👉 NEET Biology Concept Material
👉 NEET Biology Examination
👉 NEET Biology Tips
👉 NEET Biology Study Material
ટેસ્ટ માટે ની સૂચના1) કુલ પ્રશ્નો - 25 ,પ્રત્યેક સાચાં પ્રશ્નનના 4 ગુણ ગણવા. 2) કુલ ગુણ -100 3) ટેસ્ટ સમય - 25 મિનિટ.
4) ટેસ્ટ જાતે પ્રામાણિકતાથી તમારી નોટ બુક માં લખવો અને પછી લખ્યા પછી જવાબ જોવા અને ગુણાંકન કરવું. 5) આ ટેસ્ટ તમારી પ્રેક્ટિસ હેતુ થી બનાવવામાં આવ્યો છે
ધોરણ 12 | પ્રકરણ 9 |અન્નઉત્પાદન વધારવા માટેની વ્યૂહ રચના
1) કોષચક્ર દરમિયાન થતા DNA ના સ્વયંજનનનો સમાવેશ છે .
A. G1 તબક્કો B. G2 તબક્કો C. આંતરાવસ્થા D. વિભાજન તબક્કા
2) તારાકેન્દ્રની ફરતે ત્રાતંતુઓનું નિર્માણ નીચે પૈકી કયા તબક્કામાં થાય છે ?
A. પૂર્વાવસ્થા B. ભાજનાવસ્થા C. ભાજનોત્તરાવસ્થા D. અંત્યાવસ્થા
3) અર્ધીકરણની કઈ ઉપઅવસ્થા દરમિયાન વ્યતિકરણ જોવા મળે છે ?
A. લેપ્રોટીન B. ઝાયગોટીન C. પેકિટીન D. ડિપ્લોટીન
4) નીચેના પૈકી વિભાજનના કયા તબક્કામાં કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાનું પુનઃસ્થાપન થાય છે
A. પૂર્વાવસ્થા B. ભાજનાવસ્થા C . ભાજનોત્તરાવસ્થા D. અંત્યાવસ્થા
5) યીસ્ટકોષમાં સામાન્ય કોષચક્રનો ગાળો શું છે ?
A. 70 મિનિટ B. 85 મિનિટ C. 90 મિનિટ D. 120 મિનિટ
6) આંતરાવસ્થાને કેટલા પેટાતબક્કાઓમાં વહેંચી શકાય ?
A. 2 B. 4 C.3 D.5
7) એ સ્થાન જ્યાં વ્યતિકરણ થાય છે .
A. સેન્ટ્રોમિયર B. કાઇનેટોકોર C. સ્વસ્તિક છે D. તારાકેન્દ્ર
8) નીચે પૈકી કોષચક્રના ક્યા તબક્કા દરમિયાન સમવિભાજન માટે જરૂરી એવા પ્રોટીન અને સૂક્ષ્મ નલિકાતંત્રનું સંશ્લેષણ થાય છે ?
A. G1 તબક્કામાં B. G2 તબક્કામાં C. આંતરાવસ્થામાં D. વિભાજન તબક્કામાં
9) વૃદ્ધિ માટે કયાં પરિબળો જરૂરી છે ?
A. કોષોના જથ્થામાં વધારો થવો , જનીનદ્રવ્યો બેવડાવાં. B. કોષોના જથ્થામાં વધારો થવો, સમાન જનીનદ્રવ્ય વિભાજન દ્વારા બાળકોષ મેળવે . C. જનીનદ્રવ્ય બેવડાય અને જનીનદ્રવ્ય વિભાજન દ્વારા બાળકોષ મેળવે D. કોષોના જથ્થામાં વધારો થવો , જનીનદ્રવ્યો બેવડાવાં અને સમાન જનીનદ્રવ્ય વિભાજન દ્વારા બાળકોષ મેળવે .
10) એક પુખ્ત વયની વ્યક્તિનું નિર્માણ કોણ કરે છે ?
A. દૈહિક કોષ B. જન્યુકોષ C. જનનકોષ D. યુગ્મનજ ( ફલિતાંડ )
11) કોષચક્ર એટલે કે
A. તે કોષનિર્માણ અને કોષવિભાજન વચ્ચેનો સમયગાળો છે . B. તે કોષવિલયન અને કોષવિભાજન વચ્ચેનો સમયગાળો C . તે કોષનિમણિ અને કોષવિકાસ વચ્ચેનો સમયગાળો છે
D. તે કોષનિર્માણ અને કોષવિભેદન વચ્ચેનો સમયગાળો છે .
12) રંગસૂત્રોનો તંતુ જેવો દેખાવ સમવિભાજનની કઈ અવસ્થાની લાક્ષણિકતા છે ?
A. અંત્યાવસ્થા B. ભાજનોત્તરાવસ્થા C . પૂર્વાવસ્થા D. ભાજનાવસ્થા
13) કોષરસમાં જનીન સક્રિયતા શેમાં થાય છે ?
