Type Here to Get Search Results !

ધોરણ 12| note 14 | અસંયોગીજનન અને બહુભ્રૂણતા |સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|short note| NCERT| જીવવિજ્ઞાન

0

ધોરણ 12

સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન (નવો અભ્યાસક્રમ-પ્રકરણ 1 / જૂનો અભ્યાસક્રમ-પ્રકરણ 2)



સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન|અસંયોગીજનન અને બહુભ્રૂણતા |NCERT short note| Best biology short note | ધોરણ 12



આર્ટિકલના અંતમાં મેળવો ફ્રી ટેસ્ટ!!


Note 14

અસંયોગીજનન અને બહુભ્રૂણતા


બીજ - ફલનની અંતિમ નીપજ - સામાન્ય રીતે

અપવાદ: એસ્ટેરેસી અને ઘાસના કુળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ - અલગ ક્રિયાવિધિ દર્શાવે - ફલન વગર બીજનું નિર્માણ કરે

ફલન વગર બીજનું નિર્માણ - અનિર્ભેળતા કે અસંયોગીજનન - પાર્થેનોજીનેસિસ

ફલન વગર ફળનું નિર્માણ - પાર્થેનોકાર્પી / અફલીત ફળ

અસંયોગીજનન - અલિંગી સ્વરૂપે થાય - લિંગી પ્રજનનની નકલ

વિવિધ પ્રકારનું અસંયોગીજનન :

> અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષ સર્જાય → ફલન વગર ભ્રૂણમાં વિકાસ પામે

> ભ્રૂણપુટની આસપાસના પ્રદેહના અમુક કોષો વિભાજન પામે → ભ્રૂણપુટમાં ઉપસી આવે → ભ્રૂણમાં પરિણમે : ઉદાહરણ - લીંબુ અને કેરીની ઘણી જાતો

આવી જાતિઓમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે


સામાન્ય રીતે એક બીજમાં એક જ ભ્રૂણની હાજરી હોય

કેટલીક આવૃત્ત બીજધારી વનસ્પતિના બીજમાં એકથી વધુ ભ્રૂણની હાજરી જોવા મળે - બહુભ્રૂણતા

બહુભ્રૂણતા ઉદાહરણ: નારંગી અને અન્ય Citrus ફળો.

નારંગીના બીજને squeeze કરતાં - તેમાંના દરેક બીજમાં વિવિધ કદ અને આકારના ભ્રૂણ જોવા મળે છે - કારણકે નારંગીમાં બહુભ્રૂણતા જોવા મળે છે.


અસંયોગી ભ્રૂણનું જનીનિક વલણ શું છે?

તેનો આધાર તે ભ્રૂણ કઈ રીતે અને કયા કોષમાંથી સર્જાય છે એના ઉપર આધાર રાખે છે. 

જો અસંયોગી ભ્રૂણ પ્રદેહનાં કોષમાંથી સર્જાય - તો તે દ્વિકીય હોય

જો અસંયોગી ભ્રૂણ બીજાણુમાંથી સર્જાય - તો તે એકકીય હોય



શું અસંયોગી ભ્રૂણને પ્રતિકૃતિ (clones) કહી શકાય?

હા, તેમને પ્રતિકૃતિ કહી શકાય. કારણકે તેમાં ફલન થયું નથી. એટલે કે માત્ર એક જ પ્રકારના કોષમાંથી તે સર્જાયા છે. તેમજ અર્ધીકરણ પણ થતું નથી. તેથી અંસયોગી ભ્રૂણને clone કહી શકાય.


અસંયોગીજનનનું મહત્વ

સંકર જાતોને આપણા ધાન્ય, શાકભાજી વગેરે ઉગાડવા માટે વાપરવામાં આવે છે. 

સંકર જાતોની ઉત્પાદકતા ખૂબ ઊંચી હોય - કારણકે તેમાં ગમતા લક્ષણોને ઇરાદાપૂર્વક express કરાવવામાં આવે છે

Problem: પણ, સંકર બીજની એક મુશ્કેલી એમ છે - કે તેમને દર વર્ષે ઉત્પન્ન કરવા પડે છે.

કારણ : જો સંકર જાતમાંથી મેળવેલ બીજ ઉગાડવામાં આવે, તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ જાય - ગમતા લક્ષણો જે સંકર જાતમાં હતા તે જાળવતા નથી.

સંકર બીજનું ઉત્પાદન મોંઘુ હોય છે - તેથી સંકર બીજો ખેડૂત માટે મોંઘા થઈ જાય

Solution: જો સંકર જાતોને અસંયોગીમાં રૂપાંતરિત કરી દેવાય - તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થાય નહિ - કારણકે અસંયોગીજનનમાં કોઈ ફલન થતું નથી

આમ કરવાથી ખેડૂતને વર્ષો સુધી એ જ પ્રકારના લક્ષણ વાળા બીજ અને છોડ મળી શકે છે - દર વર્ષે નવા સંકર બીજ ખરીદવાની જરૂર નથી

હજુ સુધી આવી શોધ થઈ નથી - પણ પ્રયોગો ચાલી રહ્યા છે

જેથી અસંયોગીજનનની જનીનિકતા સમજી શકાય અને અંસંયોગી જનીનોનું સંકર જાતોમાં વહન કરી શકાય



જો તમારે એ ચોકસાઈ કરવી હોય કે તમારા આ નોટના કોન્સેપ્ટ ક્લીઅર થઈ ગયા છે કે નહિ, તો આ ટોપિકના સંબંધિત સવાલો - MCQ સોલ્વ કરવાની કોશિશ કરો. 

નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને આ ટોપિક માટેની ફ્રી ટેસ્ટ આપો. 

⬇️⬇️⬇️⬇️⬇️

https://www.indiabiologyneet.com/2023/10/12-14-short-note-ncert.html

Free test

જો તમને કોઈ પણ તકલીફ હોય તો નીચે આપેલ કોમેન્ટ બોક્સમાં લખી જણાવો.


Thank you for reading!

Keep learning!

Stay motivated!



Manish Mevada 

Urvi Bhanushali

Post a Comment

0 Comments

Top Post Ad

Below Post Ad