં કુલ ભાગ 1 અને ભાગ 2 આમ બે ભાગ હોય છે એમાં પ્રથમ ભાગમાં વૈકલ્પિક (MCQ) પ્રશ્નો કુલ 50 અને જેના 50 માર્ક્સ રહેશે એટલે કે એક પ્રશ્નનો એક માર્ક રહેશે અને વિભાગ ૨ માં કુલ ત્રણ પેટા વિભાગો રહેશે જેમાં પ્રથમ પેટા વિભાગ A માં માં કુલ 8 પ્રશ્નો લખવાના રહેશે જેના માટે તમને 12 પ્રશ્નો આપ્યા હશે તેમાંથી તમારે પસંદ કરી અને 8 પ્રશ્નો લખવાના રહેશે દરેક પ્રશ્નનો 2 માર્ક હશે આમ કુલ પેટા વિભાગ A ના 16 માર્ક રહેશે. એવી જ રીતે પેટા વિભાગ B માં તમને 9 પ્રશ્નો મળશે જેમાંથી તમારે 6 પ્રશ્નો લખવાના રહેશે. એટલે કે એક પ્રશ્નનો ત્રણ ગુણ હશે એટલે કુલ ગુણ 18 થશે. એવી જ રીતે પેટા વિભાગ C માં તમને 6 પ્રશ્નો મળશે જેમાંથી તમારે પસંદ કરી કોઈપણ 4 પ્રશ્નો લખવાના રહેશે જેમાં એક પ્રશ્નનો 4 ગુણ રહેશે એટલે કે આ વિભાગના કુલ ગુણ 16 રહેશે. આમ કુલ વિભાગ 2 એ 50 માર્ક નો રહેશે. અને આમ વિભાગ 1 અને વિભાગ 2 કુલ ગુણ 100 નું પેપર રહેશે.
કેટલા વૈકલ્પિક માર્કસ મળશે
એટલે મિત્રો તમને પેટા વિભાગ A માં ચાર પ્રશ્નો વૈકલ્પિક મળે છે પેટા વિભાગ B ત્રણ પ્રશ્ન વૈકલ્પિક મળે છે અને પેટા વિભાગ C માં તમને બે પ્રશ્નો વૈકલ્પિક મળે છે. આમ કુલ 25 માર્ક્સ નું ભારણ તમને વૈકલ્પિક મળે છે એટલે કે મિત્રો વિભાગ 2 માં તમારા પેપરમાં 75 માર્ક્સનો પૂછ્યું હશે જેમાંથી તમારે પસંદ કરી 50 માર્કસનું લખવાનું રહેશે જેના તમને 50 માર્ક્સ મળશે તો આ રીતે મિત્રો જૂની પેપર સ્ટાઇલ કરતાં નવી પેપર પદ્ધતિ વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયી રહેશે જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પસંદગી મળશે જેથી વધારેમાં વધારે માર્ક્સ લાવી શકાશે.
કયા યુનિટ માંથી કેટલા માર્ક નું પૂછાશે
મિત્રો નવી પેપર પદ્ધતિ મુજબ કયા પ્રકરણ માંથી કેટલા માર્ક્સની થીઅરી પૂછાશે એવું નક્કી નથી પણ યુનિટ પ્રમાણે જે માર્કસ પરિરૂપ માં આપ્યા છે એ પ્રમાણે જ યુનિટ પ્રમાણે માર્ક નું ભારણ રહેશે. એટલે કે યુનિટ 1 માંથી 26 ગુણ, યુનિટ 2 માંથી 22 ગુણ, યુનિટ 3 માંથી 18, યુનિટ 4 માંથી 16 અને યુનિટ 5 માંથી 18 આમ આપેલ ગુણ પ્રમાણે જ પૂછી શકાશે પણ યુનિટ ની અંદર પ્રકરણ પ્રમાણે આપેલ વૈકલ્પિક માર્કસ પ્રમાણે યુનિટ માં માર્કસ બદલી શકાશે.
બોર્ડ ની પરીક્ષાનું પ્રકરણ પ્રમાણે માર્કસ નું લિસ્ટ નીચે ચિત્ર માં જોઈ શકશો.
ટૂંક સમયમાં કેટલાક મહત્વના પ્રશ્નો જે જીવવિજ્ઞાન પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તે આવતા આર્ટિકલ માં પ્રસિદ્ધ કરીશ તો મારી આ સાઈટ સાથે જોડાયેલા રહેજો અને રોજ જોતા રહેજો રોજ નવો આર્ટિકલ લખાય છે.
==========================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Perfect.....👌👍😊
ReplyDeleteThank you sir.
DeleteThank you so much sir 🙏👍
ReplyDeleteSuperb 👌
ReplyDeleteNice
ReplyDeletePlease do not enter any spam link or word in the comment box