A. આંતરાવસ્થા B. અંત્યાવસ્થા C. પૂર્વાવસ્થા D. ભોજનોત્તરાવસ્થા છે
14) કોષચક્રના કયા તબક્કામાં RNA અને પ્રોટીનનું સંશ્લેષણ થાય છે ?
A. S તબક્કામાં છે B. M તબક્કામાં છે C. G1 અને G2 તબક્કામાં D , વિશ્રામ તબક્કામાં છે
15) કોષચક્રમાં ક્યારે RNA સંશ્લેષણ બંધ થાય છે ?
A. G1 તબક્કામાં છે B. G2 તબક્કામાં છે C. S તબક્કામાં છે D. M તબક્કામાં
16) કોષ સામાન્ય રીતે વિક્ષેપ વગર સમભાજનની ક્રિયા આમાં દર્શાવે છે .
A. તે એક વખત S તબક્કામાં પ્રવેશીને B. તે એક વખત G2 તબક્કામાં પ્રવેશીને
C. તે કોઈ પણ સમયે કોષવિભાજનની સક્રિયતામાં D. તે એક વખત G1 તબક્કામાં પ્રવેશીને
17) બે ક્રમિક સમભાજન વચ્ચેની આંતરાવસ્થામાં કઈ અગત્યની ચયાપચયની ક્રિયા થાય છે ?
A. DNA નું રેપ્લિકેશન ( દ્વિગુણન ) B. RNA નું રેપ્લિકેશન ( દ્વિગુણન ) C. RNA નું સ્થળાંતરણ D. DNA નું સ્થળાંતરણ
18) સમભાજનને અંતે જ્યારે બાળકોષ કોષચક્રના G1 તબક્કામાં પ્રવેશે , ત્યારે તેમાં અને પિતૃકોષોમાં કઈ સમાનતા જોવા મળે છે ?
A. બાળકોષોમાં કોષરસીય જથ્થો અને DNA જથ્થો અડધો હોય છે.
B. બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય તેમજ DNA નો જથ્થો અડધો હોય છે.
C. બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોય છે અને DNA નો જથ્થો અડધો હોય છે.
D. બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા સમાન હોય અને DNA નો જથ્થો સમાન હોય છે.
19) નીચેના પૈકી કઈ અવસ્થામાં રંગસૂત્ર લઘુતમ કુંતલીય હોય છે ?
A. આંતરાવસ્થા B. ભાજનાવસ્થા C. પૂર્વાવસ્થા D. ભાજનોત્તરાવસ્થા
20) નીચેના પૈકી કઈ અવસ્થા અવિભાજનીય છે ?
A. આંતરાવસ્થા B. પૂર્વાવસ્થા C . ભાજનાવસ્થા D. અંત્યાવસ્થા
21) સમભાજન માટે ક્યું વિધાન સાચું છે ?
A. સક્રિય કાર્યો દર્શાવતા કોષ નિર્માણ પામે છે, એટલે કે વિભાજન ધરાવે છે
B. વિભાજન દર્શાવતી ઘટનાને અંતે બે કોષોનું નિર્માણ થાય છે
C. પિતૃકોષ કરતાં નિર્માણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા અડધી હોય છે
D. સમભાજનને અંતે નિમણિ પામતા કોષોમાં જનીનિક લક્ષણો ભિન્નતા ધરાવે છે
22) સમભાજન એટલે ખરેખર
A. રંગસૂત્રોની સંખ્યામાં ઘટાડો B. ફક્ત કોષકેન્દ્રનું વિભાજન C. માત્ર કોષરસનું વિભાજન D. કોષકેન્દ્ર અને કોષરસ બંનેનું વિભાજન
23) આમાં સમભાજનની ક્રિયા જોવા મળે છે
A. જન્યુકોષ B. દૈહિક કોષ C. જનનકોષ D. આપેલ પૈકી એક પણ નહિ
24) સમભાજન આમાં થાય છે
A. માત્ર એકકીય કોષો B. માત્ર દ્વિકીય કોષો C. એકકીય અને દ્વિકીય કોષો D. લઘુબીજાણુ માતૃકોષો
25) સમભાજનની ઘટનાનો મુખ્ય ઉદેશ એક કોષમાંથી બે બાળકોષોનું નિમણિ કરવાનો નથી , પરંતુ એક કોષમાંથી જનીનિક સાતત્ય જાળવવાનો છે . " જનીનિક સાતત્યની કાર્યવિધિ આના દ્વારા જળવાય
A. નવાં રંગસૂત્રોથી કોષોનું નિર્માણ B. બે બાળકોષોનું નિર્માણ C. એકસરખા DNA સાથે બે કોષોનું નિર્માણ nD. રંગસૂત્રોની સંખ્યા નવા કોષોમાં અડધી હોય છે.
જવાબો
1.C 2.A, 3.C 4.D, 5.C, 6.C, 7.C, 8.B, 9.D, 10.D, 11.A, 12.C, 13.A, 14.C, 15.C, 16.B, 17.A, 18.C, 19.A, 20.A, 21.B, 22.D, 23.B, 24.C, 25.C
========================================
Mail- indiabiologymanishmevada@gmail.com
Please do not enter any spam link or word in the comment box