Type Here to Get Search Results !

પ્રાજનનીક સ્વાસ્થ્ય - સમસ્યા અને વ્યૂહાત્મક આયોજન | Biology | Manish Mevada

0

પ્રસ્તાવના 

  • પ્રાજનનીક સ્વાસ્થ્ય -
  • પ્રજનનતંત્ર દ્વારા થતાં સામાન્ય કાર્યોને પ્રાજનનિક સ્વાસ્થ્ય તરીકે ઓળખવામાં આવે છે.
  • વિશ્વ સ્વાસ્ય સંસ્થા (WHO – World Health Organisation) ના સંદર્ભે પ્રાજનનિક સ્વાચ્ય એટલે કે પ્રજનનનાં બધાં પાસાં કે શારીરિક, લાગણીપ્રધાન, વર્તણૂક સંબંધિત અને સામાજિક.
  • સમાજની વ્યક્તિઓ પ્રજનનની દૃષ્ટિએ શારીરિક અને ક્રિયાત્મક બાબતે સામાન્ય પ્રજનનઅંગો અને લાગણી અને વર્તણુકની પારસ્પરિક અસરો ધરાવે, તેને પ્રાજનનિક સ્વાથ્ય કહે છે.
  • સમગ્રગ્રાહી રાજનનિક સ્વાસ્યને એક સામાજિક ધ્યેય તરીકે પ્રાપ્ત કરવા માટેના રાષ્ટ્રીય સે કાર્યક્રમના અમલીકરણનો સૌપ્રથમ આરંભ કર્યો.આ કાર્યક્રમોને કુટુંબનિયોજન કહે છે.
  • જેનો પ્રારંભ 1951 માં ભારતમાં થયો.
  • અત્યારે આ કાર્યક્રમ આધુનિક રીતે કેટલાક નિયનો અને સુધારણા સાથે પ્રાજનનીક અને બાળસ્વાસ્થ્ય સંભાળ (RCH) તરીકે કાર્યક્ષમ છે.
  • લોકોમાં વિવિધ પ્રજનન સંબંધિત બાબતોએ જાગૃતતા લાવવી અને સવલતો પૂરી પાડવી અને સમાજમાં પ્રાજનનિક સ્વાસ્થ ઊભું કર મદદ કરવી એ આ કાર્યક્રમોની પ્રધાન જવાબદારીઓ છે .
સમસ્યાઓ
  • જાગૃતિનો અભાવ
  • વસ્તી વિસ્ફોટ
  • અંધવિશ્વાસ અને ગેરમાન્યતાઓ
  • ગેરકાયદેસર ગર્ભપાત
  • જાતીય સંક્રમિત રોગો (STDs)
વ્યૂહાત્મક આયોજન
  • જાગૃતિકરણ -
  • શ્રાવ્યદય ( Audiovisual ) અને સમાચારપત્રોના માધ્યમની મદદથી સરકારી અને બિનસરકારી સંસ્થાઓ વ્યક્તિઓમાં પ્રાજનનિક સ્વાસ લગતી જાગૃતિ પેદા કરવા વિવિધ પગલાં લે છે.
  • માતા - પિતા , અન્ય નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રો પણ ઉપર્યુક્ત માહિતીને ફેલાવવામાં મોટો ફાળો આપે છે.
  • ખાસ કરીને જેઓ તરુણાવસ્થાની ઉંમરમાં છે, તેઓને પ્રજનનઅંગો, તરુણાવસ્થા અને તે સંબંધિત ફેરફારો, સલામત અને આરોસા જાતીય ટેવો, જાતિય સંક્રમિત રોગો ( STDs ), AIDS વગેરેની યોગ્ય માહિતી તેવી વ્યક્તિઓને મદદરૂપ થાય છે.
  • અનિયંત્રિત વસ્તીવૃદ્ધિને કારણે સર્જાતી સમસ્યાઓ, સામાજિક અનિષ્ટ, જેવાં કે જાતીય શોષણ અને જાતિ સંબંધિત ગુનાઓ વગેરેને અટકાવવા અંગેની જાગૃતિ તેમજ તેના સામે યોગ્ય પગલાં લેવાં જરૂરી છે અને તેના દ્વારા સામાજિક જવાબદારીવાળો અને સ્વસ્થ સમાજ ઊભો થાય છે.
  • પ્રાજનનિક સ્વાથ્યના વિવિધ કાર્યક્રમોનું સફળતાપૂર્વક અમલીકરણ કરવા મજબૂત આંતરિક સવલતો, વ્યાવસાયિક નિષ્ણાતોની અને સાધમસામગ્રીની જરૂર છે.
  • પ્રજનન સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ, પ્રસૂતિ, STDS, ગર્ભપાત, ગર્ભનિરોધ, ઋતુસ્ત્રાવ સમસ્યા, અફળદ્રુપતા વગેરેમાં વ્યક્તિઓને દાક્તરી મદદ અને સંભાળની જરૂરિયાત રહે છે.
  • સારી પદ્ધતિઓ અને નવી વ્યુહરચનાઓના અમલીકરણ માટે સમયાંતરે વધુ કાર્યક્ષમ સંભાળ અને વ્યક્તિઓને મદદ કરવી જરૂરી છે.
  • આ બધી મેડિકલ સુવિધાઓ દ્વારા લોકોની પ્રજનન સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભસ્થાપન, પ્રસૂતિ, STDs, ગર્ભપાત, ગર્ભનિરોધક માસિકચક્ર, અફળદ્રુપતા વગેરેની સારવાર થઈ શકે છે.
  • સારી તકનીકીઓ (પદ્ધતિઓ) ના ઉપયોગથી તેમજ સમયે સમયે શોધાતા નવાં સંશોધનો દ્વારા પણ લોકોના સ્વાથ્ય માટે વધુ સારી સુવિધાઓ પૂરી પાડી શકાય છે.
  • વ્યક્તિને શિક્ષિત કરીંને
  • શાળાઓમાં જાતીય શિક્ષણને ઘખલ કરવાથી પણ તરુણોને સાચી માહિતી પૂરી પાડવા પ્રોત્સાહિત કરે છે, તેથી બાળકો ખોટી માન્યતાઓ અને પ્રજનન (જાતિ) સંબંધિત ખોટા ખ્યાલોથી દૂર રહે.
  • સમાજને સ્વસ્થ બનાવવા વ્યક્તિઓ ખાસ કરીને દંપતીએ મને લગ્નની ઉંમરના જૂથને જન્મદર નિયંત્રણના વિકલ્પો, ગર્ભવતી સ્ત્રીની સાવચેતી, બાળકના જન્મ બાદ માતા તેમજ બાળકની સાવચેતી, સ્તનપાનની અગત્યતા, નર અને માદા બાળકને સમાન તક વગેરેથી શિક્ષિત કરવા.
  • સરકારી અને બિનસરકારી સંસ્થાઓ દ્વારા પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન પ્રોત્સાહિત કરી અને જરૂરી મદદ કરવામાં આવે છે.

========================================

Mail- indiabiologymanishmevada@gmail.com

Subscribe and Follow For more knowledge of Biology

Join With Me Just Click Hear

Manish Mevada
M.Sc, M.Phil, B.Ed

THANK YOU.

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad